જૂન ૧૩
તારીખ
૧૩ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
- ૧૭૭૪ – ર્હોડ આઇલેન્ડ ગુલામોની આયાત પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ ઉત્તર અમેરિકન વસાહત બની.
- ૧૯૮૩ – અવકાશયાન પાયોનિયર ૧૦ સૌરમંડળની બહાર જનાર પ્રથમ માનવનિર્મિત પદાર્થ બન્યું.
- ૧૯૯૭ – ભારતના દિલ્હી શહેરમાં ઉપહાર સિનેમા આગ દુર્ઘટના માં ૫૯ લોકોની જાનહાની થઇ અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા.
- ૨૦૦૨ – અમેરિકા એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સંધિમાંથી ખસી ગયું.
જન્મ ફેરફાર કરો
- ૧૮૬૫ – ડબલ્યુ. બી. યેટ્સ, આઇરિશ કવિ અને નાટ્યકાર, નોબેલ પુરસ્કાર વિજેતા (૧૯૨૩) (અ. ૧૯૩૯)
- ૧૮૭૯ – ગણેશ દામોદર સાવરકર, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની, રાષ્ટ્રવાદી અને અભિનવ ભારત સોસાયટીના સ્થાપક (૧૯૪૫)
- ૧૯૦૫ – દુલિપસિંહજી, ભારતીય ક્રિકેટ ખેલાડી (અ. ૧૯૫૯)
- ૧૯૦૫ – મોહનલાલ ચુનીલાલ ધામી, ગુજરાતી લેખક, કવિ, નવલકથાકાર, નાટ્યકાર, પત્રકાર અને આયુર્વેદિક ચિકિત્સક (અ. ૧૯૮૧)
- ૧૯૦૯ – ઇ.એમ.એસ.નામ્બુદ્રિપાદ, ભારતીય રાજકારણી (અ. ૧૯૯૮)
- ૧૯૬૫ – મનિન્દર સિંઘ, ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી
- ૧૯૯૪ – દીપિકા કુમારી, ભારતીય તીરંદાજ
અવસાન ફેરફાર કરો
- ૧૯૬૯ – પ્રહલાદ કેશવ અત્રે, મરાઠી લેખક, પત્રકાર અને રાજકારણી (જ. ૧૮૯૮)
- ૨૦૦૧ – દિગીશ મહેતા, ગુજરાતી નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક (જ. ૧૯૩૪)
- ૨૦૦૭ – રામચંદ્ર ગાંધી, ભારતીય દાર્શનિક, (મહાત્મા ગાંધીના સૌથી નાના પુત્ર) દેવદાસ ગાંધી અને (રાજાજીની પુત્રી) લક્ષ્મીના પુત્ર (જ. ૧૯૩૭)
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર Category:12 June વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.