જ્યોતીન્દ્ર દવે

ગુજરાતી ભાષાના હાસ્યલેખક

જ્યોતીન્દ્ર દવે ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક હતા.

જ્યોતીન્દ્ર દવે
જન્મજ્યોતીન્દ્ર હરિહરશંકર દવે
(1901-10-21)21 October 1901
સુરત, ગુજરાત, ભારત
મૃત્યુ11 September 1980(1980-09-11) (ઉંમર 78)
મુંબઈ, ભારત
ઉપનામયયાતિ, ગુપ્તા, અવળવાણીયા
વ્યવસાયહાસ્યલેખક, પ્રાધ્યાપક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણબી.એ., એમ.એ.
નોંધપાત્ર પુરસ્કારો
જીવનસાથી
કરસુખબેન દવે
(લ. 1929; તેમના મૃત્યુ સુધી 1980)

જ્યોતીન્દ્ર દવેનો જન્મ ર૧મી ઓક્ટોબર, ૧૯૦૧ના દિવસે દક્ષિણ ગુજરાતના સુરત શહેર ખાતે થયો હતો. તેમણે ૧૯૧૯માં મેટ્રિક, ૧૯૨૩માં બી.એ. અને ૧૯૨૫માં એમ.એ.ની પદવીઓ સુરતમાંથી મેળવી હતી. ૧૯૨૬ થી ૧૯૩૩ સુધી તેઓ મુંબઈમાં કનૈયાલાલ મુનશી સાથે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખવાના કાર્યમાં જોડાયા. મુનશી જેલમાં હતા એટલો થોડો સમય તેમણે કબિબાઇ હાઇસ્કૂલમાં અધ્યાપન કાર્ય કર્યું. તેમણે 'ગુજરાત' માસિકનું સહ-સંપાદન પણ કરેલું. ૧૯૩૩ થી ૧૯૩૭ દરમિયાન તેમણે સુરતની એમટીબી કોલેજમાં ગુજરાતીમાં અધ્યાપન કાર્ય કર્યું. કનૈયાલાલ મુનશીની વિનંતી પર તેઓ ફરી મુંબઈ આવ્યા અને મુંબઈ સરકારના કાર્યાલયમાં ભાષાંતરકારનું કામ તેમની ૧૯૫૬માં નિવૃત્તિ સુધી કર્યું. તેમણે પછી મુંબઈની વિવિધ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. તેઓ માંડવી, કચ્છ ખાતે પ્રિન્સિપાલ પણ રહ્યા હતા. તેઓ ૧૯૬૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા.[][]

તેમના માતાનું નામ ધનવિદ્યાગૌરી અને પિતાનું નામ હરિહરશંકર હતું. તેમનાં લગ્ન ઇ. સ. ૧૯૨૯માં કરસુખબેન સાથે થયાં હતાં અને પુત્રી રમા, પુત્ર પ્રદીપ, અસિતના તેઓ પિતા બન્યા.[]

એમનું અવસાન ૧૧ સપ્ટેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈ ખાતે થયું હતું.[][]

તેમનું ઘર સુરતના આમલિરણ વિસ્તારમાં આવેલું છે.[]

તેમની મુખ્ય રચનાઓમાં 'રંગતરંગ' 'ભાગ ૧ થી ૬' (૧૯૩૨-૧૯૪૬), 'જ્યોતીન્દ્ર તરંગ', 'રેતીની રોટલી' (૧૯૫૨), 'વડ અને ટેટા' (હાસ્ય નિબંધો), 'અમે બધાં' (નવલકથા, ૧૯૩૬), 'વ્યતીતને વાગોળું છું' (આત્મકથા), 'હાસ્ય નિબંધ સંગ્રહ' - ૧૦, 'હાસ્યનવલકથા' - ૧, 'આત્મકથા' વગેરે મુખ્ય છે. વળી તેમના 'અવસ્તુદર્શન', 'અશોક પારસી હતો', 'મહાભારત: એક દ્રષ્ટિ', 'મારી વ્યાયામસાધના', 'સાહિત્યપરિષદ' જેવા ઘણા નિબંધો પણ તેમણે ગુજરાતી ભાષાને આપ્યા. કાવ્યોમાં તેમણે 'આત્મપરિચય', 'એ કોણ હતી?' તથા 'લગ્નના ઉમેદવાર' જેવી નાટ્યરચનામાં તેમણે તેમની પ્રતિભાનો પરિચય આપ્યો. ઉપરાંત 'વિષપાન' (૧૯૨૮) એ તેમની પ્રારંભિક અવસ્થામાં રચાયેલું એમનું ઐતિહાસિક ત્રિઅંકી નાટક છે. 'વડ અને ટેટા' (૧૯૫૪) એ મોલિયેરના પ્રહસન 'માઈઝર' નું રૂપાંતર છે. 'સામાજિક ઉત્ક્રાન્તિ' (૧૯૩૦) તથા 'એબ્રહમ લિંકન-જીવન અને વિચાર' (૧૯૬૧) એમના અનુવાદગ્રંથો છે. 'ખોટી બે આની', 'લગ્નનો ઉમેદવાર', 'પાનનાં બીડાં', 'સોયદોરો', 'ટાઈમટેબલ', વગેરે તેમની મહત્વની કૃતિઓ છે.

પુરસ્કાર

ફેરફાર કરો

તેમને ૧૯૪૦માં નર્મદ સુવર્ણ ચંદ્રક અને ૧૯૪૧માં રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો.[]

તેમના માનમાં ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દર વર્ષે હાસ્ય સાહિત્યકારને 'જ્યોતીન્દ્ર દવે પારિતોષિક' અપર્ણ થાય છે.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ "જ્યોતિન્દ્ર દવે". ગુજરાતી સાહિત્ય પરિષદ. મેળવેલ ૩૧ જુલાઇ ૨૦૧૪. Unknown parameter |uage= ignored (મદદ)
  2. ૨.૦ ૨.૧ George, K. M. (૧૯૯૨). Modern Indian Literature, an Anthology: Plays and prose. 3. Sahitya Akademi. પૃષ્ઠ ૨૦૫. ISBN 9788172017835.
  3. Joshi, Chiragkumar G. (2016). Translation of Selected Humorous Essays from "Rang Tarang" by Jyotindra Dave with Critical Introduction (Ph. D.). Rajkot: Department of English, Saurashtra University.
  4. "Fire at writer Jyotindra Dave's house in Surat". Daily News & Analysis. ૧૩ નવેમ્બર ૨૦૧૨. મેળવેલ ૨૩ જુલાઇ ૨૦૧૭. Unknown parameter |uage= ignored (મદદ)
  5. "જ્યોતીન્દ્ર દવે પારિતોષિક મળ્યા પછી…. – હરનિશ જાની". ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨. મેળવેલ ૧૧ માર્ચ ૨૦૧૬.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો