ધેમાજી જિલ્લો
આસામ, ભારત નો એક જિલ્લો
ધેમાજી જિલ્લો (આસામી:ধেমাজি জিলা) ભારત દેશના ઉત્તર - પૂર્વ ભાગમાં આવેલા આસામ રાજ્યમાં આવેલા કુલ ૨૭ (સતાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ધેમાજી જિલ્લાનું મુખ્ય મથક ધેમાજી શહેરમાં આવેલું છે. રાજ્યની પૂર્વ દિશામાં સૌથી છેલ્લે આવેલા આ જિલ્લાની સ્થાપના પહેલી ઓક્ટોબર, ૧૯૮૯ના રોજ કરવામાં આવી હતી.
આસામ રાજ્યના મુખ્ય મથક ગૌહત્તીથી આશરે દસેક કલાકે પહોંચી શકાય એવા તથા અંતરીયાળ પ્રદેશમાં આવેલા આ જિલ્લાનું ક્ષેત્રફળ ૩૨૩૭ ચોરસ માઇલ જેટલું છે. આ જિલ્લાની કુલ વસ્તી ૨૦૦૧ની વસ્તીગણત્રી પ્રમાણે ૫,૭૧,૯૪૪ જેટલી છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |