ચંદ્રકાંત સાંઘાણી

ગુજરાતી ભાષાના દિગ્દર્શક, લેખક અને અભિનેતા

ચંદ્રકાંત સાંઘાણી (જન્મ ૧૦ જૂન ૧૯૨૭) એ ગુજરાતી ભાષાના દિગ્દર્શક, લેખક અને અભિનેતા હતા, જેમણે મુખ્યત્વે ગુજરાતી સિનેમા માટે કામ કર્યું હતું.[૧]

જીવનપરિચય ફેરફાર કરો

સાંઘાણીનો જન્મ ૧૦ જૂન ૧૯૨૭ના રોજ ગુજરાત, ભારતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં થયો હતો. તેમણે રેડિયો પ્રસ્તુતકર્તા તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે કેટલીક નવલકથાઓ પણ લખી હતી. તેમણે ૧૯૫૭ થી ૧૯૬૩ સુધી ગુજરાતી સામયિક પ્રજાતંત્ર માટે પત્રકાર તરીકે સેવા આપી હતી. ૧૯૬૮ માં, તેમણે ગુજરાતી સિનેમામાં તેમની ફિલ્મ મારે જાવું પેલે પારથી પ્રદાર્પણ કર્યું હતું.[૨][૧][૩]

૧૯૭૦ માં, તેમણે ચુનીલાલ શાહની નવલકથા જીગર અને અમીને આ જ શીર્ષક સાથે ફિલ્મમાં રૂપાંતરિત કરી હતી. તાના અને રીરીની વાર્તા પર આધારિત તેમનું સંગીતમય નાટક તાનારીરી (૧૯૭૫) ગુજરાતી સિનેમામાં નોંધપાત્ર ફિલ્મ માનવામાં આવે છે. ૧૯૭૭ માં, તેમણે શયદાની વાર્તા વણઝારી વાવ પરથી કરિયાવર નામની ફિલ્મ બનાવી હતી.[૪]

ફિલ્મોગ્રાફી ફેરફાર કરો

ચંદ્રકાંત સાંઘાણીએ ૧૯૬૮થી પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે દિગ્દર્શક, લેખક અને અભિનેતા તરીકે ૧૫થી પણ વધુ ફિલ્મો અને ટેલિવિઝન ધારાવાહિકોમાં પોતાનું યોગદાન આપ્યું હતું. તેમની ફિલ્મ કારકિર્દી નીચે પ્રમાણે છે:-

  • મારે જાવુંપેલે પાર (૧૯૬૮)
  • જીગર ને અમી (૧૯૭૦)
  • તાનારીરી (૧૯૭૫)
  • સતી જસ્મા ઓડણ (૧૯૭૬)
  • વણજારી વાવ (૧૯૭૭)
  • સૌભાગ્ય સિંદૂર (૧૯૭૭)
  • તમે રે ચંપો ને અમે કેળ (૧૯૭૮)
  • ગરવો ગરાસિયો (૧૯૮૦)
  • પરણ્યા તો પ્યારા લાડી (૧૯૮૦)
  • વાંસડી વાગી વાલમની (૧૯૮૧)
  • પ્રેમ દિવાની (૧૯૮૨)
  • રાખના રામકડા (૧૯૮૩)
  • સોરઠનો સાવજ (૧૯૮૫)
  • ગુનાહોં કે શતરંજ (૧૯૮૮)
  • ઘર એક મંદિર (૧૯૮૮), ટીવી શ્રેણી
  • માયવી જાલ (૧૯૯૨), ટીવી શ્રેણી
  • ગીતાંજલિ (૧૯૯૩)

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Ashish Rajadhyaksha; Paul Willemen (2014). Encyclopedia of Indian Cinema. Taylor & Francis. પૃષ્ઠ 1994. ISBN 978-1-135-94325-7.
  2. Sanjit Narwekar (1994). Directory of Indian Film-makers and Films. Flicks Books. પૃષ્ઠ 284. ISBN 978-0-948911-40-8.
  3. T. M. Ramachandran; S. Rukmini (1985). 70 Years of Indian Cinema, 1913-1983. CINEMA India-International. પૃષ્ઠ 344–345. ISBN 978-0-86132-090-5.
  4. Gokulsing, K.M.; Dissanayake, W. (2013). Routledge Handbook of Indian Cinemas. Taylor & Francis. પૃષ્ઠ 94-95. ISBN 978-1-136-77284-9. મેળવેલ 2020-10-03.

બાહ્ય કડીઓ ફેરફાર કરો