દાળ ઢોકળી (મરાઠી: वरण फळ અથવા चकोल्या) એક ગુજરાતી, રાજસ્થાની અને મહારાષ્ટ્રીયન વાનગી છે. જેમાં ઘઉંના જાડા લોટની ઢોકળી અથવા ફળી ઉકળતી તુવેરની દાળમાં બાફીને બનાવવામાં આવે છે.[][][] તે એક સાંસ્કૃતિક વાનગી માનવામાં આવે છે.[]

દાળ ઢોકળી, મરાઠી રીત થી.
દાળ ઢોકળી, ગુજરાતી રીત થી. કોથમીર અને ઘી સાથે.

એવું માનવામાં આવે છે કે મારવાડીઓએ ગુજરાતમાં સ્થળાંતર કર્યું, ત્યારે આ વાનગી સાથે લાવ્યા હતા.[સંદર્ભ આપો] રાજસ્થાનના મારવાડમાં આ વાનગી લોકપ્રિય રહી છે, સાથેસાથે ગુજરાતમાં પણ ગુજરાતીઓએ તેને પોતાની દૈનિક વાનગી સમાન બનાવી દીધી છે.

  1. "Dal dhokli". Sanjeev Kapoor. મેળવેલ 22 August 2014.
  2. "Dal dhokli". NDTV. મેળવેલ 22 August 2014.
  3. "Methi chakolya". Eenadu India. 30 July 2015. મેળવેલ 15 January 2017.[હંમેશ માટે મૃત કડી]
  4. "Dal dhokli recipe". Foodviva.com. મેળવેલ 23 August 2014.