ઝઘડીયા

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઝઘડીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનું મુખ્ય મથક છે. અહીં મોટાભાગની વસ્તી આદિવાસીઓની છે. ઝઘડીયા અંકલેશ્વરથી રાજપીપળા જતા રાજ્ય ધોરીમાર્ગ તેમ જ નેરોગેજ રેલ્વેમાર્ગ પર આવેલ છે. ઝઘડીયા વાલિયા સાથે રાજ્ય ધોરી માર્ગ દ્વારા તેમ જ નેત્રંગ સાથે નેરોગેજ રેલ્વે દ્વારા જોડાયેલું છે. વર્તમાન સમયમાં અંકલેશ્શ્વર થી રાજપીપળા જતા રેલ્વેમાર્ગના ગેજ પરિવર્તન (નેરોગેજમાંથી બ્રોડગેજ)નું કાર્ય ચાલી રહ્યું છે.

ઝઘડીયા
—  નગર  —
ઝઘડીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°43′35″N 73°09′02″E / 21.72639°N 73.15056°E / 21.72639; 73.15056
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભરૂચ
નજીકના શહેર(ઓ) ભરૂચ, અંકલેશ્વર
સાક્ષરતા ૬૫% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
આબોહવા

તાપમાન
• ઉનાળો
• શિયાળો     43 °C (109 °F)
     20 °C (68 °F)

કોડ
  • • પીન કોડ • ૩૯૩૧૧૦
    વાહન • GJ-16

મહત્વના સ્થળો ફેરફાર કરો

 
ઐતિહાસિક કડિયા ડુંગર

અહીં ગાયત્રી મંદિર, જૈન દેરાસર, ગુમાનદેવ હનુમાનદાદાનું મંદિર, સેવા રૂરલ હોસ્પિટલ, સ્વામી વિવેકાનંદ ગ્રામીણ તકનીકી કેન્દ્ર, જી,આઇ.ડી.સી. વગેરે મહત્વનાં સ્થળો આવેલ છે. અહીંથી નજીક આવેલા ઝાઝપોર ગામની બાજુમાં આવેલ કડિયા ડુંગર પર પ્રાચીન કાળની ગુફાઓ આવેલી છે, તેમ જ આ ડુંગરની તળેટીમાં ઉદાસીન અખાડા દ્વારા એક આશ્રમ પણ બનાવવામાં આવેલ છે. ઘણા પર્યટકો તેમ જ શ્રદ્ધાળુઓ અહીંની મુલાકાતે આવતા જોવા મળે છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો