દહાડ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

દહાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા, ગુજરાતના દક્ષિણ દિશામાં સૌથી છેલ્લે આવેલા એવા ઉમરગામ તાલુકામાં આવેલું ગામ છે. દહાડ ગામમાં એક પ્રાથમિક શાળા આવેલી છે, આ ઉપરાંત પંચાયતઘર, બે આંગણવાડી જેવી સગવડ પણ ઉપલબ્ધ થયેલ છે.

દહાડ
—  ગામ  —
દહાડનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°10′26″N 72°45′50″E / 20.173812°N 72.763966°E / 20.173812; 72.763966
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો ઉમરગામ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર


દહાડએ સોળસુંબા ગામની બાજુમાં આવેલું ગામ છે. આ ગામનો વિસ્તાર ૨.૫ ચો. કિ.મી. જેટલો છે. ગામ મુખ્યત્વે મોટી દહાડ ફળિયુ, નાની દહાડ ફળિયુ અને સ્ટેશન વિસ્તાર એમ ત્રણ ભાગમાં વહેચાયેલુ છે. નાની દહાડ અને મોટી દહાડ ખાતે મુખ્યત્વે સ્થાનિક આદીવાસી વસ્તી છે અને સ્ટેશન વિસ્તાર જી.આઇ.ડી.સી.ને અડીને આવેલો હોવાથી અહી મોટાભાગે GIDCમાં નોકરી કરતા, બહારથી આવેલી પ્રજા અથવા પોતાના ઉદ્યોગ ધંધા અર્થે સ્થાયી થયેલા લોકો વસવાટ કરે છે. અહીનો મોટાભાગનો વાહન વ્વવહાર રેલ્વે દ્વારા જોડાયેલો છે. ગામડાનું શાંત વાતાવરણ અને શહેરની સુખ-સગવડોથી સમ્રુદ્ધ એવો આ વિસ્તાર રમણીય અને હરીયાળીથી ભરપુર છે, તેથી જ મુંબઈથી ઉદ્યોગ ધંધા અર્થે અહી જોડાયેલા લોકો અહીં વસવાટ માટેની લાલચને રોકી શકતા નથી, આ કારણે છેલ્લા થોડા સમયમાં અહીં જગ્યાઓ અને જમીનના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. મુંબઈ અમદાવાદ રુટની બધી જ ટેનો અહીંથી પસાર થાય છે. ઉમરગામ રોડ રેલ્વે સ્ટેશનએ અહીનું રેલ્વે મથક છે. ઘણા લોકો ઉદ્યોગો અને નોકરી ધંધા અર્થે રોજ અહીથી મુંબઈ આવન-જાવન કરે છે. મુબઈથી પણ અહીના ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો રોજ અપ ડાઉન કરે છે. એટલે અહીનું વાતાવરણ મુંબઈથી પ્રભાવીત થયેલું જોવા મળે છે. સ્ટેશન વિસ્તારમાં મોટા ભાગની વસ્તી બહારની હોવાથી અહીનો મુખ્ય ભાષા વ્યવહાર હિન્દીમાં ચાલે છે. અહી શિક્ષણ ક્ષેત્રે પણ ખાસ્સી પ્રગતિ થયેલી જોવા મળે છે. અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉપરાંત સીબીએસસી બોર્ડની પણ બે શાળાઓ અહી આવેલી છે. હિન્દી માધ્યમની પણ ચાર એક શાળાઓ અહી આવેલી છે. થોડા સમય પહેલા જ અહી આવેલી એમ. કે. મહેતા હાઈસ્કુલના સંચાલકો દ્વારા એક બી.એડ્. અને બી.બી.એ. કોલેજ શરુ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પોતાના સંતાનોને ભણાવવા ઇચ્છતા લોકો અહીથી ફક્ત અડધો કલાકના અંતરે આવેલા મહારાષ્ટ્ર સ્થિત વેવજીના શૈક્ષણિક સંકુલની નામના પણ સારી છે. અહીથી સાત કીમીના અંતરે આવેલા બોરડી ગામમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્ટેલો પણ આવેલી છે. મુંબઈ ખાતે ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ અહીથી ફક્ત દોઢ કલાકના અંતરે આવેલા વિરારથી લઈને મુંબઈની કોઈ પણ સંસ્થામાં અભ્યાસ કરી શકે છે. અહી કુદરતની ખાસ મહેરબાની હોય તેમ ચોમાસાની સીજનમાં ચાર મહિના સુધી લોકો કંટાળી જાય એટલો વરસાદ પડે છે, જેને લીધે અહી ભરપુર વનરાજી જોવા મળે છે. ચોમાસામાં તો અહીનું વતાવરણ કેરળ રાજ્ય જેવું થઈ જાય છે. દુનિયાની નજરથી અજાણ એવા આ વિસ્તારની એકવાર મુલાકાત લેવા જેવી છે. અહીથી દરીયો ખુબ જ નજીક હોવાને લીધે અહીનું વતાવરણ બારેમાસ સમ રહે છે. અહીથી બે કિમીને અંતરે આવેલા રામાયણ અને મહાભારતના એતિહાસિક ટીવી સિરીયલોને કારણે પ્રસિદ્ધ થયેલા વૃંદાવન સ્ટુડીયોની પણ એક વાર મુલાકાત લેવા જેવી છે. સ્ટુડીઓને લીધે અહીં અવાર નવાર શુટીંગ ચાલુ રહેતા હોવાથી કલાકારોની અવર જવર ચાલુ રહે છે. અહીથી બે કીમી. ના અતરે આવેલા આમગામમા ઝી ટીવી પર આવતી રાણી લક્ષ્મીબાઈ સીરીયલનુ પણ શુટીગ પણ થયેલ છે.ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિને કારણે ઘણી ઔદ્યોગિક એકાઈઓ હમણા ઉમરગામમા આવેલ છે, જેમા મુખ્ય એવી પારલે બિસ્કીટની કમ્પની પણ અહી આવેલી છે. ગામની પોસ્ટ ઓફીસ સોલસુંબામાં આવેલી છે જેનો પિનકોડ નં. ૩૯૬૧૬૫ છે. ગામમાં બે આંગણવાડી અને એક પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં કુલ સાત ધોરણ સુધીનો અભ્યાસ ચાલે છે. શાળામાં વર્ષ ૨૦૦૯ (ઑગષ્ટ)માં ૨૮૦ બાળકો અભ્યાસ કરે છે અને સાત શિક્ષકો કામ કરે છે.

આબોહવા ફેરફાર કરો

શિયાળો -ઓકટોબરના મઘ્‍ય ભાગથી ફેબ્રુઆરી

ઉનાળો - માર્ચ માસથી જૂનના મઘ્‍ય ભાગ સુધી

ચોમાસુ - જૂન માસના મઘ્‍ય ભાગથી ઓકટોબરના મઘ્‍ય ભાગ સુધી

વરસાદ સરેરાશ ૧૫૦૦ થી ૨૨૦૦ મી.મી. પડે છે. એકંદરે હવામાન વધુ ઠંડુ નહીં, વધુ ગરમ નહીં તેવું સમઘાત ગણી શકાય તેવું છે.

આ ઉપરાંત અહીથી વલસાડ મથક રેલ માર્ગથી ૫૪ કીમીના અંતરે આવેલું છે. અને અહીનુ જિલ્લા વડુ મથક છે. એના વિશે પણ થોડીક માહિતી અને પૃષ્ઠભૂમિ જોઈએ. ઐતિહાસિક પૃષ્ટભૂમિમાં ડોકીયું કરીએ તો ભારતભરમાં સૌ પ્રથમ સંજાણ બંદરેથી પારસીઓના પ્રવેશને ભૂલી શકયા નહીં. સંજાણ ખાતે પગ મૂકીને ભારતભરમાં ફેલાયેલા પારસી સમુદાયનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ "આતશ બહેરામ" અને "ફાયર ટેમ્પલ" વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલ છે એટલું જ નહીં ઉદવાડા નજીક નેશનલ હાઇવે નં.૮ પર આવેલ બગવાડા ખાતે જૈનોનું પ્રાચીન તીર્થસ્થળ આવેલ છે. જયાં લોકોનો પ્રવાહ સતત વહેતો રહે છે.

પારડી તાલુકામાં સ્વ. ઇશ્વરભાઈ દેસાઈએ આદરેલો "ખેડ સત્યાગ્રહ" અથવા ધાસીયા આંદોલને પારડીને દેશ અને વિશ્વ સમક્ષ મૂકાયો હતો. પારડી તાલુકાના વાપી ખાતે વિશ્વનો સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહત આવેલ છે.

વલસાડ તાલુકાના અને વલસાડથી પારડી તરફ પાંચ-છ કિલોમીટરના અંતરે આવેલ છત્રપતિ મહારાજના કિલ્લા તરીકે ઓળખાતો પારનેરાનો ડુંગર ખૂબ જ આકર્ષણ ધરાવે છે અને નવરાત્રી દરમિયાન આઠમનો મોટો મેળો ભરાય છે.

આ ડુંગર પર હજારો ભકતો ચંદ્ગિકા માતાજી, કાલીકા માતાજી, હનુમાનજીના મંદિર, શંકર ભગવાનના મંદિર ના દર્શન કરી પાવન થાય છે. સાથે સાથે મુસ્લિમ બિરાદરો માટે દરગાહના દર્શન વંદનીય છે.

ભારત રત્ન તથા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી મોરારજી દેસાઈ જેવા રાષ્ટ્રીય મહામાનવના જન્મસ્થાનના લીધે વલસાડ જિલ્લો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવો હતો. એ સિવાય વલસાડી હાફુલ કેરી અને અતુલ ખાતે આવેલ રંગ રસાયણના વિશ્વ વિખ્‍યાત કારખાનાઓ, મોટી ઉદ્યોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોથી સમૃદ્ધ એવું વલસાડી સાગ લાકડાંથી વલસાડ જિલ્લો ખૂબ જ પરિચિત છે. વલસાડ જિલ્લો ગુજરાતના દક્ષિણે આવેલું છે અને એની પશ્ચિમે ભુરો અરબી સમુદ્ગ છે.

પૂર્વમાં સહાયદ્ગિ પર્વતમાળાઓ આવેલ છે. ૧૪,૧૦,૬૮૦ વસ્તી ધરાવતો અને ૨,૯૪૭.૪૯ ચો.કી.મી. વિસ્તાર ધરાવતો વલસાડ જિલ્લો ભારતના તમામ ક્ષેત્રો કરતાં સારી સુવિધાઓ, સારૂં જીવનધોરણ ધરાવતું ક્ષેત્ર છે. વલસાડ ખાતે રેલ્‍વે સુરક્ષા દળનું મુખ્‍ય મથક તેમજ ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે. વલસાડ ખાતેનું રેલવે તંત્ર લોકો શેડ, દવાખાનું, એરીયા મેનેજરી કચેરી જેવા મહત્વના વિભાગો ધરાવે છે અને વિશાળ રેલવે વસાહતો પણ આવેલ છે. વલસાડ ખાતે કેરી સહિત પ્રખ્‍યાત ચીકુ તથા અન ખેતી ઉત્પાદનોના વેચાણ માટે વિશાળ એમ.પી.એમ.સી. માર્કેટ આવેલ છે.

