ધનતેરશ

હિન્દુ તહેવાર દિવાળીના પાંચ દિવસોમાંનો એક દિવસ
(ધનતેરસ થી અહીં વાળેલું)

ધનતેરશ કે ધનતેરસ (ક્યારેક ધન તેરસ પણ લખવામાં આવે છે) એ દિવાળીપર્વના શરુઆતનો દિવસ છે. તે દિવસે ઘર, દુકાન કે ઓફીસ વિગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલે કે દિવાળીના બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાં પગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે.

ધનતેરશ
ધન્વંતરિ, આરોગ્યના દેવતા
અધિકૃત નામधनतेरस
ઉજવવામાં આવે છેહિંદુઓ
મહત્વધન અને ધનવંતરીની પૂજા
તારીખ māsa (amānta) / māsa (purnimānta), pakṣa, tithi
આવૃત્તિવાર્ષિક
સંબંધિતદિવાળી

વાઘ બારસના દિવસથી દિવાળીના તહેવારની ઉજવણી ચાલુ થાય છે. વાઘ બારસ, એટલે કે વસુ બારસના દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે. ગાય વૈદિક પરંપરાઓમાં પવિત્ર સ્થાન ધરાવે છે. તેને ગૌ માતા તરીકે કહીને પૂજવામાં આવે છે. ધન તેરસ વાઘ બારસના પછીના દિવસે આવે છે.[]

આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરી ત્રયોદશી કે ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન કરવામાં આવે છે. તેમને દેવોના દાક્તર પણ કહેવામાં આવે છે.[]

ધનતેરસના દિવસે, દિવાળીની તૈયારીમાં જે ઘરોને હજુ સુધી સાફ કરવામાં આવ્યાં નથી તેઓને સંપૂર્ણ રીતે સાફ કરીને ધોળવામાં આવે છે. સ્વાસ્થ્ય અને આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરીની સાંજે પૂજા કરવામાં આવે છે. મુખ્ય પ્રવેશદ્વાર રંગબેરંગી ફાનસથી શણગારવામાં આવે છે. હોલિડે લાઇટ્સ અને રંગોળી ડિઝાઇનના પરંપરાગત મોટિફ્સ સંપત્તિ અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીના સ્વાગત માટે બનાવવામાં આવે છે. તેણીના લાંબા સમયથી રાહ જોવાતી આગમનને દર્શાવવા માટે, આખા ઘરમાં ચોખાના લોટ અને સિંદૂરના પાવડરથી નાના પગલાઓ દોરવામાં આવે છે. ધનતેરસની રાત્રે, લક્ષ્મી અને ધન્વંતરીના માનમાં આખી રાત વિધિપૂર્વક દીવાઓ પ્રગટાવવામાં આવે છે.

પૌરાણિક કથાઓ

ફેરફાર કરો

દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે 'હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?' યમદુતે ઉતર આપ્યો કે 'એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ'. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએ એક દિવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.

ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમતો જો કે ધનનાં સ્વામી કુબેર છે (વેદગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર શુકનવંતી અને મંગલકારી દૈવી સ્ત્રી).

  1. "Dhanteras 2020: Some important Dos and Don'ts you must follow on this day". Jagran English (અંગ્રેજીમાં). 2020-11-11. મેળવેલ 2022-10-22.
  2. Vera, Zak (February 2010). Invisible River: Sir Richard's Last Mission. ISBN 978-1-4389-0020-9. Retrieved 26 October 2011.