હ્યુસ્ટન
હ્યુસ્ટન અમેરિકામાં વસ્તીની દ્રષ્ટિએ ચોથું સૌથી મોટું શહેર અને ટેક્સાસ રાજ્યનું સૌથી મોટું શહેર છે. અમેરિકાની વસ્તીગણતરીના અંદાજ મુજબ, વર્ષ 2008 સુધી 600 square miles (1,600 square kilometres)વિસ્તારની અંદર આ શહેરની વસ્તી 23 લાખ હતી.[૧] હ્યુસ્ટન હેરિસ કાઉન્ટીની બેઠક છે અને મેટ્રોપોલિટન વિસ્તાર Houston–Sugar Land–Baytownનું આર્થિક કેન્દ્ર છે. અમેરિકાના આ sixth-largestમેટ્રોપોલિટન વિસ્તારની વસ્તી 59 લાખ છે.
City of Houston | |
---|---|
અન્ય નામો: Space City (official), more. . . | |
Country | United States of America |
State | Texas |
Counties | Harris, Fort Bend, and Montgomery |
Incorporated | June 5, 1837 |
સરકાર | |
• પ્રકાર | Mayor–council |
• Mayor | Annise Parker |
વિસ્તાર | |
• City | ૬૦૧.૭ sq mi (૧,૫૫૮ km2) |
• જમીન | ૫૭૯.૪ sq mi (૧,૫૦૧ km2) |
• જળ | ૨૨.૩ sq mi (૫૭.૭ km2) |
ઊંચાઇ | ૪૩ ft (૧૩ m) |
વસ્તી | |
• City | ૨૨,૫૭,૯૨૬ (૪th U.S.) |
• ગીચતા | ૩,૮૭૨/sq mi (૧,૪૭૧/km2) |
• શહેરી વિસ્તાર | ૩૮,૨૨,૫૦૯ (૧૦th U.S.) |
• મેટ્રો વિસ્તાર | ૫૮,૬૭,૪૮૯ (૬th U.S.) |
• Demonym | Houstonian |
સમય વિસ્તાર | UTC-6 (CST) |
• ઉનાળુ બચત સમય (DST) | UTC-5 (CDT) |
ટેલિફોન વિસ્તાર ક્રમ | 713, 281, 832 |
FIPS code | 48-35000[૩] |
GNIS feature ID | 1380948[૪] |
વેબસાઇટ | houstontx.gov |
હ્યુસ્ટનની સ્થાપના 30 ઓગસ્ટ, 1836ના રોજ Buffalo Bayouનદીના કિનારા નજીકની જમીન પર ઓગસ્ટ્સ ચેપમેન એલન અને જોહન કિર્બી એલન બંધુઓએ કરી હતી.[૫] જૂન 5, 1837,ના દિવસે શહેરની સંસ્થાપના થઇ અને તેને ટેક્સાસ ગણરાજ્યના પ્રમુખ —પૂર્વ જનરલ સેમ હ્યુસ્ટન પરથી નામ અપાયું —જેણે સેન જેકિંટોના યુદ્ધની આગેવાની કરી હતી, જે જ્યાં આ શહેરની સ્થાપના થઇ તેની 25 miles (40 kilometres)પૂર્વમાં થયુ હતુ. બંદર અને રેલમાર્ગ ઉદ્યોગના અડપી વિકાસ,સાથે 1901માં ઓઇલની શોધને લીધે, શહેરની વસ્તીમામ સતત અને અડપી વૃદ્ધિ થઇ. મધ્ય વીસમી સદીમાં,હ્યુસ્ટન ટેક્સાસ વૈદ્યકીય કેન્દ્ર—વિશ્વનું સૌથી મોટું આરોગ્યરક્ષા અને સંશોધન સંસ્થાનોનુ કેન્દ્રીકરણ—અને નાસા'નુ જોહન્સન અવકાશ કેન્દ્ર, જ્યાં મિશન કંન્ટ્રોલ સેન્ટર સ્થિત છે.
બીટા વર્લ્ડ સિટી તરીકે રેટિંગ પામેલા હ્યુસ્ટનનું અર્થતંત્ર ઊર્જા, ઉત્પાદન, એરોનોટિક્સ, પરિવહન અને હેલ્થકેર ક્ષેત્રોમાં વ્યાપક ઔદ્યોગિક આધાર ધરાવે છે. આ શહેર બિલ્ડિંગ ઓઇલફિલ્ડ ઇક્વિપમેન્ટ માટેનું અગ્રણી કેન્દ્ર છે. અમેરિકામાં તેના કરતાં એકમાત્ર ન્યૂયોર્ક શહેર વધારે ફોર્ચ્યુન 500 કંપનીઓનું હેડક્વાર્ટર ધરાવે છે.[૬][૭] હ્યુસ્ટનનું બંદર અમેરિકાના વિવિધ બંદરોમાં આંતરરાષ્ટ્રીય જળપરિવહન ક્ષમતાના સંચાલનમાં ટોચનું અને કાર્ગો પરિવહન ક્ષમતાના સંચાલનમાં બીજુ સ્થાન ધરાવે છે.[૮] શહેરમાં વિવિધ વંશીય અને ધાર્મિક પૃષ્ઠભૂમિના લોકો રહે છે. અહીં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય સમુદાયના લોકો રહે છે અને તેમનું પ્રમાણ વધતું જાય છે. આ શહેર અનેક સાંસ્કૃતિક સંસ્થાઓ છે અને વિવિધ પ્રકારના પ્રદર્શનો યોજાય છે. હ્યુસ્ટન મ્યુઝીયમ ડિસ્ટ્રિક્ટ દર વર્ષે 70 લાખ કરતાં વધારે મુલાકાતીઓ આકર્ષે છે. હ્યુસ્ટનના થિયેટર ડિસ્ટ્રિક્ટમાં વિઝ્યુઅલ અને પર્ફોર્મિંગ આર્ટ્સ સક્રિય છે તથા અમેરિકાના થોડા શહેરોમાંનું એક છે જે તમામ મુખ્ય પર્ફોર્મિંગ આર્ટ્સ આખું વર્ષ નિવાસી કંપનીઓ ઓફર કરે છે.[૯]
ઇતિહાસ
ફેરફાર કરોન્યૂયોર્કના બે રિયલ એસ્ટેટ સાહસિકો જોહન કિર્બી એલેન અને ઓગસ્ટસ ચેપમેન એલેનએ ઓગસ્ટ, 1836માં શહેર સ્થાપવાના ઉદ્દેશ સાથે બફેલો બાયુની બાજુમાં 6,642 acres (26.88 km2)જમીન ખરીદી હતી.[૧૦] એલેન બંધુઓએ શહેરનું નામ સેમ હ્યુસ્ટન પરથી રાખવાનો નિર્ણય કર્યો હતો, જેઓ સેન જેસિન્ટોની લડાઈ[૧૦]ના લોકપ્રિય સેનાપતિ હતા અને સપ્ટેમ્બર, 1836માં ટેક્સાસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
હ્યુસ્ટનને પાંચમી જૂન, 1837ના રોજ મંજૂરી મળી ગઈ હતી અને તેના પ્રથમ મેયર જેમ્સ એસ હોલમેન બન્યાં હતાં.[૫] તે જ વર્ષે હ્યુસ્ટન હેરિસબર્ગ કાઉન્ટી (હવે હેરિસ કાઉન્ટ)ની કાઉન્ટી બેઠક અને ટેક્સાસ ગણતંત્રની કામચલાઉ રાજધાની બન્યું હતું.[૧૧] 1840માં કમ્યુનિટીએ નવા નિર્માણ પામેલા બફેલો બાયુ બંદર પર જળપરિવહન અને જહાજ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વ્યાપાર ચેમ્બરની સ્થાપના કરી હતી.[૧૨]
1860 સુધીમાં હ્યુસ્ટન કપાસની નિકાસ માટે વ્યાવસાયિક અને રેઇલરોડ કેન્દ્ર તરીકે વિકસી ગયું હતું.[૧૧] ટેક્સાસના અંતરિયાળ વિસ્તારોમાંથી વિવિધ રેલમાર્ગો હ્યુસ્ટનમાં ભેગાં થતાં, જ્યાં તેમને ગેલ્વેસ્ટોન અને બ્યુમોન્ટ બંદરોની રેલવે લાઇન્સ મળતી હતી. અમેરિકાના ગૃહયુદ્ધ દરમિયાન હ્યુસ્ટન જનરલ જોહન બેન્કહેડ મેગ્રજરનું વડુંમથક હતું, જેમણે ગેલ્વેસ્ટોનની લડાઈ માટે સંગઠનાત્મક સ્થળ તરીકે શહેરનો ઉપયોગ કર્યો હતો.[૧૩] ગૃહયુદ્ધ પછી હ્યુસ્ટનના વ્યાવસાયિકોએ જળપરિવહનની વિશાળ વ્યવસ્થાનો વિસ્તૃત કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા જેથી શહેરના મધ્યભાગ અને ગેલ્વેસ્ટોન બંદર નજીકના વિસ્તાર વચ્ચે વધારે વ્યાવસાયિક પ્રવૃત્તિ હાથ ધરી શકાય. 1890 સુધીમાં હ્યુસ્ટન ટેક્સાસના રેલવેમાર્ગનું કેન્દ્ર બની ગયું હતું.
1900માં ગેલ્વેસ્ટોન પર વિનાશક ચક્રવાત ત્રાટક્યું પછી હ્યુસ્ટનને વ્યવહારિક રીતે ઊંડાપાણીનું બંદર બનાવવાના પ્રયાસો શરૂ થયા હતા.[૧૪] તે પછીના વર્ષે બ્યુમોન્ટ નજીક સ્પિન્ડલટોપ ઓઇલ ક્ષેત્રમાં તેલ મળી આવ્યું હતું, જેના પગલે ટેક્સાસમાં પેટ્રોલીયમ ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન મળ્યું હતું.[૧૫] 1902માં રાષ્ટ્રપ્રમુખ થિયોડર રુઝવેલ્ટએ હ્યુસ્ટન શિપ ચેનલને સુધારવાના પ્રોજેક્ટ માટે 10 લાખ ડોલસ મંજૂર કર્યા હતા. 1910 સુધીમાં શહેરની વસ્તી 78,800 થઈ ગઈ હતી, જે એક દાયકા કરતાં લગભગ બમણી હતી. આ શહેરનો અભિન્ન હિસ્સો આફ્રિકન અમેરિકનો હતા, જેમની સંખ્યા 23,929 કે રહેવાસીઓની લગભગ 33 ટકા હતી.[૧૬] ત્યારબાદ તેમણે ફોર્થ વોર્ડમાં મજબૂત વ્યાવસાયિક વર્ગ વિકસાવ્યો હતો.
રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનએ 1914માં હ્યુસ્ટનમાં ઊંડા પાણીના બંદરને ખુલ્લું મૂક્યું હતું. આ રીતે બંદર ખોદવાની શરૂઆત થયાના સાત વર્ષ પછી તે નવી ક્ષમતા સાથે ફરી ધમધમતું થયું હતું. 1930 સુધીમાં હ્યુસ્ટન ટેક્સાસનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર અને હેરિસ સૌથી વધુ વસ્તી ધરાવતી કાઉન્ટી બની ગયું હતું.[૧૭]
બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે બંદરની માલવહન ક્ષમતામાં ઘટાડો થયો હતો અને જહાજ પ્રવૃત્તિઓ બંદ કરી દેવામાં આવી હતી. જોકે યુદ્ધથી શહેરનો આર્થિક લાભ થયો નહોતો. યુદ્ધ દરમિયાન કૃત્રિમ રબરના ઉત્પાદનો અને પેટ્રોલીયમની માગને કારણે જહાજ ચેનજ પાસે પેટ્રોકેમિકલ રીફાઇનરીઝ અને ઉત્પાદન પ્લાટન્સનું નિર્માણ થયું હતું.[૧૮] પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એલિંગ્ટન ફિલ્ડનું નિર્માણ શરૂ થયું હતું, જે બોમ્બાર્ડીયર્સ અને દરિયાખેડૂઓ માટે તાલીમકેન્દ્ર તરીકે પુનર્જીવિત થયું હતું.[૧૯] એમ ડી એન્ડર્સન ફાઉન્ડેશનએ 1945માં ટેક્સાસ મેડિકલ સેન્ટરની સ્થાપના કરી હતી. યુદ્ધ પછી હ્યુસ્ટનનું અર્થતંત્ર બંદર આધારિત બની ગયું હતું. 1948માં શહેરની હદ બહારના કેટલાંક વિસ્તારોને શહેરની મર્યાદામાં સામેલ કરવામાં આવ્યાં હતાં, જેમનું કદ શહેરના કદ કરતાં બમણું હતું અને હ્યુસ્ટનનો પ્રસાર ચારે તરફ થયો હતો.[૫][૨૦]
1950માં એર કન્ડિશનિંગની ઉપલબ્ધતાએ અનેક કંપનીઓને હ્યુસ્ટનમાં પુનઃસ્થાપિત થવાની પ્રેરણા આપી હતી, જેના પરિણામે તેના અર્થતંત્રને મોટો વેગ મળ્યો હતો અને શહેરનું અર્થતંત્ર ઊર્જા ક્ષેત્ર પર આધારિત બન્યું હતું.[૨૧][૨૨]
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્થાનિક જહાજનિર્માણ ઉદ્યોગના ઉત્પાદનમાં વધારો થતાં હ્યુસ્ટનની વૃદ્ધિ થઈ હતી [૨૩]અને 1961માં નાસાનું મેનડ સ્પેસક્રાફ્ટ સેન્ટર (1973માં તેનું નામ બદલીને લીંડન બી જોહન્સન સ્પેસ સેન્ટર કરવામાં આવ્યું હતું) સ્થપાયું હતું, જેથી શહેરમાં એરોસ્પેસ ઉદ્યોગ શરૂ થયો હતો. "દુનિયાની આઠમી અજાયબી" [૨૪]તરીકે જાણીતો એસ્ટ્રોડોમ 1965માં વિશ્વના પ્રથમ ઇનડોર ડોમ સ્પોર્ટ્સ સ્ટેડિયમ તરીકે ખુલ્લો મૂકાયો હતો.
1970ના દાયકાના અંતિમ વર્ષો દરમિયાન હ્યુસ્ટનમાં વસ્તીનો વધારો થયો હતો, કારણ કે રસ્ટ બેલ્ટ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ટેક્સાસમાં સ્થળાંતર કર્યું હતું.[૨૫] નવા રહેવાસીઓ પેટ્રોલીયમ ઉદ્યોગમાં રહેલી રોજગારીની પુષ્કળ તકો માટે આવ્યાં હતાં, જેના પરિણામે આરબ ઓઇલ એમ્બાર્ગોની રચના થઈ હતી.
1980ના દાયકાની મધ્યે ઓઇલની કિંમતમાં અચાનક થયેલા ઘટાડાના પગલે શહેરની વધતી જતી ગીચતમાં ઘટાડો થયો હતો. સ્પેસ શટલ ચેલેન્જર લોંચ થયા પછી ટૂંક સમયમાં વિસ્ફોટ થયા બાદ 1986માં સ્પેસ ઉદ્યોગને પણ ફટકો પડ્યો હતો. 1980ના દાયકાના અંતે મંદીના કારણે શહેરના અર્થતંત્ર પર નકારાત્મક અસર થઈ હતી.
મંદીના કારણે 1990ના દાયકા સુધી હ્યુસ્ટને એરોસ્પેસ અને હેલ્થકેર તથા બાયોટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રીત કરી તેના અર્થતંત્રમાં વૈવિધ્ય લાવવાનો પ્રયાસ કર્યો હતો અને પેટ્રોલીયમ ઉદ્યોગ પર નિર્ભરતા ઘટાડવાનો નિર્ણય લીધો હતો. 1997માં હ્યુસ્ટનવાસીઓએ લી પી બ્રાઉનને શહેરના પ્રથમ આફ્રિકન અમેરિકન મેયર તરીકે ચૂંટ્યાં હતાં.[૨૬]
જૂન, 2001માં ઉષ્ણકટિબંધીય તોફાન એલિસ્ન ત્રાટક્યુ હતું અને હ્યુસ્ટનના વિસ્તારોમાં સુધીનો વરસાદ થયો હતો, 40 inches (1,000 mm)જેના પગલે શહેરના ઇતિહાસનું સૌથી વિનાશક પૂર આવ્યું હતું. એટલું જ નહીં તોફાનથી અબજો ડોલરનું નુકસાન થયું હતું અને ટેક્સાસમાં 20 લોકો માર્યા ગયા હતા.[૨૭] તે જ વર્ષ ડીસેમ્બર મહિના સુધીમાં હ્યુસ્ટનની ઊર્જા કંપની એનરોન આર્થિક રીતે તૂટી ગઈ હતી, જે અમેરિકાના ઇતિહાસમાં ત્રીજું સૌથી મોટી રકમનું દેવાળું ફૂક્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કંપનીમાં બનાવટી ભાગીદારીઓ રચાઈ હતી અને ઋણ છુપાવવામાં આવ્યું હતું અને વધારે પડતો નફો દેખાડવામાં આવ્યો હતો.
ઓગસ્ટ, 2005માં ચક્રવાત કેટરિના ત્રાટકતાં ન્યૂ ઓરલીન્સમાંથી દોઢ લાખ કરતાં વધારે લોકોને હ્યુસ્ટને આશ્રય આપ્યો હતો.[૨૮] તેના એક મહિના પછી ગલ્ફના કિનારા તરફ ચક્રવાત રિટા આગળ વધ્યું ત્યારે હ્યુસ્ટન વિસ્તારમાંથી અંદાજે 2.5 લાખ લોકોએ સ્થળાંતર કર્યું હતું. જોકે આ ચક્રવાતથી હ્યુસ્ટન વિસ્તારમાં મોટી જાનમાલની હાનિ થઈ નહોતી અને તોફાન તેને છોડીને આગળ વધી ગયું હતું. અમેરિકાના ઇતિહાસમાં તે સૌથી મોટું શહેરી સ્થળાંતર ગણાય છે.[૨૯][૩૦]
ભૂગોળ
ફેરફાર કરોઅમેરિકાના વસ્તીગણતરી બ્યૂરોના જણાવ્યા મુજબ, શહેરનો કુલ વિસ્તાર 601.7 square miles (1,558 square kilometres) છે, જેમાં જમીનનો વિસ્તાર 579.4 square miles (1,501 square kilometres) છે અને પાણીનો વિસ્તાર 22.3 square miles (58 square kilometres) છે.[૩૧] હ્યુસ્ટનનો મોટા ભાગનો વિસ્તાર અખાતના કિનારાના મેદાન પર સ્થિત છે અને તેની વનસ્પતિસૃષ્ટિને સમશીતોષ્ણ ઘાસની જમીન અને જંગલમાં વર્ગીકૃત કરવામા્ં આવી છે. મોટા ભાગનું શહેર જંગલની જમીન, ભેજવાળી જમીન કે ઘાસના મેદાન પર નિર્માણ થયું છે, જે આજે પણ આજુબાજુના વિસ્તારોમાં નજરે ચડે છે. શહેરી જૂથો સાથે સંયુક્તપણે સ્થાનિક ભૂપ્રદેશની સપાટતાને કારણે અવારનવાર પૂરની સમસ્યા ઊભી થાય છે.[૩૨] શહેરનો મધ્ય ભાગ દરિયાઈની સપાટીથી 50 feet (15 metres) ઉપર સ્થિત છે [૩૩] અને ઉત્તરપૂર્વ હ્યુસ્ટનમાં 125 feet (38 metres) સૌથી ઊંચો પોઇન્ટ છે.[૩૪][૩૫] એક સમયે શહેર તેની જરૂરિયાત માટે ભૂગર્ભીય જળ પર આધારિત હતું, પણ જમીન નીચે બેસી જતાં શહેરને હ્યુસ્ટન જળાશય અને કોનરી જળાશય જેવા સ્રોતો પર આધાર રાખવો પડે છે.[૫][૩૬]
હ્યુસ્ટનમાં સમગ્ર શહેરમાં ચાર મુખ્ય બાયૂ પાસિંગ છે. બફેલો બાયૂ શહેરની મધ્ય ભાગમાંથી અને હ્યુસ્ટન શિપ ચેનલમાંથી પસાર થાય છે. તેમાં ત્રણ શાખા છેઃ વ્હાઇટ ઓક બાયૂ જે મધ્યભાગની ઉત્તરે પડોશી હાઇટ્સમાંથી પસાર થાય છે અને પછી મધ્યભાગ તરફ વળી જાય છે. બ્રાઇસ બાયૂ ટેક્સાસ મેડિકલ સેન્ટરને સમાંતર પસાર થાય છે અને સિમ્સ બાયૂ હ્યુસ્ટનની દક્ષિણે અને હ્યુસસ્ટનના મધ્યભાગમાંથી પસાર થાય છે. શિપ ચેનલ ગેલ્વેસ્ટોનમાંથી પસાર થાય છે અને પછી મેક્સિકોના અખાતમાં મળી જાય છે.
ભૂસ્તરશાસ્ત્ર
ફેરફાર કરોહ્યુસ્ટનના જમીનની સપાટીનો આધાર અસંગઠિત માટી, માટીના પોચા ખડક અને નબળી રીતે બંધાયેલા રેતીના સ્તરનો છે, જે જમીનમાં કેટલાક માઇલ સુધી ઊંડે ઉપલબ્ધ છે. આ પ્રદેશનું ભૂસ્તર નદીની રેતીના એકત્ર થયેલા સ્તરોનું છે, જે ખડકીય પર્વતોના ધસારામાંથી રચાયું છે. આ વિવિધ જળકૃત કચરામાં કોહવાઈ ગયેલા કાર્બનિક પદાર્થો પર સમય જતાં રેતીઓ અને માટી જમા થાય છે અને ઓઇલ તથા કુદરતી વાયુમાં પરિવર્તિત થાય છે. જળકૃત ખડકાની નીચેના સ્તરો ખડકીય ક્ષાર હેલાઇટના પાણી જમા થયેલા સ્તર હોય છે. છિદ્રાળુ સ્તરો સમય જતાં દબાયા છે અને ઉપર આવવા દબાણ અનુભવે છે. તેઓ ઉપર આવે છે ત્યારે મીઠાના ખડકના ગુંબજ જેવી રચનામાંથી જળકૃત ખડકોની આસપાસ મીઠું ખેંચાય છે, ઘણી વખત ઓઇલ અને વાયુ બહાર નીકળે છે, જે આજુબાજુની છિદ્રાળુ રેતીમાંથી બહાર આવે છે. જાડી, સમૃદ્ધ, કેટલીક વખત કાળી થઈ ગયેલી જમીનની સપાટી શહેરના બહારના વિસ્તારોમાં ચોખાની ખેતી માટે યોગ્ય પુરવાર થાય છે, જ્યાં શહેરનો સતત વિકાસ થઈ રહ્યો છે.[૩૭][૩૮]
હ્યુસ્ટન વિસ્તારમાં 150 કરતાં વધારે સક્રિય ફાંટ છે (એક અંદાજ પ્રમાણે 300 સક્રિય ફાંટ), જેની સરેરાશ લંબાઈ 310 miles (500 kilometres)[૩૯][૪૦] જેમાં લોંગ પોઇન્ટ-યુરેકા હાઇટ્સ ફોલ્ટ સીસ્ટમ છે, જે શહેરના કેન્દ્રમાથી પસાર થાય છે. હ્યુસ્ટનમાં કોઈ મહત્વપૂર્ણ ઐતિહાસિક ધરતીકંપો થયા નથી, પણ ઊંડા ભૂતકાળમાં કે ભવિષ્યમાં આ પ્રકારના ધરતીકંપોની શક્યતાને સંશોધકો નકારી કાઢતાં નથી. હ્યુસ્ટનની દક્ષિણપૂર્વ વિસ્તારમાં જમીન ધસી રહી છે, કારણ કે અનેક વર્ષોથી જમીનમાંથી પાણી બહાર નીકળી રહ્યું છે. તે ફાંટો સાથે જોડાઈને સરકી શકે છે. જોકે સરકવાનો દર અત્યંત ઓછો છે અને ધરતીકંપ ગણી ન શકાય, જેમાં સ્થિર ફાંટો અચાનક સરકી જાય છે જે ધરતીકંપીય તરંગો રચના પૂરતાં છે.[૪૧] આ ફાંટો ધીમા દરે હલનચલન કરવાનું વલણ પણ ધરાવે છે, જેને "ફાંટ ધ્રુજારી" કહેવાય છે, [૩૬]જે ધરતીકંપનું જોખમ વધારે ઘટાડે છે.
આબોહવા
ફેરફાર કરોહ્યુસ્ટનની આબોહવાને ભેજવાળી ઉષ્ણકટિબંધીય (સીએફએ માં કોપેન આબોહવા વર્ગીકૃત વ્યવસ્થા) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. કેટલીક વખત વસંતઋતુમાં સુપરસેલ થન્ડરસ્ટોર્મ્સ (સુપરસેલ ગાજવીજ સાથેનું વાવાઝોડું) આ વિસ્તારમાં ચક્રવાત લાવે છે. વર્ષ દરમિયાન દક્ષિણ અને દક્ષિણપૂર્વમાંથી પવનો વાય છે, જેના પગલે મેક્સિકોના રણમાંથી સમગ્ર ખંડમાં ગરમી આવે છે અને મેક્સિકોના અખાતમાંથી ભેજ પણ આવે છે.[૪૨]
ઉનાળાના મહિના દરમિયાન અહીં 90 °F (32 °C)પર તાપમાન પહોંચી જવું સામાન્ય છે. આ તાપમાન દર વર્ષે 99 દિવસ 90 °F (32 °C)થી ઉપર રહે છે.[૪૩][૪૪] જોકે ભેજના પરિણામે વાસ્તવિક તાપમાન કરતાં ગરમીનો આંક ઊંચો રહે છે. ઉનાળાની સવારોમાં સાપેક્ષ ભીનાશ પ્રમાણમાં 90 ટકા હોય છે અને બપોરે અંદાજે 60 ટકા હોય છે.[૪૫][૪૫] દરિયાકિનારાની નજીકના વિસ્તારનો બાદ કરતાં ઉનાળામાં પવન ક્યારેય હળવો હોય છે તો ક્યારેક રાહતદાયક હોય છે.[૪૬] ગરમીનો સામનો કરવા લોકો દરેક વાહનો અને શહેરમાં બિલ્ડિંગોમાં એર કન્ડિશનિંગનો ઉપયોગ કરે છે. 1980માં હ્યુસ્ટનને પૃથ્વી પરનું "સૌથી વાતાનુકૂલિત શહેર" ગણવામાં આવ્યું હતું.[૪૭] ઉનાળામાં બપોરે છૂટાછવાયા વાવાઝોડા સામાન્ય છે. હ્યુસ્ટનમાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન ચોથી સપ્ટેમ્બર, 2000ના રોજ 109 °F (43 °C) નોંધાયું હતું.[૪૮]
શિયાળામાં હ્યુસ્ટનમાં વાજબી તાપમાન હોય છે. શહેર માટે સૌથી ઠંડા મહિના જાન્યુઆરીમાં સરેરાશ ઊંચું તાપમાન 63 °F (17 °C)હોય છે જ્યારે સરેરાશ નીચું તાપમાન 41 °F (5 °C)હોય છે. બરફવર્ષા ભાગ્યે જ જોવા મળે છે. હ્યુસ્ટનમાં તાજેતરમાં 24 ડીસેમ્બર, 2004ના રોજ કરા પડ્યાં હતા, જેમાં એક ઇંચ (2.5 સેમી) બરફવર્ષા થઈ હતી. છેલ્લે 10 ડીસેમ્બર, 2008ના રોજ બરફવર્ષા થઈ હતી. જોકે 4 ડીસેમ્બર, 2009ના રોજ શહેરમાં એક ઇંચ બરફવર્ષા થઈ હતી. તે હ્યુસ્ટનમાં અત્યાર સુધી થયેલી સૌથી વહેલી બરફવર્ષા છે. ઉપરાંત આ વર્ષાએ એક વધુ ઇતિહાસ પણ પહેલી વખત સર્જ્યો છે કે અહીં સતત બે વર્ષ બરફવર્ષા થઈ છે અને 2000થી 2010ના દાયકામાં ત્રીજી વખત બરફવર્ષા થઈ છે. હ્યુસ્ટનમાં અત્યાર સુધી સૌથી ઠંડું તાપમાન 23 જાન્યુઆરી, 1940ના રોજ 5 °F (−15 °C) નોંધાયું હતું.[૪૯] હ્યુસ્ટનમાં દર વર્ષે વધુ વરસાદ થાય છે. અહીં દર વર્ષે સરેરાશ 54 ઇંચ જેટલો વરસાદ થાય છે. તેના પગલે શહેરના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળે છે.
હ્યુસ્ટનમાં ઓઝોનનું વધુ પડતું સ્તર છે અને અમેરિકાના સૌથી વધુ ઓઝોન પ્રદૂષિત શહેરોમાંનું એક છે.[૫૦] જમીન સ્તરે ઓઝોન કે ધુમ્મસ હ્યુસ્ટનની હવાની સામાન્ય સમસ્યા છે, જેને અમેરિકન લંગ એસોસિએશને મેટ્રોપોલિટન એરિયાના ઓઝોન સ્તરને વર્ષ 2006માં અમેરિકાનું છઠ્ઠું સૌથી ખરાબ સ્તર ગણાવ્યું હતું.[૫૧] શિપ ચેનલને સમાંતર સ્થિત ઉદ્યોગો શહેરની હવાના પ્રદૂષણનું મુખ્ય કારણ છે.[૫૨]
શહેરી વિસ્તાર
ફેરફાર કરોહ્યુસ્ટન પ્રતિનિધિત્વના વોર્ડ સીસ્ટમ હેઠળ 1837માં રચાયું હતું. વોર્ડનો હોદ્દો હાલના નવ હ્યુસ્ટન સિટી કાઉન્સિલ ડિસ્ટ્રિક્ટ્સના પુરાગામી છે. હ્યુસ્ટનમાં સ્થળો સામાન્ય રીતે ઇન્ટરસ્ટેટ 610 લૂપની અંદર કે બહાર તરીકે વર્ગીકૃત થયેલા છે. સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ અને અનેક રહેણાંક પડોશી વિસ્તારો બીજા વિશ્વયુદ્ધ પહેલાના છે. તાજેતરમાં આ લૂપની અંદર ઊંચી ગીચતા ધરાવતા રહેણાંક વિસ્તારો વિકસ્યા છે. શહેરના કેન્દ્રથી બહુ દૂરના વિસ્તારો, ઉપનગરો અને એન્ક્લેવ લૂપની બહાર સ્થિત છે. શહેરને ઘેરતો બેલ્ટવે 8 એક અન્ય 5 miles (8.0 kilometres) દૂરનો વિસ્તાર છે.
હ્યુસ્ટન ઔપચારિક ઝોનિંગ નિયમનો વિના અમેરિકાનું સૌથી મોટું શહેર હોવા છતાં તે અન્ય સન બેલ્ટ શહેરોની જેમ વિકસ્યું છે, કારણ કે શહેરની જમીનમાં નિયમનોનો ઉપયોગ થાય છે અને કાયદાકીય કરાર એકસમાન ભૂમિકા ભજવે છે.[૫૩][૫૪] એક પરિવારના ઘરો અને જરૂરિયાતો માટે ફરજિયાત લોટ સાઇઝ સહિત નિયમનો છે, જે ભાડૂઆતો અને ગ્રાહકોને પાર્કિંગ સુવિધા આપે છે. આ પ્રકારના નિયંત્રણોનું મિશ્ર પરિણામ આવ્યું છે. છતાં કેટલાંકો લોકો [૫૪]આ નીતિઓમાં શહેરની ઓછી ગીચતા, શહેરી જૂથ અને પદયાત્રીઓની અનુકૂળતાની ઊણપ હોવાના આરોપ મૂકે છે. શહેરની જમીનનો ઉપયોગ પણ વાજબી મકાનના ઘરોનું મોટા પાયે નિર્માણ કરવામાં થાય છે, જેના પગલે શહેર વર્ષ 2008ની રિયલ એસ્ટેટ કટોકટીની ખરાબ અસરમાંથી બાકાત રહી શક્યું છે.[૫૫] શહેરમાં વર્ષ 2008માં 42,697 બિલ્ડિંગ પરમિટ્સ ઇશ્યૂ થઈ હતી અને બિલ્ડર મેગેઝિન મુજબ, વર્ષ 2009માટે સારા હાઉસિંગ બજારોની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.[૫૬]
જિલ્લામાં 1948, 1962 અને 1993માં જમીનનો રહેણાંક અને વ્યાવસાયિક એમ જુદો જુદો ઉપયોગ કરવાના પ્રયાસોને મતદારોએ ફગાવી દીધા હતા. તેના પરિણામે શહેરના રોજગારીના કેન્દ્ર તરીકે એક સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટને બદલે શહેરમાં જુદાં જુદાં જિલ્લા વિકસ્યાં છે, જેમાં અપટાઉન, ટેક્સાસ મેડિકલ સેન્ટર, મિડટાઉન, ગ્રીનવે પ્લાઝા, એનર્જી કોરિડોર, વેસ્ટચેઝ અને ગ્રીન્સપોઇન્ટ સામેલ છે.
સરકાર અને રાજકારણ
ફેરફાર કરોહ્યુસ્ટન મ્યુનિસિપલ શાસનનું મજબૂત મેયરલ સ્વરૂપ ધરાવે છે.[૫૭] હ્યુસ્ટન સ્વશાસિત શહેર છે અને ટેક્સાસ રાજ્યની તમામ મ્યુનિસિપલ ચૂંટણીઓ બિનપક્ષપાતી રીતે યોજાય છે.[૫૭][૫૮] શહેરના સત્તાવાર અધિકારીઓ મેયર, શહેર નિયામક અને શહેર પરિષદના 14 સભ્યો છે.[૫૯] હ્યુસ્ટનના મેયર અનિસ પાર્કર છે, જેઓ તટસ્થ બેલોટ પદ્ધતિથી ચૂંટાયેલા ડેમોક્રેટ મેયર છે અને તેઓ જાન્યુઆરી, 2010 સુધી પહેલી ટર્મ પર હતા.[૬૦] હ્યુસ્ટનના મેયર શહેરના મુખ્ય વહીવટકર્તા, કાર્યકારી અધિકારી અને સત્તાવાર પ્રતિનિધિ તરીકે ફરજ બજાવે છે અને તેઓ શહેરના સામાન્ય વ્યવસ્થાપન માટે જવાબદાર છે તથા તમામ કાયદા અને વટહુકમોનું પાલન થાય તેનું ધ્યાન રાખે છે.[૬૦] હ્યુસ્ટનમાં 1991માં લેવાયેલા જનમતના પરિણામે મેયરની ચૂંટણી બે વર્ષ માટે થાય છે અને તે સતત ત્રણ વખત ચૂંટાઈ શકે છે.
શહેર પરિષદ નવ જિલ્લા આધારિત છે અને અમેરિકન જસ્ટિસ ડીપાર્ટમેન્ટના કાયદેસર આદેશ આધારિત પાંચ મુક્ત સ્થિતિ ધરાવે છે. આ દેશનો અમલ 1979માં થયો હતો.[૬૧] મોટા ભાગે પરિષદના સભ્યો સંપૂર્ણ શહેરનું પ્રતિનિધિત્વ કરે છે.[૫૯] શહેરની સનદ હેઠળ શહેરની વસ્તી 21 લાખ કરતાં વધી જાય તો હાલ નવ સભ્યોની શહેર જિલ્લા પરિષદનું વિસ્તરણ થઈ જશે અને તેમાં વધારાની બે શહેર જિલ્લા પરિષદ ઉમેરાશે.[૬૨]
શહેર નિયામક મેયર અને પરિષદથી સ્વતંત્ર રીતે ચૂંટાયા છે. નિયામકની ફરજ ઉપલબ્ધ ભંડોળમાંથી વહેંચણીની પ્રક્રિયા અગાઉ તેને પ્રમાણિત કરવાની છે. શહેરનું નાણાકીય વર્ષ પહેલી જુલાઈથી શરૂ થાય છે અને 30 જૂનના રોજ તેનો અંત આવે છે. રોનાલ્ડ ગ્રીન શહેરના નિયામક છે, જેમની પહેલી ટર્મ જાન્યુઆરી, 2010 સુધી છે.