વલસાડથી પાંચ કિ.મી. પર આવેલ તીથલ ગામ આજે એક ૫ર્યટક સ્થળ ઊપરાંત એક તીર્થ સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. જયાં " સાંઇબાબા " મંદિરનું રમણીય સંકુલ, પ્રખ્‍યાત જૈન મુનીઓ, પૂ. બંધુ ત્રિપુટીજીનું સાધના કેન્દ્ગ "શાંતિનિકેતન સંકુલ", અક્ષરપુરૂષોત્તમ બોચાસણવાસી સંપ્રદાયનું "સ્વામીનારાય મંદિર" વગેરે આવેલ છે જે વિવિધ ક્ષેત્રોના સહેલાણીઓને ખૂબ જ સહજતાથી આકર્ષ‍િ રહ્યા છે. જેનું મુખ્‍ય કારણ તીથલ એ રમણીય દરિયા કિનારો છે. જયાં ગુજરાત રાજના પ્રવાસન નિગમની હોટલ "તોરણ" રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગનો ગેસ્ટ હાઉસ, હોટલ તીથલ વગેરેમાં નિવાસ વવસ્થા છે ઉપરાતં વલસાડ શહેરમાં પણ ઘણી બધી હોટલો આવેલ છે. જેનો લાભ સહેલાણીઓલેતા હોય છે. વિશેષમાં વલસાડ તાલુકાના અને ધરમપુર રોડ પર આવેલ પાથરી ગામ ખાતે "ભગવાન દત્તાત્રેય"નું મંદિર અને સંકુલ વલસાડ જિલ્લાવાસીઓ માટે ખૂબ જ શ્રદ્ધા અને આકર્ષણ ના કેન્દ્ગ તરીકે ખૂબ જ ઝડપથી ઉપસી રહ્યું છે.

વલસાડ જિલ્લાની ધરમપુર, કપરાડા તાલુકા મોટાભાગે આદિવાસી ક્ષેત્ર છે અને સહાયદ્ગિ પર્વતમાળાઓના ખોળામાં ઝુલે છે. અહીંના હીલ સ્ટેશનો ભારતના કોઇપણ હીલ સ્ટેશની સરખામણીમાં ઊભા રહી શકે તેવા છે, પણ આ વિસ્તારમાં તેના દુર્ગમપણાને કારણે સહેલાણીઓ માટે રહેવા તથા જમવાની વ્‍યવસ્થા નહિંવત છે. વહેતી નદીઓને ઝરણાં, ઉંચા પહાડો, ગાઢ વનરાજીને જંગલ ધરાવતું આ ક્ષેત્ર તેના અપ્રિતમ કુદરતી સૌદર્ય ને કારણે પ્રવાસન ક્ષેત્રે વિકાસની વિપુલ તાકાત ધરાવે છે.

ધરમપુર ખાતે વિજ્ઞાનના જુદા જુદા નિયમોના પ્રદર્શન તથા નિદર્શન ની વવસ્થા ધરાવતું આધુનિક વૌજ્ઞાનિક સાધનોવાળું સરકારનું " જિલ્લા વિજ્ઞાન સેન્ટર" આવેલું છે. જે વલસાડ જિલ્લા માટે જ નહીં મહારાષ્ટ્ર, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તથા અન જિલ્લાઓમાંના વિજ્ઞાન પ્રેમીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ગ બની રહ્યું છે. ત્‍યાં જ મહામંડલેશ્વર પૂ. વિદ્યાનંદજી સરસ્વતી મહારાજ દ્વારા નિર્મિત બરૂમાળ ખાતે "ભાવ ભાવેશ્વર" ભગવાનની અષ્ટ ઘાતુની મૂર્તિનું ભવ્‍ય મંદિર અને લોકો૫યોગી સંકુલન પણ એક તીર્થ તરીકે ઉપસી રહ્યો છે. કપરાડા તાલુકાના દાબખલ ખાતે જંગલ વિભાગે અને ખાસ કરીને વલસાડ દક્ષિણ વિભાગના તત્કાલીન ડી.એફ.ઓ. શ્રી પી.એસ. વળવીના દેખરેખ હેઠળ તૈયાર થયેલ "સહાયદ્ગિ સૃષ્ટિ સેન્ટર" વલસાડ અને નાસીક વચ્ચેના મુસાફરો માટે ખૂબજ આકર્ષણનું કેન્દ્ગ છે. જયાં કુદરતના અણમોલ ખજાનામાંથી અસંખ્‍ય ઔષધીઓનો ખજાનો ભરેલો છે. અહીંના આદિવાસી વનવાસીઓની સંપત્તિ છે. તેમાં રપ૦ જાતના વૃક્ષો તથા રરપ થી વધુ જાતની ઔષધીઓના છોડ છે.

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.