ધરો આઠમ

ભાદરવા સુદ આઠમને દિવસે ઉજવાતો એક તહેવાર

ધરો આઠમ ભાદરવા સુદ આઠમને દિવસે ઉજવાય છે. સ્ત્રીઓ ધરો આઠમના દિવસે ધરો (ધ્રો, ધ્રોખડ) કે દૂર્વાની પૂજા કરે છે[][]. આ દિવસે માતા પોતાના સંતાન માટે વ્રત રાખે છે, આગલા દિવસે રાંધેલું ટાઢું જમે છે અને ખાસ કરીને ચોખા અને બાજરીની કુલેર ખાય છે. હિંદુ ધર્મમાં મૃતકની ઉત્તરક્રિયાઓમાં ધરો આઠમના દીવસે ધરોની છાબડી આપવાની પણ એક વિધી હોય છે જેમાં મોટે ભાગે મૃતકની પુત્રીને છાબડીમાં વસ્ત્ર અને ધરોનું દાન આપવામાં આવે છે.

  1. ગોંડલનરેશ શ્રી ભગવતસિંહજી. "ભગવદ્ગોમંડલમાં ધરો આઠમ". ભગવદ્ગોમંડલ. મેળવેલ ૨ સપ્ટેમ્બર ૨૦૧૪.
  2. "પાટણ-સિદ્ધપુર સહિત જિલ્લામાં ધરો આઠમ શ્રદ્ધાપૂર્વક ઊજવાઇ". દિવ્ય ભાસ્કર. ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૦. મેળવેલ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬.