જસ્મા ઓડણ

મધ્યયુગીન સુપ્રસિદ્ધ પાત્ર અને લોક દેવતા

જસ્મા ઓડણ એ મધ્યયુગીન સુપ્રસિદ્ધ પાત્ર અને લોકદેવી છે.

જસ્મા, તળાવ ખોદનાર રૂડાની પત્ની હતી. તેઓ ઓડ રાજપૂત જનજાતિના હતા. તેઓ અણહિલવાડ પાટણ ખાતે સહસ્ત્રલિંગ તળાવ ખોદવા ગયા હતા. સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહ જસ્માની સુંદરતાથી મોહિત થઈ ગયા હતા અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. સિદ્ધરાજે તેને ગુજરાતની રાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ જસ્માએ તે પ્રસ્તાવ નકારી દીધો હતો. જસ્માના નકારથી અપમાન પામેલા રાજા સિદ્ધરાજે તેના પતિને મારી નાખ્યો. જસ્મા પોતાના સન્માનની રક્ષા માટે ચિતામાં કૂદીને સતી થઈ. કિવદંતી પ્રમાણે જસ્માના શ્રાપને કારણે સહસ્ત્રલિંગ તળાવ પાણી વગરનું રહ્યું અને સિદ્ધરાજ તેના સામ્રાજ્યના વારસદાર વિનાનો રહ્યો હતો.[][]

જસ્માદેવીના સન્માનમાં તેમને સમર્પિત જસ્માદેવી મંદિરનું નિર્માણ ઓડ રાજપૂત જનજાતિ એ ૧૨મી સદીમાં કર્યું હતું, જે ગુજરાતના પાટણ ખાતે સહસ્ત્રલિંગ તળાવ નજીક આવેલું છે.

સમૂહ માધ્યમો

ફેરફાર કરો

ઓગણીસમી સદીથી આ દંતકથા પર આધારિત ભવાઈ વેશ ભજવવામાં આવે છે.[][] ૧૯૮૨માં શાન્તા ગાંધી દ્વારા આ દંતકથાને જસ્મા ઓડણ નામથી રંગમંચ પર ભજવવામાં આવ્યું હતું.[] ૧૯૨૬માં લોકદેવતા વિશેની ભારતીય મૌન ફિલ્મ સતિ જસ્મા હોમી માસ્ટર દ્વારા બનાવવામાં આવી હતી, તેમાં ગોહર મામાજીવાલા અને ખલીલે મુખ્ય ભૂમિકા ભજવી હતી.[] ૧૯૭૬માં ચંદ્રકાંત સાંઘાણી દ્વારા સતી જસ્મા ઓડણ નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ Bharati Ray (2009). Different Types of History. Pearson Education India. પૃષ્ઠ 374, 380–381. ISBN 978-81-317-1818-6.
  2. Bharati Ray (4 October 2005). Women of India: Colonial and Post-colonial Periods. SAGE Publications. પૃષ્ઠ 527–. ISBN 978-0-7619-3409-7.
  3. Manohar Laxman Varadpande (1992). History of Indian Theatre. Abhinav Publications. પૃષ્ઠ 174–. ISBN 978-81-7017-278-9.
  4. Vasudha Dalmia; Rashmi Sadana (5 April 2012). The Cambridge Companion to Modern Indian Culture. Cambridge University Press. પૃષ્ઠ 218. ISBN 978-1-139-82546-7.
  5. ૫.૦ ૫.૧ Ashish Rajadhyaksha; Paul Willemen (10 July 2014). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. પૃષ્ઠ 11–. ISBN 978-1-135-94325-7.