ધ્રાંગધ્રા રેલ્વે એ ૧,૦૦૦ મિમી (૩ ફૂટ ૩ ૩⁄૮ ઈંચ) નો ગેજ ધરાવતી ધ્રાંગધ્રા રજવાડાની ૧૯મી સદીની રેલ્વે હતી.

ધ્રાંગધ્રા રેલ્વે
સ્થાનગુજરાત
કાર્યકાળ૧૮૯૮–૧૯૪૮
ઉત્તરગામીસૌરાષ્ટ્ર રેલ્વે, પશ્ચિમ રેલ્વે
ગેજ૧,૦૦૦ mm (3 ft 3 38 in) metre gauge
મુખ્ય મથકધ્રાંગધ્રા

૧૯૮૯થી ૧૯૪૨ દરમ્યાન ધ્રાંગધ્રાના રાજા ઘનશ્યામસિંહજી આ રેલ્વેના માલિક હતા. આ રેલ્વે ૧૮૯૮માં ખુલ્લી મુકવામાં આવી હતી. ધ્રાંગધ્રા અને વઢવાણ વચ્ચેનો નાનો મીટરગેજ ૧૯૦૫માં ખુલ્લો મુકાયો. ૧૯૧૧ સુધી તે ભાવનગર-ગોંડલ-જુનાગઢ-પોરબંદર રેલ્વે સાથે હતી. ત્યાર પછી ૧૯૪૨ સુધી તે ભાવનગર સ્ટેટ રેલ્વે સાથે રહી. ૧૯૨૨માં આ રેલ્વેને હળવદ સુધી લંબાવાઈ હતી અને તેને કચ્છના રણના માળિયા સુધી વિસ્તારવા પરવાનગી મેળવાઈ હતી. તેના કાર્યકાળ દરમ્યાન આ રેલ્વેની કુલ લંબાઈ ૪૦ માઈલ હતી. ૧૯૪૨ પછી તે મોરબી રેલ્વે સાથે જોડાઈ અને છેવટે એપ્રિલ ૧૯૪૮માં તે પશ્ચિમ રેલ્વેમાં ભેળવી દેવાઈ.[]

બ્રોડગેજમાં રૂપાંતરણ

ફેરફાર કરો

૧૯૮૪માં આ રેલ્વેને બ્રોડગેજ  (૫ ફૂટ ૬ ઈંચ -૧૬૭૬ મિમી) માં રૂપાંતરીત કરી દેવાઈ.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. A Biographical, Historical, and Administrative Survey. ૧૯૨૨.
  2. "Irfca history (1971-1995)".