ત્રિજટા (રામાયણ)
ત્રિજટા (સંસ્કૃત: त्रिजटा, IAST: Trijaṭā) એ હિંદુ મહાકાવ્ય રામાયણમાં એક રાક્ષસી છે, જેને લંકાના રાજા રાવણ દ્વારા અપહરણ કરાયેલી સીતાની રક્ષા કરવાની ફરજ સોંપવામાં આવી છે.[૧] રામાયણના પછીના રૂપાંતરણોમાં, ત્રિજટાને રાવણના ભાઈ વિભીષણની પુત્રી તરીકે વર્ણવવામાં આવી છે.
ત્રિજટા | |
---|---|
ત્રિજટા, વિભીષણની પુત્રી તરીકે સુંદાનીઝ કઠપૂતળી સ્વરૂપે | |
જોડાણો | રાક્ષસ |
રહેઠાણ | લંકા |
વ્યક્તિગત માહિતી | |
માતા-પિતા |
|
સહોદર | તારાનીસેન |
રામાયણમાં, ત્રિજટા એક સમજદાર વૃદ્ધ રાક્ષસી તરીકે દેખાય છે, જે રાવણના વિનાશ અને રામની જીતનું સ્વપ્ન જુએ છે, સીતાના પતિ જે સીતાને બચાવવા માટે રાવણ સામે યુદ્ધ કરે છે. રામ અને રાવણ વચ્ચેના યુદ્ધના મેદાનના સર્વેક્ષણમાં ત્રિજટા સીતાની સાથે જાય છે અને જ્યારે સીતા તેના પતિને બેભાન જોઈને તેને મૃત માની લે છે ત્યારે તે સીતાને રામની સુખાકારીની ખાતરી આપે છે. રામાયણના પાછળના રૂપાંતરણોમાં, ત્રિજટા રાવણના ભાઈ વિભીષણની પુત્રી છે, જે રામનો પક્ષ લે છે. ખાસ કરીને દક્ષિણપૂર્વ એશિયાના સંસ્કરણોમાં તે ઘણી મોટી ભૂમિકા ભજવે છે.
કેટલાક અપવાદોને બાદ કરતાં જ્યાં ત્રિજટાને રાવણની દૂત તરીકે દર્શાવવામાં આવી છે, તેને સામાન્ય રીતે સીતાની પ્રતિકૂળ પરિસ્થિતિમાં મિત્ર અને વફાદાર સાથી તરીકે દર્શાવવામાં આવે છે. અસંખ્ય પ્રસંગોએ, તે સીતાને સાંત્વના આપે છે અને બહારની દુનિયાના સમાચાર લાવે છે; તે સીતાને આત્મહત્યા કરતા પણ અટકાવે છે. રામના વિજય અને રાવણના મૃત્યુ પછી, ત્રિજટાને સીતા અને રામ દ્વારા પુષ્કળ પુરસ્કાર મળે છે. જ્યારે કેટલાક રામાયણ રૂપાંતરણોમાં તેણી રામના ભક્ત હોવાનો ઉલ્લેખ કરે છે, દક્ષિણપૂર્વ એશિયાના સંસ્કરણો વારંવાર તેણીને રામના સેનાપતિ હનુમાનની પત્ની તરીકે દર્શાવે છે, જેમનાથી તેણીએ એક પુત્ર હતો. ભારતના વારાણસી અને ઉજ્જૈનમાં તે સ્થાનિક દેવી તરીકે પૂજાય છે.
રામાયણમાં ઉલ્લેખ
ફેરફાર કરોવાલ્મિકીના મૂળ રામાયણમાં ત્રિજટા વૃદ્ધ રાક્ષસી તરીકે વર્ણવાઇ છે અને મુખ્યત્વે બે પ્રસંગોમાં દેખાય છે. પ્રથમ પ્રસંગ સુંદરકાંડમાં છે, અપહરણ કરેલી સીતા અશોકવનમાં બંધક છે અને રાવણે રાક્ષસીઓને સીતાની રક્ષા કરવા અને તેની સાથે કોઇ પણ પ્રકારે લગ્ન કરવા માટે મનાવવાનું કહે છે, કારણ કે સીતા તેનું કહ્યું માનતી નથી અને તેના પતિ રામથી વફાદાર છે. રાવણના ગયા પછી રાક્ષસીઓ સીતાને હેરાન કરવાનું શરુ કરે છે. તે વખતે વયોવૃદ્ધ ત્રિજટા વચ્ચે પડે છે અને તેનું રાવણના અંત અને રામના વિજયના સ્વપ્નનું વર્ણન કરે છે.[૨]
બીજો પ્રસંગ યુદ્ધકાંડમાં વર્ણવાયો છે. રામ અને લક્ષ્મણ જ્યારે વાનર સેના સાથે લંકા પર આક્રમણ કરે છે ત્યારે યુદ્ધના પ્રથમ દિવસે રાવણનો પુત્ર ઇન્દ્રજિત નાગપાશ શસ્ત્રની મદદથી રામ-લક્ષ્મણને બેભાન બનાવી દે છે. રાવણ તે સમયે સીતાને ત્રિજટાની સાથે યુદ્ધના મેદાનમાં મોકલે છે. સીતા એવું માને છે કે રામ મૃત્યુ પામ્યા છે, પરંતુ ત્રિજટા સીતાને કહે છે બંને ભાઇઓ જીવિત છે. ત્રિજટા તે સમયે સીતા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરે છે.[૨]
પાછળના ગ્રંથોમાં, ત્રિજટાને કલા, સારમા અને મંદોદરીને વર્ણવેલ કાર્યો ભજવતી દર્શાવવામાં આવી છે.[૩] દક્ષિણ-પૂર્વ એશિયાની રામાયણની આવૃત્તિઓમાં તેણી મહત્વનું પાત્ર છે,[૪] ખાસ કરીને ઇન્ડોનેશિયાના કાકવીન રામાયણમાં.[૫]
મંદિરો
ફેરફાર કરોત્રિજટાનું મંદિર (જે અહીં તિરજતા તરીકે ઓળખાય છે) કાશી વિશ્વનાથ મંદિર નજીક આવેલું છે, જે વારાણસીનું સૌથી મહત્વનું મંદિર છે.[૬]
ઉજ્જેનના બાલવીર હનુમાન મંદિર સંકુલમાં પણ ત્રિજટાનું મંદિર આવેલું છે. કાર્તિક પૂર્ણિમા પછી ત્રીજા દિવસે અહીં ખાસ પૂજા થાય છે.[૭]
નોંધો
ફેરફાર કરો- ↑ Mani pp. 792–93
- ↑ ૨.૦ ૨.૧ Bulcke pp. 104–5
- ↑ Bulcke p. 105
- ↑ Nagar p. 389
- ↑ Bulcke pp. 110–111
- ↑ "Mata Trijata Devi Ka Rahasya - video Dailymotion". Dailymotion (અંગ્રેજીમાં). 2013-10-03. મેળવેલ 2024-02-01.
- ↑ Dharma Desk (25 September 2013). "हनुमानजी का सैकड़ों साल पुराना मंदिर, यहां हैं दो चमत्कारी प्रतिमाएं". Dainik Bhaskar. Ujjain: D B Corp Ltd. મૂળ માંથી 14 September 2016 પર સંગ્રહિત. મેળવેલ 13 October 2014.
સંદર્ભ
ફેરફાર કરો- Mani, Vettam (1975). Puranic Encyclopaedia: A Comprehensive Dictionary With Special Reference to the Epic and Puranic Literature. Delhi: Motilal Banarsidass. પૃષ્ઠ 792–793. ISBN 0-8426-0822-2.
- Bulcke, Camille (2010) [1964]. "Sita's Friend Trijata". માં Prasāda, Dineśvara (સંપાદક). Rāmakathā and Other Essays. Vani Prakashan. પૃષ્ઠ 104–112. ISBN 978-93-5000-107-3.
- Nagar, Shanti Lal (1999). Genesis and Evolution of the Rāma Kathā in Indian Art, Thought, Literature, and Culture: From the Earliest Period to the Modern Times. 2. B.R. Publishing Company. ISBN 978-81-7646-084-2.