દમણગંગા નદી

ભારતની નદી

દમણગંગા પશ્ચિમ ભારતમાં આવેલી નદી છે. આ નદી પશ્ચિમ ઘાટમાંથી નીકળીને અરબી સમુદ્રમાં મળે છે. આ નદી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશમાં વહે છે. વાપી, દાદરા અને સેલ્વાસ જેવા ઔદ્યોગીક શહેરો આ નદીના ઉત્તર કાંઠે વસેલા છે. દમણ આ નદીને બંન્ને કાંઠે વસેલું છે.

દમણગંગા નદી
રામેશ્વર મહાદેવ મંદિર, લવાછા પાસે દમણગંગા નદી
સ્થાન
પ્રદેશમહારાષ્ટ્ર, ગુજરાત, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોતઆંબેગાવ, દિંદોરી તાલુકો, નાસિક જિલ્લો
 ⁃ સ્થાનમહારાષ્ટ્ર
 ⁃ અક્ષાંસ-રેખાંશ20°19′N 72°50′E / 20.317°N 72.833°E / 20.317; 72.833
 ⁃ ઊંચાઇ૯૫૦ મીટર
નદીનું મુખદમણ એસ્તુરી
 • સ્થાન
અરબી સમુદ્ર
 • ઊંચાઈ
૦ મીટર
લંબાઇ૧૩૧.૩૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
મહત્વનાં સ્થળોવાપી, દાદરા, સેલ્વાસ
દમણગંગા પર આવેલો નાની દમણ કિલ્લો

દમણગંગા નદી પર મધુબન બંધ બાંધવામાં આવેલો છે.[]

આ નદી વાપી શહેરને પીવાનું પાણી પુરું પાડે છે.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Damanganga villages on alert as Madhuban dam may release water". The Times of India (અંગ્રેજીમાં). મેળવેલ 2021-08-23.
  2. "Water supply hit in Vapi". The Times of India (અંગ્રેજીમાં). Vapi. ૩ જુલાઇ ૨૦૧૨. મૂળ માંથી 2013-01-03 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ જુલાઇ ૨૦૧૨.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો