જૂન ૧૯
તારીખ
૧૯ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૫ દિવસ બાકી રહે છે.
અનુક્રમણિકા
મહત્વની ઘટનાઓફેરફાર કરો
- ૧૮૬૨ – યુ.એસ. કોંગ્રેસ દ્વારા યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રદેશોમાં ગુલામી પ્રથા પર પ્રતિબંધ જાહેર કરાયો.
- ૧૯૧૦ – યુ.એસ.ના વોશિંગ્ટન રાજ્યના સ્પોકન (Spokane) શહેરમાં પ્રથમ ’ફાધર્સ ડે’ની ઉજવણી કરાઈ.
- ૧૯૬૧ – કુવૈતે પોતાને યુ.કે.થી સ્વતંત્ર જાહેર કર્યું.
- ૧૯૬૬ – ભારતનાં મુંબઈ ખાતે "શિવસેના" નામના નવા રાજકિય પક્ષનું ગઠન થયું.
- ૧૯૯૧ – હંગેરી સોવિયેત યુનિયનના કબ્જામાંથી મુક્ત થયું.
- ૨૦૧૨ – વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજેએ, અમેરિકન સૈન્ય દ્વારા નાગરિકોની હત્યાના ચલચિત્રીત અંશો તેમજ અમેરિકન સરકારના ગુપ્ત દસ્તાવેજોનાં પ્રગટીકરણ મામલામાં પોતાના યુ.એસ.ને પ્રત્યાપણના ભયે, લંડન ખાતેના ઈક્વેડોર દૂતાવાસમાં રાજકિય આશ્રય માગ્યો.
જન્મફેરફાર કરો
- ૧૯૪૭ – સલમાન રશ્દી (Salman Rushdie), ભારતીય મૂળનાં લેખક
- ૧૯૭૦ – રાહુલ ગાંધી (Rahul Gandhi), ભારતીય રાજકારણી
અવસાનફેરફાર કરો
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
- સ્વતંત્રતા દિવસ - હંગેરી
- શ્રમિક દિન - ટ્રિનિદાદ અને ટોબેગો
- વિશ્વ સિકલ સેલ દિન - આંતરરાષ્ટીય (સિકલ સેલ એ રક્તકણોને લગતો એક રોગ છે)
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર June 19 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |