સોલંકી વંશે હાલના ગુજરાત અને કાઠિયાવાડમાં ઇસ ૯૫૦ થી ઇસ ૧૨૪૪ દરમિયાન શાસન કર્યું હતું. તેઓ ગુજરાતના ચાલુક્યો અથવા સોલંકી રાજપૂત તરીકે જાણીતા હતા.[૨]

સોલંકી વંશ
૯૪૨–૧૨૪૪
રાજધાની અણહિલપુર પાટણ
ધર્મ શૈવ, જૈન
સત્તા રાજાશાહી
પ્રમુખ
 •  ૯૪૨-૯૯૭ મૂળરાજ
 •  ૧૦૨૨-૧૦૬૪ ભીમદેવ પ્રથમ
 •  ૧૦૬૪-૧૦૯૪ કર્ણદેવ પ્રથમ
 •  ૧૦૯૪-૧૧૪૦ સિદ્ધરાજ જયસિંહ
 •  ૧૧૪૩-૧૧૭૨ કુમારપાળ
 •  ૧૧૭૨-૧૨૪૪ બાળ મૂળરાજ
 •  ૧૧૭૮-૧૨૪૨ ભીમદેવ દ્વિતિય
 •  ૧૨૪૨-૧૨૪૪ ત્રિભુવનપાળ
ઇતિહાસ
 •  સ્થાપના ૯૪૨
 •  અંત ૧૨૪૪
પહેલાનું શાસન
પછીની સત્તા
ચાવડા વંશ
વાઘેલા વંશ
કચ્છ રાજ્ય
સોલંકી શાસનના લખાણો કે સ્થાપત્યો મળી આવેલા સ્થળો.[૧]

ભારતીય સમુદ્રમાં વેપારમાં ગુજરાત મુખ્ય કેન્દ્ર હતું અને તેનું પાટનગર અણહિલવાડ ‍(હાલનું પાટણ) હતું જે ભારતના મોટાં શહેરોમાંનું એક હતું. પાટણની વસતિ ૧૦૦૦માં ૧,૦૦,૦૦૦ હતી. ઇસ ૧૦૨૬માં સોમનાથનું મંદિર મહમદ ગઝની દ્વારા નાશ કરાયું હતું. ઇસ ૧૨૪૩ પછી સોલંકીઓએ ગુજરાત પરની પકડ ગુમાવી અને ધોળકાના વાઘેલા વંશે ગુજરાત પર શાસન શરૂ કર્યું. ૧૨૯૩ પછી વાઘેલાઓ દખ્ખણના દેવગિરિના સેઉના (યાદવ) વંશના ખંડિયા બન્યા.

સોલંકી શાસનફેરફાર કરો

મૂળરાજ સોલંકીફેરફાર કરો

મૂળરાજે ગુજરાતના ચાવડા વંશના છેલ્લા રાજાને ઉથલાવીને ઇસ ૯૪૦-૯૪૧માં અણહિલવાડ પાટણમાં પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું.[૨] તે શૈવ પંથી રાજા હતો અને રાજાની વૈદિક પરંપરામાં માનતો હતો. તેણે દિગંબરો માટે મૂળવસ્તિકા (મૂળનું નિવાસ) મંદિર અને શ્વેતાંબરો માટે મૂળનાથ-જિનદેવ (જે જિન મૂળના ભગવાન છે) મંદિર બંધાવ્યું હતું.[૩]

ભીમદેવ પહેલોફેરફાર કરો

 
ભીમદેવ પ્રથમ દ્વારા બંધાયેલ મોઢેરાનું સૂર્યમંદિર

મૂળરાજ પછી ભીમદેવ પ્રથમ ગાદીએ આવ્યો. તેણે મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર બંધાવ્યું. તેની રાણી ઉદયમતી એ રાણકી વાવ તેની યાદમાં બંધાવી હતી. સોલંકી વંશના કુળ દેવી પ્રભાસ ખાતે સોમનાથમાં હતા. ભીમદેવના શાસન દરમિયાન મહમદ ગઝનીએ પવિત્ર સોમનાથ મંદિરનો નાશ કર્યો હતો. ભીમદેવ સોલંકીએ પાલોદરનું મલાઇમાતાનાનું મંદિર બંધાવ્યુ હતું.[સંદર્ભ આપો]

કર્ણદેવ પહેલોફેરફાર કરો

ભીમદેવના વંશજ કર્ણદેવ પહેલાએ ભીલ સરદારને હરાવીને કર્ણાવતીની સ્થાપના કરી, જે હાલનું અમદાવાદ છે. કર્ણદેવે મીનળદેવી સાથે લગ્ન કર્યા હતા અને તેમનું સંતાન સિદ્ધરાજ જયસિંહ હતા.

સિદ્ધરાજ જયસિંહફેરફાર કરો

સિદ્દરાજ જયસિંહે ઇસ ૧૦૯૪થી શરૂ કરીને લગભગ અડધી સદી સુધી રાજ કર્યું અને રાજ્યને સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું. સિદ્ધપુરમાં આવેલો રુદ્ર મહાલય તે સમયના શાસનના સ્થાપત્યનું પ્રતિબિંબ છે.[૨]

હેમચંદ્રાચાર્ય, જૈન સાધુ આ સમયમાં ખ્યાતિ પામ્યા અને તેમના રાજા સાથે સારા સંબંધો હતા. સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાય જયસિંહે માળવા પર પણ કબ્જો કર્યો. તેની પ્રખ્યાત દંતકથા જુનાગઢ સાથે જોડાયેલી છે. જુનાગઢનો કબ્જો તેણે ચુડાસમા વંશના રા ખેંગારની પત્નિ રાણકદેવી સાથે મેળવ્યો. રાણકદેવીએ જયસિંહ સાથે લગ્ન કરવા કરતાં સતી થવાનું પસંદ કર્યું અને તેણે પોતાની જાતને વઢવાણ ખાતે અગ્નિમાં હોમી દીધી. રાણકદેવીનું મંદિર વઢવાણમાં તે જગ્યાએ આવેલું છે.[સંદર્ભ આપો]

કુમારપાળફેરફાર કરો

સિદ્ધરાજના અનુગામી કુમારપાળનું શાસન ૩૧ વર્ષો સુધી ઇસ ૧૧૪૩થી ૧૧૭૪ સુધી રહ્યું. તેના પણ હેમચંદ્રાચાર્ય સાથે સારા સંબંધો રાખ્યા અને તેના શાસન દરમિયાન ગુજરાતમાં જૈનધર્મનો ફેલાવો થયો. તેણે સોમનાથ મંદિરનું ફરીથી નિર્માણ કરાવ્યું. કુમારપાળના શાસન દરમિયાન ગુજરાતની સમૃદ્ધિ ટોચ પર હતી.

બાળ મૂળરાજફેરફાર કરો

બાળ મૂળરાજે (૧૧૭૩-૧૧૭૬) મહમદ ઘોરીના આક્રમણો સફળતાપૂર્વક ખાળી કાઢ્યા, જે મહમદ ગઝનીના આક્રમણોનું પુનરાવર્તન કરવા માંગતો હતો.

ઉત્તરાધિકારીફેરફાર કરો

સોલંકી વંશના પતન પછી વાઘેલા વંશની સત્તા આવી. વાઘેલાઓ સોલંકીઓના શાસન નીચે રહેલા. તેમણે ટૂંકા સમયનું (૭૬ વર્ષ) પણ મજબૂત શાસન કર્યું. સોલંકી વંશના પતન પછી ગુજરાતમાં સ્થિરતા લાવવા માટે વાઘેલા વંશ જવાબદાર હતો. તેમ છતાં, તેના છેલ્લાં શાસક કર્ણદેવ વાઘેલાને ઇસ ૧૨૯૭માં અલાદ્દિન ખિલજીએ હરાવીને દિલ્હી સલ્તનતની સત્તા ગુજરાતમાં સ્થાપી.[સંદર્ભ આપો]

આ પણ જુઓફેરફાર કરો

નોંધફેરફાર કરો

  1. Asoke Kumar Majumdar 1956, pp. 498-502.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ Sen, Sailendra (૨૦૧૩). A Textbook of Medieval Indian History. Primus Books. p. ૨૮-૨૯. ISBN 978-9-38060-734-4. Check date values in: |year= (મદદ)
  3. Cort 1988, p. 87.

સંદર્ભફેરફાર કરો