ધ્રાંગધ્રા રજવાડું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ધ્રાંગધ્રા રાજ્યની રાજધાની હતું. આ રજવાડું હળવદ-ધ્રાંગધ્રા રજવાડું પણ કહેવાતું હતું કારણ કે એક સમયે હળવદ રાજધાની રહેલું.[૧]

ધ્રાંગધ્રા રજવાડું
ધ્રાંગધ્રા રજવાડું
ध्रांगध्रा रियासत
બ્રિટિશ ભારત
૧૭૪૨–૧૯૪૮
Flag રાજચિહ્ન
ધ્વજ Coat of arms
ધ્રાંગધ્રાનું સ્થાન
સૌરાષ્ટ્રમાં ધ્રાંગધ્રાનું સ્થાન
ઇતિહાસ
 •  સ્થાપના ૧૭૪૨
 •  ભારતની સ્વતંત્રતા ૧૯૪૮
વિસ્તાર
 •  ૧૮૯૨ ૩,૦૨૩ km2 (૧,૧૬૭ sq mi)
વસ્તી
 •  ૧૮૯૨ ૧,૦૦,૦૦૦ 
વસ્તી ગીચતા ૩૩.૧ /km2  (૮૫.૭ /sq mi)
સાંપ્રત ભાગ ભારત
ભારતનાં રજવાડાંઓ

ઇતિહાસફેરફાર કરો

ઝાલાવાડ રાજ્યની સ્થાપના ૧૦૯૦માં થઇ હતી. ઇસ ૧૭૪૨માં ધ્રાંગધ્રા નવી રાજધાની રૂપે સ્થપાયું અને રાજ્યનું નામ બદલાયું. અગાઉના નામો કુવા અને હળવદ હતા તેમજ રાજ્ય હળવદ-ધ્રાંગધ્રા નામે પણ ઓળખાતું. ધ્રાંગધ્રા પર ઝાલા વંશના રાજપૂતોએ શાસન કરેલું.[૨] તેઓ 'રાજ સાહેબ' ખિતાબ ધારણ કરતાં.[૩]

શાસકોફેરફાર કરો

રાજ સાહેબફેરફાર કરો

 • ૧૬૭૨ - ૧૭૧૮ જસવંતસિંહજી પ્રથમ ગજસિંહજી (મૃ. ૧૭૧૮)
 • ૧૭૧૮ - ૧૭૩૦ પ્રતાપસિંહજી જસવંતસિંહજી (મૃ. ૧૭૩૦)
 • ૧૭૩૦ - ૧૭૪૫ રાયસિંહજી દ્વિતિય પ્રતાપસિંહજી (મૃ. ૧૭૪૫)
 • ૧૭૪૫ - ૧૭૮૨ ગજસિંહજી દ્વિતિય રાયસિંહજી (મૃ. ૧૭૮૨)
 • ૧૭૮૨ - ૧૮૦૧ જસવંતસિંહજી દ્વિતિય ગજસિંહજી (જ. ૧૭.. - મૃ. ૧૮૦૧) (હળવદના વિરોધમાં ૧૭૫૮થી)
 • ૧૭૫૮ - ૧૭૮૨ રાણીજી જિજિબાઇ કુંવરબા - ગાદી સાચવણી (જસવંતસિંહજી દ્વિતિય માટે; હળવદના વિરોધમાં)
 • ૧૮૦૧ - ૧૮૦૪ રાયસિંહજી તૃતિય જસવંતસિંહજી (જ. ૧૭૬૧ - મૃ. ૧૮૦૪)
 • ૧૮૦૪ - ૯ એપ્રિલ ૧૮૪૩ અમરસિંહજી દ્વિતિય રાયસિંહજી (જ. ૧૭૮૨ - મૃ. ૧૮૪૩)
 • ૯ એપ્રિલ ૧૮૪૩ – ૧૬ ઓક્ટોબર ૧૮૬૯ રણમલસિંહજી અમરસિંહજી (જ. ૧૮૦૯ - મૃ. ૧૮૬૯) (૨૪ મે ૧૮૬૬ થી, સર રણમલસિંહજી અમરસિંહજી)
 • ૧૬ ઓક્ટોબર ૧૮૬૯ - ૨ ડિસેમ્બર ૧૯૦૦ માનસિંહજી દ્વિતિય રણમલસિંહજી (જ. ૧૮૩૭ - મૃ. ૧૯૦૦) (૧ જાન્યુઆરી ૧૮૭૭ થી, સર માનસિંહજી દ્વિતિય રણમલસિંહજી)
 • ૨ ડિસેમ્બર ૧૯૦૦ - ૮ ફેબ્રુઆરી ૧૯૧૧ અજીતસિંહજી જસવંતસિંહજી (જ. ૧૮૭૨ - મૃ. ૧૯૧૧) (૧ જાન્યુઆરી ૧૯૦૯ થી, સર અજીતસિંહજી જસવંતસિંહજી)
 • ૮ ફેબ્રુઆરી ૧૯૧૧ - ૧ જાન્યુઆરી ૧૯૧૮ ઘનશ્યામસિંહજી અજીતસિંહજી (જ. ૧૮૮૯ - મૃ. ૧૯૪૨) (૧ જાન્યુઆરી ૧૯૧૭ થી, સર ઘનશ્યામસિંહજી અજીતસિંહજી)

મહારાજા શ્રી રાજ સાહેબફેરફાર કરો

 • ૧ જાન્યુઆરી ૧૯૧૮ - ૪ ફેબ્રુઆરી ૧૯૪૨ સર ઘનશ્યામસિંહજી અજીતસિંહજી (સ.અ.)
 • ૪ ફેબ્રુઆરી ૧૯૪૨ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ મયુરધ્વજસિંહજી મેઘરાજજી તૃતિય (જ. ૧૯૨૩ - મૃ. ૨૦૧૦)

સંદર્ભફેરફાર કરો