ઓક્ટોબર ૧
તારીખ
૧ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૪મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૮૭ – બલુચિસ્તાન પર બ્રિટિશ સામ્રાજ્યનો વિજય થયો.
- ૧૯૨૮ – સોવિયેત યુનિયને તેની પ્રથમ પંચવર્ષીય યોજના રજૂ કરી.
- ૧૯૩૧ – ન્યૂ જર્સી અને ન્યૂયોર્કને જોડતો જ્યોર્જ વોશિંગ્ટન બ્રીજ ખુલ્લો મૂકવામાં આવ્યો.
- ૧૯૪૯ – ચીની જનવાદી ગણરાજ્ય (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના)ની સ્થાપના કરવામાં આવી.
- ૧૯૫૩ – મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી વિસ્તાર અલગ કરી આંધ્ર પ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી.
- ૧૯૫૮ – રાષ્ટ્રીય એરોનોટિક્સ માટેની સલાહકાર સમિતિનું સ્થાન નાસાએ લીધું.
- ૧૯૬૦ – નાઇજીરિયાને યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી.
- ૧૯૬૧ – પૂર્વ અને પશ્ચિમ કેમરૂનના વિલયથી કેમેરૂન ગણતંત્રની રચના થઈ.
- ૧૯૬૪ – જાપાનીઝ શિંકનસેન ("બુલેટ ટ્રેન") હાઈ-સ્પીડ રેલ સેવા ટોક્યોથી ઓસાકા સુધી શરૂ કરવામાં આવી.
- ૧૯૭૧ – વોલ્ટ ડિઝની વર્લ્ડ ઓર્લાન્ડો, ફ્લોરિડા નજીક ખુલ્લુ મૂકવામાં આવ્યું.
- ૧૯૭૧ – દર્દીનું નિદાન કરવા માટે પ્રથમ પ્રાયોગિક સીટી સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે.
- ૧૯૭૮ – તુવાલૂને યુનાઇટેડ કિંગડમથી સ્વતંત્રતા મળી.
- ૧૯૮૯ – ડેન્માર્કમાં વિશ્વના પ્રથમ સમલૈંગિક લગ્ન સંબંધને કાનૂની માન્યતા મળી.
- ૨૦૧૮ - આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલતે જણાવ્યું કે ચિલી બોલિવિયા સાથે પ્રશાંત મહાસાગરમાં પ્રવેશ માટે વાટાઘાટો કરવા બંધાયેલ નથી.
જન્મ
ફેરફાર કરો- ૧૮૪૨ – એસ. સુબ્રમણ્યમ અય્યર, ભારતીય વકીલ અને ન્યાયશાસ્ત્રી (અ. ૧૯૨૪)
- ૧૮૪૭ – એની બેસન્ટ, બ્રિટિશ સમાજવાદી, થિયોસોફિસ્ટ, મહિલા અધિકાર કાર્યકર્તા, લેખક, વક્તા, શિક્ષણવિદ અને પરોપકારી (અ. ૧૯૩૩)
- ૧૮૬૧ – નિલરતન સરકાર, ભારતીય ચિકિત્સક, પરોપકારી (અ. ૧૯૪૩)
- ૧૮૯૫ – લિયાકત અલી ખાન, ભારતીય-પાકિસ્તાની વકીલ અને રાજકારણી, પાકિસ્તાનના પ્રથમ વડા પ્રધાન (અ. ૧૯૫૧)
- ૧૮૯૭ – વેલેરિયન પોલિશચક, યુક્રેનિયન લેખક, કવિ અને નિષ્પાદિત પુનર્જાગરણના પ્રતિનિધિ (અ. ૧૯૩૪)
- ૧૯૦૪ – એ. કે. ગોપાલન, ભારતીય શિક્ષિક અને રાજકારણી (અ. ૧૯૭૭)
- ૧૯૦૬ – એસ.ડી. બર્મન, ભારતીય સંગીતકાર અને ગાયક (અ. ૧૯૭૫)
- ૧૯૧૯ – મજરૂહ સુલતાનપુરી, ભારતીય કવિ અને ગીતકાર (અ. ૨૦૦૦)
- ૧૯૨૪ – ક્ષેમુ દિવેટિયા, ગુજરાતી સંગીતકાર અને ગાયક (અ. ૨૦૦૯)
- ૧૯૨૬ – હસમુખલાલ શાહ, ગુજરાતી કવિ
- ૧૯૪૫ – રામનાથ કોવિંદ, ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ
- ૧૯૫૫ – દીલીપ સંઘવી, સન ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક ભારતીય ઉદ્યોગપતિ
અવસાન
ફેરફાર કરોતહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૦૬ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 1 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.