અંકલેશ્વર
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
અંકલેશ્વર દક્ષિણ ગુજરાત ના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાનું મુખ્ય મથક છે.
અંકલેશ્વર | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 21°37′36″N 72°56′58″E / 21.6267°N 72.9494°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ભરૂચ |
તાલુકો | અંકલેશ્વર |
વસ્તી (૨૦૦૧)[૧] | |
• કુલ | ૧૪૦૮૩૯ |
પિનકોડ | ૩૯૩૦૦૧ |
વાહન નોંધણી | GJ-16 |
ભૂગોળ
ફેરફાર કરોઆ શહેર મુંબઇથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે. વળી રાજપીપળા, હાંસોટ, વાલિયા, માંગરોળ, ડેડીયાપાડા, ઝઘડીયા, ભરૂચ સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે. અહીંથી અંહીથી અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપળા તેમ જ અંકલેશ્વર-ઝઘડીયા-નેત્રંગ એમ બે જગ્યા પર નેરોગેજ રેલ્વે માર્ગ આઝાદી પહેલાંના સમયથી અસ્તિત્વ ધરાવે છે.
ઉદ્યોગો
ફેરફાર કરોઅહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. અંકલેશ્વરમાં GIDC અને ONGCના મથકો આવેલા છે. અંકલેશ્વરમાં ૧૫૦૦થી વધુ ઔદ્યોગિક એકમો કાર્યરત છે.
આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં ખેતી અને પશુપાલન કરે છે, જે પૈકી મુખ્ય ખેતી શેરડી, ડાંગર તેમ જ કપાસની થાય છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. મૂળ સંગ્રહિત માંથી 2004-06-16 પર સંગ્રહિત. મેળવેલ ૧ નવેમ્બર ૨૦૦૮.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |