ટેનેસી એ અમેરિકી ગણતંત્રના દક્ષિણ પૂર્વ છેડે આવેલું એક અમેરિકી રાજ્ય છે. તેની 6,214,888 વસ્તીએ તેને વસ્તી પ્રમાણે રાષ્ટ્રનું 17માં ક્રમાંકનું અને વિસ્તારની દ્રષ્ટિએ તે કુલ જમીની વિસ્તાર પૈકી જેટલો વિસ્તાર આવરી લે છે42,169 square miles (109,220 km2) તેના પરથી તે દેશના 36માં ક્રમનું રાજ્ય બને છે.[] ટેનેસીની ઉત્તરે કન્ટૂકી અને વર્જિનિયા, પૂર્વમાં ઉત્તર કેરોલિના, દક્ષિણમાં જ્યોર્જિયા, અલ્બામા અને મિસિસિપ્પી તથા પશ્વિમમાં અર્કાન્સાસ અને મિઝૌરી રાજ્ય આવેલા છે. રાજ્યનો પૂર્વભાગ એપલેચીયન પર્વતમાળાથી ઘેરાયેલો છે અને મિસિસિપ્પી નદી રાજ્યની પશ્ચિમ સરહદ બનાવે છે. ટેનેસીની રાજધાની અને બીજા નંબરનું સૌથી મોટું શહેર નેશવિલ છે, જેની વસ્તી 626,144 છે.[] 670,902 વસ્તી સાથે મેમ્ફીસ રાજ્યનું મોટું શહેર છે.[] નેશવિલમાં 1,521,437 વ્યક્તિ સાથે રાજ્યનો સૌથી વધુ શહેરી વિસ્તાર છે.[]

State of Tennessee
Flag of Tennessee State seal of Tennessee
Flag Seal
Nickname(s):
The Volunteer State
Motto(s): Agriculture and Commerce
Map of the United States with Tennessee highlighted
Map of the United States with Tennessee highlighted
Official languageEnglish
DemonymTennessean
CapitalNashville
Largest cityMemphis
Largest metroNashville Metropolitan Area
AreaRanked 36th
 • Total42,169 sq mi
(109,247 km2)
 • Width120 miles (195 km)
 • Length440 miles (710 km)
 • % water2.2
 • Latitude34° 59′ N to 36° 41′ N
 • Longitude81° 39′ W to 90° 19′ W
PopulationRanked 17th
 • Total6,214,888 (2008 est.)[]
 • Density138.0/sq mi  (53.29/km2)
Ranked 19th
Elevation
 • Highest pointClingmans Dome[]
6,643 ft. ft (2,025 m)
 • Mean900 ft  (280 m)
 • Lowest pointMississippi River[]
178 ft (54 m)
Before statehoodSouthwest Territory
Admission to UnionJune 1, 1796 (16th)
GovernorPhil Bredesen (D)
Lieutenant GovernorRon Ramsey (R)
LegislatureGeneral Assembly
 • Upper houseSenate
 • Lower houseHouse of Representatives
U.S. SenatorsLamar Alexander (R)
Bob Corker (R)
U.S. House delegation5 Democrats, 4 Republicans (list)
Time zones 
 • East TennesseeEastern: UTC-5/-4
 • Middle and WestCentral: UTC-6/-5
ISO 3166US-TN
AbbreviationsTN, Tenn.
Websitewww.%20tennessee.gov
Tennessee state symbols
ચિત્ર:Tennesseestateseallrg.png
Living insignia
AmphibianSalamander
BirdMockingbird
FishChannel Catfish
Bass
FlowerIris
InsectHoneybee
ReptileEastern Box Turtle
TreeTulip Poplar
Inanimate insignia
Folk danceSquare dance
GemstoneTennessee River Pearl
MottoAgriculture and Commerce
NicknameThe Volunteer State
RockAgate
Song7 Songs
TartanTennessee State Tartan
State quarter
Tennessee quarter dollar coin
Released in 2002
Lists of United States state symbols

ટેનેસી રાજ્યનું મૂળ વોટૌગા એસોસિયેશનમાં છે કે જે 1772ના ફ્રન્ટીયર કરાર મુજબ એપલેચીયનની પશ્વિમે આવેલી પહેલી બંધારણીય સરકાર કહેવાય છે.[] અત્યારનું ટેનેસી શરૂઆતમાં ઉત્તર કેરોલિનાનો ભાગ હતુ, અને બાદમાં તે દક્ષિણ-પશ્વિમ પ્રાંતનો ભાગ બન્યું હતુ. ટેનેસીને 1લી જૂન 1796ના રોજ 16માં રાજ્ય તરીકે સંઘમાં સમાવવામાં આવ્યું હતું. 19મી સદીની શરૂઆતમાં ટેનેસી એ અમેરિકન ઇતિહાસના કેટલાક ખાસ રાજકીય ચહેરાઓ જેવા કે, ડેવી ક્રોકેટ, એન્ડ્રુ જેક્સન અને સેમ હોસ્ટનનું ઘર હતુ. 1861માં ફાટી નીકળેલાં યુ.એસ.સિવિલ યુદ્ધ પછી સંઘને છોડી અલગ રહેનારા રાજ્યોમાં જોડાનાર છેલ્લું રાજ્ય ટેનેસી હતુ, અને યુદ્ધના અંતે સંઘમાં સમાવાયેલું પહેલું રાજ્ય હતુ.[] ટેનેસીએ અમેરિકામાંથી અલગ થયેલા રાજ્યોના સૈન્ય માટે અન્ય કોઈ પણ રાજ્ય કરતા વધારે સૈનિકો પૂરા પાડ્યા હતાં, અને સંઘ સૈન્ય માટે દક્ષિણના કોણપણ રાજ્ય કરતા વધારે સૈનિકો પૂરા પાડ્યા હતા.[] ટેનેસીએ 1866માં પુલાસ્કીમાં કૂ ક્લૂક્ષ ક્લેનના નિર્માણથી લઈને 1968માં મેમ્ફીસમાં માર્ટિન લ્યૂથર કિંગની થયેલી હત્યા સુધીની ઘણી વંશીય અથડામણો જોઈ છે. વીસમી સદીમાં ટેનેસી કૃષિ વિષયક અર્થવ્યવસ્થામાંથી વૈવિધ્યસભર અર્થવ્યવસ્થામાં ફેરવાયું, જેને ટેનેસી વેલી સત્તામંડળ જેવાં સમવાયી તંત્રની ઘણીવાર સહાય મળી હતી. 1940ની શરૂઆતમાં, ઓક રિજ, ટેનેસીની સ્થાપના વિશ્વના પ્રથમ અણુ બોમ્બ બનાવવામાં મદદ કરનારા મેનહટન પ્રોજેક્ટના યુરેનિયમમાં વૃદ્ધિ કરવાની સુવિધાઓ વધારવા થઈ હતી.

ટેનેસીએ રોક એન્ડ રોલ અને બ્લૂઝ પ્રકારના સંગીતના વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. મેમ્ફીસ શહેરની બિલ સ્ટ્રીટ એ બ્લૂઝ સંગીતનું જન્મસ્થળ મનાય છે જ્યાં ડબલ્યુ. સી. હેન્ડી જેવા સંગીતકાર 1909 જેટલા શરૂઆતના સમયથી પરફોર્મ કરતા હતા.[] મેમ્ફીસ એ સન રેકૉર્ડ્સનું પણ ઘર ગણાય છે, જ્યાં એલ્વિસ પ્રિસલી, જ્હોની કેશ, કાર્લ પર્કિન્સ, જેરી લી લેવિસ, રૉય ઓર્બિસન અને ચાર્લી રીચ જેવા સંગીતકારોએ તેમની રેકોર્ડિંગની કારકિર્દીની શરૂઆત કરી હતી અને જ્યાં 1950માં રોક એન્ડ રોલ સંગીતે યોગ્ય સ્વરૂપ પકડ્યું હતુ.[૧૦] બ્રિસ્ટલમાં 1927માં વિક્ટર રેકૉર્ડિંગ સેશન્સ થયેલાં તે ગ્રામીણ સંગીતના પ્રકારની શરૂઆત ગણાય છે,[૧૧] અને 1930માં ગ્રાન્ડ ઓલે ઓપ્રીના ઉદયે નેશવિલને ગ્રામીણ સંગીતના રેકોર્ડિંગ ઉદ્યોગનું કેન્દ્ર બનવામાં મદદ કરી હતી.[૧૨]

ટેનેસીના મુખ્ય ઉદ્યોગોમાં ખેતી, નિર્માણ અને પ્રવાસન ઉદ્યોગ છે. તમાકુ, કપાસ અને સોયાબિન એ રાજ્યની પ્રાથમિક ખેતપેદાશો છે[૧૩] અને રસાયણ, વાહન વ્યવહારના સાધનો અને વીજકીય ઉપકરણોએ મુખ્ય નિકાસ થતાં ઉત્પાદનો છે.[૧૪] ગ્રેટ સ્મોકી પર્વતીય રાષ્ટ્રીય ઉદ્યાન એ દેશનું સૌથી વધુ મુલાકાત લેવાતું રાષ્ટ્રીય ઉદ્યાન છે,[૧૫] અને રાજ્યના પૂર્વીય વિભાગમાં મુખ્યમથક તથા ટેનેસી-ઉત્તર કેરોલિના સરહદને સમાંતર આવેલી એપલેચીયન પર્વતમાળાનો એક વિભાગ ગણાય છે. અન્ય મહત્વના પર્યટન આકર્ષણમાં એલ્વિસ પ્રિસલીનું મેમ્ફીસમાં આવેલું ગ્રેસલેન્ડ અને ચટ્ટેટાનૂગામાં આવેલું ટેનેસી એક્વેરિયમ છે.

આઠ રાજ્યોની સરહદ પર ટેનેસી છે : ઉત્તરમાં કન્ટૂકી અને વર્જિનિયા, પૂર્વમાં ઉત્તર કેરોલિના, દક્ષિણમાં જ્યોર્જિયા, અલ્બામા અને મિસિસિપ્પી તેમજ પશ્વિમમાં મિસિસિપ્પી નદી પર અર્કાન્સાસ અને મિઝૌરી. ટેનેસી અને મિઝૌરી બંને સૌથી વધુ રાજ્યો સાથે સરહદ ધરાવે છે. ટેનેસી નદી રાજ્યને વધુ ત્રણ ભાગમાં જુદુ પાડે છે. રાજ્યનું સૌથી ઉચ્ચુ બિંદુ 6,643 ફૂટ(2,025 મીટર) પર ક્લિંગમન્સ ડૉમ છે.[] ટેનેસીની પૂર્વીય સરહદે આવેલું ક્લિંગમન્સ ડૉમ એ એપલેચીયન પર્વતમાળાનું સૌથી ઉંચુ સ્થળ છે. ટેનેસી અને ઉત્તર કેરોલિના વચ્ચેની રાજ્ય રેખા પર્વતમાળાને પાર કરે છે. મિસિસિપ્પી રાજ્ય રેખા પર મિસિસિપ્પી નદી એ સૌથી ન્યૂનત્તમ સ્થળ ગણાય છે. રાજ્યનું ભૌગોલિક કેન્દ્રબિંદુ મર્ફિસબોરોમાં આવેલું છે. ભૌગોલિક અને બંધારણીય રીતે ટેનેસી રાજ્ય એ ત્રણ વિશાળ વિભાગોમાં વહેચાયેલું છે : પૂર્વ ટેનેસી, મધ્ય ટેનેસી અને પશ્ચિમ ટેનેસી. ટેનેસીમાં છ મુખ્ય પ્રાકૃતિક વિસ્તાર આવેલાં છે : બ્લૂ રિજ, એપલેચીયન રિજ અને ખીણ પ્રદેશ, ક્યૂમ્બરલેન્ડનો ઉચ્ચપ્રદેશ, હાઈલેન્ડ રીમ, નેશવિલ બેસિન અને ગલ્ફ કોસ્ટલ પ્લેઈન. આજ દિન સુધીમાં નોંધાયેલી 8350 ગુફાઓ સાથે ટેનેસી એ અમેરિકી ગણરાજ્યમાં ગુફાઓનું ઘર મનાય છે.

પૂર્વ ટેનેસી

ફેરફાર કરો
 
પૂર્વ ટેનેસી દર્શાવતો ટેનેસીનો નકશો

બ્લૂ રિજ વિસ્તાર એ પૂર્વ ટેનેસીના છેડે અને ઉત્તર કેરોલિનાની સરહદે આવેલો છે. ઊંચા પર્વતો અને ઉબડ પશ્વિમી બ્લૂ રીજ પર્વતમાળાનો ઉબડ-ખાબડ વિસ્તાર એ ટેનેસીના આ પ્રદેશની ખાસિયત છે, જે કેટલાંક પેટા પ્રકારોમાં વહેચાયેલ છે જેમ કે, ગ્રેટ સ્મોકી પર્વતમાળા, બાલ્ડ પર્વતમાળા, યુનિકોઈ પર્વતો, યુનાકા પર્વતમાળા અને રોન પહાડી પ્રદેશ તથા આયર્ન પર્વતો. બ્લૂ રિજની સરેરાશ ઊંચાઈ સમુદ્ર સ્તરથી 5,000 ફૂટ (1500 મીટર) છે. રાજ્યનું ઉચ્ચત્તમ બિંદુ ગણાતું ક્લિંગમન્સ ડોમ આ વિસ્તારમાં આવેલું છે. બ્લૂ રિજ વિસ્તાર ક્યારેય છુટી છવાઈ વસ્તી કરતા વધુ વસ્તી ધરાવતો ન હતો, અને આજે મોટા ભાગનો વિસ્તાર ચેરોકી રાષ્ટ્રીય ઉદ્યાન, ગ્રેટ સ્મોકી પર્વતમાળા રાષ્ટ્રીય ઉદ્યાન અને બીજા કેટલાંક છુટાં છવાયા વેરાન પ્રદેશો અને રાજ્ય ઉદ્યાનોથી સુરક્ષિત છે.

બ્લૂ રિજ વિસ્તારથી પશ્વિમ તરફ 55 માઈલ(88 કિ.મી.) જતાં સાંકડો ઊંચાણવાળો અને ખીણ પ્રદેશ આવે છે, જ્યાં કેટલીક નાની નદીઓ મળીને ટેનેસી ખીણપ્રદેશમાં ટેનેસી નદીનું નિર્માણ કરે છે. ટેનેસીનો આ વિસ્તાર ફળદ્રુપ ખીણોના જંગલ ઘેરાયેલો છે અને બેયસ પર્વતમાળા તથા ક્લીંચ પર્વતમાળા જેવા પર્વતોથી જંગલ પ્રદેશ છુટો પડે છે. ટેનેસી ખીણનો પશ્વિમી વિસ્તાર, જ્યાં પર્વતમાળાઓ ટૂંકી થતી જાય છે તે વિસ્તાર ગ્રેટ વેલી તરીકે ઓળખાય છે. આ ખીણ વિસ્તારમાં ઘણાં શહેરી વિસ્તારો અને રાજ્યના ત્રણ શહેરી વિસ્તાર પૈકીના બે, રાજ્યનું ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર ક્નોક્સવિલે અને રાજ્યનું ચોથા નંબરનું સૌથી મોટું શહેર ચટ્ટાનૂગા આવેલાં છે.

મધ્ય ટેનેસી

ફેરફાર કરો
 
મધ્ય ટેનેસી દર્શાવતો ટેનેસીનો નકશો

પૂર્વ ટેનેસીનો પશ્વિમ ભાગ ક્યૂમ્બરલેન્ડના ઉચ્ચપ્રદેશ પર આવેલો છે, આ વિસ્તાર સપાટ શિખર ધરાવતા પર્વતોથી ઘેરાયેલો છે અને તિક્ષ્ણ ખીણોથી અલગ પડે છે. ક્યૂમ્બરલેન્ડના ઉચ્ચપ્રદેશની ઊંચાઈ સમુદ્ર સ્તરથી 1,500 થી 1,800 ફૂટ (450થી 550 મીટર) વચ્ચે છે.

ક્યૂમ્બરલેન્ડ ઉચ્ચપ્રદેશની પશ્ચિમમાં હાઈલેન્ડ રીમ છે જે નેશવિલ બેસિનથી ઘેરાયેલું સપાટ ઉચ્ચ મેદાન છે. હાઈલેન્ડ રીમનો ઉત્તર ભાગ તેના વધુ તમાકુ ઉત્પાદન માટે જાણીતો છે તે કેટલીકવાર પેનીરોયલ ઉચ્ચપ્રદેશથી પણ ઓળખાય છે, તે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ કેન્ટૂકીમાં આવેલો છે. ખુબ જ ફળદ્રુપ ખેતપ્રદેશ અને પ્રાકૃતિક સંપદાનું જૈવ વૈવિધ્યએ નેશવિલ બેસિનની મુખ્ય ખાસિયત છે.

1700 સદીના અંત અને 1800 સદીના આરંભે વર્જિનિયાથી અપેલેચિન ઓળંગીને સ્થાયી થનારાઓ માટે મધ્ય ટેનેસીએ સમાન લક્ષ્ય હતુ. સ્થાનિક અમેરિકનો ઘણી પેઢીથી જે મહત્વના વેપારી માર્ગનો ઉપયોગ કરતા તે નાચેઝ ટ્રેસ તરીકે ઓળખાય છે, અને તે મધ્ય ટેનેસીને મિસિસિપ્પી નદીના નીચેના ભાગે આવેલા નાચેઝ શહેર સાથે જોડે છે. નાચેઝ ટ્રેસ માર્ગનો ઉપયોગ નાચેઝ ટ્રેસ પાર્કવે નામે હાઈવે રૂપે કરવામાં આવ્યો.

ઘણાં બધા અમેરિકન ચેસ્નટ પૈકી બાકી રહેલા થોડા ઝાડ આ વિસ્તારમાં ઉછર્યા. તેમનો ઉપયોગ વનસ્પતિને થતાં એક સડા સામે પ્રતિકાર કરી શકે તેવી જાતિના ઝાડ ઉછેરવાં થાય છે.

પશ્વિમ ટેનેસી

ફેરફાર કરો
 
પશ્ચિમ ટેનેસી દર્શાવતો ટેનેસીનો નકશો

હાઈલેન્ડ રીમ અને નેશવિલ બેસિનની પશ્ચિમે મિસિસિપ્પી એમ્બેયમેન્ટ સહિત અખાતીય કિનારાની સમતળ જમીન આવેલી છે. વિસ્તારની દ્રષ્ટિએ અખાતીય કિનારાની સમતળ જમીન એ ટેનેસી પ્રદેશનો મહત્વનો ભૂ-ભાગ છે. તે વિશાળ ભૌગોલિક ભૂ-ભાગનો એક ભાગ છે, જે ગલ્ફ ઓફ મેક્સિકોથી શરૂ થાય છે અને ઉત્તરમાં દક્ષિણ ઈલિનોઈસ સુધી પથરાયેલ છે. ટેનેસીમાં અખાતીય કિનારાની સમતળ જમીન ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે તે પૂર્વમાં ટેનેસી નદીથી પશ્વિમમાં મિસિસિપ્પી નદી સુધી વિસ્તરેલ છે. 10 માઈલ્સ(16 કિ.મી.)ની પહોળાઈ ધરાવતો પ્રદેશનો પૂર્વોત્તર ભાગ પહાડી જમીન ધરાવે છે તે ટેનેસી નદીના પશ્વિમ કાંઠે આવેલો છે. આ પાતળી પટ્ટીની પશ્વિમ બાજુએ પહાડો અને ઝરણાઓથી પથરાયેલ બહોળો વિસ્તાર છે જે મેમ્ફીસ સુધી લંબાય છે, આ વિસ્તાર ટેનેસી બોટમ્સ કે બોટમ લેન્ડ કહેવાય છે. મેમ્ફીસમાં ટેનેસી બોટમનો તીક્ષ્ણ કિનારારૂપે અંત આવે છે, જેની બીજી બાજુ મિસિસિપ્પી નદી છે. ટેનેસી બોટમની પશ્વિમ બાજુએ મિસિસિપ્પી મેદાન છે, જેની સમુદ્ર સ્તરથી ઊંચાઈ 300 ફૂટ (90મીટર)થી પણ ઓછી છે. આ નીચાણવાળી જમીન, પૂરગ્રસ્ત મેદાનો અને ભેજવાળી પોચી જમીનને કેટલીક વાર ડેલ્ટા પ્રદેશ પણ કહેવામાં આવે છે.

ટેનેસીનો પશ્વિમનો મોટાભાગનો વિસ્તાર 1818ના ચિકાસૌ સેશન સુધી પ્રાદેશિક જમીન રહી જ્યારે ચિકાસૌએ ટેનેસી નદી અને મિસિસિપ્પી નદી વચ્ચેની જમીન ખાલસા કરી. ચિકાસૌ સેશનનો એક ભાગ કે જે કેન્ટૂકીમાં છે તે આજે જેક્સન પરચેઝ તરીકે ઓળખાય છે.

જાહેર સ્થળો

ફેરફાર કરો
 
ગ્રેટ સ્મોકી માઉન્ટેઇન નેશનલ પાર્કમાં માઉન્ટ લી કોન્ટે પરથી એક દૃશ્ય

રાષ્ટ્રીય ઉદ્યાન સેવાના અંકુશ અને વહીવટ હેઠળના વિસ્તારોમાં સમાવિષ્ટ વિસ્તારો :

રાજ્ય હસ્તકના 54 ઉદ્યાનો 132000 એકર (534 ચોરસ કિ.મી.) વિસ્તારમાં ફેલાયેલાં છે અને ગ્રેટ સ્મોકી માઉન્ટેઈન રાષ્ટ્રીય ઉદ્યાનનો કેટલોક ભાગ ચેરોકી રાષ્ટ્રીય વન અને ક્યૂમ્બરલેન્ડ ગેપ રાષ્ટ્રીય ઐતિહાસિક ઉદ્યાન ટેનેસીમાં આવેલાં છે. રમતવીરો અને મુલાકાતીઓ રીલફૂટ સરોવર પ્રત્યે આકર્ષાય છે, આ સરોવર મૂળ ભૂકંપમાંથી બનેલું છે, જે તેના અગાઉના જંગલની રહી ગયેલી છાંટ અને પાણી પર કમળના સુંદર પાથરણને કારણે સરોવરને એક અલગ સુંદરતા પ્રદાન કરે છે.

આ પણ જુઓ: ટેનેસી રાજ્ય હસ્તકના ઉદ્યાનની યાદી

એપલેચીયનમાં આવેલા થોડાંક ઊંચાઈવાળા ભાગ કે જે ઠંડા તાપમાનને કારણે પર્વતીય તાપમાનવાળા હવામાન કે ભેજયુક્ત ખંડીય તાપમાનના પેટા પ્રકારમાં ગણાય છે તેના સિવાય મોટાભાગે રાજ્યમાં ઉષ્ણકટિબંધની સરહદમાં હોય તેવું ભેજવાળુ વાતાવરણ રહેતું હતુ[૧૬]. ટેનેસીના વાતાવરણ માટે મેક્સિકોનો અખાતી વિસ્તાર પ્રબળ કારણ મનાય છે, અને દક્ષિણના પવનો રાજ્યના મોટાભાગના વાર્ષિક વરસાદ માટે જવાબદાર છે. સામાન્ય રીતે રાજ્યમાં ગરમ ઉનાળો અને ઠંડો શિયાળો હોય છે અને આખા વરસ દરમિયાન વરસાદ પડે છે. રાજ્યમાં વાર્ષિક સરેરાશ 50 ઈંચ(130સે.મી.) વરસાદ પડે છે. બરફ વર્ષાનું પ્રમાણ પશ્વિમ ટેનેસીમાં સરેરાશ 5 ઈંચ(13સે.મી.)થી લઈને પૂર્વ ટેનેસીના ઊંચા પહાડો પર 16 ઈંચ(41 સે.મી.) સુધી છે.[૧૭]

સામાન્ય રીતે રાજ્યમાં ઉનાળો ગરમ અને ભેજવાળો હોય છે, રાજ્યમાં મોટેભાગે ઉનાળાના મહિનાઓ દરમિયાન તાપમાન સરેરાશ 90 અંશ ફેરનહીટ(32 અંશ સેં.)સુધી ઊંચુ જાય છે. પૂર્વ ટેનેસીમાં ઉનાળાની રાતો પ્રમાણમાં ઠંડી હોય છે. શિયાળો સામાન્યથી વધારે ઠંડો હોય છે અને ઊંચાણવાળા વિસ્તારોમાં ઠંડક વધતી જાય છે. સામાન્ય રીતે ઊંચા પહાડોથી દૂર રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિ દરમિયાનનું નીચું તાપમાન શૂન્ય અંશની નજીક હોય છે.

રાજ્ય સમુદ્ર કિનારાથી દુર હોવાથી વાવાઝોડાની સીધી અસરથી બચી જાય છે, પણ રાજ્યના ભૌગોલિક સ્થાનને લીધે વાવાઝોડાનો અંત આવતા પહેલાં તે જમીન પર અથડાય છે અને નોંધપાત્ર વરસાદ લાવી શકે છે, જેમ કે, 1982નું ઉષ્ણ કટિબંધનું તોફાન.[૧૮] રાજ્યમાં તોફાનના સરેરાશ 50 દિવસ હોય છે જેમાંથી કેટલાંક ઘણાં ઉગ્ર હોઈ શકે છે. વાવાઝોડાની શક્યતા આખા રાજ્યમાં રહેલી છે પણ પશ્વિમ અને મધ્ય ટેનેસી સૌથી વધુ ભોગ બની શકે છે. [૧૯] રાજ્યમાં દરવર્ષે સરેરાશ 15 વાવાઝોડા આવે છે. [૨૦] ટેનેસીમાં વાવાઝોડા પ્રબળ હોઈ શકે છે, તમામ રાજ્યોમાં વાવાઝોડાને કારણે થતાં મૃત્યુની ટકાવારીમાં ટેનેસી મોખરે છે.[૨૧] શિયાળાના તોફાનો કોઈક વખતની જ સમસ્યા છે જો કે, બરફના તોફાનો થવાની શક્યતા વધારે છે. ધુમ્મસ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં કાયમી સમસ્યા છે, ખાસ કરીને સ્મોકી માઉન્ટેઈન્સમાં.

style="background: #C5DFE1; color:#000000;" height="16;" | નેશવિલ
ટેનેસીના વિવિધ શહેરોના માસિક સામાન્ય ઊંચા અને નીચા તાપમાન (F)[૨૨]
શહેર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર
ચટ્ટાનૂગા 49/30 54/33 63/40 72/47 79/56 86/65 90/69 89/68 82/62 72/48 61/40 52/33
નોક્સવિલે 47/30 52/33 61/40 71/48 78/57 85/65 88/69 87/68 81/62 71/50 60/41 50/34
મેમ્ફિસ 49/31 55/36 63/44 72/52 80/61 89/69 92/73 91/71 85/64 75/52 62/43 52/34
46/28 52/31 61/39 70/47 78/57 85/65 89/70 88/68 82/61 71/49 59/40 49/32
ઓક રીજ 46/27 52/30 61/37 71/44 78/53 85/62 88/66 87/65 81/59 71/46 59/36 49/30

શરૂઆતનો ઇતિહાસ

ફેરફાર કરો
 
શંખ પર કોતરેલી મિસિસિપી કાળની કળા, મધ્ય ટેનેસીમાં ખોદકામ દરમિયાન મળી આવી હતી.

ટેનેસી તરીકે ઓળખાતા હાલના વિસ્તારમાં 12,000 વર્ષ પહેલા પાલીઓ-ઈન્ડિયન્સ વસવાટ કરતાં હતાં.[૨૩] પહેલી વસાહત અને યુરોપીયન સંપર્ક વચ્ચેના સમયમાં વસતા સાંસ્કૃતિક જૂથોના નામ અજાણ્યા છે પણ પુરાતત્વવિદો દ્વારા ઘણાં વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક તબક્કાઓના નામ અપાયા હતા, જેમાં આર્કિએક (ઈ.સ.પૂર્વ 8000-1000), વૂડલેન્ડ (ઈ.સ.પૂર્વ 1000- ઈ.સ.1000)અને મિસિસિપ્પિયન (ઈ.સ.1000-1600), જેમના મુખિયાઓ, મૂસ્કોગી લોકોના સાંસ્કૃતિક પૂરોગામી હતા, જેમણે ચેરુકી સ્થળાંતર પહેલાં ટેનેસી નદી અને ખીણ પ્રદેશના વિસ્તારમાં વસવાટ કર્યો હતો.

અત્યારના ટેનેસી તરીકે ઓળખાતા વિસ્તારમાં પહેલાં યુરોપીયન પ્રવાસોમાં ત્રણ પ્રવાસોની આગેવાની 1540માં હર્મન્ડો ડી સોટો, 1559માં ટ્રીસ્ટન ડી લૂના અને 1567માં જૂઆન પાર્ડો નામના સ્પેનિશ પર્યટકોએ કરી હતી. પાર્ડોએ "ટાન્સક્યૂઈ" નામ એક સ્થાનિક ઈન્ડિયન ગામ પરથી નોંધ્યું હતુ, જે કદાચ હવે રાજ્યનું વર્તમાન નામ હોઈ શકે. તે સમયે, ટેનેસીમાં મૂસ્કોગી અને યુચી જાતિના લોકો વસવાટ કરતા હતા. યુરોપીયન રોગોના કારણે મરતી મૂળ પ્રજાતી અને વધતી જતી યુરોપીયન વસાહતના કારણે કદાચ ચેરોકી અત્યારે વર્જિનિયા તરીકે ઓળખાતા વિસ્તારથી દક્ષિણ તરફ ખસ્યા. જેમ જેમ યુરોપીયન કોલોનીનો વિસ્તાર થતો ગયો તેમ તેમ સ્થાનિક વસ્તીને જબરદસ્તીથી દક્ષિણ અને પશ્વિમ તરફ ખસવું પડ્યું, જેમાં મૂસ્કોગી, યુચી, ચિકસૌ અને ચોકટાવ લોકોનો સમાવેશ થાય છે.

 
ફોર્ટ લાઉડનનું પુનઃનિર્માણ, તે ટેનેસીમાં બ્રિટીશરોની પ્રથમ વસાહત હતી.

અત્યારના ટેનેસીમાં પહેલી બ્રિટીશ વસાહત, હાલના વોનોર નજીક આવેલી ફોર્ટ લાઉડન હતી. ફોર્ટ લાઉડન બ્રિટીશરોની તે વખતની સૌથી પશ્વિમમાં આવેલી આઉટપોસ્ટ હતી. કિલ્લાની ડિઝાઈન જ્હોન વિલિયમ ગેરાર્ડ ડી બ્રામ દ્વારા કરાઈ હતી અને તેનું બાંધકામ બ્રિટીશ કેપ્ટન રેયમન્ડ ડિમરનાં વડપણ હેઠળનાં સૈન્ય દ્વારા કરાયું હતુ. તેનાં નિર્માણ પછી કેપ્ટન રેયમન્ડ ડિમરે તેનો કબજો ઑગષ્ટ 14, 1757માં તેના ભાઈ, કેપ્ટન પૉલ ડૉમરને સોંપ્યો. બ્રિટીશરો અને પડોશનાં ઓવરહિલ ચિરુકી વચ્ચે વિખવાદ ઉભો થયો અને ફોર્ટ લાઉડનનો ઘેરાવો ઑગષ્ટ 7,1960માં તેની સોંપણી સાથે સમાપ્ત થયો હતો. પછીનાં દિવસની સવારે નજીકમાં એક હુમલામાં કેપ્ટન પોલ ડીમર અને તેના ઘણાં માણસો માર્યા ગયા અને મોટાભાગના સૈનિકોને બંદી બનાવવામાં આવ્યા હતા.[૨૪]

1760માં વર્જિનિયાના લોંગ હન્ટર્સ દ્વારા પૂર્વ અને મધ્ય ટેનેસીમાં ભ્રમણ કરવામાં આવ્યું અને પહેલા કાયમી યુરોપીયન રહેવાસીઓ તે દશકાના અંતમાં આવવા લાગ્યા. અમેરિકન ક્રાંતિ યુદ્ધના સમયગાળા દરમિયાન સાયકામોર શોલ્સ(અત્યારના એલિઝાબેથન)માં આવેલાં ફોર્ટ વટુગા પર, 1776માં ડ્રેગિંગ કેન અને તેના ચેરુકી જૂથ(વસાહતીઓ દ્વારા તેને ચિકામુગા તરીકે પણ ઓળખાય છે તે)દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને જેઓ ટ્રાન્સીલવેનિયા પરચેઝ અને બ્રિટીશ વફાદારો સાથે જોડાયા તેમનો વિરોધ કરાયો હતો. ઘણાં વસાહતીઓની જિંદગી ડ્રેગિંગ કેન્ટના પિતરાઈ ભાઈ નેન્સી વૉર્ડની ચેતવણીથી બચી ગઈ. વાટુગા નદીનાં કિનારે આવેલા ફ્રન્ટીઅર કિલ્લો પાછળથી પર્વત પરના લોકો માટે, 1780માં એપલેચીયન પર્વતમાળા ટ્રેક કરવા અને પાછળથી બ્રિટીશ આર્મીને દક્ષિણ કેરોલિનામાં બેટલ ઑફ કિંગ્સ માઉન્ટેઈનની લડાઈમાં હરાવવા માટે તૈયારીનો વિસ્તાર બની રહ્યો.

પશ્વિમ-ઉત્તર કેરોલિનાનાં આઠ દેશો (અત્યારના ટેનેસીનો ભાગ) તે રાજ્યમાંથી 1780નાં અંતમાં છૂટાં પડ્યા અને ફ્રેંકલીન રાજ્યની સ્થાપના કરી. સંઘમાં પ્રવેશના પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા અને 1790 સુધીમાં દેશો પાછા ઉત્તર કેરોલિનામાં જોડાઈ ગયા. ઉત્તર કેરોલિનાએ આ વિસ્તાર 1790માં ફેડરલ ગર્વન્મેન્ટને સુપરત કર્યો, બાદમાં તેને સાઉથવેસ્ટ ટેરિટરીમાં સમાવવામાં આવ્યો. ત્યાં સ્થાયી થયેલા રહેવાસીઓને ટેનેસીનાં નવા પશ્વિમ વિસ્તાર તરફ ખસવા પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરાયો, 1787માં ઉત્તર કેરોલિના રાજ્યએ વસાહતીઓને ક્યૂમ્બરલેન્ડ વસાહતોમાં લઈ જવા એક રોડનો આદેશ કર્યો – જે ક્લિન્ચ પર્વત(પૂર્વ ટેનેસી)નાં દક્ષિણ છેડેથી ફ્રેન્ચ લીક (નેશવિલ) જતો હતો.

તે રસ્તાને ‘ઉત્તર કેરોલિના રોડ’ કે 'એવરીસ ટ્રેસ' નામ અપાયું અને કોઈકવાર 'ધ વાઈલ્ડરનેસ રોડ' (જો કે, તેને ડેનિયલ બૂનીના ક્યૂમ્બરલેન્ડ ગેપનાં 'વાઈલ્ડરનેસ રોડ' જોડે ગુંચવવો ન જોઈએ) પણ કહેતા હતા.

રાજ્યપદ

ફેરફાર કરો

1796માં ટેનેસીનો સંઘમાં 16માં રાજ્ય તરીકે સમાવેશ કરાયો. તે યુનાઈટેડ સ્ટેટસ ફેડરલ ગર્વન્મેન્ટની હદ નીચે આવેલ વિસ્તારમાંથી બનાવાયેલું પહેલું રાજ્ય હતું. પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી 13 કોલોનીઓ સિવાય વરમોન્ટ અને કેન્ટૂકી જ ટેનેસીના રાજ્યપદ પહેલા હતા અને તેમાનાં કોઈપણ ફેડરલ વિસ્તારો ન હતા.[૨૫] ટેનેસી રાજ્યના બંધારણના આર્ટીકલ 1, સેક્શન 31 મુજબ રાજ્યની સરહદોને ઓળખવાનું શરૂઆતનું બિંદુ સ્ટોન માઉન્ટેનની ઊંચાઈએ વર્જિનિયા લાઈન તેને મળે છે. ઉત્તર કેરોલિનાને ટેનેસીથી છુટા પાડતા એપલેચીયન પર્વતમાળાઓની ઊંચાઈઓની પાર કાવી અને ઓલ્ડ ચોટા નગરો સુધી ત્યાંથી કહેલા પર્વત (યુનિકોઈ પર્વત)ની મુખ્ય પર્વતથી લઈને રાજ્યની દક્ષિણ સરહદ સુધી આ કહેલ રેખાની પશ્વિમે આવેલ જમીન અને પાણીને નવનિર્મિત ટેનેસી રાજ્યની સરહદો અને હદોમાં સમાવેશ કરાયો હતો. આ ગોઠવણના એક ભાગમાં ભવિષ્યમાં કરવામાં આવનાર જમીન સંપાદનને પણ રાજ્યની હદ અને અધિકાર ક્ષેત્રમાં આવશે. જે બીજા રાજ્યો સાથેના જમીન વહેવાર કે મિસિસિપ્પી નદીના પશ્વિમના વિસ્તારનો ઉલ્લેખ છે.

યુ.એસ. પ્રમુખ માર્ટિન વાન બુરેનનાં વહીવટ દરમિયાન, આશરે 17,000 ચિરુકીસ સાથે ચિરુકીસનાં 2000 કાળાં ગુલામોને 1838 અને 1839માં યુ.એસ. સૈન્ય દ્વારા તેમના ઘરોમાંથી ખદેડી અને પૂર્વીય ટેનેસી (જેવાં કે ફોર્ટ કાસ)નાં નિર્વાસિત કેન્દ્રો તરફથી અર્કાન્સની પશ્વિમે આવેલાં વધારે સ્થાનિય પ્રદેશો તરફ ખસેડાયા.[૨૬]

આ પૂન: વસન દરમિયાન આશરે 4,000 ચિરુકીસ મૃત્યુ પામ્યા.[૨૭] ચિરુકી ભાષામાં આ ઘટનાને નૂના ડોલ ઈસૂનિયા, "ધ ટ્રેઈલ વેર વી ક્રાઈડ" કહેવાય છે. યુનાઈટેડ સ્ટેટસની સ્થાનિકોને ખદેડવાની નીતિનાં કારણે ચિરુકીઓ એકલાં જ સ્થાનિય અમેરિકન ન હતા જેમને હાંકી કઢાયા હતા, જેથી ટ્રેઈલ ઑફ ટિઅર્સ શબ્દસમૂહ આવી સમાન ઘટનાઓ માટે બીજા સ્થાનિય અમેરિકન લોકો દ્વારા વપરાય છે. ખાસ કરીને "ફાઈવ સિવિલાઈઝડ ટ્રાઈબ્સ" દ્વારા વપરાય છે. આ શબ્દસમૂહની ઉત્પતિ ચોક્ટાવ દેશનાં પહેલા થયેલાં વિસ્થાપનનાં વર્ણનમાંથી થઈ છે.

ગૃહયુદ્ધ, પૂન: ગઠન અને જીમ ક્રો

ફેરફાર કરો

ફેબ્રુઆરી 1861માં ગર્વનર ઈશામ હેરીસનાં નેતૃત્વમાં ટેનેસી રાજ્ય સરકારમાં રહેલા અલગતાવાદીઓએ મતદાતાઓ પાસે યુનાઈટેડ સ્ટેટસ સાથે છેડો ફાડવા માટે અનુમતિ માગી પણ ટેનેસીના મતદાતાઓએ આ જનમતને 54-46%ની સરસાઇથી નકારી કાઢ્યો. અલગતાવાદનો સૌથી વધારે વિરોધ પૂર્વ ટેનેસીથી આવ્યો ( કે જેણે પાછળથી અલગ સંઘ સાથે જોડાયેલું રાજ્ય બનાવવા પ્રયત્ન કર્યા). એપ્રિલમાં સંઘનો ફોર્ટ સમટર પર હુમલો અને પ્રતિભાવમાં લીંકનના ટેનેસી અને બીજા રાજ્યો પાસેથી સૈન્ય માટેના લલકાર પછી ગવર્નર ઈશામ હેરીસે સૈન્ય એકત્રિકરણ શરૂ કર્યુ. સામાન્ય સભામાં ભાગલા માટે વટહુકમ રજૂ કર્યો અને સંઘ સરકાર જોડે સીધી વાત શરૂ કરી. ટેનેસી વિધાનસભાએ સંઘ સરકાર સાથે સૈન્ય જોડાણ માટે 7મે, 1861માં મંજૂરી આપી. જૂન 8, 1861 સુધીમાં મધ્ય ટેનેસીનાં લોકોએ પોતાના મતને ઘણો બદલી નાખ્યો હતો ત્યારે મતદાતાઓએ બીજા જનમતમાં ભાગલાને મંજૂરી આપી જે પછી આવું કરનાર ટેનેસી છેલ્લું રાજ્ય બન્યું.

અમેરિકન સિવિલ વૉરની ઘણી લડાઈઓ ટેનેસીમાં જીતવામાં આવી. તેમાંની ઘણી બધી સંઘની જીત હતી. ઉલેસીસ એસ. ગ્રાન્ટ અને યુ.એસ. નેવીએ ફેબ્રુઆરી 1862માં ક્યૂમ્બરલેન્ડ અને ટેનેસી નદી પર કબજો જમાવ્યો. તેઓએ સંઘમંડળના વળતા હુમલાને એપ્રિલમાં શિલોહમાં રોકી રાખ્યો. જૂનમાં મિસિસિપ્પી નદીમાં મેમ્ફીસ શહેરની સામે નૌકા લડાઈ પછી મેમ્ફીસ સંઘના તાબે થયું. મેમ્ફીસ અને નેશવિલ પરના કબજાથી સંઘને પશ્વિમ અને મધ્ય વિભાગો પર કબજો મળ્યો. જાન્યુઆરી 1863ની શરૂઆતમાં મુરફ્રેસબોરોની લડાઈ અને તે પછીના તૂલાહોમા અભિયાન પછી આ કબજો પાકો થયો.

 
ફ્રેન્કલિનનું યુદ્ધ. નવેમ્બર 30, 1864.

સંઘ મંડળે સંઘ રાજ્યની એકદમ તરફેણ કરતા સૂલીવન કાઉન્ટીને બાદ કરતા, પૂર્વ ટેનેસી પર કબજો જાળવી રાખ્યો. સંઘ મંડળે 1863ની શરૂઆતમાં ચત્તાનૂગા અભિયાન દરમિયાન ચત્તાનૂગા કબજે કર્યુ. પરંતુ ગ્રાન્ટ દ્વારા નવેમ્બરમાં તેમને હાંકી કાઢવામાં આવ્યા. સંઘ મંડળની ઘણી હારને જનરલ બ્રેક્ષટૉન બ્રેગની નબળી વ્યૂહાત્મકતાને જવાબદાર ગણી શકાય કે જેમણે પેરીવીલે, કેન્ટૂકીની ટેનેસી આર્મીને ચત્તાનૂગાની હાર દરમિયાન નેતૃત્વ પૂરુ પાડ્યું હતું.

છેલ્લી મુખ્ય લડાઈ આવી જ્યારે સંઘ મંડળે નવેમ્બર 1864માં મધ્ય ટેનેસી પર આક્રમણ કર્યુ અને ફ્રેંકલીનમાં રોકવામાં આવ્યા પછીથી ડિસેમ્બરમાં નેશવિલમાં જ્યોર્જ થોમસ દ્વારા સંપૂર્ણ પણે ખતમ કરવામાં આવ્યા. દરમિયાન પ્રમુખ અબ્રાહમ લિંકન દ્વારા એન્ડ્રૂ જ્હોનસનની મિલિટ્રી ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવી.

જ્યારે ગુલામીમાંથી છુટકારાની જાહેરાત થઈ ત્યારે ઘણાં ખરા ટેનેસી પર સંઘ દળોનો કબજો હતો. આમ, ઉદઘોષણાથી કોઈ ગુલામો મુક્ત નહોતા થયાં. આમ છતાં ગુલામ બનાવાયેલા આફ્રિકન અમેરિકનો અધિકારીક કાર્યવાહીની રાહ જોયા વગર મુક્તિ મેળવવા માટે સંઘ રેખા તરફ જતાં રહ્યા. વૃદ્ધો અને યુવાનો, સ્ત્રીઓ અને બાળકોએ સંઘ સૈન્ય પાસે ધામા નાખ્યા. હજારો પૂર્વ ગુલામો સંઘ તરફથી લડ્યા. દક્ષિણમાં થઈને 2,00,000 જેટલાં અને સંઘ મંડળ તરફથી 30,000 જેટલા કાળીયાઓ લડ્યા.

ટેનેસીની વિધાનસભાએ 22મી ફેબ્રુઆરી, 1865માં રાજ્યનાં બંધારણમાં સુધારો લાવી ગુલામી પર પ્રતિબંધ લગાવ્યો.[૨૮] રાજ્યના મતદાતાઓએ માર્ચમાં આ સુધારાને બહાલી આપી.[૨૯] રાજ્યએ યુ.એસ. બંધારણના 13માં સુધારાને (દરેક રાજ્યમાં ગુલામીનું નિર્મૂલન) 7 એપ્રિલ, 1865માં મંજૂરી આપી.

1884માં ટેનેસીના ડેમોક્રેટ એન્ડ્રુ જ્હોનસન, અબ્રાહમ લિંકનના વડપણ નીચે ઉપ-પ્રમુખ ચૂંટાયા. 1865માં લિંકનની હત્યા પછી તેઓ પ્રમુખ બન્યા. જ્હોનસનની હળવી પૂન: દાખલા હેઠળ જૂલાઈ 24 1866માં ટેનેસી ખાલસા રાજ્યોમાનું પહેલું રાજ્ય બન્યું. જેના ચૂંટાયેલાં પ્રતિનિધિઓને યુ,એસ. કોંગ્રેસમાં પૂન: સ્વીકારાયા. ટેનેસીએ 14માં સુધારાને બહાલી આપી હોવાથી ટેનેસી એક માત્ર એવું પહેલા ખાલસા થયેલું રાજ્ય હતુ, જ્યાં પૂન:ગઠનનાં સમય દરમિયાન મિલિટરી ગર્વનર નહોતા.

પૂન: ગઠનની સમાપ્તિ પછી પણ દક્ષિણમાં સત્તા માટેની લડાઈ ચાલુ રહી. સફેદ ડેમોક્રેટ્સોએ આઝાદ થયેલા લોકો અને તેમના સાથીદારો પર હિંસા અને ધાક ધમકીથી ટેનેસી અને દક્ષિણનાં બીજા રાજ્યો પર 1870નાં અંત અને 1880 દરમિયાન રાજકીય પ્રભુત્વ પાછુ મેળવ્યું. બીજા દશકા દરમિયાન ધોળીયાઓની બહુમતિવાળી રાજ્ય વિધાનસભાએ આફ્રિકન અમેરિકનોને કાબુમાં રાખવા બંધ નકારી કાયદાઓ પસાર કર્યા. 1889માં સામાન્ય સભાએ ચૂંટણી વિષયક સુધારણાઓ તરીકે વર્ણવેલા 4 કાયદા પસાર કર્યા. જેમનો સહિયારો ઉદ્દેશ ગ્રામ્ય પ્રદેશો અને નાના કસબામાં રહેલાં મોટાભાગનાં આફ્રિકન અમેરિકન અને ગરીબ ધોળીયાઓનો નાગરિક અધિકારોથી વંચિત રાખવાનો હતો. કાયદાઓમાં ચૂંટણી ટેક્ષ, નોંઘણીનો સમય અને રેકોર્ડિંગની જરૂરીયાતના અમલનો સમાવેશ થાય છે. 20મી સદીના ઘણાં દશકાઓ સુધી લાખો વેરો ભરતા લોકોનો કોઈ પ્રતિનિધિ નહોતો.[૩૦] નાગરિકતા અધિકારથી વંચિતતા રાખવાનો કાયદો અને 19મી સદીમાં પસાર કરાયેલાં જીમ ક્રો કાયદાઓનાં લીધે રાજ્યમાં વિભાજન દાખલ થયું. ઈ.સ. 1900માં રાજ્યની વસ્તીમાં આફ્રિકન અમેરિકનોની સંખ્યા 24% હતી અને કુલ 4,80,430 નાગરિકો હતા જેઓ મોટાભાગે રાજ્યનાં મધ્ય અને પશ્વિમ ભાગમાં રહેતા હતા.[૩૧]

1897માં ટેનેસીએ તેનાં રાજ્યપદનાં 100 વર્ષને(1896ની જયંતિથી એક વર્ષ પાછળ)નેશવિલમાં મોટા પ્રદર્શન સાથે ઉજવ્યું હતુ. આ ઉજવણી માટે નેશવિલના સેન્ટેનીયલ ઉદ્યાનમાં પાર્થેનોનની પૂર્ણ કદની પ્રતિકૃતિનું નિર્માણ કર્યુ હતુ.

18 ઓગષ્ટ 1920માં ટેનેસી 36મું અને યુનાઈટેડ સ્ટેટસ બંધારણનાં 19માં સુધારાને બહાલી આપવા છેલ્લુ જરૂરી રાજ્ય બન્યું, જેના થકી મહિલાઓને મતાધિકાર મળ્યો. નાગરિકતા માટે મતદાન નોંધણીની જરૂરીયાતના કારણે મોટાભાગના આફ્રિકન અમેરિકન અને ઘણાં ગરીબ ધોળીયાઓ પુરુષો અને મહિલાઓ બંને મતદાર યાદીમાંથી બાકાત રહ્યા.

ગ્રેટ ડિપ્રેશન દરમિયાન બેરોજગારોને કામ પુરુ પાડવાની જરૂરીયાત ગ્રામીણ વિસ્તારોમાં વીજળીકરણની જરૂરીયાત અને ટેનેસીની નદી પર વહાણવટામાં વધારાની જરૂરીયાત આ બધા કારણોને લીધે 1933માં ટેનેસી વેલી ઓથોરિટી (ટીવીએ) ની સ્થાપના થઈ. ટીવીએ યોજનાઓનાં કારણે ટેનેસી ઝડપથી જાહેર જરૂરીયાતના સાધનો માટેનું દેશનું સૌથી મોટું સપ્લાયર બની ગયું.

બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ટીવીએમાંથી વિપુલમાત્રામાં મળતી વિજળીના કારણે મેનહટ્ટન પ્રોજેક્ટને ઉત્પાદન અને શસ્ત્રોના અણુકેન્દ્રીય સરંજામને આઈસોલેસન માટે પૂર્વ ટેનેસીના એક મુખ્ય સ્થળે ખસેડાયો. ઓક રીજની સુયોજિત રહેણાંક વ્યવસ્થા મેનહટ્ટન પ્રોજેક્ટની રચના અને કામદારોના વસવાટ માટે પાટામાંથી નવેસરથી બનાવાઈ. આ સ્થળો એટલે અત્યારના ઓક રીજ નેશનલ લેબોરેટરી અને વાય-12 નેશનલ સિક્યુરીટી કોમ્પલેક્ષ અને ઈસ્ટ ટેનેસી ટેકનોલોજી પાર્ક છે.

ગરીબ ધોળીયાઓના ઓછા મતના પ્રયત્નો છતાં એક પછી એક વિધાનસભા દ્વારા નાગરિકતા અટકાવવાના કાયદાઓની પહોંચમાં જ્યાં સુધી આખું રાજ્ય સમાવાઈ લેવાય ત્યાં સુધી વધારો કરાતો રહ્યો. 1949માં રાજકીય વૈજ્ઞાનિક વી.ઓ. કી.જુનિયરે દલીલ કરી કે, "મતદાન ટેક્ષનો આકાર મતને રોકવા કરતાં તેને ભરવામાં થતી મુશ્કેલીઓ ઉભી કરે છે. કાઉન્ટી અધિકારીઓ ટેક્ષ ભરવાની તકો ઉભી કરીને (જે તેમણે નોક્ષવિલેમાં કર્યુ) કે પછી તેનાથી ઉલટું ટેક્ષની ચૂકવણી બને તેટલી મુશ્કેલ બનાવીને મતને નિયમિત કર્યા. ટેક્ષ અને તે દ્વારા મત સાથે આવી છેડછાડથી શહેરી સાહેબો અને રાજકીય મશીનો ઉભા થાય તે માટે તક સર્જી. શહેરી રાજકારણીઓ મોટા પ્રમાણમાં મત ટેક્ષ લાવ્યા અને તેને કાળીયાઓ અને ધોળીયાઓમાં વહેચી લીધી જેના લીધે તેઓ સૂચના મુજબ મત આપતા."[૩૦]

1953માં રાજ્યના ધારાશાસ્ત્રીઓએ રાજ્યનાં બંધારણમાં સુધારો કરી, મત ઉપરનાં કરને દૂર કર્યો. આમ છતાં, ઘણાં વિસ્તારોમાં કાળીયાઓ અને ધોળીયાઓ બંને મતદાર યાદી નોંધણીમાં અમુક પ્રકારની અડચણો સહન કરતા રહ્યા, જેનો અંત 1965માં મતદાન અધિકાર સહિતના રાષ્ટ્રીય નાગરિકતાને લગતા કાયદાઓનાં પસાર થવાથી આવ્યો.[૩૦]

ટેનેસીએ તેની સ્થાપનાના બસ્સો વર્ષ 1996માં ઉજવ્યા. વર્ષ દરમિયાન ચાલેલા રાજ્યવ્યાપી આનંદોત્સવ ટેનેસી 200 સાથે નેશવિલના કેપિટલ હિલની તળેટીમાં એક નવો રાજ્ય ઉદ્યાન બાઈસેન્ટીનલ મોલ ખુલ્લો મુકાયો.

વસ્તી-વિષયક માહિતી

ફેરફાર કરો
Historical population
Census Pop.
1790૩૫,૬૯૧
1800૧,૦૫,૬૦૨૧૯૫.૯%
1810૨,૬૧,૭૨૭૧૪૭.૮%
1820૪,૨૨,૮૨૩૬૧.૬%
1830૬,૮૧,૯૦૪૬૧.૩%
1840૮,૨૯,૨૧૦૨૧.૬%
1850૧૦,૦૨,૭૧૭૨૦.૯%
1860૧૧,૦૯,૮૦૧૧૦.૭%
1870૧૨,૫૮,૫૨૦૧૩.૪%
1880૧૫,૪૨,૩૫૯૨૨.૬%
1890૧૭,૬૭,૫૧૮૧૪.૬%
1900૨૦,૨૦,૬૧૬૧૪.૩%
1910૨૧,૮૪,૭૮૯૮.૧%
1920૨૩,૩૭,૮૮૫૭�૦%
1930૨૬,૧૬,૫૫૬૧૧.૯%
1940૨૯,૧૫,૮૪૧૧૧.૪%
1950૩૨,૯૧,૭૧૮૧૨.૯%
1960૩૫,૬૭,૦૮૯૮.૪%
1970૩૯,૨૩,૬૮૭૧૦�૦%
1980૪૫,૯૧,૧૨૦૧૭�૦%
1990૪૮,૭૭,૧૮૫૬.૨%
2000૫૬,૮૯,૨૮૩૧૬.૭%
Est. 2008[]૬૨,૧૪,૮૮૮

ટેનેસીની મોટા ભાગની વસ્તી મર્ફીસબોરો શહેરમાં આવેલા રુથરફોર્ડ કાઉન્ટીમાં આવેલી છે. [૩૨]

યુ.એસ. સેન્સસ બ્યૂરો પ્રમાણે 2006 સુધી ટેનેસીમાં આશરે 6,038,803 વસ્તી હતી. જે આગલા વર્ષના પ્રમાણમાં 83,058 એટલે કે 1.4%નો વધારો દર્શાવે છે અને ઈ.સ. 2000 સુધીથી 3,49,541 કે 6.1%નો વધારો દર્શાવે છે. આમાં, છેલ્લી વસ્તી ગણતરી પછી થયેલાં 1,42,266 લોકોના કુદરતી વધારા (4,93,881નો જન્મ અને 3,51,615નું મૃત્યુ) અને રાજ્યમાં કુલ 2,19,551 લોકોએ કરેલા સ્થળાંતરનો સમાવેશ થાય છે. યુ.એસ. ની બહારથી આવેલા લોકોના લીધે 59,385 લોકોનો વધારો થયો અને દેશની અંદરથી આવેલા લોકોના લીધે 1,60,166 લોકો વધ્યા.

1990ના 13.5%ના આંકની સરખામણીમાં હાલમાં ટેનેસીના 20% લોકો દક્ષિણની બહાર જનમ્યા હતા.[૩૩] ટેનેસીમાં તેના સસ્તા જીવનધોરણ, આરોગ્ય અને ઓટોમોબાઈલ ઉદ્યોગોના જોરદાર વિકાસના લીધે ઉત્તરના રાજ્યો જેવા કે, કેલિફોર્નિયા અને ફ્લોરિડામાંથી ઘણાં લોકો રહેવા આવ્યા.

આ બધા કારણોને લીધે નેશવિલ દેશમાં કેટલાંક ખુબ જ ઝડપી વિકસી રહેલા વિસ્તારોમાંનું એક છે.

ઢાંચો:US Demographics

 
ટેનેસી વસતિ ગીચતા નકશો

2000માં રાજ્યમાં પાંચ સામાન્ય વંશીય જૂથોમાં અમેરિકન 17.3 % આફ્રિકન અમેરિકન 16.4 %, આઈરીશ 9.3 %, ઈંગ્લીશ 9.1 % અને જર્મન 8.3 % છે. [૩૪]

ટેનેસીની વસ્તીના 6.6 % વસ્તી 5વર્ષથી નીચેની ઉંમરની , 24.6 % વસ્તી 18 વર્ષથી નીચે અને 12.4 % વસ્તી 65 કે તેથી વધારેની ઉંમરની નોંધાઈ છે. સ્ત્રીઓની વસ્તી કુલ વસ્તીના આશરે 51.3 % છે.

જૂન 19, 2010ના રોજ સ્થાનિક બાબતો માટેનાં ટેનેસી કમિશને છ સ્થાનિક પ્રજાતિઓને માન્યતા આપી. માન્યતા પ્રાપ્ત પ્રજાતિઓ આ પ્રમાણે છે :

  • સેન્ટ્રલ બેન્ડ ઓફ ચેરુકી, કે જે, ટેનેસીની લોરેન્સ કાઉન્ટીનાં ચેરુકી તરીકે પણ ઓળખાય છે.
  • ટેનેસીના વિનફિલ્ડનું યુનાઈટેડ ઈસ્ટર્ન લેનાપી નેશન.
  • ટાનાસી કાઉન્સીલનાં સભ્યો શેલ્બી, ડાયર, ગિબ્સન, હમ્ફ્રીસ અને પેરી કાઉન્ટી કહેવાય છે, અને
  • રહી ગયેલાં યુચી રાષ્ટ્ર, જેના સભ્યો સુલિવન, કાર્ટર, ગ્રીન, હોકિન્સ, યુનિકાઈ, જ્હોન્સન અને વોશિંગ્ટન કાઉન્ટીસ છે.[૩૫]

ટેનેસીનાં લોકોનું જુદાં જુદાં ધર્મ સાથેનું જોડાણ આ પ્રમાણે છે: [૩૬]

  • ખ્રિસ્તી – 77%
    • બાપ્ટિસ્ટ – 22%
    • મેથોડિસ્ટ – 10 %
    • ચર્ચ ઓફ ક્રાઈસ્ટ – 6 %
    • રોમન કેથોલિક – 6 %
    • પ્રિસ્બીસ્ટરીયન – 3 %
    • ચર્ચ ઓફ ગોડ – 2 %
    • લુથેરન – 2 %
    • પેન્ટકોસ્ટલ – 2 %
    • અન્ય પ્રકારના ખ્રિસ્તી(જેમાં નહિ વર્ણન કરાયેલ અને પ્રોટેસ્ટન્ટનો સમાવેશ થાય છે)– 12 %
  • મુસ્લિમ: 0.4%
  • અન્ય ધર્મો – 2 %
  • ધર્મ વગરના(નહી માનનારા) – 9 %

ઈ.સ.2000માં કોઈ ધર્મને માનનારાઓની સૌથી મોટી સંખ્યામાં 14,14,199ની સંખ્યા સાથે દક્ષિણ બાપિસ્ટ કનવેન્શન, 3,93,994 સાથે યુનાઈટેડ મેથોડિસ્ટ ચર્ચ, ચર્ચીઝ ઓફ ક્રાઈસ્ટ 2,16,648 અને રોમન કેથોલિક ચર્ચ 1,83,161 છે. [૩૭]

ટેનેસી ઘણાં પ્રોટેસ્ટન્ટ જનસંખ્યાનું ઘર છે, જેવાં કે, ક્રાઈસ્ટમાં ચર્ચ ઓફ ગોડ, ચર્ચ ઓફ ગોડ અને ધ ચર્ચ ઓફ ગોડ ઓફ પ્રોફેસી, બંને(ટેનેસીના કલેવલેન્ડ)માં આવેલા છે અને કયુમ્બરલેન્ડ પ્રિસ્બિટેરિયન ચર્ચ. ફ્રી વીલ બાપ્ટિસ્ટ જનસંખ્યા એન્ટિઓકમાં છે, તેની મુખ્ય બાઈબલ કોલેજ નેશવિલમાં આવેલ છે. દક્ષિણ બાપ્ટિસ્ટ કન્વેશન તેનું મુખ્યાલય નેશવિલમાં ધરાવે છે. ઘણી પ્રજાતિઓના પ્રકાશનઘરો નેશવિલમાં આવેલાં છે.

અર્થતંત્ર

ફેરફાર કરો

યુએસ, બ્યુરો ઓફ ઈકોનોમિક એનાલિસિસ પ્રમાણે, 2005માં 226,502 બિલિયન ડોલરના કુલ ઉત્પાદને ટેનેસીને દેશનું 18માં નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનાવ્યું. 2003માં, માથાદીઠ વ્યક્તિગત આવક 28,641 ડોલર હતી, જે દેશમાં 36માં ક્રમાંકે ગણાય અને 31,472 ડોલર સાથે રાષ્ટ્રીય માથાદીઠ આવક31,472 ડોલરના 91% હતી. 2004માં ઘરદીઠ આવક 38,550 ડોલર હતી, જે દેશમાં 41માં ક્રમે અને 44,472 ડોલર સાથે રાષ્ટ્રીય ઘરદીઠ આવક 87% હતી.

રાજ્યના મુખ્ય ઉત્પાદનોમાં કાપડ, કપાસ, પશુઓ(ઢોર ઢાંખર) અને વિજળીનો સમાવેશ થાય છે. પશુમાંસના ઉત્પાદનમાં ટેનેસીની રૂચિની સાબિતીરૂપે, રાજ્યમાં 82,000 જેટલા ખેતરો છે અને તેમાંથી 59% જેટલાં ખેતરોમાં માંસ માટેના પશુઓ રહેલા છે.[૩૮] કપાસ એ ટેનેસીઓ માટે શરૂઆતનો પાક હતો, 1820 સુધીમાં ટેનેસી અને મિસિસિપી નદી વચ્ચે જમીન ખુલ્લી ના પડી, ત્યાં સુધી આ ફાઈબરનું મોટાપાયે ઉત્પાદન શરૂ નહોતું થયું. મિસિસિપીના ફળદ્રુપ મેદાનોનો ઉપર તરફનો ભાગ દક્ષિણ-પશ્ચિમ ટેનેસી સુધી લંબાય છે. આ એ ભાગ છે જ્યાં કપાસ વ્યાપક પ્રમાણમાં થાય છે. અત્યારે પશ્વિમ ટેનેસીમાં સોયાબીન્સનું પણ વ્યાપક વાવેતર થાય છે, જે મુખ્યત્વે રાજ્યના ઉત્તર પશ્ચિમ ભાગમાં છે.[૩૯]

મોટી કંપનીઓ જેમના મુખ્યાલય ટેનેસીમાં આવેલા છે તેમાં ફેડએક્ષ કોર્પોરેશન, ઓટોઝોન ઇનકોર્પોરેટેડ અને ઈન્ટરનેશનલ પેપર એ તમામ કંપનીઓ મેમ્ફીસમાં, પાઈલોટ કોર્પોરેશન અને રીગલ એન્ટરટેઈનમેન્ટ ગૃપ નોક્ષવીલમાં, ઇસ્ટમેન કેમિકલ કંપની કિંગ્સપોર્ટમાં, ફ્રેંકલીનમાં આવેલી નિશાનનું ઉત્તર અમેરિકમાનું મુખ્યાલય અને નેશવીલમાં આવેલ કેટરપીલર ફિનાન્સીલય(જાણીતી ખાણ-ઉત્પાદક કંપની કેટરપીલરનો નાણાકીય વિભાગ)નો સમાવેશ થાય છે. ટેનેસી એ નિશાનની માલિકીના વિશાળ ઉત્પાદન ક્ષમતા ધરાવતી જગ્યા માટે જાણીતું છે. જે 1982થી સ્મિરનામાં છે.

ટેનેસીમાં પગાર અને ભથ્થા પર આવક વેરો લાગતો નથી, પણ શેર, બોન્ડ અને નોટ્સ કરપાત્ર છે. દરેક કરપાત્ર ડિવિડન્ડ અને વ્યાજ જે વ્યક્તિગત મુક્તિપાત્ર 1250 ડોલરથી વધારે હોય તે અથવા સંયુક્ત રીતે મુક્તિપાત્ર 2500 ડોલરથી વધારે હોય તે 6%ના દરે કરપાત્ર છે. મોટાભાગની વસ્તુઓ માટે રાજ્યનો વેચાણ વપરાશ કર 7% છે. ખોરાકી વસ્તુ 5.5.%ના ઓછા દરે વ્યાજને પાત્ર છે પણ કેન્ડી, ખોરાકી સહાયકો અને તૈયાર ખોરાક 7%ના પૂર્ણ દરે કરને પાત્ર છે. મોટાભાગની હદોમાં સ્થાનિક વેચાણવેરો 1.5%થી લઈને 2.75%નાં દરે ઉઘરાવાય છે, જે કુલ વેચાણવેરાના દરને 8.5% અને 9.75% વચ્ચે લઈ જાય છે. જે દેશમાં સૌથી વધુ દરમાંનો એક છે. કોઈપણ લોન કંપની, રોકાણ કંપની, વીમા કંપની, નફાના ઉદ્દેશ વાળી કંપનીઓના સ્ટોક હોલ્ડરના શેરના સ્ટોકના આધારે અગોચર અસ્ક્યામતની આકારણી કરાય છે આકરણીનો ગાળો, જે તે વિસ્તારનાં કરવેરાનાં બમણાનાં 40% હોય છે. વારસદારોને મળતી મિલકત પર ટેનેસી વારસાગત વેરો લાદે છે, જે વધુમાં વધુ વ્યક્તિગત મર્યાદામાં રહીને મુક્તિપાત્ર હોય છે (2006 અને પછીના મૃત્યુ માટે 1,000,000 ડોલર) [૪૦]

ટેનેસી, તેના મોટાભાગના પાડોશી રાજ્યોની જેમ કામ કરવાના અધિકારવાળુ રાજ્ય છે. યુનિયનબાજી હંમેશાની જેમ ઓછી રહી છે અને મોટેભાગે યુએસની જેમ જળવાઈ રહી છે. જાન્યુઆરી 2010 મુજબ રાજ્યનો બેરોજગારી દર 10.7% છે.[૪૧]

આંતર રાજ્ય હાઈ વે

ફેરફાર કરો
 
હર્નાન્ડો દી સોટો બ્રીજ મેમ્ફિસ ખાતે મિસિસિપી નદી પર

રાજ્યના પશ્ચિમ પૂર્વનાં ખૂણેથી ઈન્ટરસ્ટેટ 40 હાઈ વે પસાર થાય છે. ઇન્ટરસ્ટેટ હાઈ વેની શાખોઓમાં મેમ્ફિસમાં આઈ-240, નેશવીલમાં આઈ-440, નોક્ષવીલમાં આવેલાં આઈ-140 અને આઈ-640નો સમાવેશ થાય છે. આઈ-26 તકનીકની રીતે ભલે પૂર્વ પશ્ચિમ ઈન્ટરસ્ટેટ હોય, તે જ્હોન્સન શહેરની પાસેથી ઉત્તર કેરોલિનાથી કિંગ્સપોર્ટના તેના મથક સુધી છે. આઈ-24 એ પૂર્વ પશ્ચિમ ઈન્ટરસ્ટેટ છે જે રાજ્યમાંથી ચટ્ટાનૂગાથી કલાર્કસવીલેમાંથી પસાર થાય છે.

ઉત્તર-દક્ષિણ માર્ગમાં આઈ-55, આઈ-65, આઈ-75 અને આઈ-81 હાઈ વે આવેલાં છે. રાજ્યમાં 65 ઈન્ટરસ્ટેટ નેશવિલમાંથી પસાર થાય છે, જ્યારે ચટ્ટાનૂગા અને નોક્ષવિલને 75 ઇન્ટરસ્ટેટ તેમજ 55 ઈન્ટરસ્ટેટ મેમ્ફિસને સેવા પૂરી પાડે છે. ઈન્ટરસ્ટેટ 81 બ્રિસ્ટલમાંથી રાજ્યમાં પ્રવેશે છે અને ડાન્ડ્રિજ નજીક આઈ-40 પાસે પૂરો થઈ જાય છે. આઈ-155 એ આઈ-55માંથી શાખા હાઈવે છે. ટેનેસીમાં આઈ-75નો એકમાત્ર શાખા હાઈવે આઈ-275 છે, જે નોક્ષવીલમાં છે.

હવાઇમથકો

ફેરફાર કરો

રાજ્યમાં આવેલા મુખ્ય હવાઈમથકોમાં નેશવીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ(બીએનએ), મેમ્ફિસ ઈન્ટરનેશનલ એરપોર્ટ(એમઇએમ), નોક્ષવિલનું મેકઘી ટાયસન એરપોર્ટ (ટીવાયએસ), ચટ્ટાનૂગા મેટ્રોપોલિટન એરપોર્ટ(સીએચએ), ટ્રાઈ-સિટિઝ રીજનલ એરપોર્ટ(ટીઆરઆઇ) અને જેક્સનમાં આવેલા મેકકેલાર-સીપ્સ રીજનલ એરપોર્ટ(એમકેએલ)નો સમાવેશ થાય છે. ફેડએક્ષ કોર્પોરેશન માટેનું મોટું હબ હોવાને કારણે મેમફિસ ઈન્ટરનેશનલ એરપોર્ટ દુનિયાનું સૌથી મોટું એર કાર્ગો ઓપરેશન ધરાવે છે.

રેલરસ્તા

ફેરફાર કરો

મેમ્ફીસ અને ન્યૂબર્ન, ટેનેસીને શિકાગો ઈલિનોઈસ અને ન્યૂ ઓર્લિયન્સ, લૂઈસિયાના વચ્ચેના એમ્ટર્ક સિટી ઓફ ન્યૂ ઓર્લિયન્સ દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે.

નેશવિલ એ મ્યૂઝિક સિટિ સ્ટાર, અપડાઉન કરનારાઓ માટે રેલવે સેવા પૂરી પાડે છે.

કાયદો અને સરકાર

ફેરફાર કરો
 
ટેનેસીની રાજધાની નેશવિલમાં

ટેનેસીની સરકાર ચાર વર્ષના ગાળા માટે સરકાર બનાવે છે અને સળંગ બે ટર્મ સુધી સરકાર બનાવી શકે છે. રાજ્યપાલ એ એક જ સેવા અધિકારી છે જે રાજ્યવ્યાપી ચૂંટાય છે. મોટાભાગના રાજ્યોથી અલગ, ટેનેસી રાજ્ય લેફટનન્ટ ગવર્નર સીધુ ચૂંટતું નથી, ટેનેસીના સેનેટ સ્પીકરને ચૂંટે છે, જે લેફટનન્ટ ગવર્નર તરીકે સેવાઓ આપે છે.

ટેનેસી જનરલ એસેમ્બીલી, રાજ્ય વિધાનસભા 33 સેનેટ સભ્યો અને 99 હાઉસ ઓફ રિપ્રઝનટેટિવ્ઝ ધરાવે છે. સેનેટરો ચાર વર્ષના ગાળા માટે સેવા બજાવે છે અને ગૃહના સભ્યો બે વર્ષ માટે. દરેક સભા તેના સ્પિકર જાતે પસંદ કરે છે. રાજ્યસભાનાં સ્પીકર લેફટનન્ટ ગવર્નરનો હોદ્દો પણ સંભાળે છે. મોટા ભાગના કારોબારી અધિકારીઓ વિધાનસભા દ્વારા ચૂંટાય છે.

ટેનેસીમાં ઉચ્ચત્તમ કોર્ટ રાજ્યની સુપ્રીમ કોર્ટ છે. તેમાં મુખ્ય ન્યાયધિશ અને ચાર સહાયક ન્યાયધિશો છે. બે કરતા વધારે ન્યાયધિશો એક જ ગ્રાન્ડ ડિવિઝનમાંથી આવી ન શકે. ટેનેસીની સુપ્રિમ કોર્ટ એટોર્ની જનરલની પણ નિમણુંક કરે છે, જે પરંપરા સંઘના બીજા 49 રાજ્યોમાં જોવા મળતી નથી. કોર્ટ ઓફ અપિલ અને કોર્ટ ઓફ ક્રિમિનલ એપીલમાં 12 ન્યાયધિશ હોય છે.[૪૨]

ટેનેસીનું વર્તમાન રાજ્ય બંઘારણ 1870માં સ્વીકારવામાં આવ્યું હતુ. રાજ્યમાં અગાઉ અન્ય બે બંધારણ હતા. જે વર્ષે ટેનેસી સંઘમાં જોડાયું તે 1796માં પહેલું બંધારણ સ્વીકારવામાં આવ્યું હતુ, અને બીજુ 1834માં સ્વીકારવામાં આવ્યું હતું. ટેનેસીનું બંધારણ માર્શિયલ લો ને ગેરકાયદે ઠેરવે છે. અમેરિકન સિવિલ વોર પછી યુએસના સંઘ(ઉત્તર) સૈન્ય દ્વારા ટેનેસી અને બીજા દક્ષિણના લોકો ઉપર મિલિટરી અંકુશના અનુભવ પછી કદાચ આ થયું હશે.

રાજકારણ

ફેરફાર કરો
રાષ્ટ્રપતિપદની ચૂંટણીના પરિણામો
વર્ષ રિપબ્લિકન ડેમોક્રેટિક
2008 56.85% 1,479,178 41.79% 1,087,437
2004 56.80% 1,384,375 42.53% 1,036,477
2000 51.15% 1,061,949 47.28% 981,720
1996 45.59% 863,530 48.00% 909,146
1992 42.43% 841,300 47.08% 933,521
1988 57.89% 947,233 41.55% 679,794
1984 57.84% 990,212 41.57% 711,714
1980 48.70% 787,761 48.41% 783,051
1976 42.94% 633,969 55.94% 825,879
1972 67.70% 813,147 29.75% 357,293
1968 37.85% 472,592 28.13% 351,233
1964 44.49% 508,965 55.50% 634,947
1960 52.92% 556,577 45.77% 481,453

ટેનેસીનું રાજકારણ મોટાભાગના યુએસના રાજકારણની જેમ રિપબ્લીકન અને ડેમોક્રેટિકના પ્રભુત્વ તળે છે. રાજ્ય 1950 સુધી, ડેમોક્રેટિક સોલિડ સાઉથનું એક ભાગ હતું. જ્યારે તેણે બે વખત રિપબ્લીકન ડ્વાઈટ ડી. આઈસનહોવરને ચૂંટયા હતા. ત્યારથી ટેનેસીએ મોટાભાગની પ્રમુખની ચૂંટણીમાં રીપબ્લિકનને વોટ આપ્યા છે. જો કે તે દક્ષિણનાં તેના એકદમ રૂઢિચૂસ્ત પડોશીઓ કરતા જરાક વધારે મર્યાદિત છે.

રિપબ્લિકન રાજ્યના અડધાથી થોડા વધારે ભાગ પર અંકુશ ધરાવે છે. જ્યારે ડેમોક્રેટસ માટે ગ્રામ્ય મધ્ય ટેનેસી અને ઉત્તરીય વેસ્ટ ટેનેસીમાં પ્રમાણમાં સારો અને નેશવીલ તથા મેમ્ફિસ જેવા શહેરોમાં મજબૂત ટેકો છે. છેલ્લે જણાવેલાં વિસ્તારોમાં આફ્રિકન-અમેરિકનોની વસ્તી મોટા પ્રમાણમાં છે.[૪૩] ઐતિહાસિક રીતે, 1960 પહેલા રિપબ્લિકન્સની સૌથી વધુ મજબૂતાઈ ઈસ્ટ ટેનેસીમાં હતી. પૂર્વ ટેનેસી સ્થિત ટેનેસીનાં પહેલાં અને બીજા કોંગ્રેસનલ જિલ્લાઓમાંથી દક્ષિણમાં રહેલા થોડાક જિલ્લાઓ રિપબ્લિકન તરફી જિલ્લાઓ છે, પહેલો જિલ્લો 1881થી સતત રીપબ્લિકનનાં હાથમાં છે અને બીજો જિલ્લો 1873થી રીપબ્લીકનોએ સતત જાળવી રાખ્યો છે.

આના વિરોધભાસમાં, આફ્રિકન અમેરિકનો નાગરિકતાથી લાંબો સમય વંચિત રહેવાના કારણે અને તેમની લઘુમતી (1960માં 16.45 %)નાં કારણે 1960 સુધી રાજ્યના બીજા ભાગોમાં ધોળિયા ડેમોક્રેટ્સનું રાજકારણમાં પ્રભૂત્વ રહ્યું. ટેનેસીમાં જીઓપી હંમેશાથી એક જૂથ પાર્ટી રહી છે. 1970માં ભૂતપૂર્વ ગવર્નર વિનફિલ્ડ ડન અને ભૂતપૂર્વ યુએસ સેનેટર બિલ બ્રોકની જીતે રિપબ્લિકન પાર્ટીને રાજ્યવ્યાપી જીત માટે એક પ્રતિસ્પર્ધી પાર્ટી બનાવી. ટેનેસીએ 1970થી જૂદી જૂદી પાર્ટીમાંથી રાજ્યપાલોને પસંદ કર્યા છે.

2000ની પ્રમુખની ચૂંટણીમાં, યુ.એસ.ના ભૂતપૂર્વ સેનેટર, ઉપપ્રમુખ અલ-ગોર, તેમના રાજ્યને જીતવામાં નિષ્ફળ રહ્યા. જે એક અસામાન્ય ઘટના છે. રીપબ્લીકન જ્યોર્જ ડબલ્યુ. બુશ માટે સહકાર 2004માં વધ્યો. જેમાં તેની જીતનો ગાળો 2000નાં ચાર ટકાથી વધીને 2004માં 14 ટકા થયો.[૪૪] દક્ષિણનાં રાજ્યોમાં પ્રમુખ માટેના ડેમોક્રેટિક દાવેદારો(જેવા કે, લિંડન બી. જ્હોનસન, જીમ્મી કાર્ટર, બીલ કિલન્ટન) ટેનેસીમાં સામાન્ય રીતે તેમના ઉત્તરના પ્રતિસ્પર્ધીઓ કરતા વધારે સારો દેખાવ કરે છ, ખાસ કરીને મોટા શહેરી વિસ્તારોની બહાર આવેલા મતદારોમાં તેમનો દેખાવ સારો હોય છે. 2008માં ડેમોક્રેટ બરાક ઓબામા ટેનેસીમાં તેમની પાર્ટીના 2004નાં દેખાવને સુધારવામાં નિષ્ફળ નિવડ્યા, જો કે તેઓ દેશભરમાં જીત્યા.

ટેનેસી યુએસ હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટિવમાં 9 સભ્યો મોકલે છે. જેમાંથી પાંચ ડેમોક્રેટ્સ અને ચાર રિપબ્લિકન છે. લેફટનન્ટ ગવર્નર રોન રામસે એ 140 વર્ષમાં રાજ્યસભાના પહેલા રીપબ્લિકન સ્પીકર છે. પુન: ગઠન પછી પહેલી વખત 2008ની ચૂંટણી દરમ્યાન, રિપબ્લીકન પાર્ટીએ ટેનેસીની બન્ને સભાઓ ઉપર પોતાનો અંકુશ જમાવ્યો. રાજ્યનાં 30 ટકા મતદાતાઓ અપક્ષ છે.[૪૫]

યુએસ સુપ્રીમ કોર્ટનો બેકર વિ. કર્ર (1962)ચૂકાદાએ, એક વ્યકિત, એક મતનું ધોરણ સ્થાપ્યું હતુ. તે ટેનેસી વિધાનસભાની સીટો પર ગ્રામ્ય તરફી વલણ વાળી નિમણુંક સામે થયેલ લો-સ્યૂટના આધારે થયું હતું.[૪૬][૪૭][૪૮] આ મહત્વના ચૂકાદા પછી રાજ્યના રાજકારણમાં શહેરી અને શહેરી આસપાસના વિસ્તારના ધારાશાસ્ત્રીઓનું મહત્વ વધ્યું અને છેવટે ધારાશાસ્ત્રીઓ અને રાજ્યવ્યાપી અધિકારીઓનું તેમની વસ્તી પ્રમાણે મહત્વ વધ્યુ. આ ચૂકાદો ગ્રામ્ય લઘુમતિમાં રહેલા અલ્બામા જેવા ઘણાં બધા અન્ય રાજ્યોમાં પણ લાગુ પડ્યો.

કાયદાનું અમલીકરણ

ફેરફાર કરો

ટેનેસી રાજ્ય ચાર કાયદા અમલીકરણ સંસ્થાઓ(એજન્સી) ધરાવે છે : ટેનેસી હાઈવે પેટ્રોલ, ધ ટેનેસી વાઈલ્ડલાઈફ રિસોર્સ એજન્સી (ટીડબલ્યુઆરએ), ધ ટેનેસી બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (ટીબીઆઇ) અને ધ ટેનેસી સ્ટેટ પાર્કસ ડીપાર્ટમેન્ટ.

હાઈવે પેટ્રોલ એ પ્રાથમિક કાયદાના અમલીકરણ માટેની શાખા છે જે હાઈવે સુરક્ષાની વ્યવસ્થા અને ઓછા જોખમવાળા કાયદાના અમલીકરણ પણ ધ્યાન રાખે છે.તે ટેનેસી ડિપાર્ટમેન્ટ ઓફ સેફ્ટીના અંકુશ હેઠળ નીચે છે. ટીડબલ્યુઆરએ એ એક સ્વતંત્ર સંસ્થા છે જે બધી સાહસિક રમતો, બોટિંગ અને મત્સ્યદ્યોગો જેવી રાજ્યના ઉદ્યાન કરતા અન્ય વ્યવસ્થા રાખે છે. ટીબીઆઇ રાજ્ય ઉત્તમ કક્ષાની અન્વેષણ વ્યવસ્થા ધરાવે છે, અને તે રાજ્યની પ્રાથમિક કક્ષાના ગુન્હા શોધક શાખા છે. ટેનેસી રાજ્યના વનરક્ષકો આ તમામ પ્રવૃતિ અને કાયદાના અમલીકરણ કે જે ટેનેસી રાજ્યની બાગ પદ્ધતિ(ટેનેસી સ્ટેટ પાર્ક સિસ્ટમ)માટે જવાબદાર છે.

સ્થાનિક કાયદા અમલીકરણ કન્ટ્રી શેરિફ ઓફિસો અને મ્યુનિસિપલ પોલીસ વિભાગમાં વિભાજીત છે. ટેનેસીના બંધારણ મુજબ દરેક દેશ પાસે ચૂંટાયેલાં શેરિફ જોઈએ. 95માંથી 94 કાઉન્ટીસમાં મુખ્ય કાયદા અમલીકરણ અધિકારી જ શેરીફ હોય છે અને કાઉન્ટી વિસ્તારનું અધિકારક્ષેત્ર ધરાવે છે. દરેક શેરિફના કાર્યાલયની જવાબદારી વોરંટ બજાવવું, કોર્ટ સુરક્ષા, જેલની કાર્યવાહી તથા કાઉન્ટીના અસંસ્થાપિત વિસ્તારમાં પ્રાથમિક કાયદાનું અમલીકરણ કરાવવું તથા મ્યુનિસિપલ પોલીસ વિભાગને મદદ પૂરી પાડવાની છે. અસંસ્થાપિત મ્યુનિસિપાલિટીએ પોતાના કાર્યક્ષેત્રના વિસ્તારને પોલીસ સેવા પૂરી પાડવા પોલીસ વિભાગ રાખવો જરૂરી છે. ટેનેસીના ત્રણ કાઉન્ટીસ કે જેઓ મહાનગર સરકાર સ્વીકારવાના છે તેઓએ મુશ્કેલીઓને હલ કરવા અલગ અભિગમ અપનાવ્યા છે તે મુજબ શહેરી સરકારે ચૂંટાયેલા શેરિફ સમક્ષ તેમની જરૂરીયાતો રજૂ કરવાની રહેશે. નેશવિલ, ડેવિડસન શહેરોએ કાયદાનાં અમલીકરણની સેવાઓ અને સત્તાઓને મેટ્રો શેરિફ અને મેટ્રો પોલીસ વડા વચ્ચે વહેચેલી છે. આ હેતુથી હવે ડેવિડસન શહેરમાં મુખ્ય કાયદા અધિકારી તરીકે શેરિફની જગ્યા નથી. ડેવીડસન શહેરના શેરિફની જવાબદારી વોરંટ સેવા અને જેલ વ્યવસ્થાની કામગીરી પર કેન્દ્રીત થયેલી છે. મેટ્રોપોલીટન પોલીસ ચીફ એ કાયદા અમલીકરણના મુખ્ય અધિકારી છે અને મેટ્રોપોલીટન પોલીસ વિભાગ સમગ્ર શહેર માટે કાયદા અમલીકરણની જવાબદારી પૂરી પાડે છે. લિન્ચબર્ગ, મુરે શહેરે ખુબ જ સાદો અભિગમ અપનાવ્યો અને જ્યારે કાયદા અમલીકરણની સંપુર્ણ જવાબદારી શેરિફની કચેરીને સોંપવામાં આવી ત્યારે લીન્ચબર્ગ પોલીસ ડિપાર્ટમેન્ટને નાબૂદ કરવામાં આવ્યો. ટ્રોસડેલ શહેર જે ટેનેસીમાં નાનામાં નાનું શહેર હોવા છતાં તેણે નેશવિલ જેવી જ પદ્ધતિ અપનાવી છે, કાયદાની જવાબદારી શેરિફ કાર્યાલયને તો સોંપેલ છે જ સાથે મેટ્રોપોલિટન પોલીસ ડીપાર્ટમેન્ટ પણ છે.

મહત્ત્વના શહેરો અને નગરો

ફેરફાર કરો

નેશવિલ એ રાજધાની છે પણ ભૂતકાળમાં નોક્સવિલે, કિંગસ્ટન અને મર્ફિસબોરોએ પણ રાજ્યની રાજધાની તરીકે ભૂતકાળમાં સેવા આપેલી છે. મેમ્ફિસ રાજ્યના બીજા કોઈ પણ શહેર કરતા વધારે વસ્તી ધરાવે છે. પરંતુ 1990થી નેશવિલે રાજ્યનો સૌથી મોટો મહાનગરીય વિસ્તાર ધરાવે છે. જેનો ખિતાબ અગાઉ મેમ્ફિસ પાસે હતો. ચટ્ટાનૂગા અને નોક્સવિલે બન્ને રાજ્યના પૂર્વ ભાગે ગ્રેટ સ્મોકી માઉન્ટેન નજીક છે, બન્ને રાજ્યમાં મેમ્ફીસ કે નેશવિલની એક તૃતિયાંશ વસ્તી છે. કલેર્કવિલે એ પાંચમાં ક્ર્મનું વસ્તી ધરાવતુ મુખ્ય શહેર છે. જે નેશવિલથી ઉત્તરપશ્ચિમે લગભગ 45 માઈલ્સ(70 કિ.મી.) એ આવેલું છે. મર્ફિસબોરો ટેનેસીનું છઠ્ઠા ક્રમનું મોટું શહેર છે, જે 100500ની વસ્તી ધરાવે છે.

valign="top"
 
યુનિવર્સિટી ઓફ ટેનેસી, નોક્ષવિલે
 
વાન્ડરબિલ્ટ યુનિવર્સિટી
 
ટેનેસી સ્ટેટ યુનિવર્સિટી, નેશવિલ
 
મિડલ ટેનેસી સ્ટેટ યુનિવર્સિટી, મર્ફીસબોરો

કોલેજો અને યુનિવર્સિટીઓ

ફેરફાર કરો

પ્રોફેશનલ ટીમો

ફેરફાર કરો
ક્લબ રમત-ગમત લીગ
મેમ્ફિસ રેડબર્ડ્સ બેસબોલ પેસિફિક કોસ્ટ લીગ(ટ્રિપલ-એ)
નેશવિલ સાઉન્ડ્સ બેસબોલ પેસિફિક કોસ્ટ લીગ (ટ્રિપલ-એ)
ચેટનૂગા લૂકઆઉટ્સ બેસબોલ સધર્ન લીગ (ડબલ-એ)
ટેનેસી સ્મોકીઝ બેસબોલ સધર્ન લીગ (ડબલ-એ)
વેસ્ટ ટેન ડાયમન્ડ જેક્સ બેસબોલ સધર્ન લીગ (ડબલ-એ)
એલિઝાબેથન ટ્વિન્સ બેસબોલ એપલેચીયન લીગ(રૂકી)
ગ્રીનવિલે એસ્ટ્રોઝ બેસબોલ એપલેચીયન લીગ (રૂકી)
જોહનસન સિટી કાર્ડિનલ્સ બેસબોલ એપલેચીયન લીગ (રૂકી)
કિંગ્સપોર્ટ મેટ્સ બેસબોલ એપલેચીયન લીગ (રૂકી)
મેમ્ફિસ ગ્રિઝલીઝ બાસ્કેટબોલ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન:
ટેનેસી ટાઇટન્સ ફૂટબોલ નેશનલ ફૂટબોલ લીગ:
નેશવિલ પ્રિડેટર્સ આઇસ હોકીઃ રાષ્ટ્રીય હોકી લીગ
નોક્ષવિલે આઇસ બીયર્સ આઇસ હોકીઃ સધર્ન પ્રોફેશનલ હોકી લીગ
નેશવિલ મેટ્રોઝ સોકર યુએસએલ પ્રિમીયર ડેવલપમેન્ટ લીગ

ટેનેસી બ્રિસ્ટોલ મોટર સ્પીડવેનું પણ મુખ્યમથક છે જે વર્ષમાં બે વીકેન્ડ નાસ્કાર સ્પ્રિન્ટ કપ સ્પર્ધાનું આયોજન કરે છે અને પ્રત્યેક તારીખે 1,60000થી વધુ સીટોનું વેચાણ કરે છે.

 
મનરો કાઉન્ટીમાં ટેનેસીના પ્રાચીન સ્થળ નજીક સ્થાપત્ય

સૌ પ્રથમ વાર ટેનેસી શબ્દનો ઉપયોગ કેપ્ટન જુઆન પાર્ડો એ કરેલ કે જેઓ સ્પેનિશ શોધક છે અને જ્યારે તેઓ અને તેમના માણસો 1567માં પોતાના અમેરિકન ગામ ટેનેસ્કવીથી દક્ષિણ કેરોલિના તરફ સફર કરી રહ્યા હતા તે દરમિયાન કર્યો હતો. ઈ.સ. 1700ની શરૂઆતમાં બ્રિટીશ વેપારીઓએ ચેરોકી નામના નગરનું નામ તનાસી (કે ટાન્સે) નામ રાખ્યુ્ હતુ, જે હાલના મુનરો શહેર, ટેનેસીના નામે ઓળખાય છે. ટેનેસી શહેરની આજ નામની નદીના સ્થળે( કે જે હવે જે લીટલ ટેનેસી નદી)ના નામે ઓળખાય છે, તેના કિનારે આવેલું છે અને લગભગ 1725થી તેને નકશા પર દર્શાવેલ છે. હજૂ સુધી એ સ્પષ્ટ નથી કે આ એ જ નગર છે કે જેના પર જોમ પારડો એ હુમલો કર્યો હતો. પરંતુ તાજેતરના સંશોધન મુજબ પારડોનું ટેનેસ્કવી એ પીજીયન નદી અને ફ્રેન્ચ બ્રોડ નદીના સંગમ સ્થળે છે કે જે મોર્ડન ન્યૂપોર્ટ નજીક છે. [૪૯]

આ શબ્દ નો અર્થ અને તેનો ઉદભવ અચોક્કસ છે. અમૂક સંજોગો એમ પણ સૂચવે છે કે, આ શબ્દ યુચી શબ્દનો ચેરોકીનો સુધારો છે. એમ પણ કહેવાય છે કે, એનો મતલબ મેળાવડાની જગ્યા, વહેતી નદી કે પછી રીવર ઓફ ગ્રેટ બેન્ડ થાય છે.[૫૦][૫૧] જેમ્સ મૂનીના કહેવા મુજબ આ નામનું વિશ્લેષણ થઈ શકે નહિ અને તેનો અર્થ પણ નષ્ટ થઈ ગયો છે.[૫૨]

આધુનિક સ્પેલિંગ મુજબ ટેનેસી નો શ્રેય જેમ્સ ગ્લેન કે જેઓ દક્ષિણ કરોલીનાના રાજ્યપાલ હતા. તેઓ એ આ શભ્દનો પ્રયોગ 1750માં પોતાના કાર્યાલયના પત્રવ્યવહારમાં કરેલો. 1765માં હેનરી ટીમ્બરલેક્સનું ડ્રાઉટ ઓફ ધ ચિરુકી કાઉન્ટીના પ્રકાશન બાદ આ નામ વધારે પ્રખ્યાત થયું. 1788માં નોર્થ કેરોલીનાએ ટેનેસી કાઉન્ટીની રચના કરી જે ત્યાની ત્રીજી કાઉન્ટી હતી જે હાલની મિડલ ટેનેસી છે. (ટેનેસી કાઉન્ટી એ હાલના મોન્ટગોમેરી કાઉન્ટી અને રોબર્ટસન કાઉન્ટીનું પુરોગામી છે.) 1796માં જ્યારે બંધારણીય સભા દક્ષિણ પશ્ચિમ હદમાંથી એક નવા રાજ્યનું નિર્માણ કરવા યોજાઈ હતી ત્યારે તેમણે તે રાજ્યને "ટેનેસી" નામ આપ્યું હતુ.

હુલામણા નામ

ફેરફાર કરો

ટેનેસી ને વોલન્ટીયર સ્ટેટ પણ કહેવાય છે. 1812માં જ્યારે યુદ્ધ થયું તેમાં ટેનેસી રાજ્યના સ્વંયસેવકોએ વોલન્ટિયરે મહત્વનો ભાગ ભજવ્યો હતો અને ખાસ કરીને ન્યૂ ઓરલિયન્સના યુદ્ધ વખતે. ત્યારબાદ તેને આ હુલામણું નામ મળ્યુ.[૫૩]

રાજયના ચિન્હો

ફેરફાર કરો

રાષ્ટ્રીય ચિન્હોમાં નિચેનાઓનો સમાવેશ થાય છે :

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "Annual Estimates of the Resident Population for the United States, Regions, States, and Puerto Rico: April 1, 2000 to July 1, 2008". United States Census Bureau. મેળવેલ 2009-02-01.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "Elevations and Distances in the United States". U. S Geological Survey. 29 April 2005. મૂળ માંથી 6 ઑક્ટોબર 2008 પર સંગ્રહિત. મેળવેલ December 16, 2008. Check date values in: |archive-date= (મદદ)
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-02-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-12.
  4. યુએસ સેન્સસ લાર્જેસ્ટ યુએસ કાઉન્ટીઝ બાય પોપ્યુલેશન
  5. "Table 1: Annual Estimates of the Population for Incorporated Places Over 100,000, Ranked by July 1, 2008 Population: April 1, 2000 to July 1, 2008" (CSV). 2007 Population Estimates. United States Census Bureau, Population Division. 2008-07-10. મેળવેલ 2008-07-10.
  6. મેટ્રોપોલિટન વિસ્તારો માટે યુએસ સેન્સસના 2008 માટે વસતિના અંદાજ
  7. જોહન ફિન્ગર, ટેનેસી ફ્રન્ટીયર્સ: થ્રી રીજન્સ ઇન ટ્રાન્ઝિશન (બ્લૂમિંગ્ટન, ઇન્ડ.: ઇન્ડિયાના યુનિવર્સિટી પ્રેસ, 2001), પાનાં 46-47.
  8. ૮.૦ ૮.૧ ટેનેસીસ સિવિલ વોર હેરિટેજ ટ્રાયલ સંગ્રહિત ૨૦૧૦-૦૩-૨૬ ના રોજ વેબેક મશિન. સુધારો 25 નવેમ્બર 2009.
  9. બોબી લોવેટ, બેલે સ્ટ્રીટ. ટેનેસી એનસાયક્લોપેડીયા ઓફ હિસ્ટ્રી એન્ડ કલ્ચર, 2002. સુધારો 25 નવેમ્બર 2009.
  10. માઇકલ બર્ટ્રાન્ડ, સન રેકોર્ડ્સ. ટેનેસી એનસાયક્લોપેડીયા ઓફ હિસ્ટ્રી એન્ડ કલ્ચર, 2002. સુધારો 25 નવેમ્બર 2009.
  11. ચાર્લ્સ વોલ્ફે, મ્યુઝિક. ટેનેસી એનસાયક્લોપેડીયા ઓફ હિસ્ટ્રી એન્ડ કલ્ચર, 2002. સુધારો 25 નવેમ્બર 2009.
  12. ટેડ ઓલ્સન અને અજય કાલરા, "એપલાન્ચિયન મ્યુઝિક: એકઝામિનિંગ પોપ્યુલર એઝમ્શન્સ". હે હેન્ડબૂક ટુ એપલાચીયા: એન ઇન્ટ્રોડક્શન ટુ ધ રીજન (નોક્ષવિલે, ટેનેસી: યુનિવર્સિટી ઓફ ટેનેસી પ્રેસ, 2006), પાનાં 163-170.
  13. ડોનાલ્ડ વિન્ટર્સ, કૃષિ. ટેનેસી એનસાયક્લોપેડીયા ઓફ હિસ્ટ્રી એન્ડ કલ્ચર, 2002. સુધારો 25 નવેમ્બર 2009.
  14. જેમ્સ ફિકલ ઉદ્યોગ. ટેનેસી એનસાયક્લોપેડીયા ઓફ હિસ્ટ્રી એન્ડ કલ્ચર, 2002. સુધારો 25 નવેમ્બર 2009.
  15. ગ્રેટ સ્મોકી માઇન્ટેઇન્સ નેશનલ પાર્ક. સત્તાવાર વેબસાઈટ સુધારો 25 નવેમ્બર 2009.
  16. "World Map of Köppen−Geiger Climate Classification" (PDF). મૂળ (PDF) માંથી 2009-01-14 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-19.
  17. "A look at Tennessee Agriculture" (PDF). Agclassroom.org. મૂળ (PDF) માંથી જૂન 14, 2016 પર સંગ્રહિત. મેળવેલ November 1, 2006.
  18. David M. Roth. "Tropical Cyclone Rainfall in the Southeast". મૂળ માંથી 2012-05-02 પર સંગ્રહિત. મેળવેલ 2007-12-20.
  19. "US Thunderstorm distribution". src.noaa.gov. મેળવેલ November 1, 2006.
  20. "Mean Annual Average Number of Tornadoes 1953-2004". ncdc.noaa.gov. મૂળ માંથી ઑક્ટોબર 16, 2011 પર સંગ્રહિત. મેળવેલ November 1, 2006. Check date values in: |archive-date= (મદદ)
  21. "Top ten list". tornadoproject.com. મૂળ માંથી ફેબ્રુઆરી 4, 2012 પર સંગ્રહિત. મેળવેલ November 1, 2006.
  22. http://www.weather.com/
  23. "આર્કિયોલોજી એન્ડ ધ નેટિવ પીપલ ઓફ ટેનેસી". સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૯ ના રોજ વેબેક મશિનયુનિવર્સિટી ઓફ ટેનેસી, ફ્રાન્ક એચ. મેકક્લન્ગ મ્યૂઝિયમ. સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૯ ના રોજ વેબેક મશિનસુધારો ડિસેમ્બર 5, 2007. સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન
  24. સ્ટેનલી ફોલ્મ્સબી, રોબર્ટ કોર્લી અને એનોક મિટચેલ, ટેનેસી: એ શોર્ટ હિસ્ટ્રી (નોક્ષવિલે, ટેનેસી: યુનિવર્સિટી ઓફ ટેનેસી પ્રેસ, 1969), પાનું 45.
  25. Hubbard, Bill, Jr. (2009). American Boundaries: the Nation, the States, the Rectangular Survey. University of Chicago Press. પૃષ્ઠ 55. ISBN 978-0-226-35591-7.
  26. કાર્ટર (III), સેમ્યુઅલ (1976). કેરોકી સનસેટ: એ નેશન બિટ્રેડ: એ નેરેટિવ ઓફ ટ્રાવિયલ એન્ડ ટ્રિયમ્ફ, પરસિક્યુશન એન્ડ એક્સિલ. ન્યૂ યોર્ક: ડબલડે, પાનું 232.
  27. Satz, Ronald (1979). Tennessee's Indian Peoples. Knoxville, Tennessee: University of Tennessee Press. ISBN 0-87049-285-3.
  28. "Chronology of Emancipation during the Civil War". University of Maryland: Department of History. મૂળ માંથી 2007-10-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-12.
  29. "This Honorable Body: African American Legislators in 19th Century Tennessee". Tennessee State Library and Archives.
  30. ૩૦.૦ ૩૦.૧ ૩૦.૨ ડિસફ્રેન્ચાઇઝિંગ લોઝ, ધ ટેનેસી એનસાયક્લોપેડીયા ઓફ હિસ્ટ્રી એન્ડ કલ્ચર, 11 માર્ચ 2008
  31. [http;//fisher.lib. virginia. edu/collections/stats/histcensus/php/state.php Historical Census Browser, 1900 US Census, University of Virginia] 15 માર્ચ 2008
  32. "Population and Population Centers by State: 2000". United States Census Bureau. મેળવેલ 2008-12-06.
  33. DADE, COREY (November 22, 2008). "Tennessee Resists Obama Wave". Wall Street Journal. મેળવેલ 2008-11-23.
  34. c2kbr01-2.qxd
  35. ટોમ હમ્ફરી, "સ્ટેટ ગ્રાન્ટ્સ સિક્સ ઇન્ડિયન ટ્રાઇબ્સ રેકગ્નિશન: કેરોકી નેશન મે ટ્રાય ટુ હેવ એક્શન બાય ઇન્ડિયન અફેર્સ વોઇડેડ", નોક્ષવિલે ન્યૂઝ સેન્ટિનેલ, 21 જૂન 2010, 30 જૂન 2010
  36. અમેરિકન રિલિજીયસ આઇડેન્ટિફિકેશન સરવે સંગ્રહિત ૨૦૦૭-૦૩-૨૦ ના રોજ વેબેક મશિન (2001). સરવે કરેલા પાંચ ટકા લોકોએ જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો.
  37. "ધ એસોસિયેશન ઓફ રિલિજીયન ડેટા આર્કાઇવ | મેપ્સ એન્ડ રિપોર્ટ્સ". મૂળ માંથી 2010-08-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-12.
  38. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-12.
  39. "યુએસડીએ 2002 સેન્સસ ઓફ એગ્રિકલ્ચર, મેપ્સ એન્ડ કાર્ટોગ્રાફિક રિસોર્સિસ". મૂળ માંથી 2010-07-08 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-12.
  40. http://www.state.tn.us/revenue/forms/inhgift/guideinhestate.pdf
  41. [163] ^ Bls.gov; સ્થાનિક વિસ્તારની બિન રોજગારીના આંકડાઓ
  42. "કોર્ટ ઓફ ક્રિમિનલ અપીલ્સ". મૂળ માંથી 2010-07-31 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-12.
  43. mt_name=DEC_2000_PL_U_GCTPL_ST2& format=ST-2&_box_head_nbr=GCT-PL& ds_name=DEC_2000_PL_U& geo_id=04000US47 ટેનેસી બાય કાઉન્ટી- જીસીટી-પીએલ. રેસ એન્ડ હિસ્પેનિક ઓર લેટિનો 2000[હંમેશ માટે મૃત કડી] યુએસ સેન્સસ બ્યૂરો
  44. ટેનેસી: મેકકેઇન લીડ્સ બોથ ડેમોક્રેટ બાય ડબલ ડિજિટ્સ સંગ્રહિત ૨૦૦૮-૧૨-૨૪ ના રોજ વેબેક મશિન રાસુમ્યુસેન રિપોર્ટ્સ, એપ્રિલ 6, 2008
  45. DADE, COREY (November 22, 2008). "Tennessee Resists Obama Wave". Wall Street Journal.
  46. Eisler, Kim Isaac (1993). A Justice for All: William J. Brennan, Jr., and the decisions that transformed America. New York: Simon & Schuster. ISBN 0671767879. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  47. Peltason, Jack W. (1992). "Baker v. Carr". માં Hall, Kermit L. (ed.) (સંપાદક). The Oxford companion to the Supreme Court of the United States. New York: Oxford University Press. પૃષ્ઠ 67–70. ISBN 0195058356. CS1 maint: discouraged parameter (link) CS1 maint: extra text: editors list (link)
  48. Tushnet, Mark (2008). I dissent: Great Opposing Opinions in Landmark Supreme Court Cases. Boston: Beacon Press. પૃષ્ઠ 151–166. ISBN 9780807000366. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  49. ચાર્લ્સ હડસન, ધ જુઆન પાર્ડો એક્સપિડિશન: એક્સપ્લોરેશન ઓફ ધ કેરોલિનાસ એન્ડ ટેનેસી, 1566-1568 (ટસ્કાલૂઝા, અલાસ્કા: યુનિવર્સિટી ઓફ અલાબામા પ્રેસ, 2005), 36-40.
  50. "ટેનેસી State Library and Archives FAQ". મૂળ સંગ્રહિત માંથી 2004-10-23 પર સંગ્રહિત. મેળવેલ 2004-10-23.
  51. ટેનેસીસ નેમ ડેટ્સ બેક ટુ 1567 સ્પેનિશ એક્સપ્લોરર કેપ્ટન જુઆન પાર્ડો
  52. મૂની, પાનું 534
  53. "Brief History of Tennessee in the War of 1812". Tennessee State Library and Archives. મેળવેલ April 30, 2006. રાજ્યના હુલામણા નામ અંગે અન્ય સ્ત્રોત મતભેદ ધરાવે છે html#17 કોલિંબિયા એનસાક્લોપેડિયા[હંમેશ માટે મૃત કડી] મુજબ, આ નામ મેક્સિકન-અમેરિકન યુદ્ધના સ્વયંસેવકોનો ઉલ્લેખ કરે છે.

વધુ વાંચન

ફેરફાર કરો
  • Bergeron, Paul H. (1982). Antebellum Politics in Tennessee. University of Kentucky Press.
  • Bontemps, Arna (1941). William C. Handy: Father of the Blues: An Autobiography. New York: Macmillan Company.
  • Brownlow, W. G. (1862). Sketches of the Rise, Progress, and Decline of Secession: With a Narrative of Personal Adventures among the Rebels.
  • Cartwright, Joseph H. (1976). The Triumph of Jim Crow: Tennessee’s Race Relations in the 1880s. University of Tennessee Press.
  • Cimprich, John (1985). Slavery's End in Tennessee, 1861-1865. University of Alabama.
  • Finger, John R. (2001). Tennessee Frontiers: Three Regions in Transition. Indiana University Press.
  • Honey, Michael K. (1993). Southern Labor and Black Civil Rights: Organizing Memphis Workers. University of Illinois Press.
  • Lamon, Lester C. (1980). Blacks in Tennessee, 1791-1970. University of Tennessee Press.
  • Mooney, James (1900). Myths of the Cherokee. New York: reprinted Dover, 1995.
  • Norton, Herman (1981). Religion in Tennessee, 1777-1945. University of Tennessee Press.
  • Schaefer, Richard T. (2006). Sociology Matters. New York: NY: McGraw-Hill. ISBN 0-07-299775-3.
  • Van West, Carroll (1998). Tennessee history: the land, the people, and the culture. University of Tennessee Press.
  • Van West, Carroll, સંપાદક (1998). The Tennessee Encyclopedia of History and Culture.

બાહ્ય લિંક્સ

ફેરફાર કરો