ધનરાજ નથવાણી
ધનરાજ પરિમલ નથવાણી (જન્મ ૫ ફેબ્રુઆરી ૧૯૮૬) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ[૧] અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનનાં વાઇસ પ્રેસિડેન્ટ છે.[૨][૩]
ધનરાજ પરિમલ નથવાણી | |
---|---|
જન્મની વિગત | |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ | રીજેન્ટસ્ બિઝનેસ સ્કુલ, લંડન (ઈન્ટરનેશનલ બિઝનેસ) નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ્ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી (એમ.બી.એ) |
વ્યવસાય | ગ્રુપ પ્રેસિડેન્ટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વાઇસ પ્રેસિડેન્ટ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન |
જીવનસાથી | ભુમિ નથવાણી (લ. 2014) |
માતા-પિતા | પરિમલ નથવાણી (પિતા) વર્ષા નથવાણી (માતા) |
વેબસાઇટ | www |
પ્રારંભિક જીવન
ફેરફાર કરોધનરાજ નથવાણીનો જન્મ ૫ ફેબ્રુઆરી ૧૯૮૬માં બિઝનેસમેન અને રાજનેતા પરિમલ નથવાણી અને વર્ષા નથવાણીને ત્યાં થયો હતો.[૨]
શિક્ષણ
ફેરફાર કરોધનરાજ નથવાણીએ ઈન્ટરનેશનલ બિઝનેસનો અભ્યાસ રીજેન્ટસ્ બિઝનેસ સ્કુલ, લંડનથી કર્યો છે. આ ઉપરાંત એમ.બી.એનો અભ્યાસ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ્ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીથી કર્યો છે.[૪] સ્નાતક થયા બાદ, તેમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા હતા.[૫]
કારકિર્દી
ફેરફાર કરોધનરાજ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ગ્રુપ પ્રેસિડેન્ટ છે.[૬]
૨૮ સપ્ટેમ્બર ૨૦૧૯, અમદાવાદમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનાં વાઈસ પ્રેસિડેન્ટ પદે ધનરાજ નથવાણી બિનહરીફ ચુંટાયા હતાં.[૭][૮]
ગુજરાત ક્રિકેટ એસોસિએશનાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે, ફેબ્રુઆરી ૨૦૨૦માં વિશ્વનાં સૌથી મોટા નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાયેલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે યોજાયેલ "નમસ્તે ટ્રમ્પ" ઇવેન્ટ આયોજીત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.[૯]
તેઓ અમદાવાદમાં બનાવવામાં આવેલ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનાં નિર્માણ માટેની મુખ્ય ટીમનાં અગત્યનાં સભ્ય હતા. કહેવાય છે કે આ પ્રોજેકટ, ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેઓ જ્યારે અમિત શાહથી પણ પહેલાં તેઓ જ્યારે જી.સી.એ.નાં પ્રમુખ હતાં તે પહેલાંનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ હતો.[૧૦][૧૧] આ જ સ્ટેડિયમનાં ઉદ્ઘાટનમાં પણ તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો.[૧૨][૧૩] જી.સી.એનાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે, ભારતની સ્થાનીક ક્રિકેટ ટુર્નામેન્ટ આઇ.પી.એલ ૨૦૨૧નાં આયોજનમાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો હતો, જે કોવિડ-૧૯ ને પગલે સ્થગિત કરવામાં આવી.[૧૪][૧૫]
દ્વારકા દેવસ્થાન સમિતિ કે જે દ્વારકાધીશ મંદિરના વિકાસ અને મંદિરની મુલાકાતે આવતા ભક્તોની સુવિધાઓ માટે વિકસાવવામાં આવતી સગવડોનું સંચાલન કરે છે, તેના તેઓ વાઇસ ચેરમેન છે.[૧૬]
અંગત જીવન
ફેરફાર કરો૧૭ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ ધનરાજ નથવાણીનાં લગ્ન ગુજરાતી રીત-રીવાજથી ભુમી સાથે અહેમદાબાદ, ગુજરાતમાં થયાં હતા, જેમાં ત્યારના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અમીત શાહ, મુકેશ અંબાણી અને અહેમદ પટેલ વગેરે મહાનુભાવો આવ્યા હતા.[૧૭]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Reliance Foundation to provide free COVID treatment at upcoming 1,000-bed facility in Jamnagar". Outlook India. મેળવેલ 29 April 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ ૨.૦ ૨.૧ "Dhanraj Nathwani new vice president of Gujarat Cricket Association". Times of India. મેળવેલ 30 November 2019. CS1 maint: discouraged parameter (link)
- ↑ "'Namaste Trump' won't mark inauguration of Motera stadium: GCA". The Hindu. મેળવેલ 2 April 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Find out who is Dhanraj Nathani, the new chairman of the GCA". All Gujarat News. મેળવેલ 4 December 2019. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Heavy rush for Reliance Jio SIMs in Ahmedabad". All Gujarat News. મેળવેલ 2 April 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Nita Ambani-backed Reliance Foundation to set up 1,000-bed facility in Jamnagar, provide free Covid treatment". Economic Times. મેળવેલ 24 May 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Dhanraj Nathwani new vice president of Gujarat Cricket Association". Times of India. મેળવેલ 22 April 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "GCA elects all officials, except Amit Shah's successor". Indian Express. મેળવેલ 2 April 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "'Namaste Trump' won't mark inauguration of Motera stadium: GCA". The Hindu. મેળવેલ 12 May 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "World's largest cricket stadium in Motera few months away from completion". The Times of India. 14 September 2019. મેળવેલ 12 May 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ Rao, K. Shriniwas (31 August 2019). "New Motera stadium is Prime Minister Narendra Modi's vision, says Amit Shah". The Times of India. મેળવેલ 12 May 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "New Motera stadium will have 3 types of pitches: GCA vice-chairman". The Indian Express. મેળવેલ 2 April 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Unknown group to host 'Namaste Trump' event in Ahmedabad". The Hindu. મેળવેલ 12 May 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Ind vs Eng T20I series - No audience for remaining matches at Narendra Modi stadium". The Hindu. મેળવેલ 12 May 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Explained: As India vs England series moves behind closed doors, a look at how stadiums are tackling Covid-19 crisis". The Indian Express. મેળવેલ 12 May 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Gujarat temples initiate steps to accept cashless donations". The Indian Express. મેળવેલ 13 May 2021. CS1 maint: discouraged parameter (link)
- ↑ "Journalist Diary". deshgujarat.com. મેળવેલ 2 May 2021. CS1 maint: discouraged parameter (link)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |