કુલેર
કુલેર એ એક ઘી, ગોળ અને બાજરીનો લોટ (કે અન્ય લોટ) ભેળવીને બનાવવામાં આવતી સૂકી મિઠાઈ છે. આ વાનગી બનાવવામાં સરળ અને ઝડપી છે.
કુલેર | |
વાનગી | મીઠાઈ |
---|---|
ઉદ્ભવ | ભારત |
વિસ્તાર અથવા રાજ્ય | ગુજરાત |
પીરસવાનું તાપમાન | રૂમ તાપમાને |
મુખ્ય સામગ્રી | બાજરી |
|
પ્રાચીન સમયમાં જ્યારે ફરસાણ આદિ એ રોજીંદા ખોરાકનો ભાગ ન હતા, ત્યારે નાસ્તા તરીકે આ વાનગી ખવાતી હતી.[૧] ખાસ કરીને ખેડૂત અને સખત શારીરિક શ્રમ કરનાર વર્ગ કુલેર ખાતા. ખેડૂતો પોતાના ભાથામાં તેને લઈ જતાં. નાના બાળકોને માટે પણ આ એક પૌષ્ટિક નાસ્તો બની રહેતો. તે સમયમાં ખાદ્ય પદાર્થો ઘરમાં ઉપલબ્ધ સામગ્રીમાંથી જ બનાવવામાં આવતા હતા. બાજરી ખેતરમાં પાકતી, ઘરમાં પશુ સંપત્તિ હોવાથી ઘી સરળતાથી ઉપલબ્ધ રહેતું અને ગોળ પણ સસ્તો અને સરળતાથી ઉપલબ્ધ હોવાથી ખેડૂત અને શ્રમિક વર્ગમાં આ વાનગી પ્રચલિત હતી.
શીતળા સાતમના દિવસે જ્યારે ચૂલાને વિરામ હોય છે, ત્યારે આવી વાનગી બનાવાય છે, કેમ કે આમાં ચૂલાની જરૂર પડતી નથી.[૧] ગુજરાતના કેટલાક ભાગોમાં કુલેર ધાર્મિક પ્રસંગોમાં પણ વપરાય છે.[૨]
શીતળાનો રોગ (સ્મોલપોક્સ) શરીરની ગરમીથી થાય છે થતા એવી પારંપારિક માન્યતા હતી. ત્યારે પેટની ઠંડક માટે કુલેર ખાવા અપાતી હતી.
બનાવવાની રીત
ફેરફાર કરો- એક વાડકામાં બાજરીનો ચાળેલો લોટ લો.
- તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરો.
- તેમાં ઘી ઉમેરો અને મિશ્ર કરો.
- ત્યારબાદ તેને લાડુ સ્વરૂપે વાળો.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "આજે શીતળા સાતમ, બળિયા દેવના પ્રસાદ માટે બનાવો 'કુલેરના લાડું'". sandesh.com. મેળવેલ 2020-03-06.
- ↑ "Kuller (કુલેર) (બાજરી ના લાડુ)". ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩. મૂળ સંગ્રહિત માંથી 2014-02-26 પર સંગ્રહિત. મેળવેલ 2013-09-13.