જામી મસ્જિદ ભારતના ગુજરાત રાજ્યના ખંભાત શહેરમાં આવેલી એક મસ્જિદ છે જે ૧૩૨૫ માં બંધાયેલી છે. તે ગુજરાતના સૌથી પ્રાચીન ઇસ્લામિક સ્મારકોમાંની એક છે. [૧] [૨] મસ્જિદના આંતરિક ભાગમાં ૧૦૦ સ્તંભોથી બનેલા ખુલ્લા આંગણાને ઢાંકવામાં આવ્યું છે. [૩] [૪]

જામી મસ્જીદ
જામી મસ્જીદ સંકુલ, ખંભાત
ધર્મ
જોડાણઇસ્લામ
સ્થિતિસક્રીય
સ્થાન
સ્થાનખંભાત
રાજ્યગુજરાત
અક્ષાંશ-રેખાંશ22°18′37″N 72°37′05″E / 22.310281°N 72.618017°E / 22.310281; 72.618017
સ્થાપત્ય
સ્થપતિ(ઓ)ઉમર બીન અહમદ અલ-કઝરુની
સ્થાપત્ય પ્રકારઈસ્લામીક
સ્થાપત્ય શૈલીઈન્ડો -ઇસ્લામિક સ્થાપત્ય
ખાતમૂર્હત૧૩૨૪
લાક્ષણિકતાઓ
મિનારાની ઊંચાઈમિનારા રહીત
બાંધકામ સામ્ગ્રીપ્રાચીન સ્મારકના અવશેષો

સ્થાન ફેરફાર કરો

આ મસ્જિદ ખંભાતમાં આવેલી છે, જે ૭ થી ૧૮ મી સદી દરમિયાન સમૃદ્ધ વેપારી બંદર શહેર હતું. તે મહી નદીના મુખ પર આવેલું છે. અમદાવાદથી તે 100 kilometres (62 mi) દૂર અને વડોદરા થી ૭૮ કિ.મી દૂર છે. [૩] [૪]

ઇતિહાસ ફેરફાર કરો

ઈ. સ. ૧૩૨૪માં અલાઉદ્દીન ખીલજી (1296–1315) એ ગુજરાત પર આક્રમણ કર્યું અને ખંભાત પર કબજો કર્યો. [૩] ગુજરાતમાં તેના આક્રમણ દરમિયાન તેણે ઘણા હિન્દુ અને જૈન મંદિરોનો નાશ કર્યો હતો. મસ્જિદ પરના શિલાલેખ મુજબ, તે ૧૩૨૫માં અગાઉના સ્મારકોના અવશેષોમાંથી આ મસ્જીદ બનાવવામાં આવી હતી. આ શહેરનો ઉદ્યોગપતિ ઉમર બિન અહમદ અલ-કાઝારુનીને મસ્જિદ બનાવવાનો શ્રેય આપવામાં આવે છે. આ મસ્જીદની રચના એક મંડપ જેવી છે જેણે ગુજરાતમાં ઇસ્લામિક સ્થાપત્યની શરૂઆત કરી હતી અને તેની શૈલી જુદી છે. [૪] [૫]

સ્થાપત્ય ફેરફાર કરો

 
પૂર્વ દીવાલથી જામિ મસ્જિદનો પ્રવેશ ગલિઆરાનો વિસ્તાર.

મસ્જિદનું સ્થાપત્ય ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્યના વિકાસની શરૂઆત ચિહ્નિત કરે છે. [૨] તેના સ્થાપત્યમાં કોઈપણ મિનારા નથી પરંતુ મધ્યનાકમાનોમાં તોરણો જોવા મળે છે. આ ગુજરાત સલ્તનતના સ્થાપત્યને પ્રદર્શિત કરે છે. [૫]

મસ્જિદના આંતરિક ભાગમાં ૧૦૦ સ્તંભોની મદદ વડે ઉપરથી ઢાંકેલું આંગણું છે તે હિન્દુ અને જૈન મંદિરોના અવશેષોમાંથી બાંધવામાં આવેલું છે. પ્રાર્થના ખંડમાં ઘણા ભાગો છે જેની ઉપર નાના નાન ગુંબજો કે ઘુમટો છે, જે અનોખા છે અને તે મેહરાબના આકાર કરતા ભિન્ન છે. ગુજરાતની સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવેલી કોતરણી વાળી બારીઓ સાથે ગુંબજો બાંધવામાં આવ્યા છે. [૩] [૪] સ્તંભોને બે પંક્તિઓમાં મુકવામાં આવ્યા છે જેમાં દરેક પંક્તિમાં ૨૬ સ્તંભો હોય છે જે માર્ગિકા બનાવે છે. તે પ્રથમ પંક્તિથી આગળની દીવાલને અલગ કરે છે. આ ઉપરાંત, દરેક પંક્તિમાં છ સ્તંભો દ્વારા બનેલી આઠ પંક્તિઓ છે, જે રવેશની બાજુમાં છે; આના પરિણામે ૧૪ ખંડની રચના થાય છે અને દરેક ચેમ્બરની ટોચ પર ગુંબજ હોય છે. [૬] મસ્જિદના પ્રવેશ માટે કમાન ધરાવતા ગલિયારા છે જેની છત સપાટ છે. મસ્જિદના મધ્ય ભાગમાં જે છતનાં ગુંબજોને છુપાવે છે,તેવી આશરે 40 feet (12 m) ઉંચાઈ ધરાવતી બારસાખ છે અને તે ઉપર તીક્ષ્ણ શિખર છે.

 
ખંભાતની જામી મસ્જિદમાં ઓમર બિન અહમદ અલ કાઝારૂનીનો મકબરો

મસ્જીદના દક્ષિણ ભાગમાં ચોરસ આકારમાં સ્તંભો ધરાવતો હોલ છે તેની મધ્યમાં એક વૃત્તાકાર આંતરિક ક્ષેત્ર છે જ્યાં ઉમર બિન અહમદ અલ-કાઝરુનીની સમાધિ છે, જેઓ ૧૩૩૩ માં મૃત્યુ પામ્યા હતા. આ સમાધિ આરસની બનેલી છે. આ ઉપરાંત, ૧૪ મી અને ૧૫ મી સદીની ઘણી નાની કબરો છે. મુઘલ બાદશાહ અકબર દ્વારા ૧૬ મી સદીમાં બંધાવવામાં આવેલા કિલ્લાના અવશેષો પણ છે. [૪] આ કબરના વિવિધ ભાગો પર ઘણી કોતરણી કરવામાં આવી છે જેમ કે સુરા ૩૨ ના પ્રથમ સાડા બાર શ્લોકો; સુરાહ ૨, શ્લો. ૨૫૬ - સિંહાસન-શ્લોક; સુરાહ ૨ ના ૧૫૧ શ્લોકનું સમાપન; સુરા ૩૨ શ્લો. ૫૨; સૂરા ત્રીજી, શ્લો. ૧૬ અને ૧૭ અને સુરા ૧૦ શ્લો. ૧૬૩-૧૬૫. સમાધિના પશ્ચિમ ભાગ પર એક તક્તી વાક્ય છે, જેમાં સુરા ૩૨, શ્લો ૬૪-૭૧નો શિલાલેખ છે.[૭]

સંદર્ભ ફેરફાર કરો

  1. Series-3 Indian History. Pratiyogita Darpan. પૃષ્ઠ 78–.
  2. ૨.૦ ૨.૧ Gujarat (India) (1977). Gazetteers: Kheda District. Directorate of Government Print., Stationery and Publications.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Pavilion in the court of the Jami Masjid, Khambhat (Cambay)". Online Gallery of British Library. મૂળ માંથી 25 નવેમ્બર 2021 પર સંગ્રહિત. મેળવેલ 12 April 2016.
  4. ૪.૦ ૪.૧ ૪.૨ ૪.૩ ૪.૪ Jonathan M.. Bloom; Sheila S.. Blair (2009). The Grove Encyclopedia of Islamic Art and Architecture. Oxford University Press. પૃષ્ઠ 1. ISBN 978-0-19-530991-1.
  5. ૫.૦ ૫.૧ Anjali H. Desai (2007). India Guide Gujarat. India Guide Publications. પૃષ્ઠ 203–. ISBN 978-0-9789517-0-2.
  6. "View from the south end of pillars in the interior of the Jami Masjid, Khambhat (Cambay)". Online gallery of British Library. મૂળ માંથી 22 એપ્રિલ 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 April 2016.
  7. "Omar bin Ahmad Al Kazaruni's Tomb in the Jami Masjid, Khambhat (Cambay)". Online Gallery of British Library. મૂળ માંથી 10 મે 2017 પર સંગ્રહિત. મેળવેલ 12 April 2016.