ગુજરાતી ભોજન

ગુજરાત-ગુજરાતી લોકોનું ભોજન

ગુજરાતી ભોજન એટલે ભારત, પાકિસ્તાન અને વિશ્વમાં ગમેતે સ્થળે વસતા ગુજરાતી લોકોનું ભોજન, જેઓની પશ્ચિમ ભારત અને દક્ષિણ પાકિસ્તાન (મોટા ભાગે સિંધ)માં બહુમતી છે.આ ભોજન પ્રાથમિક રીતે શાકાહારી હોય છે. એક શુદ્ધ ગુજરાતી થાળીમાં રોટલી, શાક, ભાત કે ખીચડી, દાળ કે કઢી હોયજ છે. આ ભોજન સ્વાદ અને ગરમીની બાબતે ઘણું વિશાળ હોય છે, જેનો આધાર દરેક કુટુંબની સ્વાદની પસંદગી અને તેઓ ગુજરાતનાં કયા પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે તે પર આધારીત હોય છે. ઉત્તર ગુજરાત, કચ્છ-કાઠિયાવાડ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ચાર ગુજરાતનાં મુખ્ય વિભાગો છે જે દરેક પોતાની અલગ ભોજન શૈલી ધરાવે છે. ઘણી ગુજરાતી વાનગી એકજ સમયે ગળી, ખારી અને તમતમતી મસાલેદાર સ્વાદ ધરાવતી પણ હોઇ શકે છે. ગુજરાતી ભોજન ક્યારેક વધુ પડતું તૈલી હોય છે.

વિવિધ વાનગીઓથી ભરપુર ગુજરાતી થાળી
ગુજરાતી ભોજનની ચાર સામાન્ય વાનગીઓ: દાળ (ડાબે), ભાત (નીચે), રોટલી (ઉપર), શાક (જમણે)
ગુજરાતી ભોજનની વાનગીઓ: દાળ (ડાબે), છાસ (ડાબે ઉપર), (થાળીમાં ઘડિયાળ ના કાંટાની દિશામાં ડાબેથી) અથાણું, રોટલી, કેળાના ટુકડા, શાક
(ઘડિયાળ ના કાંટાની દિશામાં ડાબેથી) કઢી, શાક અને ભાત

ગુજરાતી ભોજનમાં, મુખ્ય ભોજનની સાથે અથાણાં, છાશ, ફરસાણ, મીઠાઈ વગેરે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ભોજનમાં ઋતુઓ પ્રમાણે, શાકભાજીની ઉપલબ્ધતા અને ઠંડી-ગરમી જેવી આબોહવા મુજબ, ફેરફાર કરવામાં આવે છે. એજ રીતે મસાલાઓનો ઉપયોગ પણ ઋતુઓને ધ્યાનમાં રાખીને વધુ ઓછો કરવામાં આવે છે. જેમકે ઉનાળામાં ગરમ મસાલાઓનો ઉપયોગ ઓછો કરાય છે.

ધાર્મિક કે આરોગ્યના કારણોસર કરવામાં આવતા ઉપવાસ, કે જે ગુજરાતી સમાજમાં સામાન્ય હોય છે, દરમિયાન મહદઅંશે દૂધ, ફળ, સુકો મેવો વગેરેનો ઉપયોગ ભોજન માટે કરાય છે જેને ફરાળ (ફળાહાર) કહેવાય છે.

આધુનિક સમયમાં ઘણા ગુજરાતીઓ ખુબજ તીખા,તમતમતા અને તળેલાં ભોજનનાં શોખીન થતા જાય છે. ઘણાં રસોઇયાઓ ગુજરાતી ભોજન અને પાશ્ચાત્ય ભોજનનો સમન્વય કરીને અવનવી વાનગીઓ તૈયાર કરે છે.

શિયાળામાં સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારોમાં પૌષ્ટિક ભોજન રૂપે, ભાખરી કે રોટલા, લસણવાળી ચટણી અને છાશ, ખુબજ પ્રખ્યાત ગણાય છે. આ ભોજન ઉર્જાનો ભરપુર સ્ત્રોત ગણાય છે, જે ગરીબ ગ્રામ્ય જનોને ઠંડીનાં સમયમાં ખેતરોમાં કામ કરવાની શક્તિ પુરી પાડે છે.

મીઠાઈમાં પણ મોટાભાગે સ્થાનિક વસ્તુઓ જેવીકે ગોળ, દૂધ, ખાંડ, દૂધનો માવો તથા બદામ, પિસ્તા જેવા સુકા મેવાનો ઉપયોગ કરાય છે. મિઠાઇ મોટાભાગે લગ્ન પ્રસંગો, તહેવારો, ખાસ ઉજવણીઓ, તેમજ લાંબા પ્રવાસો કે યાત્રા સમયે તુરંત શક્તિ અને પોષણ આપનાર ભોજન તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.

મુખ્ય ભોજન

ફેરફાર કરો
 
સેવ ટામેટાંના શાક સાથે પીરસવામાં આવેલી ભાખરી (જમણે)
 
ફૂલકા રોટલી, વરાળથી ફૂલેલી રોટલી

શાક એટલે કે રોટલીને બચકે ખાઈ શકાય તેવી વાનગી. સામાન્ય રીતે ભોજનનાં આ વ્યંજનને શાક તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જરૂરી નથી કે તે હંમેશા લીલા શાકનું જ બનેલું હોય. શાક અને કઠોળ બંને આ શ્રેણીમાં મુકવામાં આવે છે.

લીલા કે સુકા શાક સિવાય, ફળો અને અન્ય લોટમાંથી પણ શાક બનાવવામાં આવે છે.

રસાવાળાં શાક કોરા શાક શાક વગરનાં શાક ભાજીઓ દાળ
બટાકાનું શાક ભિંડાનું શાક ગાંઠિયાનું શાક મેથીની ભાજી તુવેરની દાળ
ટામેટા-બટાકાનું શાક ભરેલા ભિંડાનું શાક બેસન તાંદળજાની ભાજી મગની દાળ
સેવ-ટામેટાનું શાક રીંગણાનો ઓળો વડી-પાપડનું શાક પાલકની ભાજી અડદની દાળ
ઊંધિયું બટાકાની સુકી ભાજી મેથી-ચોખાનું શાક લુણીની ભાજી ચણાની દાળ
કારેલાનું શાક મેથી-પાપડનું શાક સુવાની ભાજી
કંકોડાનું શાક

દાળની જેમ શાક તરિકે પણ કઠોળનો ઉપયોગ થાય છે, ફરક માત્ર તેની તરલતાનો હોય છે. જો પાતળું બનાવવામાં આવે તો તેનો ઉપયોગ દાળની અવેજીમાં અને કોરૂં કે લચકા પડતું બનાવવામાં આવે તો શાકની અવેજીમાં ખાવામાં આવે છે. મોટે ભાગે ભોજનની વ્યવસ્થામાં શાક સાથે દાળ જ્યારે કઠોળ સાથે કઢી બનાવવાનો રિવાજ છે. કઠોળમાં જ આપણે દાળોનો પણ સમાવેશ કરીશું.

  • મગ અને મગની દાળ
  • ચણા અને ચણાની દાળ
  • વાલ અને વાલની દાળ
  • તુવેર (અને ક્યારેક તુવેરની દાળ)
  • વટાણા
  • મઠ
  • ચોળા

રોજીંદા ગુજરાતી ભોજનમાં રોટલી, દાળ, ભાત અને શાકનો સમાવેશ હોય છે. આ પૈકીની દાળ, દાળ, કઢી કે કઠોળ રૂપે હોઈ શકે છે.

પાતળી, સબડકા ભરી શકાય તેવી દાળો મુખ્યત્વે નીચેની બને છે.

  • તુવેરની દાળ
  • મગની મોગર દાળ
  • મગની ફોતરાવાળી દાળ
  • અડદની દાળ
  • મસુરની દાળ
  • ચણાની દાળ

ઉપરની દાળોની જેમ, પાતળા અને સબડકા ભરી શકાય તેવા કઠોળો મુખ્યત્વે નીચેના બનાવવામાં આવે છે, જેમાં વિસ્તાર પ્રમાણે વિવિધતા હોઈ શકે છે.

  • મગ
  • રાજમા
  • મઠ
  • ચોળા
  • તુવેર
  • વટાણા
  • વાલ
 
વિવિધ ગુજરાતી નાસ્તા
 
દાળ ઢોકળી

સૂકો નાસ્તો (ફરસાણ)

ફેરફાર કરો

તાજો નાસ્તો

ફેરફાર કરો

(gujarati food=rashoedhar);

Local dish= local vendor;Gujarati$=dhali;

Healthierlife=street food;

Localdish price=123rs.


બાહ્ય કડીઓ

ફેરફાર કરો