રાજુલા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

રાજુલા ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં આવેલ શહેર અને રાજુલા તાલુકાનું મુખ્ય મથક છે.

રાજુલા
—  શહેર  —
રાજુલાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°03′N 71°26′E / 21.05°N 71.43°E / 21.05; 71.43
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
વસ્તી ૩૮,૪૮૯[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 41 metres (135 ft)

કોડ
  • • પીન કોડ • 365560

ભૌગોલીક સ્થાનફેરફાર કરો

મહુવા થી આશરે ૪૦ કિલોમીટર અને ઉના પહેલા ૫૫ કિલોમીટર અંતરે આવેલ છે. જિલ્લા મુખ્યમથક અમરેલી અહીંથી ૭૨ કિલોમીટર દૂર છે.

આર્થિક વ્યવસ્થાફેરફાર કરો

અહીં મોટાભાગની વસ્તી ખેતી પર નભે છે. હાલના સમયમાં પીપાવાવ પોર્ટ તથા અલ્ટ્રાટેક સિમેન્ટ પ્લાન્ટ બનવાના લીધે અહીં વેપાર ધંધા ફૂલ્યા ફાલ્યા છે.

રાજુલા પથ્થરફેરફાર કરો

રાજુલા તાલુકો રાજુલા પથ્થર માટે જાણીતો છે. બાંધકામ માટે પથ્થર, પથ્થર ની થાંભલીઓ, બારસાખ, દળવાની ઘંટીઓ, ખરલ, ખાંડણીયા વગેરે માટે અહીં ઉચ્ચ ગુણવત્તાના પથ્થર મળી આવે છે.

સંદર્ભોફેરફાર કરો

  1. "Census of India Search details". censusindia.gov.in. મેળવેલ ૧૦ મે ૨૦૧૫.