તાનસેન ‌(આશરે ૧૫૦૦ - ૧૫૮૬) ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાનતમ ગાયકોમાંનો એક ગણાય છે. તે શહેનશાહ અકબરના નવરત્નોમાંના એક હતો. તાનસેનનું મૂળ નામ રામતનુ પાન્ડે હતું.

તાનસેનને સ્વામી હરિદાસથી સંગીત શીખતો નિહાળતો અકબર, ચિત્ર ઇ.સ. ૧૭૫૦

તાનસેનનો ગુજરાત સાથેનો સંબંધ પણ જાણીતો છે. જ્યારે શહેનશાહ અક્બરે તાનસેનને રાગ દિપક ગાવા ખૂબ જ આગ્રહ કર્યો, ત્યારે આ રાગ ગાવાને કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા થવા લાગી હતી. આ બળતરા શાંત કરવા માટે તાનસેન આખાહિન્દુસ્તાનમાં ફર્યો, પણ તેમની બળતરા કોઇ શાંત કરી શક્યું નહીં. ત્યારે ગુજરાતના એક સમયના પાટનગર વડનગર ખાતે રહેતી બે બહેનોએ રાગ મલ્હાર ગાઇ તાનસેનના શરીરની બળતરાને શાંત કરી હતી. આ બહેનોનાં નામ તાના અને રિરિ હતાં.