દેવદિવાળી
દેવદિવાળી એ હિંદુ પંચાંગ પ્રમાણે કારતક માસની પૂનમના રોજ ઉજવવામાં આવે છે. જેમ દિવાળી પાંચ દિવસોની છે તેમે દેવદિવાળી પણ અગીયારસથી શરૂ થઈ ને પૂનમ સુધી એમ પાંચ દિવસ માટે ઉજવવામાં આવે છે. તેનું નામ સુચવે છે તેમ આ દેવોની દિવાળી ગણવામાં આવે છે. માટે માણસો કોઇ વિશેષ ઉજવણી કરતાં નથી, પરંતુ તેનું ધાર્મિક મહત્વ ઘણું છે. તથા તે દિવાળીનાં પર્વની પૂર્ણાહુતિ તરિકે ઉજવવામાં આવે છે. આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |