નમસ્તે ટ્રમ્પ
નમસ્તે ટ્રમ્પ (શૈલીકીય રીતે नमस्ते TRUMP) એ ભારતમાં ૨૪ અને ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ યોજાયેલી પ્રવાસકીય ઘટના હતી.[૧] અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારની ભારત મુલાકાતની શરૂઆત હતી.[૨][૩] સપ્ટેમ્બર ૨૦૧૯માં ટેક્સસના હ્યુસ્ટનમાં આયોજીત " હાઉડી મોદી" કાર્યક્રમને મળેલા પ્રતિસાદ રૂપે, આ નામની રેલી ઇવેન્ટ ગુજરાતના અમદાવાદમાં યોજવામાં આવી હતી અને તે પ્રવાસની વિશેષતા હતી. [૪] સરદાર પટેલ સ્ટેડિયમ (જે મોટેરા સ્ટેડિયમ તરીકે પણ ઓળખાય છે) રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને તેમના પરિવાર સાથે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું યજમાન હતું. ૧,૦૦,૦૦૦થી વધુ લોકોની હાજરી નોંધવામાં આવી હતી,[૫] જેમાં કેટલાકે હાજરી ૧,૨૫,૦૦૦ જેટલી હોવાનું જણાવાયું હતું.[૬] આ પ્રવાસનું મૂળ નામ "કેમ છો ટ્રમ્પ" હતું, પરંતુ ભારત સરકાર દ્વારા તેનું નામ બદલીને પ્રાદેશિકતાને બદલે ભારતીય રાષ્ટ્રવાદને પ્રોત્સાહન અપાયું હતું.[૭]
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી | |
તારીખ | 24 February 2020 | – 25 February 2020
---|---|
સમયગાળો | ૨ દિવસો |
સ્થાન | મોટેરા સ્ટૅડિયમ, અમદાવાદ, ગુજરાત |
Theme | પરંપરાગત |
સંચાલક | ભારત સરકાર |
ભાગ લેનારાઓ | ૧,૦૦,૦૦૦-૧,૨૫,૦૦૦ |
બપોરે સ્ટેડિયમમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે રાષ્ટ્રપ્રમુખની ભારત મુલાકાતની વિશેષતા હતી. આ ઘટના અમેરિકન રાષ્ટ્રપ્રમુખ અને ભારતીય વડાપ્રધાન માટે એક બીજા સાથે તેમના મૈત્રીપૂર્ણ સંબંધો પ્રદર્શિત કરવા માટે એક મંચ પૂરું પાડ્યું હતું.[૬] પ્રારંભિક અહેવાલો દર્શાવતા હતા કે ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે,[૮] પણ પાછળથી તેને "અટકળો અને ધારણા" તરીકે અવગણવામાં આવ્યા.[૯]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Ahmedabad's Motera Stadium to host US President Donald Trump". CNBC TV18. 14 February 2020. મેળવેલ 24 February 2020.
- ↑ Parashar, Sachin (24 February 2020). "After Trump, Crimean deputy PM & FM to arrive on 'unofficial' visit". The Times of India.
- ↑ Chatterji, Rohini (2020-02-19). "Donald Trump's Visit: Here's Everything Modi Govt Is Brushing Under The Carpet". HuffPost India (અંગ્રેજીમાં). મેળવેલ 2020-07-07.
- ↑ Pradhan, Bibhudatta (17 February 2020). "It will be Namaste Trump in India after Howdy Modi in US". Bloomberg.
- ↑ "'Namaste Trump': Modi Holds Huge Rally for President's Visit". The New York Times. Associated Press. 24 February 2020. મૂળ માંથી 5 માર્ચ 2020 પર સંગ્રહિત. મેળવેલ 22 સપ્ટેમ્બર 2020.
- ↑ અહીં સુધી ઉપર જાઓ: ૬.૦ ૬.૧ Ellis-Petersen, Hannah (24 February 2020). "'Namaste Trump': India welcomes US president at Modi rally". The Guardian.
- ↑ "'Kem Chho' Out, 'Namaste' In: Trump's Gujarat Event Renamed, Centre Picks National Theme Over Regional". News18. 16 February 2020. મેળવેલ 13 May 2020.
- ↑ Khanna, Sumit (2020-02-18). "Donald Trump To Inaugurate World's Largest Cricket Stadium In Gujarat". HuffPost India. Reuters. મેળવેલ 2020-07-07.
- ↑ "World's largest cricket stadium, Motera, not to be inaugurated by US president Donald Trump". Times Now. 2020-02-20. મેળવેલ 2020-07-07.