ધાતરવડી નદી
ગુજરાત, ભારતની નદી
ધાતરવડી નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી એક નદી છે. આ નદી ગીરના જંગલમાંથી નીકળી રાજુલા પાસેથી પસાર થતી રાજુલાના ચાંચૂડા આગળ અરબી સમુદ્રમાં મળી જાય છે. આ નદી અમરેલી જિલ્લાની મહત્વની નદીઓ પૈકીની એક છે. આ નદીને કિનારે રાજુલા ઉપરાંત થોરડી, ખાખબાઈ, ખાંભા ધારશ્વેર વગેરે ગામો આવેલાં છે.
ધાતરવડી નદી | |
---|---|
સ્થાન | |
જિલ્લો | અમરેલી જિલ્લો |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | ચકોહર ડુંગર |
⁃ સ્થાન | નાનીધારી ગામ |
નદીનું મુખ | ચાંચૂડા |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
મહત્વનાં સ્થળો | રાજુલા ખાંભા ધારેશ્વર |
ઉપનદીઓ | |
• ડાબે | કોટડી |
• જમણે | સુરજવડી,ધાણો |
જળધોધ | તાતણીયો ધરા |
બંધ | ધાતરવડી-૧, ધાતરવડી-૨ |
આ નદી પર બે બંધ બાંધવામાં આવેલા છે, જે ધાતરવડી-૧ બંધ અને ધાતરવડી-૨ બંધ તરીકે ઓળખાય છે.[૧]
સાહિત્યમાં ઉલ્લેખ
ફેરફાર કરોઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પ ની એક વાર્તા ભૂત રૂવે ભેંકારમાં આ નદીનો ઉલ્લેખ આવે છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ધાતરવાડી-૨ જળાશય યોજના". મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૨૪.
- ↑ "પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૫૩ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-08-16.
આ ગુજરાતની ભૂગોળ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |