ત્રિભુવનપાળ
ત્રિભુવનપાળ (ઈ.સ. ૧૨૪૦-૧૨૪૪) પશ્ચિમ ભારતના ચાલુક્ય વંશના છેલ્લા રાજા હતા. તેમણે પોતાની રાજધાની અણહિલવાડ પાટણ (આધુનિક પાટણ)થી હાલના ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં શાસન કર્યું હતું. વારસદાર તરીકે મૃત્યુ પામતા પહેલા અથવા સત્તા પરથી દૂર થતા પહેલા તેમણે ટૂંકા ગાળા માટે શાસન કર્યું હતું, જે પછી વાઘેલા વંશે રાજ્ય પર કબજો કરી લીધો હતો.
ત્રિભુવનપાળ | |
---|---|
મહારાજાધિરાજ | |
ગુર્જર પ્રદેશના રાજા | |
શાસન | ઈ.સ. ૧૨૪૦–૧૨૪૪ |
પુરોગામી | ભીમદેવ દ્વિતીય |
અનુગામી | વિશળદેવ (વાઘેલા વંશ) |
જીવનસાથી | લીલાદેવી અને સુમલાદેવી |
વંશ | ચાલુક્ય |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોત્રિભુવનપાળે ચાલુક્ય રાજા તરીકે ભીમદેવ દ્વિતીયનું સ્થાન મેળવ્યું હતું. તેઓ કડી શિલાલેખ (ઈ.સ.૧૨૪૨-૪૩), કેટલીક 'પટ્ટાવલી' અને નાટકોની પ્રસ્તાવનાથી જાણીતા છે. રાજવંશ વિશેના ઇતિહાસોમાં તેમનો ઉલ્લેખ નથી.[૨]
ત્રિભુવનપાળનો ભીમદેવ સાથેનો સંબંધ નિશ્ચિત નથી, જોકે વિવિધ અભિલેખ સૂચવે છે કે તેઓ સિંહાસનના કાનૂની વારસદાર હતા. તેમના શિલાલેખમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે ભીમદેવના ચરણોમાં ચિંતન કર્યું હતું (સાચા વારસદારનું વર્ણન કરવાનો પરંપરાગત માર્ગ). તેમના શિલાલેખનો કોતરણીકાર સોમસિંહ હતો અને તેનું વર્ણન કરનાર ('દુતક') વૈજલદેવ હતો. આ બંને વ્યક્તિઓએ ભીમદેવના અનુદાનના શિલાલેખો પર પણ કામ કર્યું હતું. ત્રિભુવનપાળના શિલાલેખમાં વેદગર્ભરાશિને અનુદાન આપવામાં આવ્યું છે, જેમને ભીમદેવ દ્વારા શૈવ મઠના ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આમ, ત્રિભુવનપાળ કાયદેસરના ઉત્તરાધિકારી હોવાનું જણાય છે.[૨]
શાસન
ફેરફાર કરોસુબ્બાતાના સંસ્કૃત નાટક 'દુતંગડા'ના ઉચ્ચારણમાં જણાવવામાં આવ્યું છે કે આ નાટક 'મહારાજાધિરાજ' ત્રિભુવનપાળની 'પરિષદ'ના હુકમથી રચવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેવપટ્ટના (આધુનિક પ્રભાસ પાટણ અથવા સોમનાથ)માં 'કુમારપાલેશ્વર'ની વસંત મહોત્સવશોભાયાત્રા નીકળી હતી. આ તહેવાર સંભવતઃ અગાઉના રાજા કુમારપાળ દ્વારા શરૂ કરવામાં આવેલા શિવ મંદિરના જીર્ણોદ્ધારની ઉજવણી માટે યોજવામાં આવ્યો હતો.[૨]
એક અભિલેખ મુજબ ત્રિભુવન-રાણકા નામના શાસકે ગુહિલા શાસક જૈત્રસિંહના સેનાપતિ બાલાની હત્યા કરી હતી, જે કોટ્ટાડાકા (આધુનિક કોટડા)ને પુનઃ કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ત્રિભુવન-રાણકાની ઓળખ ત્રિભુવનપાળ તરીકે થાય છે.[૩]
ચાલુક્ય વંશનો અંત ત્રિભુવનપાળ સાથે થયો. વાઘેલા વંશના સેનાપતિઓ લવણપ્રસાદ અને વિરધવલ તેમના પુરોગામી ભીમદેવ બીજાના શાસનકાળ દરમિયાન શક્તિશાળી બન્યા હતા. ત્રિભુવનપાળના મૃત્યુ પછી વિરધવલનો પુત્ર વિશળદેવ રાજા બન્યો.[૪] એક સિદ્ધાંત એ છે કે વાઘેલાએ ત્રિભુવનપાળને બળજબરીપૂર્વક પદભ્રષ્ટ કર્યા હતા. જોકે, એ પણ શક્ય છે કે ત્રિભુવનપાળનું વારસદાર વિના મૃત્યુ થયું હતું, જેના કારણે વાઘેલાઓએ રાજ્યનો કબજો સંભાળી લીધો હતો.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Asoke Kumar Majumdar 1956, p. 502.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Asoke Kumar Majumdar 1956, p. 167.
- ↑ ૩.૦ ૩.૧ Asoke Kumar Majumdar 1956, p. 168.
- ↑ Jack C. Laughlin 2003, p. 303.
ગ્રંથસૂચિ
ફેરફાર કરો- Asoke Kumar Majumdar (1956). Chaulukyas of Gujarat. Bharatiya Vidya Bhavan. OCLC 4413150.CS1 maint: ref=harv (link)
- Jack C. Laughlin (2003). "Portraiture and Jain sacred place: the patronage of the ministers Vastupāla and Tejaḥpāla". માં Phyllis Granoff and Koichi Shinohara (સંપાદક). Pilgrims, Patrons, and Place: Localizing Sanctity in Asian Religions. UBC. ISBN 978-0-7748-1039-5.CS1 maint: ref=harv (link)