જામા મસ્જિદ, અમદાવાદ
જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદ એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે.
જામા મસ્જિદ | |
---|---|
ધર્મ | |
જોડાણ | ઇસ્લામ |
સ્થિતિ | Active |
સ્થાન | |
સ્થાન | અમદાવાદ |
નગરપાલિકા | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
રાજ્ય | ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°01′26″N 72°35′14″E / 23.023822°N 72.587222°ECoordinates: 23°01′26″N 72°35′14″E / 23.023822°N 72.587222°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | મસ્જિદ |
સ્થાપત્ય શૈલી | ઈન્ડો-ઈસ્લામિક આર્કિટેક્ચર |
સ્થાપક | અહમદ શાહ પહેલો |
પૂર્ણ તારીખ | ૧૪૨૪ |
લાક્ષણિકતાઓ | |
ગુંબજો | ૧૫ |
Spire(s) | ૨૬૦ |
બાંધકામ સામ્ગ્રી | પીળો રેતીનો પથ્થર |
NHL તરીકે સમાવેશ | મહત્વનું રાષ્ટ્રીય સ્મારક ASI સ્મારક નં. N-GJ-7 |
તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માં બનાવડાવી હતી. આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયે આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી. મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર, અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે.
આ લેખ અમદાવાદ અંગેનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |