તાનકા (短歌, "ટૂંકી ગીત/કવિતા") અથવા કે ટૂંકછંદ છે જાપાની શાસ્ત્રીય કવિતાની અને જાપાની સાહિત્યની મોટી એક શૈલી.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

મૂળે, માનયોઃશૂના કાળમાં (ઈ૰સ૰ ૮મી સદીમાં), તાનકા શબ્દ ખાસ વપરાતો ભેદ દર્શાવવા ચોઃકા (長歌) શબ્દની સાથે - ચોઃકા એટલે કે લાંબી ગીત/કવિતા અને તાનકા એટલે કે ટૂંકી ગીત/કવિતા. પરંતુ, ૯મી અને ૧૦મી સદીઓમાં, વિશેષે કરીને કોકિનશૂનાં સંકલન કર્યાં પછી, જાપાનમાં તાનકા બની કવિતાનો મુખ્ય પ્રકાર, અને તે સમયે તેનું માનક નામ હતું વાકા, જેનો અર્થ અર્વાચીનકાળમાં આજે અલગ છે. તે પછી, ૨૦મી સદીની શરૂઆતમાં, જાપાની કવિ અને વિવેચક માસાઓકા શિકિએ તાનકા શબ્દનું પુનરુત્થાન કરાવ્યું તેમનાં બયાનમાં કે "વાકાનું નવીકરણ અને આધુનિકીકરણ થવું જોઈએ". ગુજરાતીની પહેલી તાનકા સ્નેહરશ્મિનું ૧૯૬૭નું સંકલન સોનેરી ચાંદ રૂપેરી સૂરજમાં લખાઈ, જેમાં ગુજરાતીમાં હાઈકુનો પણ પ્રથમ પ્રવેશ થયો.

તાનકાની ૫ લીંટી હોય અને દરેક લીંટી એક નિયમિત પ્રમાણના અક્ષરો ધરાવે - ક્રમશઃ ૫-૭-૫-૭-૭.

૫-૭-૫ના ભાગને 上の句 (કામિ નો કુ, "ઊપલો ભાગ") કહેવાય અને ૭-૭ના ભાગને 下の句 (શિમો નો કુ, "નીચલો ભાગ") કહેવાય.

અર્વાચીનકાળ

ફેરફાર કરો

કોજિકિ અને નિહોનશોકિના કાળમાં તાનકા રૂપબદ્ધ રહી, પણ ત્યારપછીનાં રૂપનાં પરિવર્તનો એક મહત્ત્વનો ભાગ બને છે હાઈકુના ઇતિહાસમાં.