હ્યુસ્ટન રાજકીય રીતે વિભાજીત શહેર ગણાય છે, જ્યાં સત્તાનું સંતુલન અવારનવાર રીપબ્લકન્સ અને ડેમોક્રેટ્સ વચ્ચે ફરતું રહ્યું છે. શહેરના મોટા ભાગના સમૃદ્ધ વિસ્તારો રીપબ્લિકન્સને મત આપે છે જ્યારે શહેરના મધ્યમ વર્ગ અને લઘુમતી સમદાયના વિસ્તાર ડેમોક્રેટને મત આપે છે. 2005ના હ્યુસ્ટન વિસ્તારના સરવે મુજબ, હેરિસ કાઉન્ટીમાં 68 ટકા બિનહિસ્પેનિક્સ ગોરા રીપબ્લિકન્સ જાહેર થયા હતા જ્યારે 89 ટકા બિનહિસ્પેનિક્સ અશ્વેત લોકોએ ડેમોક્રેટ્સની તરફેણ કરી હતી. આ વિસ્તારમાં લગભગ 62 ટકા હિસ્પેનિક્સ (કોઈ પણ જાતિના) ડેમોક્રેટ જાહેર થયા છે અથવા ડેમોક્રેટ્સની તરફેણ કરે છે.[૬૩] ટેક્સાસમાં આ શહેર સૌથી વધુ રાજકીય વૈવિધ્ય ધરાવતા શહેર તરીકે જાણીતું છે. ટેક્સાસ સર્વસંમતિથી કન્ઝર્વેટિવ તરીકે જાણીતું છે.[૬૩] તેના પરિણામે શહેર રાષ્ટ્રીય ચૂંટણીઓમાં વારંવાર સ્પર્ધાત્મક વિસ્તાર બની જાય છે.[૬૩]
અર્થતંત્ર
ફેરફાર કરોશ્રેષ્ઠ 24ફોર્ચ્યુન 500 કંપનીઓ હ્યુસ્ટનમાં 2010માં સાથે ટેક્સાસ અને યુ.એસ. ranks | |||||
ટેક્સાસ | Corporation | યુએસ (US) | |||
2 | કોનોકોફીલિપ્સ | 6 | |||
6 | મેરેથોન | 41 | |||
7 | સીસ્કો | 55 | |||
8 | એન્ટરપ્રાઇઝ જીપી હોલ્ડીંગ્સ | 92 | |||
12 | પ્લેઇન્સ ઓલ અમેરિકન પાઇપલાઇન | 128 | |||
16 | હેલિબર્ટન | 158 | |||
18 | નેશનલ ઓઈલવેલ વાર્કો | 182 | |||
19 | કોન્ટીનેન્ટલ એઇરલાઇન્સ | 183 | |||
20 | કેબીઆર | 193 | |||
21 | વેસ્ટ મેનેજમેન્ટ પાઇપલાઇન | 196 | |||
25 | બેકર હ્યુઈસ | 243 | |||
31 | અપાચે | 271 | |||
32 | સેન્ટર પોઈન્ટ એનર્જી | 275 | |||
33 | સ્મિથ ઇન્ટરનેશનલ | 277 | |||
35 | કાઇન્ડર મોર્ગન | 315 | |||
39 | કાલ્પાઇન | 338 | |||
41 | એન્બ્રીજ એનર્જી પાર્ટનર્સ | 364 | |||
45 | કેમેરૂન ઇન્ટરનેશનલ | 399 | |||
49 | ઈઓજી રીસોર્સીસ | 434 | |||
50 | સ્પેક્ટ્રા એનર્જી | 437 | |||
51 | એલ પાસો એનર્જી | 447 | |||
52 | ગ્રુપ 1 ઓટોમોટિવ | 457 | |||
53 | એફએમસી ટેક્નોલોજી | 467 | |||
56 | ફ્રન્ટીયર ઓઇલ | 488 | |||
નોંધ | |||||
વર્ષના અંત પહેલાની વાર્ષિક આવક,એપ્રિલ 2010 | |||||
ઊર્જા અને તેલ (19 કંપનીઓ) | |||||
સ્રોત: ફોર્ચ્યુન [૬૪] |
હ્યુસ્ટન આંતરરાષ્ટ્રીય સ્તરે તેના ઊર્જા ઉદ્યોગ માટે જાણીતું છે, ખાસ કરીને ઓઇલ અને કુદરતી વાયુ ઉદ્યોગ માટે. સાથેસાથે આ શહેર બાયોમેડિકલ ક્ષેત્રમાં સંશોધન અને એરોનોટિક્સ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે. પવન અને સૌર ઊર્જા જેવા અક્ષય ઊર્જાના સ્રોતો પણ હ્યુસ્ટનમાં લોકપ્રિય આર્થિક આધારસ્તંભ બન્યાં છે.[૬૫][૬૬] જહાજ ચેનલ અને જળપરિવહન ઉદ્યોગ પણ હ્યુસ્ટનના અર્થતંત્રમાં મોટો હિસ્સો ધરાવે છે. આ મજબૂતાઈના કારણે હ્યુસ્ટનને ગ્લોબલાઇઝેશન એન્ડ વર્લ્ડ સિટીઝ સ્ટડી ગ્રૂપ એન્ડ નેટવર્ક દ્વારા બીટા વર્લ્ડ સિટી તરીકે માન્યતા આપવામાં આવી છે.[૭]
વિશ્વમાં ઊર્જા ઉદ્યોગમાં રાજધાની ગણાતા હ્યુસ્ટનમાં છમાંથી પાંચ સૌથી મુખ્ય ઊર્જા કંપનીઓ આ શહેરમાં મોટી કામગીરી ધરાવે છે (કોનોકોફિલિપ્સનું આંતરરાષ્ટ્રીય વડુંમથક, એક્સોન-મોબિલની અમેરિકન કામગીરીનું વડુંમથક, શેલ ઓઇલ (લંડન અને ધ હેગ, નેધરલેન્ડ્સમાં સ્થિત રોયલ ડચ શેલની અમેરિકન પેટાકંપની) અને બીપી જેવા આતંરરાષ્ટ્રીય કંપનીઓનું અમેરિકન વડુંમથક. બીપીનું આંતરરાષ્ટ્રીય વડુંમથક ઇંગ્લેન્ડમાં લંડનમાં છે.)[૬૭] ખાસ કરીને રોયલ ડચ શેલની અમેરિકન માન્યતા ધરાવતી શેલ ઓઇલ કંપનીનું વડુંમથક વન શેલ પ્લાઝા પર સ્થિત છે. એક્સોનમોબિલએ ટેક્સાસના ઇર્વિંગમાં તેનું નાનું, વૈશ્વિક વડુંમથક જાળવી રાખ્યું છે જ્યારે તેનું અપસ્ટ્રીમ અને રસાયણ ડિવિઝન તથા મોટા ભાગનું ઓપરેશનલ ડિવિઝન હ્યુસ્ટનમાં સ્થિત છે. શેવરોન હ્યુસ્ટનમાં ઓફિસો ધરાવે છે અને એનરોનનું વડુંમથક બનાવવાના આશય સાથે 40 માળકની એક બિલ્ડિંગ એક્વાયર કરી છે.[૬૮] કંપનીની શેવરોન પાઇપ લાઇન કંપનીનું વડુંમથક હ્યુસ્ટનમાં સ્થિત છે અને દર વર્ષે વધુ વિભાગો હ્યુસ્ટનમાં સ્થળાંતરિત થઈ રહ્યાં છે.[૬૯] હ્યુસ્ટન મેરેથોન ઓઇલ કોર્પોરેશન, શ્લુમબર્જર, હેલિબર્ટન, અપાચે કોર્પોરેશન અને સિટગો અને હોરિઝોન વિન્ડ એનર્જી જેવી વૈકલ્પિક ઊર્જા કંપનીઓનું વડુંમથક છે.[૭૦]
ઓઇલફિલ્ડની સાધનસામગ્રી બનાવવા માટે બૃહદ હ્યુસ્ટન અગ્રણી કેન્દ્ર છે.[૭૧] પેટ્રોકેમિકલ સંકુલ તરીકે હ્યુસ્ટનની સફળતા તેની વ્યસ્ત માનવનિર્મિત જહાજ ચેનલ, હ્યુસ્ટન બંદરને આભારી છે.[૭૨] આંતરરાષ્ટ્રીય વાણિજ્યમાં અમેરિકામાં આ બંદર અગ્રણી ગણાય છે અને આ દ્રષ્ટિએ દુનિયાનું 10મું સૌથી મોટું બંદર છે.[૮][૭૩] દુનિયામાં મોટા ભાગના સ્થળે ઓઇલ અને ગેસોલિનની ઊંચી કિંમત અર્થતંત્ર માટે નુકસાનકારક હોય છે જ્યારે હ્યુસ્ટન માટે આ બાબત ફાયદાકારક છે, કારણ કે અહીંના મોટા ભાગના રહેવાસીઓ ઊર્જા ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે.[૭૪]
હ્યુસ્ટન-સુગર લેન્ડ-બેટાઉન એમએસએનો કુલ વિસ્તાર ઉત્પાદન (જીએપી) વર્ષ 2008માં 440.4 અબજ ડોલર હતું, [૭૫] જે બેલ્જિયમ, મલેશિયા, વેનેઝુએલા કે સ્વીડનના કુલ સ્વદેશી ઉત્પાદન (જીડીપી) કરતાં થોડું વધારે હતું. અમેરિકા સિવાય જગતના ફક્ત 21 રાષ્ટ્રનું કુલ સ્વદેશી ઉત્પાદન હ્યુસ્ટનના પ્રાદેશિક કુલ વિસ્તાર ઉત્પાદન કરતાં વધારે છે.[૭૫] વર્ષ 2007 માટે હ્યુસ્ટનના એમએસએનું કુલ વિસ્તાર ઉત્પાદન અંદાજે 416.6 અબજ ડોલર હતું જે વર્ષ 2006 કરતાં 13.8 ટકા વધારે હતું. માઇનિંગ, જેમાં હ્યુસ્ટન ઓઇલ અને ગેસના ઉત્પાદન અને ઉત્ખન્નમાં સંપૂર્ણ હિસ્સો ધરાવે છે, હ્યુસ્ટનની જીએપીમાં 26.3 ટકા હિસ્સો ધરાવે છે, જેમાં ઊર્જાની ઊંચી કિંમતના કારણે વધારો અને વૈશ્વિક સ્તરે ઓઇલ ઉત્પાદન ક્ષમતામાં વધારો થતાં ઘટાડો થાય છે. ત્યારબાદ ઇજનેરી સેવાઓ, આરોગ્ય સેવાઓ અને ઉત્પાદન ક્ષેત્રનો દબદબો છે.[૭૬]
અમેરિકન બ્યૂરો ઓફ લેબર સ્ટેટેસ્ટિક્સના રોજગારીના આંકડા મુજબ, નવેમ્બર, 2007થી નવેમ્બર 2008 દરમિયાન હ્યુસ્ટન વિસ્તારમાં ખાનગી ક્ષેત્રમાં 42,000 રોજગારીનો ઉમેરો થયો હતો અને દેશના વિવિધ શહેરોમાં ખાનગી ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારીનું સર્જન હ્યુસ્ટનમાં થયું હતું.[૭૮] એપ્રિલ, 2008માં શહેરમાં બેરોજગારીનો દર 3.8 ટકા હતું, જે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી નીચો હતો જ્યારે આ ગાળામાં રોજગારીની વૃદ્ધિનો દર 2.8 ટકા હતો.[૭૯]
વર્ષ 2006માં ફોર્બ્સ મેગેઝિન દ્વારા ``બેસ્ટ પ્લેસ ફોર બિઝનેસ એન્ડ કેરિયર્સ` (વેપાર-ધંધા અને કારકિર્દી માટે શ્રેષ્ઠ સ્થળ)ની કેટેગરીમાં હ્યુસ્ટન મેટ્રોપોલિટન વિસ્તારે ટેક્સામાં ટોચનું અને અમેરિકામાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.[૮૦] હ્યુસ્ટન મેટ્રોપોલિટનમાં વિદેશી સરકારોએ 89 કોન્સ્યુલર ઓફિસ સ્થાપી છે. અહીં 40 વિદેશી સરકારો વેપાર અને વ્યાવસાયિક ઓફિસ ધરાવે છે અને 23 વિદેશી ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વેપારી સંગઠનો સક્રિય છે.[૮૧] હ્યુસ્ટનમાં 25 વિદેશી બેન્કો 13 રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કરે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયને નાણાકીય સહાય પૂરી પાડે છે.[૮૨]
વર્ષ 2008માં કિપ્લિંજરના પર્સનલ ફાઇનાન્સ બેસ્ટ સિટીઝ ઓફ 2008 પર હ્યુસ્ટનને ટોચનું સ્થાન મળ્યું હતું. આ યાદીમાં શહેરોને તેમની સ્થાનિક અર્થવ્યવસ્થા, રોજગારીની તકો, વાજબી જીવનધોરણ અને જીવનની ગુણવત્તાને આધારે સ્થાન આપવામાં આવે છે.[૮૩] ફોર્બ્સ મેગેઝિનના જણાવ્યા મુજબ, છેલ્લાં 15 વર્ષથી સ્થાનિક ટેકનોલોજીકલ સંશોધનમાં હ્યુસ્ટને ચોથું સ્થાન મેળવ્યું છે.[૮૪] તે જ વર્ષે શહેરને વાર્ષિક ફોર્ચ્યુન 500 કંપનીઓના હેડક્વાર્ટરની યાદીમાં બીજું સ્થાન મળ્યું હતું, [૬] ફોર્બ્સ બેસ્ટ સિટીઝ ફોર કોલેજ ગ્રેજ્યુએટ્સ માં પહેલું [૮૫]અને ફોર્બ્સ લિસ્ટ ઓફ બેસ્ટ સિટીઝ ટૂ બાય એ હોમમાં ટોચનું સ્થાન મળ્યું હતું.[૮૬]
વસ્તી-વિષયક માહિતી
ફેરફાર કરોHistorical population | |||
---|---|---|---|
Census | Pop. | %± | |
1850 | ૨,૩૯૬ | — | |
1860 | ૪,૮૪૫ | ૧૦૨.૨% | |
1870 | ૯,૩૩૨ | ૯૨.૬% | |
1880 | ૧૬,૫૧૩ | ૭૭�૦% | |
1890 | ૨૭,૫૫૭ | ૬૬.૯% | |
1900 | ૪૪,૬૩૩ | ૬૨�૦% | |
1910 | ૭૮,૮૦૦ | ૭૬.૬% | |
1920 | ૧,૩૮,૨૭૬ | ૭૫.૫% | |
1930 | ૨,૯૨,૩૫૨ | ૧૧૧.૪% | |
1940 | ૩,૮૪,૫૧૪ | ૩૧.૫% | |
1950 | ૫,૯૬,૧૬૩ | ૫૫�૦% | |
1960 | ૯,૩૮,૨૧૯ | ૫૭.૪% | |
1970 | ૧૨,૩૨,૮૦૨ | ૩૧.૪% | |
1980 | ૧૫,૯૫,૧૩૮ | ૨૯.૪% | |
1990 | ૧૬,૩૦,૫૫૩ | ૨.૨% | |
2000 | ૧૯,૫૩,૬૩૧ | ૧૯.૮% | |
Est. 2010 | ૨૨,૫૭,૯૨૬ |
હ્યુસ્ટન is a multicultural શહેર, માં part because of its many academic સંસ્થાનો અને strong industries as well as being a major બંદર શહેર. હ્યુસ્ટન એક પચરંગી શહેર છે. શહેરમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને મજબૂત ઉદ્યોગ છે. તેમજ મુખ્ય પોર્ટ (બંદર) સિટી છે. શહેરમાં 90 જેટલી ભાષાઓ બોલાય છે.[૮૭] ટેક્સાસમાંથી સેંકડો આપ્રવાસીઓના પ્રવાહના કારણે અમેરિકામાં હ્યુસ્ટન યુવા વસતી ધરાવતા શહેરોમાંનું એક છે.[૮૮][૮૯][૯૦][૯૧] અમેરિકામાં તે ત્રીજું મોટું હિસ્પેનિક અને મેક્સિકન વસ્તી ધરાવતું શહેર પણ છે. ટેક્સાસના કોઈ પણ શહેર કરતાં વધુ હિસ્પેનિક અમેરિકન આ શહેરમાં રહે છે.[૯૨] એક અંદાજ મુજબ, બૃહદ હ્યુસ્ટન વિસ્તારમાં ચાર લાખ ગેરકાયેદસર વસાહતીઓ રહે છે.[૯૩] અમેરિકામાં ભારતીય અને પાકિસ્તાની સમૂહની સૌથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં હ્યુસ્ટન સામેલ છે.[૯૪] હ્યુસ્ટનની નાઇજીરિયન જાતિનો હિસ્સો શહેરની વસતીમાં બે ટકા કરતાં વધારે છે, જે અમેરિકામાં સૌથી વધારે છે.[૯૫][૯૬]
અમેરિકન વસતીગણતરી બ્યૂરોએ 2006-2008માં અમેરિકન જાતિઓ પર એક સરવે હાથ ધર્યો હતો, જે મુજબ હ્યુસ્ટનની વસ્તીમાં ગોરા અમેરિકનોનો હિસ્સો 53.8 ટકા છે, જેમાંથી 27.9 ટકા બિનહિસ્પેનિક ગોરા છે. શહેરની વસતીમાં અશ્વેત કે આફ્રિકન અમેરિકનોનો હિસ્સો 24.1ટકા છે, જેમાંથી 23.8 ટકા લોકો બિનહિસ્પેનિક અશ્વેત લોકો છે. હ્યુસ્ટનની વસતીના 0.4 ટકા લોકો અમેરિકન ભારતીયો હતા, જેમાંથી 0.2 ટકા લોકો બિનહિસ્પેનિક હતાં. હ્યુસ્ટનની વસતીમાં 5.3 ટકા પ્રમાણ એશિયન અમેરિકનોનો હતો જ્યારે પેસિફિક આયલેન્ડર અમેરિકનોનો હિસ્સો 0.1 ટકા હતો. શહેરની વસતીમાં અન્ય કેટલીક જાતિઓનો હિસ્સો 15.2 ટકા હતો, જેમાંથી 0.2ટકા બિનહિસ્પેનિક હતાં. શહેરની વસ્તીમાં બેથી વધુ જાતિ ધરાવતા લોકોનું પ્રમાણ 1.1 ટકા હતું, જેમાંથી 0.6 ટકા લોકો બિનહિસ્પેનિક હતાં. શહેરની વસ્તીમાં હિસ્પેનિક કે લેટિનોસનું પ્રમાણ 41.9 ટકા હતું.[૯૭]
વર્ષ 2000ની વસતી ગણતરી પ્રમાણે શહેરની કુલ વસતી 1,953,631 હતી અને વસતીની ગીચતા ચોરસ માઇલ (1,301.8/km²) દીઠ 3,371.7 હતી. જાતિઓની દ્રષ્ટિએ જોઇએ તો શહેરમાં 49.3 ટકા ગોરા, 25.3 ટકા આફ્રિકન અમેરિકન, 5.3 ટકા એશિયન, 0.4 ટકા અમેરિકન ભારતીય, 0.1 ટકા પેસિફિક આયલેન્ડર, 16.5 ટકા અન્ય કેટલીક જાતિના અને 3.1 ટકા લોકો બેથી વધુ જાતિના હતા. ઉપરાંત હિસ્પેનિક્સ અને લેટિઓન્સનું પ્રમાણ 37.4 ટકા હતું જ્યારે બિનહિસ્પેનિક ગોરાઓનું પ્રમાણ 30.8 ટકા હતું.[૯૮]
શહેરમાં કુલ 717,945 કુટુંબ હતાં, જેમાં તેમની સાથે રહેતાં 18 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોનું પ્રમાણ 33.1 ટકા હતું જ્યારે 43.2 ટકા પરણિત યુગલો હતા જે સાથે રહેતાં હતા. 15.3 ટકા કુટુંબનું સંચાલન મહિલાઓનું હાથમાં હતું અને તેમાં પતિથી સ્વતંત્રપણે રહેતી હતી તેમજ 36.3 ટકા લોકો પરિવાર વિનાના હતાં. તમામ ઘરબારમાં 29 ટકા વ્યક્તિગત છે અને 6.2 ટકા લોકો એકલા જીવે છે, જેઓ 65 કે તેથી વધારે વર્ષના છે. સરેરાશ ઘરબારનું કદ 2.67 લોકો હતા અને સરેરાશ પારિવારિક સભ્યો 3.39 હતી. વર્ષ 2009માં ઘરની સરેરાશ કિંમત $115,961 હતી.[૯૯]
શહેરમાં કુલ વસ્તીમાં 27.5 ટકા લોકો 18 કરતાં ઓછી વયના હતા, 11.2 ટકા લોકોની વય 18થી 24 છે, 33.8 ટકા 25થી 44 લોકો છે, 19.1 ટકા લોકો 45થી 64 વર્ષના છે જ્યારે 8.4 ટકા લોકોની વય 65 કે તેથી વધારે વર્ષ છે. સરેરાશ વય 31 વર્ષ હતી. અહીં દર 100 મહિલા પર પુરુષોની સંખ્યા 99.7 હતી. અહીં 18 કે તેથી વધારે વર્ષની દર 100 મહિલાઓ પર પુરુષોની સંખ્યા 99.7 હતી.
શહેરમાં દરેક ઘરના મોભીની સરેરાશ આવક $36,616 હતી અને પરિવારની સરેરાશ આવક $40,443 હતી. પુરુષોની સરેરાશ આવક $32,084 હતી જ્યારે મહિલાઓની સરેરાશ આવક $27,371 હતી. શહેરની માથાદીઠ આવક $20,101. હતી. વસ્તીનો 19 ટકા હિસ્સો અને 16 ટકા પરિવારો ગરીબી રેખા નીચે જીવતાં હતાં. કુલ વસ્તીમાંથી 18 વર્ષથી ઓછી વયના 26.1 ટકા લોકો અને 65 કરતાં ઓછી વયના 14.3 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવતાં હતાં.
હ્યુસ્ટનમાં એશિયામાંથી સ્થળાંતર કરીને ગયેલા લોકોની સંખ્યામાં મોટી છે, જે ટેક્સાસમાં સૌથી વધુ વિયેતનામીઝ અમેરિકન ધરાવે છે. આ દ્રષ્ટિએ તે અમેરિકામાં ત્રીજું સૌથી મોટું શહેર છે અને વર્ષ 2007માં 30,000 લોકો છે. શહેરના કેટલાંક વિસ્તારોમાં વિયેતનામીઝ અને ચાઇનીઝ સંકેત સાથેની શેરીઓ સાથે વિયેતનામીઝ અને ચાઇનીઝ નિવાસીઓની વસ્તી મોટા પાયે છે. આ શેરના સંકેત અંગ્રેજીમાં પણ છે. હ્યુસ્ટનમાં બે ચાઇનાટાઉન છે, જેમાં મૂળ ડાઉનટાઉનમાં છે અને તાજેતરમાં શહેરની દક્ષિણપશ્ચિમે એક ઉત્તર બેલારી બાઉલેવાર્ડમાં શરૂ થયું છે.[૧૦૦][૧૦૧] શહેરના મિડટાઉનમાં નાનું સાઇગોન છે અને હ્યુસ્ટનમાં ચાઇનટાઉનના દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં વિયેતનામીઝ વેપારીઓ છે.[૧૦૨] હિલક્રોફ્ટની સાથે અસ્તિત્વ ધરાવતા "હાર્વિન ડિસ્ટ્રિક્ટ"ને "નાનું ભારત" ગણવામાં આવે છે.[૧૦૩]
હ્યુસ્ટનમાં મોટા પ્રમાણમાં ગે સમુદાય વસે છે, જે મુખ્યત્વે નીયરટાઉન અને હ્યુસ્ટન હાઇટ્સની આજુબાજુ કેન્દ્રીત થયો છે. એક અંદાજ મુજબ, અમેરિકામાં લેસ્બિયન, ગે અને બાયસેક્સુઅલ વ્યક્તિઓનો બારમો ભાગ હ્યુસ્ટન મેટ્રોપોલિટન વિસ્તારમાં છે.[૧૦૪] વર્ષ 2009માં અનિસ પાર્કરની ચૂંટણી સાથે હ્યુસ્ટન જાહેર ગે મેયર ધરાવતું અમેરિકાનું સૌથી મોટું શહેર બની ગયું છે.[૧૦૫]
મેન્સ ફિટનેસ મેગેઝિન દ્વારા હાથ ધરાયેલા સરવે મુજબ, અમેરિકામાં "સૌથી વધુ મેદસ્વી ધરાવતા શહેરો"માં હ્યુસ્ટન લગભગ સ્થાન મેળવે છે.[૧૦૬][૧૦૭][૧૦૮] તેના જવાબમાં હ્યુસ્ટન ક્રોનિકલના લેખમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે આ રેન્કિંગ અવૈજ્ઞાનિક હોવાથી અર્થહિન છે.[૧૦૯] છેલ્લાં નવ વર્ષમાં મેગેઝિને હ્યુસ્ટનને ચાર વખત સૌથી વધુ મેદસ્વી શહેર જાહેર કર્યું હતું અને વર્ષ 2009માં છઠ્ઠું સ્થાન આપ્યું હતું.[૧૧૦] ભૂતપૂર્વ મેયર બિલ વ્હાઇટ જણાવ્યું હતું કે આ રેન્કિંગ અવૈજ્ઞાનિક ગણતરી આધારિત જૂઠ્ઠાણું છે. તેમણે મેયરની વેલ્નેસ પરિષદની રચના કરી હતી અને વર્ષ 2005માં ગેટ મૂવિંગ હ્યુસ્ટન ફિટનેસ અભિયાન શરૂ કર્યું હતું અને મેન્સ ફિટનેસ મેગેઝિનમાં હ્યુસ્ટનના રેન્કિંગનો જવાબ આપ્યો હતો.[૧૧૧][૧૧૨][૧૧૩]
સંસ્કૃતિ
ફેરફાર કરોહ્યુસ્ટન મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય સમૂહ ધરાવતું વૈવિધ્યપૂર્ણ શહેર છે. અહીં આંતરરાષ્ટ્રીય સમૂહોની સંખ્યા વધી રહી છે.[૧૧૪] મેટ્રોપોલિટન વિસ્તારમાં અંદાજે 11 લાખ (21.4 ટકા) રહેવાસીઓ છે, જેઓ અમેરિકાની બહાર જન્મ્યાં છે. આ વિસ્તારમાં રહેતાં વિદેશી મૂળના લોકોમાંથી 66 ટકા અમેરિકાની દક્ષિણે મેક્સિકો સરહદ પરથી આવ્યાં છે.[૧૧૫] ઉપરાંત અહીંના પાંચ વિદેશી મૂળના રહેવાસીઓમાંથી એક રહેવાસી મૂળે એશિયાનો છે.[૧૧૫] દેશમાં સૌથી વધારે કોન્સ્યુલર ઓફિસ ધરાવવાની દ્રષ્ટિએ ત્રીજું મોટું શહેર છે, જેમાં 86 દેશોની કોન્સ્યુલર ઓફિસ છે.[૧૧૬]
અનેક વાર્ષિકોત્સવોમાં હ્યુસ્ટનની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિના દર્શન થાય છે. અહીં સૌથી મોટો વાર્ષિક ઉત્સવ હ્યુસ્ટન લાઇવસ્ટોક શો એન્ડ રોડીઓ છે, જે ફેબ્રુઆરીના અંતથી માર્ચની શરૂઆત સુધી લગભગ 20 દિવસચાલે છે, જેમાં દુનિયાનો સૌથી લાંબો અને મોટો વાર્ષિક લાઇવસ્ટોક શો અને રોડીઓ જોવા મળે છે.[૧૧૭] અન્ય સૌથી લાંબી ઉજવણી એન્યુઅલ નાઇટ હ્યુસ્ટન પ્રાઇડ પરેડ છે, જે જૂનના અંતે યોજાય છે.[૧૧૮] અન્ય વાર્ષિકોત્સવોમાં હ્યુસ્ટન ગ્રીક ફેસ્ટિવલ, [૧૧૯]આર્ટ કાર પરેડ, હ્યુસ્ટન ઓટો શો, હ્યુસ્ટન ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ, ધ વેસ્ટહેમર બ્લોક પાર્ટી[૧૨૦] અને બાયૂ સિટી આર્ટ ફેસ્ટિવલ સામેલ છે. બાયૂ સિટી આર્ટ ફેસ્ટિવલને અમેરિકામાં ટોચના પાંચ કળા મહોત્સવોમાંનો એક ગણવામાં આવે છે.[૧૨૧][૧૨૨]
હ્યુસ્ટનને સત્તાવાર રીતે વર્ષ 1967માં અવકાશી શહેરનું હુલામણું નામ મળ્યું છે, કારણ કે અહીં નાસાનું લીન્ડન બી જોહન્સન સ્પેસ સેન્ટર સ્થિત છે. સ્થાનિકોએ "Bayou City","મેગ્નોલિયા સિટી", "ક્લચ સિટી" અને "એચ-ટાઉન" જેવા અન્ય હુલામણા નામ પણ આપ્યાં છે.
કળા અને થિયેટર
ફેરફાર કરોહ્યુસ્ટન કળારસિક શહેર છે, જેમાં વિઝ્યુઅલ અને પર્ફોર્મિંગ આર્ટ્સ અત્યંત લોકપ્રિય છે. શહેરની મધ્યમાં થિયેટર ડિસ્ટ્રિક્ટ સ્થિત છે, જે નવ મુખ્ય કળા સંગઠનો કાર્યરત છે અને અહીં નાટક ભજવવા માટેના છ હોલ છે. અમેરિકાની મધ્યમાં સૌથી વધુ થિયેટર બેઠકો ધરાવતું બીજા નંબરનું મોટું શહેર છે.[૧૨૩][૧૨૪][૧૨૫] હ્યુસ્ટન અમેરિકાના એવા થોડા શહેરોમાં સામેલ છે, જે પર્ફોમિંગ આર્ટ્સની તમામ મુખ્ય શાખાઓમાં કાયમી, વ્યાવસાયિક, રહેણાંક કંપનીઓ ધરાવે છેઃ ઓપેરા (હ્યુસ્ટન ગ્રાન્ડ ઓપેરા), બેલેટ (હ્યુસ્ટન બેલેટ), મ્યુઝિક (હ્યુસ્ટન સીમ્ફની ઓર્કેસ્ટ્રા) અને થિયેટર (ધ એલે થિયેટર).[૯][૧૨૬] હ્યુસ્ટન અનેક સ્થાનિક પરંપરાગત કલાકારો, કળા સમૂહો તથા વિવિધ નાના પ્રગતિશીલ કળા સંગઠનોનું પણ નિવાસસ્થાન છે.[૧૨૭] શહેર વિવિધ પ્રકારના અને જુદો જુદો રસ ધરાવતા અનેક વિદેશી કલાકારો, કોન્સર્ટ, શો અને પ્રદર્શનને આકર્ષ છે.[૧૨૮]
મ્યુઝીયમ ડિસ્ટ્રિક્ટ અનેક લોકપ્રિય સાંસ્કૃતિક સંગઠનો અને પ્રદર્શનો ધરાવે છે, જે દર વર્ષે 70 લાખ કરતાં વધારે મુલાકાતીઓને આકર્ષે છે.[૧૨૯][૧૩૦] આ ડિસ્ટ્રિક્ટમાં ધ મ્યુઝીયમ ઓફ ફાઇન આર્ટ્સ, હ્યુસ્ટન મ્યુઝીયમ ઓફ નેચરલ સાયન્સ, ધ કન્ટેમ્પરરી આર્ટ્સ મ્યુઝીયમ હ્યુસ્ટન, સ્ટેશન મ્યુઝીયમ ઓફ કન્ટેમ્પરરી આર્ટ, હોલોકાસ્ટ મ્યુઝીયમ અને ધ હ્યુસ્ટન ઝૂ સહિત પ્રસિદ્ધ સુવિધાઓ પણ છે.[૧૩૧][૧૩૨][૧૩૩] મ્યુઝીયમ ડિસ્ટ્રિક્ટની આજુબાજુ પણ તેની મર્યાદાની બહાર ધ મેનિલ કલેક્શન, રોધકો ચેપલ અને ધ બેઝેન્ટાઇન ફ્રેસ્કો ચેપલ મ્યુઝીયમ સ્થિત છે.
બાયૂ બેન્ડ 14 એકર (5.7 હેક્ટર)માં ફેલાયેલી મ્યુઝીયમ ઓફ ફાઇન આર્ટ્સની સુવિધા છે, 14-acre (5.7 ha)જે અમેરિકાના સુશોભિત કળા, ચિત્રકાર્યો અને ફર્નિચરના ઉત્તમ સંગ્રહાલયોમાંનું એક છે. બાયૂ બેન્ડ હ્યુસ્ટનના દાનવીર ઇમા હોગનું અગાઉનું નિવાસસ્થાન પણ છે.[૧૩૪]
હ્યુસ્ટનની આસપાસ ફેલાયેલા અનેક સ્થળોમાં નિયમિતપણે સ્થાનિક અને પ્રવાસી રોક, બ્લુસ, કન્ટ્રી, ડબસ્ટેપ, હિપ હોપ અને ટેજાનો મ્યુઝિકલ શોનું આયોજન થાય છે. પણ આ શહેરમાં અત્યંત પ્રસિદ્ધ કલાકારો કે સંગીતકારો ક્યારેય રહ્યાં નથી. અહીં કલાકારોને અમુક હદ સુધીની સફળતા મળે પછી તેઓ અમેરિકાના અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરે છે.[૧૩૫] તેમાં એકમાત્ર અપવાદ હ્યુસ્ટન હિપ-હોપ છે, જે અમેરિકાના દક્ષિણ વિસ્તારોની શૈલી અને પરંપરાની ઊજવણી કરે છે, તેને જાળવી રાખે છે અને તેના મૂળિયા સાથે વળગી રહ્યું છે. તેના પગલે એક મજબૂત, સ્વતંત્ર હિપ-હોપ મ્યુઝિકનો વિકાસ થયો છે, જે દક્ષિણ અમેરિકન હિપ-હોપ અને ગેંગસ્ટા રેપ કમ્યુનિટીઝ પર પ્રભાવ ધરાવે છે અને તેના સારી બાબતોનો સ્વીકાર પણ કરે છે.[૧૩૬] હ્યુસ્ટનના અનેક હિપ-હોપ કલાકારોને વ્યાવસાયિક સફળતા પ્રાપ્ત થઈ છે. હ્યુસ્ટને ચોપ અને સ્ક્રૂ મ્યુઝિકને પણ આશ્રય આપ્યો છે.
હ્યુસ્ટને ભેટ ધરેલા અન્ય પ્રસિદ્ધ કલાકારોમાં પોપ અને આર એન્ડ બી ગર્લ ગ્રૂપ ડેસ્ટિનિસ ચાઇલ્ડ, પ્રગતિશીલ રોક બેન્ડ કિંગ્સ ટેન, સધર્ન રોક બેન્ડ ઝેડઝેડ ટોપ, છઠ્ઠા દાયકાની માનસિકતા રજૂ કરતું રોક બેન્ડ રેડ ક્રાયોલા, સ્વદેશી ગાયક કે ગીતકાર લીલે લોવેટ્ટ, પોપ સિંગર અને અભિનેત્રી હિલેરી ડફ, અભિનેતા પેટ્રિક સ્વેયઝ અને ઇન્ડી-પિયાનો રોક બેન્ડ બ્લુ ઓક્ટોબરનો સમાવેશ થાય છે. 60 અને 70ના દાયકામાં હ્યુસ્ટનમાં બ્લુઝ અને દેશી પરંપરાગત કલાકારોનો પણ દબદબો હતો. તે સમયે અહીં લાઇટનિન હોપ્કિન્સ, ક્લીઅરન્સ "ગેટમાઉથ" બ્રાઉન, "ટેક્સાસ" જોહની બ્રાઉન, જોહની "ગિટાર" વોટ્સન, આલ્બર્ટ કોલિન્સ, જોહની કોપલેન્ડ અને જો "ગિટર" હ્યુજ જેવા બ્લુઝ કલાકારો હતાં, જેમાંથી અનેકના આલ્બમ શહેરના મ્યુઝિક લેબલ પીકોક રેકર્ડઝએ રેકર્ડ કર્યા હતા. 60 અને 70ના દાયકામાં શહેરના દેશી અને પરંપરાગત કલાકારોમાં ટાઉન્સ વાન ઝાન્ડ્ટ, મિકી ન્યૂબ્યુરી, રોડની ક્રોવેલ, સ્ટીવ અર્લે અને ગે ક્લાર્ક સામેલ હતાં, જેઓ હ્યુસ્ટનને એન્ડરસન ફેર અને ઓલ્ડ ક્વાર્ટ એકાઉસ્ટિક કાફે જેવા લાંબા ગાળા સુધી કાર્યરત રહેલા મનોરંજન સ્થળો માટેનું ઘર પણ કહે છે.[૧૩૭] 80 અને 90ના દાયકામાં પંક અને ડર્ટી રોટ્ટન ઇમ્બેસાઇલ્સ, વર્બલ એબ્યુઝ, રિયલી રેડ, કલ્ચરસાઇડ, ડ્રેસ્ડન 45 અને પેઇન ટીન્સ અને આઉટસાઇડના સંગીતકાર જેન્ડેક જેવા વૈકલ્પિક રોકની રચના થઈ હતી. નવી સદીમાં જેન હન્ટર અને ઇન્ડિયન જ્વેલરી જેવા સમકાલીન પરંપરાગત પફોર્મર્સ સહિત હ્યુસ્ટન નોઇઝ બેન્ડ્સ જોવા મળે છે.
પ્રવાસ અને મનોરંજન
ફેરફાર કરોહ્યુસ્ટનની મધ્ય ભાગની કેન્દ્રમાં થિયેટર ડિસ્ટ્રિક્ટ 17 બ્લોક ધરાવતો વિસ્તાર છે, જ્યાં બાયૂ પ્લેસ મનોરંજન સંકુલ, રેસ્ટોરાં, મૂવીઝ, પ્લાઝાસ અને પાર્ક્સ સ્થિત છે. બાયૂ પ્લેસ એક મોટું બહુમાળી બિલ્ડિંગ છે, જેમાં સંપૂર્ણ સેવા આપતી રેસ્ટોરાં, બાર, લાઇવ મ્યુઝિક, બિલિયર્ડ્સ અને આર્ટ હાઉસ ફિલ્મ્સ છે. હ્યુસ્ટન વેરિઝોન વાયરલેસ થિયેટરમાં લાઇવ કન્સર્ટ, નાટકો અને શિષ્ટ કોમેડી નાટકોનું મંચન થાય છે તેમજ એન્જેલિકા ફિલ્મ સેન્ટરમાં વિવિધ પ્રકારની કળાઓ, વિદેશી અને સ્વતંત્ર ફિલ્મો રજૂ થાય છે.[૧૩૮]
હ્યુસ્ટનમાં હર્મન પાર્ક સહિત 337 પાર્ક્સ છે, જેમાં હ્યુસ્ટન ઝૂ અને ધ હ્યુસ્ટન મ્યુઝીયમ ઓફ નેચરલ સાયન્સ, ટેરી હર્શી પાર્ક, લેક હ્યુસ્ટન પાર્ક, મેમોરિયલ પાર્ક, ટ્રાન્ક્વોલિટી પાર્ક, સેસ્ક્વિસેન્ટેનિયલ પાર્ક, ડિસ્કવરી ગ્રીન અને સેમ હ્યુસ્ટન પાર્ક (જેમાં સમારકાર કરેલા, સુધારેલા અને પુનઃનિર્માણ પામેલા ઘરો છે, જે મૂળે 1823થી 1905 વચ્ચે બન્યાં હતાં) સામેલ છે.[૧૩૯] અમેરિકાના વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધારે ગીચ 10 શહેરોમાં હ્યુસ્ટન પાસે વિવિધ પાર્ક્સ અને હરિયાળી વિસ્તાર સૌથી વધારે 56,405 acres (228 km2)[૧૪૦]છે, 19,600 acres (79 km2) જેનું વ્યવસ્થાપન શહેર દ્વારા થાય છે, જેમાં હ્યુસ્ટન આર્બોરેટમ એન્ડ નેચર સેન્ટર સામેલ છે. વિલિયમ્સ વોટરવોલ પ્રવાસીઓના આકર્ષણનું સ્થળ છે, જે શહેરના વસવાટના મુખ્ય ભાગમાં સ્થિત છે. હ્યુસ્ટન સિવિક સેન્ટરનું સ્થાન જ્યોર્જ આર બ્રાઉન કન્વેન્શન સેન્ટરએ લીધું છે, જે દેશના સૌથી મોટા કન્વેન્શન સેન્ટરમાંનું એક છે. અહીં જેસ્સી એચ જોન્સ હોલ ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ છે, જે હ્યુસટ્ન સીમ્ફની ઓર્કેસ્ટ્રા અને સોસાયટી ફોર પર્ફોર્મિંગ આર્ટ્સનું આશ્રયસ્થાન છે. ધ સેમ હ્યુસ્ટન કોલેઝિયમ અને મ્યુઝિક હોલનું સ્થાન હોબી સેન્ટર ફોર ધ પર્ફોમિરંગ આર્ટ્સએ લીધું છે.
હ્યુસ્ટન અવકાશ કેન્દ્ર એ નાસાના સત્તાવાર મુલાકાતીઓનું કેન્દ્ર છે, જે લીન્ડન બી જોહન્સન સ્પેસ સેન્ટર તરીકે ઓળખાય છે. અહીં કોઈ પણ વ્યક્તિને મૂન રોક્સ (ચંદ્ર પરથી લવાયેલા ખડકો), શટલ સિમ્યુલેટર સહિત વિવિધ પ્રદર્શન આકર્ષે છે. અહીં નાસાનું માનવીય અવકાશી ઉડ્ડયન કાર્યક્રમના ઇતિહાસ વિશે પણ પ્રદર્શન જોવા મળે છે.
અર્થ ક્વેસ્ટ એડવેન્ચર્સએ 1,600 એકરમાં ફેલાયેલો ઇકો-ગ્રીન થીમ પાર્ક અને રીચર્સ સેન્ટર છે, જે વર્ષ 2013માં શરૂ થવાની અપેક્ષા છે.
અન્ય આકર્ષક પ્રવાસન સ્થળોમાં ધ ગેલેરિયા (ટેક્સાસનું સૌથી મોટું શોપિંગ મોલ, જે શહેરના મુખ્ય ડિસ્ટ્રિક્ટમાં સ્થિત છે), ઓલ્ડ માર્કેટ સ્ક્વેયર, ધ ડાઉનડાઉન એક્વેરિયમ (શહેરની મધ્ય ભાગમાં સ્થિત માછલી ઘર) અને સેમ હ્યુસ્ટન રેસ પાર્ક સામેલ છે.
રમત ગમત
ફેરફાર કરોહ્યુસ્ટન પાસે લગભગ દરેક મુખ્ય વ્યાવસાયિક રમતની ટીમ છે, એકમાત્ર એનએચએલનું જ પ્રતિનિધિત્વ નથી. હ્યુસ્ટન એસ્ટ્રોસ (એમએલબી), હ્યુસ્ટન ટેક્સાન્સ (એનએફએલ), હ્યુસ્ટન ડાયનેમો (એમએલએસ), હ્યુસ્ટન એરોસ (એએચએલ), હ્યુસ્ટન રેંગલર્સ (ડબલ્યુટીટી), હ્યુસ્ટન ટેકર્સ (એબીએ), હ્યુસ્ટન એનર્જી (આઇડબલ્યુએફએલ), હ્યુસ્ટન લીઓન્સ (પીડીએલ), એચ-ટાઉન ટેક્સાસ સાયકલોન્સ (આઇડબલ્યુએફએલ પણ), હ્યુસ્ટન પાવર (ડબલ્યુએફએ) અને હ્યુસ્ટન લાઇટનિંગ (એસઆઇએફએલ) હ્યુસ્ટન આધારિત છે અને આ ટીમો હ્યુસ્ટનને પોતાનું ઘર ગણે છે.
મિનિટ મેઇડ પાર્ક (એસ્ટ્રોસનું ઘર) અને ટોયોટા સેન્ટર (રોકેટ્સ અને એરોસનું ઘર) શહેરની મધ્યભાગમાં સુધરેલા વિસ્તારમાં સ્થિત છે. શહેરમાં રિલાયન્ટ એસ્ટ્રોડોમ છે, જે દુનિયાનું પહેલું ગુંબજ ધરાવતું સ્ટેડિયમ છે, તે એનએફએલનું પહેલું રીટ્રેક્ટેબ્લ-રુફ (છાપરું ખેંચી શકાય તેવું) રિલાયન્ટ સ્ટેડિયમ પણ ધરાવે છે. હ્યુસ્ટનમાં રમતગમતની અન્ય સુવિધાઓમાં હોફહેઇન્ઝ પેવેલિયન, રિલાયન્ટ એરેના (અગાઉ ડબલ્યુએનબીએના હ્યુસ્ટન કોમેટ્સનું ઘર, હવે લાઇટનિંગનો આધાર બન્યું છે) અને રોબર્ટસન સ્ટેડિયમ (બંનેનો ઉપયોગ યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન કોલેજિએટ સ્પોર્ટ્સ થાય છે, રોબર્ટ્સનનો ઉપયોગ હ્યુસ્ટન ડાયનેમો માટે પણ થાય છે) અને રાઇસ સ્ટેડિયમ (રાઇસ યુનિવર્સિટી ઓવલ્સ ફૂટબોલ ટીમનું ઘર ગણાય છે) છે. રિલાયન્સ એસ્ટડ્રોમનો અવારનવાર ઉપયોગ થાય છે, જેમાં પહેલી એપ્રિલ, 2001ના રોજ રેસ્લમેનિયા એક્સ-સેવનના વર્લ્ડ રેસ્લિંગ એન્ટરટેઇન્મેન્ટનું આયોજન થયું હતું તથા અહીં સૌથી વધુ 67,925 દર્શકોની હાજરીનો વિક્રમ છે.[૧૪૧] શહેરમાં પાંચ એપ્રિલ, 2009ના રોજ રિલાયન્ટ સ્ટેડિયમ ખાતે રેસ્લમેનિયા 25નું પણ આયોજન થયું હતું.[૧૪૨]
તાજેતરમાં હ્યુસ્ટનમાં 2004 મેજર લીગ બેઝબેલ ઓલ-સ્ટાર ગેમ, ધ 2000 આઇએચએલ ઓલ-સ્ટાર ગેમ, ધ 2005 બિગ 12 કોન્ફરન્સ ફૂટબોલ ચેમ્પિયનશિપ ગેમ, ધ 2006 એનબીએ ઓલ-સ્ટાર ગેમ, વર્ષ 2001 અને વર્ષ 2006 સુધી ધ યુ. એસ. મેન્સ ક્લે કોર્ટ ચેમ્પિયનશિપ્સ અને વર્ષ 2003 અને 2004માં ટેનિસ માસ્ટર્સ કપ તેમજ વાર્ષિક શેલ હ્યુસ્ટન ઓપન ગોલ્ફ ટુર્નામેન્ટ જેવી મુખ્ય રમતોનું આયોજન થયું છે. હ્યુસ્ટન એલપીજીએ ગોલ્ફ સીઝન ધ એલપીજીએ ટૂર ચેમ્પિયનશિપમાં અંતિમ સત્તાવાર રમતનું આયોજન કરશે, જેની શરૂઆત વર્ષ 2009થી થઈ છે. શહેરમાં દર વર્ષે ફેબ્રુઆરીમાં વાર્ષિક એનસીએએ કોલેજ બેઝબોલ મિનિટ મેઇડ ક્લાસિક અને ડીસેમ્બરમાં એનસીએએ ફૂટબોલની ટેક્સાસ બાઉલનું આયોજન થાય છે. હ્યુસ્ટનમાં બે વખત સુપર બાઉલ ચેમ્પિયનશિપનું આયોજન થાય છે. વર્ષ 1974માં રાઇસ સ્ટેડિયમ ખાતે સુપર બાઉલની આઠમી આવૃત્તિનું આયોજન થયું હતું અને વર્ષ 2004માં રિલાયન્ટ સ્ટેડિયમ ખાતે સુપર બાઉલ 38 રમાઈ હતી. 1998થી 2001 વચ્ચે કાર્ટ ઓટો રેસિંગ સીરિઝે શહેરની મધ્યમાં વિવિધ માર્ગો પર વાર્ષિક રેસ ગ્રાન્ડ પ્રિક્સ ઓફ હ્યુસ્ટનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ પાંચ વર્ષ રેસનું આયોજન થયું નહોતું, પણ વર્ષ 2006 અને 2007માં રિલાયન્ટ પાર્ક સંકુલની ફરતે માર્ગો પર ચેમ્પ કાર રેસ ફરી યોજાઈ હતી. જોકે ચેમ્પ કારને વર્ષ 2008માં હરિફ ઇન્ડી રેસિંગ લીગ (આઈઆરએલ) સાથે ભેળવી દેવાઈ હતી અને હ્યુસ્ટન રેસને બંધ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. હ્યુસ્ટન રેસવે પાર્ક હ્યુસ્ટનની બહાર બેટાઉન નજીક સ્થિત છે અને તે એનએચઆરએ અને ઓટો રેસિંગના અન્ય સ્વરૂપોનું આયોજન કરે છે.[૧૪૩]
મીડિયા
ફેરફાર કરોહ્યુસ્ટન એકમાત્ર મુખ્ય દૈનિક અખબાર હ્યુસ્ટન ક્રોનિકલ છે, જે વ્યાપક પહોંચ અને વિતરણ વ્યવસ્થા ધરાવે છે. હ્યુસ્ટ ક્રોનિકલ દૈનિક અખબારની માલિક અને સંચાલક કંપની હર્સ્ટ કોર્પોરેશનએ વર્ષ 1995માં તેના મુખ્ય હરિફ હ્યુસ્ટન પોસ્ટ ની અસ્કામતો ખરીદી લઈ તેની કામગીરી બંદ કરી દીધી હતી. હ્યુસ્ટન પોસ્ટ ની માલિકી શહેરના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર બિલી હોબી ના પરિવારની હતી. આ શહેરના અન્ય મુખ્ય પ્રકાશન હ્યુસ્ટન પ્રેસ છે, જે નિઃશુલ્ક વૈકલ્પિક સાપ્તાહિક છે, જે 3,00,000 કરતાં વધારે વાચકો ધરાવે છે.[૧૪૪]
હ્યુસ્ટન વિસ્તારમાં જાહેર ટેલીવિઝન સ્ટેશન કેયુએચટી અને જાહેર રેડિયો સ્ટેશન કેયુએચએફ કાર્યરત છે. બંને સ્ટેશનનો પરવાનો અને તેનું સંચાલન હ્યુસ્ટન યુનિવર્સિટી કરે છે. કેયુએચટી (ચેનલ 8) એક પીબીએસનું સભ્ય સ્ટેશન અને અમેરિકામાં પહેલું જાહેર ટેલીવિઝન સ્ટેશન છે જ્યારે કેયુએચએફ (88.7 એફએમ) એક એનપીઆર સભ્ય સ્ટેશન છે. બંને સ્ટેશનનું પ્રસારણ હ્યુસ્ટન યુનિવર્સિટીમાં સ્થિત જાહેર પ્રસારણના લીરોય એન્ડ લુસિલ મેલ્શેર કેન્દ્ર પરથી થાય છે.
હ્યુસ્ટનમાં મીડિયા ક્ષેત્રની અગ્રણી હસ્તીઓમાંની એક ડેવ વોર્ડ છે, જે શહેરના તમામ કોઈ પણ સ્ટેશન પર લાંબા સમયગાળાથી એન્કર તરીકે સેવા આપે છે. વોર્ડ 40 કરતાં વધારે વર્ષથી કેટીઆરકે-ટીવીનું સંચાલન કરે છે. રોન સ્ટોનએ ચેનલ 2 ન્યૂઝનું 1972થી 1992 સુધી એમ 20 વર્ષ સંચાલન કર્યું હતું. એનબીસી માન્યતાપ્રાપ્ત કેપીઆરસી-ટીવી પર ધ આઇઝ ઓફ ટેક્સાસ નું છેલ્લાં ત્રણ દાયકા કરતાં વધારે સમયથી પ્રસારિત થતી સાંસ્કૃતિક સંગ્રહ શ્રેણી ધ આઇઝ ઓફ ટેક્સાસનું સંચાલન રે મિલર કરી રહ્યાં છે, જેઓ માર્વિન ઝિન્દલેર તરીકે પણ જાણીતા છે. 1960ના દાયકાના અંતિમ વર્ષોમાં મિલરે ટેક્સાસની ન્યૂઝવુમેન તરીકે કે બેઇલી હચિસ્સન સાથે કરાર કર્યો હતો, જે મૂળ ગેલ્વેસ્ટોનના રહેવાસી છે. પાછળથી બેઇલીએ ટેક્સાસ હાઉસમાં પ્રતિનિધિત્વ કર્યું હતું અને અમેરિકાના સેનેટ બન્યાં હતાં.
આર્કિટેક્ચર
ફેરફાર કરોહ્યુસ્ટન ઉત્તર અમેરિકામાં સૌથી ઊંચી બહુમાળી બિલ્ડિંગો ધરાવવામાં ત્રીજું સ્થાન ધરાવે છે અને દુનિયાના ટોચના 10 શહેરોમાંનું એક છે.[૧૪૫][૧૪૬] શહેરમાં સાત માઇલ (11 કિમી) લંબાઈ ધરાવતી ટનલ સીસ્ટમ અને સ્કાયવોક્સ છે, જે શહેરની મધ્ય ભાગમાં સ્થિત બિલ્ડિંગોને જોડે છે, જે દુકાનો, રેસ્ટોરાં અને અનુકૂળ સ્ટોર્સ ધરાવે છે. આ સીસ્ટમ પદયાત્રીઓને એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જતાં ઉનાળામાં ગરમીથી અને ચોમાસામાં વરસાદથી બચાવે છે.
1960ના દાયકામાં હ્યુસ્ટનના મધ્ય ભાગમાં મધ્યમ ઊંચાઈ ધરાવતા ઓફિસના માળખા હતાં, પણ તે પછી અત્યાર સુધી અમેરિકામાં સૌથી વધુ ઊંચી વિવિધ બહુમાળી બિલ્ડિંગ ધરાવતા શહેરોમાંનું એક બની ગયું છે. 1970માં ઊર્જા ક્ષેત્રમાં તેજી આવતાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા મોટા પ્રોજેક્ટ્સ લોંચ કર્યા હતા જેના પગલે શહેરના મધ્ય વિસ્તારમાં તેજીની શરૂઆત થઈ હતી. 1970ના દાયકા દરમિયાન એક પછી એક બહુમાળી ભવનોનું નિર્માણ થયું હતું, જેમાંથી ઘણી બધા ભવનોનું નિર્માણ રિયલ એસ્ટેટ ડેવલપર જેરાલ્ડ ડી હાઇન્સએ કર્યું હતું. આ તબક્કો હ્યુસ્ટનના સૌથી ઊંચા બહુમાળી ભવન જે પી મોર્ગન ચેઝ ટાવરના નિર્માણ સાથે પરાકાષ્ઠા પર હતો, જેમાં 75 માળ છે 1,002-foot (305 m)અને તેની ઊંચાઈ 1,002 ફીટ છે, અગાઉ આ ટાવર ટેક્સાસ કોમર્સ ટાવર તરીકે જાણીતો હતો. તેનું નિર્માણ 1982માં પૂર્ણ થયું હતું. ટેક્સાસમાં તે સૌથી વધારે ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગ છે જ્યારે અમેરિકામાં આ દ્રષ્ટિએ 10મી સૌથી ઊંચી અને દુનિયામાં 30મી સૌથી ઊંચી બિલ્ડિંગ છે. 1983માં 71 માળની અને 992-foot (302 m)ઊંચાઈ ધરાવતી વેલ્સ ફાર્ગો પ્લાઝા (અગાઉ એલાયડ બેન્ક પ્લાઝા)નું નિર્માણ પૂર્ણ થયું હતું, જે હ્યુસ્ટન અને ટેક્સાસની બીજી સૌથી ઊંચી બિલ્ડિંગ બની ગઈ હતી. છત સુધીની ઊંચાઈને આધારે તે અમેરિકાની 13મી સૌથી ઊંચી અને દુનિયાની 36મી સૌથી ઊંચી બિલ્ડિંગ છે. વર્ષ 2007 સુધી હ્યુસ્ટનના મધ્ય વિસ્તારમાં 4.3 કરોડ ચોરસ ફૂટ (4,000,000 મીટર) ઓફિસ સ્પેસ હતી.[૧૪૭]
પોસ્ટ ઓક બોલીવર્ડ અને વેસ્ટહેઇમર રોડ પર કેન્દ્રીત અપટાઉન ડિસ્ટ્રિક્ટમાં 1970ના દાયકામાં અને 1980ના દાયકાની શરૂઆતમાં તેજી આવી હતી અને ઇન્ટરસ્ટેટ 610 વેસ્ટને સમાંતર મધ્યમ ઊંચાઈ ધરાવતી ઓફિસ બિલ્ડિંગ્સ, હોટેલ્સ અને રીટેલ ડેવલપમેન્ટ્સ દેખાયું હતું. અપટાઉન (શહેરનો ઉપરનો વિસ્તાર) વૃદ્ધિ પામતા શહેરના સૌથી વધુ પ્રભાવશાળી વિસ્તારોમાંનો એક છે. અપટાઉનમાં સૌથી વધારે ઊંચાઈ ધરાવતું બિલ્ડિંગ વિલિયમ ટાવર છે, જેમાં 64 માળ છે. તેની ઊંચાઈ 901-foot (275 m)છે અને ડીઝાઇન ફિલિપ જોહન્સન અને જોહન બર્ગીએ તૈયાર કરી હતી. આ ટાવર 1999 સુધી ટ્રાન્સકો ટાવર તરીકે જાણીતું હતું. તે સમયે સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટની બહાર સ્થિતિ આ ટાવર દુનિયાનું સૌથી ઊંચું બિલ્ડિંગ ગણાતું હતું. અપટાઉન ડિસ્ટ્રિક્ટમાં આઈ એમ પેઇ, સીઝર પેલ્લી અને ફિલિપ જોહન્સન જેવા પ્રસિદ્ધ આર્કિટેક્ટ્સ દ્વારા ડીઝાઇન થયેલા અન્ય બિલ્ડિંગ્સ પણ છે. 1990ના દાયકાના અંતે અને 2000ના દાયકાની શરૂઆતમાં મધ્યમ ઊંચાઈ અને અત્યંત ઊંચાઈ ધરાવતા રહેણાંક ટાવરના નિર્માણમાં નાની તેજી આવી હતી, જેમાંથી કેટલાંક 30 માળની ઊંચાઈ ધરાવે છે.[૧૪૮][૧૪૯][૧૫૦] વર્ષ 2002માં અપટાઉનમાં 2.3 ચોરસ ફૂટ (2,100,000 મીટર) ઓફિસ સ્પેસ હતી, જેમાંથી 1.6 કરોડ ચોરસ ફૂટ (1,500,000 મીટર) એ ક્લાસની ઓફિસ સ્પેસ હતી.[૧૫૧]
ગુનાકીય પ્રવૃત્તિ
ફેરફાર કરોહ્યુસ્ટન પોલીસ વિભાગ પોલીસ સેવાઓ પૂરી પાડે છે. અમેરિકાના શહેરોમાં સૌથી વધુ હત્યા ધરાવતા શહેરોમાં હ્યુસ્ટનનું સ્થાન 46મું છે. વર્ષ 2005માં આ શહેરની વસ્તી 2,50,000 હતી અને એક લાખની વસ્તી દીઠ માથાદીઠ હત્યાનો દર 16.3 હતો.[૧૫૨] જોકે 10,00,000ની વસ્તી ધરાવતા અમેરિકાના શહેરોમાં હ્યુસ્ટન હત્યાના દરમાં ત્રીજું સ્થાન ધરાવે છે. આ આંકડા તો સ્થાનિક ટીવી સમાચાર સંશોધક માર્ક ગ્રીનબ્લાટ્ટે શોધ્યું કે હ્યુસ્ટન પોલીસ વિભાગે વર્ષ 2005માં ખૂનના સંખ્યા ઓછી દેખાડી છે તે પછીના છે. શહેરમાં હત્યાની સંખ્યામાં ફક્ત બેનો સત્તાવાર વધારો થાય તો તે આ બાબતે બીજું સ્થાન મેળવશે.[૧૫૩] વર્ષ 2004ની સરખામણીમાં વર્ષ 2005માં અહિંસક અપરાધોની સંખ્યામાં બે ટકા ઘટાડો થયો છે ત્યારે હત્યાની સંખ્યામાં 23.5 ટકાનો વધારો થયો છે.[૧૫૪] વર્ષ 2005થી હ્યુસ્ટનમાં અપરાધમાં ઉછાળો આવ્યો છે, જેના માટે હ્યુસ્ટન પોલીસ વિભાગ કેટરિના ચક્રવાત પછી ન્યૂ ઓરલીઆન્સમાંથી લોકોના પ્રવાહને જવાબદાર ઠેરવે છે.[૧૫૫] કેટરિના પછી, 2004માં નવેમ્બર અને ડીસેમ્બર, 2005માં હ્યુસ્ટનમાં હત્યાના દરમાં 70 ટકાનો વધારો થયો હતો. શહેરમાં વર્ષ 2005માં 336 હત્યા થઈ હતી [૧૫૪]જ્યારે વર્ષ 2004માં 272.[૧૫૬] હ્યુસ્ટનમાં હત્યાના દર એક લાખ નિવાસીઓ દીઠ વર્ષ 2005માં 16.33 હતો જે વર્ષ 2006માં વધીને 17.24 થયો હતો.[૧૫૭] વર્ષ 2006માં હત્યાનો આંક વધીને 379 થયો હતો.[૧૫૪] ધ ટાઇમ્સ પિકાયૂનેમાં પ્રસિદ્ધ થયેલ લેખમાં વિવાદ થયો હતો. તેમાં દલીલ કરવામાં આવી હતી કે શહેરમાં અપરાધની સંખ્યા માટે વધવા માટે કેટરિના તોફાન પછી સ્થળાંતરિત થઈને આવેલા લોકો જવાબદાર ઠેરવવામાં આવે છે પણ હકીકત એ છે કે તેમના આગમન પહેલાં શહેરમાં અપરાધની સંખ્યા વધતી રહી છે. [૧૫૮]શહેરના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્થળાંતરિત કરીને આવેલા મોટા ભાગના નાગરિકો કાયદાનું પાલન કરે છે, પણ વાસ્તવિક સમસ્યા હ્યુસ્ટનની વસ્તીમાં રાતોરાત 10 ટકાનો વધારો છે, જેના પગલે નાગરિકોની સરખામણીમાં પોલીસ અધિકારીઓનું પ્રમાણ ઘટ્યું છે. [૧૫૯]જર્નલ ઓફ ક્રિમિનલ જસ્ટિસમાં વર્ષ 2010માં પ્રકાશિત થયેલ અભ્યાસે પણ વિવાદ સર્જયો હતો. તેમાં સ્થળાંતર કરીને આવેલા લોકોને કારણે હ્યુસ્ટન અને ફિનિક્સમાં અપરાધમાં વધારો થયો હોવાની વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. [૧૬૦]
1970ના દાયકાની શરૂઆતમાં હ્યુસ્ટન, પાસાડેના અને કેટલાંક દરિયાઈ શહેરો હ્યુસ્ટનમાં સામૂહિક હત્યા ના સ્થળ હતા, જે તે સમયે અમેરિકાના ઇતિહાસમાં શ્રેણીબદ્ધ હત્યાનો ખરાબ કેસ હતો.[૧૬૧][૧૬૨]
અન્ય શહેરોમાં હ્યુસ્ટન નશીલ દ્રવ્યોની હેરફેરનું મુખ્ય કેન્દ્ર છે, જે અન્ય અમેરિકન બજારોમાં વિતરકોને કોકેન, મારિજુઆના, હેરોઇન, એમડીએમએ અને મેથામ્ફેટામાઇનનો પુરવઠો પૂરો પાડે છે.[૧૬૩]
વર્ષ 2007માં ટેક્સાસ રાજ્યમાં વાહનોની ચોરીમાં હ્યુસ્ટને ટોચનું સ્થાન મેળવ્યું હતું અને તે વર્ષે હ્યુસ્ટન મેટ્રોપોલિટન વિસ્તારમાં 31,000 કરતાં વધારે વાહનોની ચોરી થઈ હતી.[૧૬૪] અમેરિકામાં 50 મોટા શહેરોમાં સુરક્ષિત પડોશીઓનો નિર્ણય લેવા વર્ષ 2010માં NeighborhoodScout.com સાથે ભાગીદારીમાં પર્સનલ ફાઇનાન્સ બ્લોગ WalletPop.comમાં જણાવવામાં આવ્યું હતું કે હ્યુસ્ટનમાં વેસ્ટહેઇમર રોડ અને ટેક્સાસ સ્ટેટ હાઇવે 6 એકબીજાને કાપે છે ત્યાં સૌથી ઓછા ગુના થાય છે.[૧૬૫]
પરિવહન
ફેરફાર કરોહ્યુસ્ટનની પરિવહન વ્યવસ્થામાં ઓટોમાબોઇલનું પ્રભુત્વ છે અને 71.7 ટકા રહેવાસીઓ એકલા કામકાજ માટે ડ્રાઇવિંગ કરે છે.[૧૬૬] આ સુવિધા હ્યુસ્ટનની ફ્રીવે સીસ્ટમ મારફતે પૂરી પાડવામાં આવે છે.739.3 miles (1,189.8 km) તેમાં 10 કાઉન્ટી મેટ્રોપોલિટન વિસ્તારમાં 739.3 માઇલનો (1,189.8 કિમી) ફ્રીવે અને એક્સપ્રેસવે સામેલ છે.[૧૬૭] તેની હાઇવે સીસ્ટમ અનેક લૂપ દ્વારા કાર્યરત હબ એન્ડ સ્પોક ફ્રીવે માળખાનો ઉપયોગ કરે છે. સૌથી અંદરની લૂપ ઇન્ટરસ્ટેટ 610 છે, જે શહેરની મધ્ય, મેડિકલ સેન્ટર અને અનેક મહત્વપૂર્ણ પડોશી કેન્દ્રો સાથે 10-mile (16 km)નો ડાયામીટર ધરાવે છે. બેલ્ટવે 8 અને તેનો મુખ્ય ફ્રીવે સેમ હ્યુસ્ટન ટોલવે વચ્ચેની લૂપ રચે છે, જેનો ડાયામીટર અંદાજે 25 માઇલ (40 કિમી) છે.25 miles (40 km) પ્રસ્તાવિત હાઇવે પ્રોજેક્ટ સ્ટેટ હાઇવે 99 (ધ ગ્રાન્ડ પાર્કવે) હ્યુસ્ટનની બહાર ત્રીજી લૂપ રચશે. અત્યારે સ્ટેટ હાઇવે 99ના 11 સેગમેન્ટમાંથી ફક્ત બે પૂર્ણ થયા છે. હ્યુસ્ટન પ્રસ્તાવિત ઇન્ટરસ્ટેટ 69 નાફ્ટા સુપરહાઇવેના રુટને સમાંતર છે, જે શહેરને કેનેડા, અમેરિકાના ઔદ્યોગિક વિસ્તાર મિડવેસ્ટ, ટેક્સાસ અને મેક્સિકો સાથે જોડશે. અન્ય સ્પોક ફ્રીવેઝની યોજના બની ગઈ છે અથવા તેનું નિર્માણ ચાલી રહ્યું છે, જેમાં ફોર્ટ બેન્ડ પાર્કવે, હાર્ડી ટોલ રોડ, ક્રોસ્બી ફ્રીવે અને ભવિષ્યનો એલ્વિન ફ્રીવે સામેલ છે.
હ્યુસ્ટનની ફ્રીવે સીસ્ટમ પર હ્યુસ્ટન ટ્રાન્સ્ટાર નજર રાખે છે, જે ચાર સરકારી એજન્સીઓની ભાગીદારીમાં રચાયેલી સંસ્થા છે અને આ પ્રદેશમાં પરિવહન અને કટોકટીયુક્ત વ્યવસ્થાપન સેવાઓ પૂરી પાડવાની જવાબદારી ધરાવે છે. હ્યુસ્ટન ટ્રાન્સ્ટાર દેશનું પહેલું કેન્દ્ર હતું, જેમાં પરિવહન અને કટોકટીયુક્ત વ્યવસ્થા કેન્દ્રો સંયુક્તપણે કાર્યરતા હતા અને તેમાં પહેલી વખત ચાર એજન્સીઓ (ટેક્સાસ ડીપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન, હેરિસ કાઉન્ટ, ટેક્સાસ, મેટ્રોપોલિટન ટ્રાન્ઝિટ ઓથોરિટી ઓફ હેરિસ કાઉન્ટી, ટેક્સાસ અને ધ સિટી ઓફ હ્યુસ્ટન) તેમના સ્રોતોની વહેંચણી કરવા એકત્ર થઈ છે.[૧૬૮]
ધ મેટ્રોપોલિટન ટ્રાન્ઝિટ ઓથોરિટી ઓફ હેરિસ કાઉન્ટી, ટેક્સાસ અથવા મેટ્રો બસ, લાઇટ રેલ અને લિફ્ટ વાન સ્વરૂપે જાહેર પરિવહન સેવા પૂરી પાડે છે. મેટ્રોના જાહેર પરિવહનના વિવિધ સ્વરૂપો હજુ પણ બૃહદ શહેરના ઉપનગરોમાંથી અનેક સાથે જોડાયેલા નથી. મેટ્રોએ લાઇટ રેલ સેવા 1 જાન્યુઆરી, 2004ના રોજ શરૂ કરી હતી, જેનો શરૂઆતનો ટ્રેક("Red Line") 8 miles (13 kilometres)થી University of Houston–Downtown (UHD) દોડ્યો હતો, જે Texas Medical Centerઅને Reliant Park ટર્મિનેટ્સ સુધી દોડે છે. હાલ મેટ્રોની 10 વર્ષની વિસ્તરણ યોજના ડીઝાઇન તબક્કામાં છે, જેમાં વર્તમાન સીસ્ટમમાં વધુ પાંચ લાઇન ઉમેરાશે.[૧૬૯]
રાષ્ટ્રીય રેલ પેસેન્જર સીસ્ટમ એમટ્રેક વાયા Sunset Limited(Los Angeles–New Orleans) હ્યુસ્ટનને સેવા પૂરી પાડે છે, જે શહેરના મધ્યવિસ્તારની ઉત્તરે એક ટ્રેન સ્ટેશન પર વિરામ લે છે. નાણાકીય વર્ષ 2007-08માં આ સ્ટેશન પર 14,891 બોર્ડિંગ્સ અને લાઇટિંગ જોવા મળ્યાં હતાં.[૧૭૦]
હ્યુસ્ટન ત્રણ એરપોર્ટ્સ ધરાવે છે, જેમાંથી બે એરપોર્ટ વ્યાવસાયિક છે, જેણે વર્ષ 2007માં 5.2 કરોડ મુસાફરોને સેવા આપી હતી. તેનું વ્યવસ્થાપન હ્યુસ્ટન એરપોર્ટ સીસ્ટમ કરે છે.[૧૭૧] ધ ફેડરેલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને ટેક્સાસ રાજ્યએ વર્ષ 2005 માટે એરપોર્ટ ઓફ ધ યર તરીકે હ્યુસ્ટન એરપોર્ટ સીસ્ટમની પસંદગી કરી હતી. તેની પાછળ હ્યુસ્ટનમાં બંને મુખ્ય એરપોર્ટ્સ માટે 3.1 અબજ ડોલરનો બહુવાર્ષિક એરપોર્ટ સુધારણા કાર્યક્રમ મુખ્યત્વે જવાબદાર છે. શહેરનું મુખ્ય એરપોર્ટ જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ (આઇએએચ) છે, જે કુલ મુસાફરો માટે અમેરિકાનું આઠમું સૌથી મોટું અને દુનિયાનું 16મું સૌથી વધારે વ્યસ્ત એરપોર્ટ છે.[૧૭૨] 182 સ્થળો સાથે જોડાયેલું અને નોન-સ્ટોપ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સેવા આપતું બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ અત્યારે અમેરિકાનું ત્રીજું ટોચનું એરપોર્ટ છે.[૧૭૩] વર્ષ 2006માં અમેરિકાના પરિવહન વિભાગએ જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ નામ આપ્યું હતું, જે અમેરિકામાં ઝડપથી વિકસતા ટોચના 10 એરપોર્ટ્સમાંનું એક છે.[૧૭૪] હ્યુસ્ટન કોન્ટિનેન્ટલ એરલાઇન્સનું વડુંમથક છે અને બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ કોન્ટિનેન્ટલ એરલાઇન્સનું સૌથી મોટું કેન્દ્ર છે. આ એરલાઇન હ્યુસ્ટનથી રવાના થવા દરરોજ 700 કરતાં વધારે ફ્લાઇટ ઓફર કરે છે.[૧૭૫] વર્ષ 2007ની શરૂઆતમાં અમેરિકાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન દ્વારા બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર ગણાવાયું છે.[૧૭૬] ધ હ્યુસ્ટન એર રુટ ટ્રાફિક કન્ટ્રોલ સેન્ટર જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટસ પર સ્થિત છે. બીજું સૌથી મોટું વ્યાવસાયિક એરપોર્ટ વિલિયમ પી હોબી એરપોર્ટ (1967 સુધી હ્યુસ્ટન ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ અપાયું હતું), જે મુખ્યત્વે લઘુથી મધ્યમ કક્ષાની સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. હ્યુસ્ટનના ઉડ્ડયન ક્ષેત્રનો ઇતિહાસ 1940 એર ટર્મિનલ મ્યુઝીયમમાં દેખાડવામાં આવ્યો છે, જે એરપોર્ટની પશ્ચિમ બાજુએ જૂનાં ટર્મિનલ બિલ્ડિંગમાં સ્થિત છે. હોબી એરપોર્ટને એરપોર્ટસ્ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા વિશ્વમાં ટોચના પાંચ અસરકારક એરપોર્ટમાંથી એક હોવાનો અને ગ્રાહકોને ઉત્તમ સેવા પૂરી પાડવા માટેનું સન્માન આપવામાં આવ્યું છે.[૧૭૭] હ્યુસ્ટનનું ત્રીજું મ્યુનિસિપલ એરપોર્ટ એલિંગ્ટન એરપોર્ટ છે (અગાઉ અમેરિકન એર ફોર્સ બેઝ), જેનો ઉપયોગ સૈન્ય, સરકાર, નાસા અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રો દ્વારા થાય છે.[૧૭૮]
હેલ્થેકર અને મેડિસિન
ફેરફાર કરોહ્યુસ્ટનમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ટેક્સાસ મેડિકલ સેન્ટર છે, જે દુનિયાની સૌથી મોટી સંશોધન અને હેલ્થકેર સંસ્થાઓ ધરાવે છે.[૧૭૯] ટેક્સાસ મેડિકલ સેન્ટરની બધા 47 સભ્યો બિનનફાકારક સંસ્થાઓ (નફો કરવાનો ઉદ્દેશ ન ધરાવતી સંસ્થાઓ) છે. તેઓ દર્દીઓને રોગ અટકાવવાની સુવિધા પૂરી પાડે છે તેમજ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમુદાયને સંશોધન અને શિક્ષણની તક આપે છે. 73,600 કરતાં વધારે લોકોને રોજગારી આપતી આ સંસ્થાઓમાં 13 હોસ્પિટલ અને બે વિશિષ્ટ સંસ્થાઓ, બે મેડિકલ સંસ્થાઓ, ચાર નર્સિગ સંસ્થાઓ અને ડેન્ટિસ્ટ્રી સંસ્થા, જાહેર સ્વાસ્થ્ય, ફાર્મસી અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત તમામ પ્રકારની કારકિર્દી પૂરી પાડતી સંસ્થાઓ સામેલ છે. અહીં પહેલી અને હજુ સુધ સૌથી મોટી એર ઇમરજન્સી સર્વિસ લાઇફ ફ્લાઇટની રચના થઈ છે તેમજ અત્યંત સફળતા આંતરસંસ્થાકીય ટ્રાન્સ્પ્લાન્ટ કાર્યક્રમ વિકસાવવામાં આવ્યો છે. દુનિયા હ્રદય સાથે સંબંધિત શસ્ત્રક્રિયાઓ સૌથી વધુ ટેક્સાસ મેડિકલ સેન્ટરમાં થાય છે.[૧૮૦]
સેન્ટરમાં કેટલીક અકાદમિક અને સંશોધન સ્વાસ્થ્ય સંસ્થાઓમાં બેલર કોલેજ ઓફ મેડિસિન, ધ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ હેલ્થ સાયન્સ સેન્ટર એટ હ્યુસ્ટન, ધ મેથોડિસ્ટ હોસ્પિટલ, ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ અને ધ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એમ ડી એન્ડરસન કેન્સર સેન્ટર સામેલ છે. બેલર કોલેજ ઓફ મેડિસિન દર વર્ષે દેશની ટોચના દસ મેડિકલ સંસ્થાઓમાં સ્થાન મેળવે છે અને પ્રથમ કક્ષાની અંડરગ્રેજ્યુએટ યુનિવર્સિટી રાઇસ યુનિવર્સિટી સાથે તેનું જોડાણ કરવા વિચારણા ચાલી રહી છે. ધ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એમ ડી એન્ડરસન કેન્સર સેન્ટરને યુ એસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટ દ્વારા વર્ષ 1990થી અત્યાર સુધી કેન્સરની સારવારમાં વિશિષ્ટતા ધરાવતી અમેરિકાની ટોચની 10 હોસ્ટિપલોમાં સ્થાન અપાયું છે.[૧૮૧][૧૮૨] અહીંનું વિખ્યાત માનસિક સારવાર ચિકિત્સા કેન્દ્ર મેન્નિન્જર ક્લિનિકને બેલર કોલેજ ઓફ મેડિસિન એન્ડ ધ મેથોડિસ્ટ હોસ્પિટલ સીસ્ટમે માન્યતા આપી છે.[૧૮૩]
શિક્ષણ
ફેરફાર કરોશહેરમાં 17 સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ કાર્યરત છે. હ્યુસ્ટન ઇન્ડીપેન્ડન્ટ સ્કૂલ ડિસ્ટ્રિક્ટ (એચઆઇએસડી) અમેરિકામાં સાતમું મોટું સ્કૂલ ડિસ્ટ્રિક્ટ છે.[૧૮૪] એચઆઇએસડીમાં 112 કેમ્પસ છે, જે અમેરિકામાં મુખ્ય કે મહત્વપૂર્ણ સ્કૂલ્સ તરીકે કાર્યરત છે. આ સંસ્થા સ્વાસ્થ્ય વ્યવસાય, દ્રશ્ય અને કળાઓ અને વિજ્ઞાન જેવી શાખાઓમાં વિશેષતા ધરાવે છે. અહીં અનેક ચાર્ટર સ્કૂલ્સ છે, જે સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સથી અલગ રીતે ચાલે છે. ઉપરાંત કેટલીક જાહેર સ્કૂલ ડિસ્ટ્રિક્ટ્સ પણ પોતાની ચાર્ટર સ્કૂલ્સ ધરાવે છે.
હ્યુસ્ટન વિસ્તારમાં 300 કરતાં વધારે ખાનગી શાળાઓ કાર્યરત છે, [૧૮૫][૧૮૬][૧૮૭]જેમાંથી અનેક શાળાઓ ટેક્સાસ પ્રાઇવેટ સ્કૂલ એક્રિડેશન કમિશનની માન્યતા ધરાવે છે. હ્યુસ્ટન એરિયા ઇન્ડીપેન્ડન્ટ સ્કૂલ્સ વિવિધ ધર્મ અને ધર્મનિરપેક્ષતાના જુદાં જુદાં અભિપ્રાયોનું શિક્ષણ ઓફર કરે છે.[૧૮૮] હ્યુસ્ટન વિસ્તારોમાં કેથોલિક સ્કૂલ્સનું સંચાલન આર્કડાયોસીસ ઓફ ગેલ્વીસ્ટોન-હ્યુસ્ટન કરે છે.
કોલેજો અને યુનિવર્સિટીઓ
ફેરફાર કરોહ્યુસ્ટનમાં 60 કરતાં વધારે કોલેજ, યુનિવર્સિટી અને અન્ય ડિગ્રીની મંજૂરી આપતી સંસ્થાઓ છે. આ શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજે 3,60,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.[૧૮૯] શહેરમાં સંશોધન અને વિકાસ સાથે ચાર જાહેર યુનિવર્સિટીઓ સંકળાયેલી છે. Rice Universityઅમેરિકાની અગ્રણી શૈક્ષણિક અને સંશોધન યુનિવર્સિટીઓમાંની એક છે, જેને યુ. એસ. ન્યૂઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટ દ્વારા ઉત્તમ યુનિવર્સિટીઓમાં 17મું સ્થાન આપવામાં આવ્યું છે.
હ્યુસ્ટનમાં ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસક્રમો માટે અનેક ખાનગી યુનિવર્સિટીઓ કાર્યરત છે, જેમાં ઉદારવાદી કળાઓની તાલીમ આપતી સંસ્થાઓથી લઈને રાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત ટાયર વન રીસર્ચ યુનિવર્સિટીઓ સામેલ છે.[૧૯૦] હ્યુસ્ટનમાં સંશોધન અને વિકાસ સાથે ચાર જાહેર યુનિવર્સિટીઓ સંકળાયેલી છે. હ્યુસ્ટન યુનિવર્સિટી (યુએચ), ટેક્સાસની ત્રીજી સૌથી મોટી જાહેર સંશોધન યુનિવર્સિટી છે, જેમાં 130 જુદાં જુદાં દેશના 37,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 300 ડિગ્રી પ્રોગ્રામ્સ અને 40 સંશોધન કેન્દ્રો તથા સંસ્થાઓ સાથે યુએચ, યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન સીસ્ટમ (યુએચએસ)ની મુખ્ય સંસ્થા છે અને દેશમાં સૌથી વધારે વૈવિધ્યપૂર્ણ સંશોધનમાં વ્યસ્ત યુનિવર્સિટીઓમાંની એક છે.[૧૯૧][૧૯૨] તેની લો સ્કૂલ-University of Houston Law Center-ને યુ. એસ. ન્યૂઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટે વર્ષ 2008માં ટોચની 100 લો સ્કૂલની યાદીમાં 55મું (ટાયર વન) સ્થાન આપ્યું હતું.[૧૯૩] ટેક્સાસમાં યુએચ એકમાત્ર ઓપ્ટોમેટ્રી સ્કૂલ છે અને છ ફાર્મસી પ્રોગ્રામ્સમાંની એક છે. University of Houston–Clear Lake(યુએચસીએલ) 89 ડિગ્રી પ્રોગ્રામ્સ અને 7,700 વિદ્યાર્થીઓ સાથે મહત્વપૂર્ણ અને ઉચ્ચ સ્તરીય યુનિવર્સિટી છે, જે નાસાના જોહન્સન સ્પેસ સેન્ટરની લગોલગ સ્થિત છે. University of Houston–Downtown (યુએચડી) એક ઓપન એડમિશનfour-year ચાર વર્ષનો અભ્યાસક્રમ ધરાવતી યુનિવર્સિટી છે, જે 46 ડિગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરે છે અને તેમાં 12,300 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ટેક્સાસ સાઉથર્ન યુનિવર્સિટી (ટીએસયુ) એક ઐતિહાસિક અશ્વેત ચાર વર્ષનો ફાર્મસી અભ્યાસક્રમ ધરાવતી યુનિવર્સિટી છે અને થર્ગુડ માર્શલ સ્કૂલ ઓફ લો ધરાવે છે.[૧૯૪] બે ખાનગી ઉદારવાદી કળાઓનો અભ્યાસક્રમ ચાલતી કોલેજો હ્યુસ્ટન બેપ્ટિસ્ટ યુનિવર્સિટી (એચબીયુ) અને યુનિવર્સિટી ઓફ સેન્ટ થોમસ (યુએસટી) છે. વર્ષ 1923માં સ્થપાયેલી સાઉથ ટેક્સાસ કોલેજ ઓફ લો હ્યુસ્ટનની મધ્યમાં સ્થિત એક ખાનગી અને સૌથી જૂની લો સ્કૂલ છે.[૧૯૫]
હ્યુસ્ટન ત્રણ કમ્યુનિટી કોલેજ પણ કેમ્પસ ધરાવે છે. હ્યુસ્ટન કમ્યુનિટી કોલેજ સીસ્ટમ શહેરના મોટા ભાગમાં કામગીરી કરે છે અને અમેરિકામાં ચોથી સૌથી મોટી કમ્યુનિટી કોલેજ સીસ્ટમ છે.[૧૯૬] લોને સ્ટાર કોલેજ સીસ્ટમના વિવિધ કેમ્પસની કામગીરી શહેરના ઉત્તરપૂર્વીય વિસ્તારો મારફતે ઉત્તરપશ્ચિમે ફેલાયેલી છે જ્યારે હ્યુસ્ટનના દક્ષિણપૂર્વીય ભાગમાં સેન જેસિન્ટો કોલેજમાં કાર્યરત છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Houston city, Texas, US Census". US Census. મૂળ માંથી 2009-09-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-02.
- ↑ "Texas by Place - GCT-T1-R. Population Estimates (geographies ranked by estimate)". US Census. મૂળ માંથી 2011-01-03 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-03.
- ↑ "American FactFinder". United States Census Bureau. મેળવેલ 2008-01-31. CS1 maint: discouraged parameter (link)
- ↑ "US Board on Geographic Names". United States Geological Survey. 2007-10-25. મેળવેલ 2008-01-31. CS1 maint: discouraged parameter (link)
- ↑ ૫.૦ ૫.૧ ૫.૨ ૫.૩ McComb, David G. (January 19, 2008). ""Houston, Texas"". Handbook of Texas Online. મેળવેલ 2008-06-01.
- ↑ ૬.૦ ૬.૧ "Fortune 500 2008: Cities". CNN. મેળવેલ 2008-04-22.
- ↑ ૭.૦ ૭.૧ "GaWC - The World According to GaWC 2008". Globalization and World Cities Research Network. મૂળ માંથી 2016-08-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-01.
- ↑ ૮.૦ ૮.૧ અમેરિકન બંદર રેન્કિંગ દ્વારા કાર્ગો વોલ્યુમ 2004. બંદર ઉદ્યોગ માહિતી, અમેરિકન બંદર સત્તામંડળનું સંગઠન . 2004. 2007-01-15 પર સુધારેલ Archived સપ્ટેમ્બર ૨૭, ૨૦૦૭ વૅબેક મશીન પર.
- ↑ ૯.૦ ૯.૧ "Museums and Cultural Arts PDF (31.8 KB)"બૃહદ હ્યુસ્ટન ભાગીદારી . 2009-03-21 પર સુધારેલ.
- ↑ ૧૦.૦ ૧૦.૧ Coutinho, Juliana (2000-09-13). "Brief history of Houston". The Daily Cougar. મૂળ માંથી 2006-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-06.
- ↑ ૧૧.૦ ૧૧.૧ Looscan, Adele B. (1916). "Harris County, 1822–1845". Southwestern Historical Quarterly. 19: 37–64. મૂળ માંથી 2011-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-07.
- ↑ બોર્ન ઓન બાયૂઃ સિટીસ મર્કી સ્ટાર્ટ. જોહન પેરી, સિટી સેવી ઓનલાઇન એડિશન. ઉનાળો 2006માં પ્રકાશિત. 2007-02-06 પર સુધારેલ Archived ઓક્ટોબર ૮, ૨૦૦૭ વૅબેક મશીન પર.
- ↑ Cotham, Edward T. (2004). Sabine Pass: The Confederacy's Thermopylae. Austin, Texas: University of Texas Press. ISBN 0-292-70594-8.
- ↑ જે એચ ડબલ્યુ સ્ટીલ ટૂ સેયર્સ, સપ્ટેમ્બર 11-12, 1900 સંગ્રહિત ૨૦૧૦-૧૧-૧૭ ના રોજ વેબેક મશિન. ટેક્સાસ સ્ટેટ લાઇબ્રેરી એન્ડ આર્કાઇવ કમિશન , 31 ઓગસ્ટ, 2007 પર સુધારેલ
- ↑ Olien, Diana Davids (2002). Oil in Texas: The Gusher Age, 1895–1945. Austin, Texas: University of Texas Press. ISBN 0-292-76056-6. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ "Marvin Hurley, 1910-1920, Houston History". મેળવેલ 2008-04-06.
- ↑ Gibson, Campbell (1998). "Population of the 100 Largest Cities and Other Urban Places in the United States: 1790 to 1990". Population Division, U.S. Census Bureau. U.S. Census Bureau. મેળવેલ 2007-02-06. Unknown parameter
|month=
ignored (મદદ) - ↑ "Houston Ship Channel". TSHA Handbook of Texas. મેળવેલ 2007-02-18.
- ↑ Carlson, Erik (1999). "Ellington Field: A Short History, 1917–1963" (PDF). National Aeronautics and Space Administration. મેળવેલ 2007-02-18. Unknown parameter
|month=
ignored (મદદ) - ↑ Streetman, Ashley. "Houston Timeline". Houston Institute for Culture. મૂળ માંથી 2006-12-08 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-06.
- ↑ હાવ એર કન્ડિશનિંગ ચેન્જ્ડ અમેરિકા. ધ ઓલ્ડ હાઉસ વેબ , 4 એપ્રિલ, 2007 પર સુધારેલ
- ↑ એ શોર્ટ હિસ્ટરી સંગ્રહિત ૨૦૦૭-૦૨-૧૬ ના રોજ વેબેક મશિન. હ્યુસ્ટન જીયોલોજિકલ ઓક્ઝિલરી , 4 એપ્રિ, 2007 પર સુધારેલ
- ↑ "Shipbuilding". TSHA Handbook of Texas. મેળવેલ 2007-02-18.
- ↑ Barks, Joseph V. (November 2001). "Powering the (New and Improved) "Eighth Wonder of the World"". Electrical Apparatus. મૂળ માંથી 2007-12-01 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-16.
- ↑ "Polish-Texans". Texas Almanac 2004-2005. મૂળ માંથી 2007-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-06.
- ↑ "Lee P. Brown - Biography". TheHistoryMakers.com. મૂળ માંથી 2016-11-10 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-22.
- ↑ Ward, Christina (2001-06-18). "Allison's Death Toll Hits 43". RedCross.org. મેળવેલ 2007-01-01.
- ↑ "Katrina's Human Legacy". Houston Chronicle. 2006-08-27. મેળવેલ 2007-08-29.
- ↑ Flakus, Greg (2005-09-25). "Recovery Beginning in Areas Affected by Hurricane Rita". Voice of America News. મૂળ માંથી 2007-01-10 પર સંગ્રહિત. મેળવેલ 2007-01-10.
- ↑ ટેક્સાસ 2007 એપ્રોપ્રિએશન્સ પ્રોજેક્ટ રીક્વેસ્ટ્સની આઠમી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ સંગ્રહિત ૨૦૦૭-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન. કોંગ્રેસમેન કેવિન બ્રેડી, ટેક્સાસનું આઠમું ડિસ્ટ્રિક્ટ. 2007-01-10 પર સુધારેલ
- ↑ અમેરિકાના વસ્તીગણતરી બ્યૂરોમાંથી હ્યુસ્ટન (શહેર) પર ઝડપથી પ્રાપ્ત માહિતીઓ સંગ્રહિત ૨૦૧૦-૦૨-૨૦ ના રોજ વેબેક મશિન. અમેરિકા વસ્તીગણતરી બ્યૂરો. 2009-02-28 પર સુધારેલ.
- ↑ સીઆરડબલ્યુઆર-પ્રીપ્રો અને એચઇએસ-એચએમએસનો ઉપયોગ કરીને બફેલો બાયૂ માટે પૂરની આગામી સંગ્રહિત ૨૦૦૭-૦૨-૦૪ ના રોજ વેબેક મશિન. જળ સ્રોતોમાં સંશોધન માટેનું કેન્દ્ર, ઓસ્ટિન ખાતે ધ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એટ ઓસ્ટિન , 2007-01-10.
- ↑ ડાઉનટાઉન હ્યુસ્ટન, ટેક્સાસ સંગ્રહિત ૨૦૨૦-૦૫-૩૦ ના રોજ વેબેક મશિન. TopoQuest.com 2008-07-05 પર સુધારેલ.
- ↑ યુએસજીએસ સેટ્સુમા (ટીએક્સ) ટોપો મેપ સંગ્રહિત ૨૦૨૦-૦૫-૩૦ ના રોજ વેબેક મશિન. TopoQuest.com . 2008. 2008-07-05 પર સુધારેલ. નોંધઃ હ્યુસ્ટન શહેરની સરહદોને "હ્યુસ્ટન કોર્પ બીડીવાય"ને સમાંતર ડોટેલ લાઇન વડે દર્શાવવામાં આવી છે.
- ↑ સુપર નેબરહૂડ# 1-વિલોબ્રૂક સંગ્રહિત ૨૦૦૬-૧૨-૧૫ ના રોજ વેબેક મશિન. હ્યુસ્ટન શહેર . 2007-01-11 પર સુધારેલ.
- ↑ ૩૬.૦ ૩૬.૧ HOUSTON-GALVESTON, TEXAS Managing Coastal Subsidence PDF (5.89 MB). યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે . 2007-01-11 પર સુધારેલ.
- ↑ હેરિસ કાઉન્ટી. ટેક્સાસની હેન્ડબુક ઓનલાઇન. 2007-01-10 પર સુધારેલ.
- ↑ રાઇસ કલ્ચર. ટેક્સાસની હેન્ડબુક ઓનલાઇન. 2007-01-10 પર સુધારેલ.
- ↑ અર્લ આર વર્કબીક, કાર્લ ડબલ્યુ રાત્ઝલાફ યુઅલ એસ ક્લેન્ટન. "ઉત્તર-મધ્યના વિસ્તાર અને પશ્ચિમ હ્યુસ્ટન મેટ્રોપોલિટન વિસ્તારમાં ફાંટો, ટેક્સાસ", યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સરવે , 2005-09-16. 2006-12-12 પર સુધારેલ.
- ↑ સક્રિય ફાંટના સિદ્ધાંત. સંગ્રહિત ૨૦૦૯-૧૨-૦૫ ના રોજ વેબેક મશિનહ્યુસ્ટન વિસ્તાર, ટેક્સાસ સંગ્રહિત ૨૦૦૯-૧૨-૦૫ ના રોજ વેબેક મશિન, અમેરિકન કૃષિ વિભાગ , મે 1984. 2006-12-14 પર સુધારેલ.
- ↑ ટેક્સાસ ધરતીકંપો સંગ્રહિત ૨૦૦૭-૦૭-૧૫ ના રોજ વેબેક મશિન, યુનિવર્સિટી ઓફ ટેક્સાસ ઇન્સ્ટિટ્યૂટ ફોર જીયોફિઝિક્સ , જુલાઈ 2001. 2007-08-29 પર સુધારેલ.
- ↑ "Weather Stats". Greater Houston Convention and Visitors Bureau. મૂળ માંથી 2008-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2008-10-11.
- ↑ "ટેક્સાસ, હ્યુસ્ટન માટે માસિક સરેરાશ સંગ્રહિત ૨૦૧૦-૧૨-૦૩ ના રોજ વેબેક મશિન", વેધર ચેનલ . 2006-12-14 પર સુધારેલ.
- ↑ "રાષ્ટ્રીય હવામાન માહિતી કેન્દ્ર સંગ્રહિત ૨૦૦૬-૧૨-૧૦ ના રોજ વેબેક મશિન", રાષ્ટ્રીય દરિયાઈ અને વાતવરણીય વહીવટીતંત્ર, અમેરિકન વાણિજ્ય વિભાગ , 2004-06-23. 2006-12-14 પર સુધારેલ.
- ↑ ૪૫.૦ ૪૫.૧ "સરેરાશ સાપેક્ષ ભેજ", ઉતાહ યુનિવર્સિટી ખાતે હવામાન વિભાગ . 2006-12-14 પર સુધારેલ. [મૃત કડી]
- ↑ પવન-સરેરાશ ઝડપ (માઇલ પ્રતિ કલાક). હવામાન વિભાગ, ઉતાહ યુનિવર્સિટી. 1993. 2007-01-10 પર સુધારેલ.
- ↑ એ મોમેન્ટ ઇન બિલ્ડિંગ સંગ્રહિત ૨૦૦૭-૦૨-૦૬ ના રોજ વેબેક મશિન. બ્લુપ્રિન્ટ્સ , વોલ્યુમ 10, નંબર 3, સમર 1992. નેશનલ બિલ્ડિંગ મ્યુઝીયમ. 2007-01-11 પર સુધારેલ.
- ↑ "હિસ્ટરી ફોર હ્યુસ્ટન ઇન્ટરકોન્ટિનેન્ટલ, ટેક્સાસ ઓન મન્ડ, સપ્ટેમ્બર 4, 2000", વેધર અંડરગ્રાઉન્ડ , 2000-09-04. 2006-12-14 પર સુધારેલ.
- ↑ હ્યુસ્ટન એક્સટ્રીમ્સ ડેટા એન્ડ એન્યુઅલ સમરીઝ. રાષ્ટ્રીય હવામાન સેવા, રાષ્ટ્રીય દરિયાઈ અને વાતાવરણીય વહીવટીતંત્ર . 2007-01-05ના રોજ પ્રકાશિત. 2007-01-11 પર સુધારેલ.
- ↑ "સ્ટેટ ઓફ ધ એર 2005, રાષ્ટ્રીય અને પ્રાદેશિક અવલોકન સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૯ ના રોજ વેબેક મશિન", અમેરિકન લંગ એસોસિએશન , 2005-03-25. 2006-02-17 પર સુધારેલ.
- ↑ "સ્ટેટ ઓફ ધ એર 2006, સૌથી વધુ ઓઝોન પ્રદૂષિત શહેરો સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૧ ના રોજ વેબેક મશિન", અમેરિકન લંગ એસોસિએશન . 2006-04-02 પર સુધારેલ.
- ↑ "સમરી ઓફ ઇશ્યૂસ સંગ્રહિત ૨૦૦૮-૦૬-૦૯ ના રોજ વેબેક મશિન", સિટિઝન્સ લીગ ફોર એન્વાર્યન્મેન્ટલ એક્શન નાવ , 2004-08-01. 2006-02-17 પર સુધારેલ.
- ↑ Reinhold, Robert. "FOCUS: Houston; A Fresh Approach To Zoning". New York Times. મેળવેલ 2009-03-27.
- ↑ ૫૪.૦ ૫૪.૧ "Zoning Without Zoning". planetizen.com. મેળવેલ 2009-03-27.
- ↑ "Lack of zoning has paid off for Houston". chron.com, Houston Chronicle. 2008-05-27. મેળવેલ 2009-03-27.
- ↑ "The Healthiest Housing Markets for 2009 - Local Markets, Construction, Home Priceses". Builder Magazine. 2009-02-27. મેળવેલ 2009-03-04.
- ↑ ૫૭.૦ ૫૭.૧ "Office of the Controller, City of Houston". Summary of Significant Accounting Policies. મેળવેલ 2009-03-27.
- ↑ Thomas R. Dye. "Local Government in Texas: Cities, Towns, Counties, and Special Districts". Politics in America, Sixth Edition. મૂળ માંથી 2009-05-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-27.
- ↑ ૫૯.૦ ૫૯.૧ "City Council". City of Houston eGovernment Center. મેળવેલ 2009-03-27.
- ↑ ૬૦.૦ ૬૦.૧ "Mayor's Office". City of Houston eGovernment Center. મેળવેલ 2009-03-27.
- ↑ "Strong Currents of Change". TIME Magazine. 1979-11-19. મૂળ માંથી 2011-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-27.
- ↑ Matt Stiles (2006-08-10). "City Council may grow by two seats, Houston Chronicle". chron.com. મેળવેલ 2009-03-27.
- ↑ ૬૩.૦ ૬૩.૧ ૬૩.૨ ક્લેઇનબર્ગ, સ્ટીફન. હ્યુસ્ટન વિસ્તાર સરવે, 1982–2005 સંગ્રહિત ૨૦૦૭-૦૨-૦૩ ના રોજ વેબેક મશિન, પેજ 40.
- ↑ ફોર્ચ્યુન 500 વેબસાઇટ (રાજ્યઃ ટેક્સાસ) પાંચ જૂન, 2010 પર સુધારેલ.
- ↑ "Alternative Energy in the Houston Region" (PDF). Greater Houston Partnership. મૂળ (PDF) માંથી 2011-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-09.
- ↑ "Alternative Energy in the Houston Region". Greater Houston Convention and Visitors Bureau. મેળવેલ 2009-04-20.
- ↑ "Houston 1998: Overview". World Energy Council. મૂળ માંથી 2009-08-17 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-10.
- ↑ "Chevron Picks Former Enron Building for Consolidation Site". allbusiness.com. મૂળ માંથી 2010-01-09 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-21.
- ↑ "Chevron Pipe Line Company". chevron-pipeline.com. મૂળ માંથી 2012-04-19 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-21.
- ↑ "Welcome to Horizon Wind Energy". મૂળ માંથી 2009-01-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-09.
- ↑ "Energy Industry Overview PDF (24.8 KB)",બૃહદ હ્યુસ્ટન ભાગીદારી . 2009-03-21 પર સુધારેલ.
- ↑ "Port of Houston Firsts PDF (18.2 KB)", હ્યુસ્ટન બંદર સત્તામંડળ , 2007-05-15. 2007-05-27 પર સુધારેલ.
- ↑ "સામાન્ય માહિતી સંગ્રહિત ૨૦૦૮-૦૫-૦૯ ના રોજ વેબેક મશિન", હ્યુસ્ટન બંદર સત્તામંડળ, 2007-05-15. 2007-05-27 પર સુધારેલ.
- ↑ Bustillo, Miguel (2006-12-28). "Houston is Feeling Energized". Los Angeles Times. મેળવેલ 2007-02-06.
- ↑ ૭૫.૦ ૭૫.૧ "Houston Area Profile PDF (55.5 KB)", બૃહદ હ્યુસ્ટન ભાગીદારી . 2009-03-21 પર સુધારેલ.
- ↑ "Gross Area Product by Industry PDF (28.3 KB)", બૃહદ હ્યુસ્ટન ભાગીદારી . 2009-03-21 પર સુધારેલ.
- ↑ [172]
- ↑ "Houston, Dallas set employment pace for November". Houston Business Journal. 2009-01-06. મેળવેલ 2009-03-04.
- ↑ Prashant Gopal (2008-06-12). "Are You in the Best City for Your Job?, BusinessWeek". businessweek.com. મેળવેલ 2008-06-21.
- ↑ બાદેનહાઉસેન, કર્ટ. "વેપાર અને કારકિર્દી માટે શ્રેષ્ઠ સ્થળો 2006", ફોર્બ્સ , 2006-05-04. 2006-12-15 પર સુધારેલ.
- ↑ "Houston Foreign Consulate Representation PDF (30.2 KB)", બૃહદ હ્યુસ્ટન ભાગીદારી . 2009-03-21 પર સુધારેલ.
- ↑ "International Banks in the Houston Area" (PDF). Greater Houston Partnership. મૂળ (PDF) માંથી 2010-07-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-21.
- ↑ Jane Bennett Clark (2008-07-01). "2008 Best Cities, Houston, Texas". Kiplinger.com. મેળવેલ 2008-06-21.
- ↑ "Top 10 Up-And-Coming Tech Cities". forbes.com. મૂળ સંગ્રહિત માંથી 2012-09-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-21.
- ↑ Andrew Egan (2008-06-28). "Best Cities For Recent College Grads". Forbes.com. મેળવેલ 2008-06-29.
- ↑ "Best Cities To Buy A Home". Forbes,com. મેળવેલ 2009-03-04.
- ↑ "હ્યુસ્ટનની માહિતી અને આંકડા", હ્યુસ્ટન શહેર . 2006-12-15 પર સુધારેલ.
- ↑ The Strategic Assessment of the St. Louis Region, 5th edition PDF (4.35 MB). ઇસ્ટ-વેસ્ટ ગેટવે કાઉન્સિલ ઓફ ગવર્મેન્ટ્સ. 2006. 2007-01-11 પર સુધારેલ. પીડીએફ ફાઇલમાં પેજ 25, પેજ 21 તરીકે લેબલ.
- ↑ હ્યુસ્ટન શહેર, ટેક્સાસ સંગ્રહિત ૨૦૨૦-૦૨-૧૧ ના રોજ archive.today. 2005 અમેરિકન કમ્યુનિટી સરવે ડેટા પ્રોફાઇલ હાઇલાઇટ્સ, અમેરિકા વસ્તી ગણતરી બ્યૂરો . 2005. 2007-01-12 પર સુધારેલ.
- ↑ અમેરિકા અને રાજ્યો આર0101. સંગ્રહિત ૨૦૨૦-૦૨-૧૨ ના રોજ archive.todayકુલ વસ્તીની સરેરાશ ઉંમરઃ 2005 સંગ્રહિત ૨૦૨૦-૦૨-૧૨ ના રોજ archive.today. 2005 અમેરિકન કમ્યુનિટી સરવે, અમેરિકન સેન્સસ બ્યૂરો . 2005. 2007-01-12 પર સુધારેલ.
- ↑ ધ ફેસ ઓફ ટેક્સાસ જોબ્સ, પીપલ, બિઝનેસ, ચેન્જ સંગ્રહિત ૨૦૧૦-૦૨-૧૨ ના રોજ વેબેક મશિન. ડી એન્ન પીટરસન અને લૈલા એસ્સાની, ફેડરલ રીઝર્વ બેન્ક ઓફ ડલ્લાસ . ઑકટોબર 2005. 2007-01-11 પર સુધારેલ.
- ↑ "Census 2000 Paints Statistical Portrait of the Nation's Hispanic Population". U.S. Census. U.S. Census Bureau. 2001-05-10. મેળવેલ 2007-02-06.
- ↑ Hegstrom, Edward (2006-02-21). "Shadows Cloaking Immigrants Prevent Accurate Count". Houston Chronicle. મેળવેલ 2007-02-06.
- ↑ Purva Patel (2007-09-28). "Media - Reaching a flourishing Asian-American market". chron.com, Houston Chronicle. મેળવેલ 2008-06-21.
- ↑ "Houston Strategies: Immigrant entrepreneurship in Houston". મેળવેલ 2009-01-09.
- ↑ "Houston Looking to Expand a "Natural" Relationship with Africa". મૂળ સંગ્રહિત માંથી 2009-05-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-01-09.
- ↑ http://factfinder.વસ્તી-ગણતરી.gov/servlet/ADPTable?_bm=y&-geo_id=16000US4835000&-qr_name=ACS_2008_3YR_G00_DP3YR5&-ds_name=ACS_2008_3YR_G00_&-_lang=en&-_sse=on[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Houston city, Texas - DP-1. Profile of General Demographic Characteristics: 2000". census.gov. મૂળ માંથી 2020-02-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-10.
- ↑ "Houston Housing Trends and Values". HouseAlmanac.com. મૂળ માંથી 2009-11-29 પર સંગ્રહિત. મેળવેલ 2009-12-14.
- ↑ Chen, Edward C.M. (2005). "History of Houston's Chinatown". Chinatownconnection.com. મૂળ માંથી 2007-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-06. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ) - ↑ "Houston Chinatown Area Map". Chinatownconnection.com. 2005. મૂળ માંથી 2007-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-06.
- ↑ "City Adopts "Little Saigon"". Houston Business Journal. 2004-05-07. મેળવેલ 2007-02-06.
- ↑ "હ્યુસ્ટનના ઉપનગરોમાં દક્ષિણ એશિયાના વેપારી સાહસો", હ્યુસ્ટન ક્રોનિકલ, 16ફેબ્રુઆરી, 2008.
- ↑ જેરી જે ગેટ્સSame-sex Couples and the Gay, Lesbian, Bisexual Population: New Estimates from the American Community Survey PDF (2.07 MB). વિલિયમ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓન સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન લો એન્ડ પબ્લિક પોલિસી, યુસીએલએ સ્કૂલ ઓફ લો ઓક્ટોબર, 2006. 20 એપ્રિલ, 2007 પર સુધારેલ.
- ↑ McKinley Jr, James C. (December 13, 2009). "Houston Is Largest City to Elect Openly Gay Mayor". The New York Times. મેળવેલ May 23, 2010.
- ↑ Sarah Klein. "No. 1 at PR and BS". Metro Times. મેળવેલ 2010-02-14. Text "date 2005-02-02" ignored (મદદ)
- ↑ "The Fittest and Fattest Cities in America 2009 - Men's Fitness". મેળવેલ 2009-08-07.
- ↑ "Baltimore surprised by new title: America's fittest city". USAToday. 2006-01-06. મેળવેલ 2009-08-08.
- ↑ "Fat city / Magazine's ranking is bogus, but there are plenty of Houstonians who need to shape up". The Houston Chronicle. 2005-01-08. મેળવેલ 2009-08-07.[હંમેશ માટે મૃત કડી]
- ↑ Hellmich, Nanci (2009-01-14). "Miami's vices — fast food, TV — make it fattest; Salt Lake fittest". મેળવેલ 2009-09-28. Text "USA Today" ignored (મદદ)
- ↑ Thom Marshall (2005-01-06). "Houston ranked nation's 'Fattest City' - again". Houston Chronicle. મેળવેલ 2010-02-14.
- ↑ "Get Moving Houston". મૂળ માંથી 2009-07-22 પર સંગ્રહિત. મેળવેલ 2009-08-07.
- ↑ "Letter to Neal Boulton, Editor of Men's Fitness Magazine" (PDF). Get Moving Houston. મેળવેલ 2009-08-08. [મૃત કડી]
- ↑ "Components of Population Change" (PDF). houston.org. મૂળ (PDF) માંથી 2010-07-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-21.
- ↑ ૧૧૫.૦ ૧૧૫.૧ "Foreign Born Population" (PDF). houston.org. મૂળ (PDF) માંથી 2010-07-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-21.
- ↑ "International Representation in Houston" (PDF). houston.org. મૂળ (PDF) માંથી 2010-07-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-21.
- ↑ "About the Houston Livestock Show and Rodeo" (PDF). hlsr.com. મૂળ (PDF) માંથી 2009-01-26 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-28.
- ↑ "Houston Pride Parade". PrideHouston.com. મૂળ માંથી 2009-03-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-28.
- ↑ મૂળ ગ્રીક તહેવાર, હ્યુસ્ટન, ટેક્સાસ. 2006. 2007-01-10 પર સુધારેલ. ચેતવણીઃ ઓટોમેટિક સાઉન્ડ ફાઇલ .
- ↑ હ્યુસ્ટન આંતરરાષ્ટ્રીય તહેવાર સંગ્રહિત ૨૦૧૦-૦૭-૨૫ ના રોજ વેબેક મશિન. 2007. 2007-01-10 પર સુધારેલ.
- ↑ "The 2004 Top 25 Fairs & Festivals". AmericanStyle Magazine. મેળવેલ 2007-04-26.
- ↑ "AmericanStyle Magazine Readers Name 2005 Top 10 Art Fairs and Festivals" (PDF). AmericanStyle Magazine. October 25, 2005. મેળવેલ 2007-04-26.
- ↑ રામ્સે, કોડી. "મોટા રાજ્યમાં, હ્યુસ્ટન ટોચ પર છે સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૧ ના રોજ વેબેક મશિન", ટેક્સાસ મંથલી , સપ્ટેમ્બર, 2002. 10 ડીસેમ્બર, 2002 પર સુધારેલ.
- ↑ "Houston Arts and Museums". City of Houston eGovernment Center. મેળવેલ 2007-02-07.
- ↑ "હ્યુસ્ટન થિયેટર ડિસ્ટ્રિક્ટ વિશે", હ્યુસ્ટન થિયેટર ડિસ્ટ્રિક્ટ . 2006-12-16 પર સુધારેલ. Archived ડિસેમ્બર ૯, ૨૦૦૬ વૅબેક મશીન પર.
- ↑ "પર્ફોર્મિંગ આર્ટ્સ વેન્યૂસ સંગ્રહિત ૨૦૦૬-૧૨-૧૨ ના રોજ વેબેક મશિન", હ્યુસ્ટન થિયેટર ડિસ્ટ્રિક્ટ . 2006-12-16 પર સુધારેલ.
- ↑ "એ બ્રીફ હિસ્ટરી ઓફ આર્ટ કાર મ્યુઝીયમ સંગ્રહિત ૨૦૧૨-૦૩-૧૭ ના રોજ વેબેક મશિન", આર્ટકાર મ્યુઝીયમ ઓફ હ્યુસ્ટન . 2006-12-16 પર સુધારેલ.
- ↑ 2006 ફોલ એડિશન ઓફ ઇન્ટરનેશનલ ક્વિટ એટ્રેક્ટ્સ 53,546 ટૂ હ્યુસ્ટન. ક્વિલ્ટ્સ., ઇન્ક. 2006-11-30ના રોજ પ્રકાશિત થયેલી અખબારી યાદી. 2007-01-12 પર સુધારેલ. Archived ડિસેમ્બર ૧૯, ૨૦૦૭ વૅબેક મશીન પર.
- ↑ હ્યુસ્ટન મ્યુઝીયમ ડિસ્ટ્રિક્ટ. બૃહદ હ્યુસ્ટન સમારંભ અને મુલાકાતી બ્યૂરો. 2007-02-18 પર કરાયેલ સુધારો.
- ↑ Jeanne Claire van Ryzin (April 1, 2006). "Central Austin has the makings of a museum district". Austin360.com. મેળવેલ 2007-05-22.
- ↑ હ્યુસ્ટન મ્યુઝીયમ ડિસ્ટ્રિક્ટ ડે. ટેક્સાસ મંથલી. 2006. 2007-01-10 પર કરાયેલ સુધારો.
- ↑ મ્યુઝીયમ ડિસ્ટ્રિક્ટ સંગ્રહિત ૨૦૦૯-૦૪-૦૨ ના રોજ વેબેક મશિન. કન્ટેમ્પરરી આર્ટ્સ મ્યુઝીયમ હ્યુસ્ટન. 2007-01-10.
- ↑ હ્યુસ્ટન મ્યુઝીયમ ડિસ્ટ્રિક્ટ સંગ્રહિત ૨૦૦૭-૦૨-૧૧ ના રોજ વેબેક મશિન. બૃહદ હ્યુસ્ટન કન્વેન્શન એન્ડ વિઝિટર્સ બ્યૂરો. 2007-01-10 પર સુધારેલ.
- ↑ "Bayou Bend Collections and Gardens, Houston, Texas". મેળવેલ 2008-03-23.
- ↑ Lomax, John Nova. "Nobody Gets Out of Here Alive - The Houston Rock Scene and the Cultural Cringe", Houston Press, February 1, 2007, John Nova (2007-02-01). ""Nobody Gets Out of Here Alive - The Houston Rock Scene and the Cultural Cringe". The Houston Press.
|access-date=
requires|url=
(મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ Frere-Jones, Sasha (2005-11-14). "A Place In the Sun - Houston Hip-Hop Takes Over". The New Yorker. મેળવેલ 2007-02-06.
- ↑ "Anderson Fair History". મૂળ માંથી 2008-05-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-20.
- ↑ એન્જેલિકા હ્યુસ્ટન સંગ્રહિત ૨૦૦૮-૦૭-૨૫ ના રોજ વેબેક મશિન. એન્જેલિકા ફિલ્મ સેન્ટર. 2007-01-10 પર સુધારેલ.
- ↑ હેરિટેજ સોસાયટીઃ વોક ઇનટૂ હ્યુસ્ટનસ પાસ્ટ સંગ્રહિત ૨૦૦૭-૦૬-૧૦ ના રોજ વેબેક મશિન. ધ હેરિટેજ સોસાયટી. 2007-01-10.
- ↑ કોન્ટિનેન્ટલ મેગેઝિન, માર્ચ, 2008. પેજ 67.
- ↑ "રેસ્લમેનિયા એક્સ સેવન સેટ્સ રેવેન્યૂ, એટેન્ડન્સ રેકર્ડઝ સંગ્રહિત ૨૦૦૮-૦૨-૧૯ ના રોજ વેબેક મશિન", વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇન્મેન્ટ, ઇન્ક. 2001-04-02. 2006-12-16 પર સુધારેલ.
- ↑ Dale Plummer (2008-03-31). "Mayweather, Orton survive Mania; Edge, Flair don't". Canadian Online Explorer. મૂળ માંથી 2015-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2008-03-31.
- ↑ Matt Musil (2010-04-09). "NHRA races back at Houston Raceway Park in Baytown". KHOU. મૂળ માંથી 2010-04-16 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-17.
- ↑ "Houston Press: About Us". Houston Press. મેળવેલ 2007-01-26.
- ↑ "World's Ten Tallest Cities". Ultrapolis Project. મેળવેલ 2010-01-21.
- ↑ "કેલક્યુલેટેડ એવરેજ હાઇટ ઓફ ટેન ટોલેસ્ટ (સીએએચટીટી)", UltrapolisProject.com . 2007-07-01 પર સુધારેલ.
- ↑ ઝડપી માહિતી, ડાઉનટાઉન હ્યુસ્ટન સંગ્રહિત ૨૦૦૬-૧૨-૦૮ ના રોજ વેબેક મશિન. હ્યુસ્ટનdowntown.com 2006. 2007-01-10 પર સુધારેલ.
- ↑ રેસિડેન્શ્યિલ રિયલ એસ્ટેટ સંગ્રહિત ૨૦૧૫-૦૨-૦૧ ના રોજ વેબેક મશિન. Uptown-houston.com 2007-01-11 પર સુધારેલ.
- ↑ Sarnoff, Nancy (2001-12-14). "Genesis Laying Down Plans for Newest Uptown Condo Highrise". Houston Business Journal. મેળવેલ 2007-02-07.
- ↑ Apte, Angela (2001-10-26). "Rising Land Costs Boost Houston's Mid-Rise Market". Houston Business Journal. મેળવેલ 2007-01-11.
- ↑ વ્યાવસાયિક રિયલ એસ્ટેટ સંગ્રહિત ૨૦૧૫-૦૨-૦૧ ના રોજ વેબેક મશિન. Uptown-houston.com 2007-01-10 પર સુધારેલ.
- ↑ "Murder Rate in 2005 PDF (30.4 KB)," મોર્ગન ક્વિટનો . નવેમ્બર 29, 2006 પર સુધારેલ.
- ↑ Greenblatt, Mark. "Hiding Homicide: How HPD undercounts murder." કેએચઓયુ-ટીવી . ગુરુવાર, નવેમ્બર 29, 2007. છ જુલાઈ, 2007 પર સુધારેલ.
- ↑ ૧૫૪.૦ ૧૫૪.૧ ૧૫૪.૨ વિલાફ્રાન્કા, આર્માન્ડો. "હ્યુસ્ટન વાયોલન્ટટ ક્રાઇમ ટૂ સ્ટડીડ સંગ્રહિત ૨૦૦૮-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન", હ્યુસ્ટન ક્રોનિકલ , નવેમ્બર 23, 2006, પેજ 3. 2006-12-17 પર સુધારેલ.
- ↑ Leahy, Jennifer (2006-10-21). "Homicide rate on track to be worst in a decade - Evacuees play large role in the rise, police say". Houston Chronicle. મેળવેલ 2007-02-06.
- ↑ "Crime in Texas: 2004 PDF (193 KB)", ટેક્સાસ જાહેર સુરક્ષા વિભાગ, 2004. 2006-12-06 પર સુધારેલ.
- ↑ ઓહારે પેગ્ગી. "ઢાંચો:Waybackdate", હ્યુસ્ટન ક્રોનિકલ , 2007-01-01. જાન્યુઆરી 1, 2007 પર સુધારેલ.
- ↑ "Haven and Hell". The Times-Picayune. મૂળ માંથી 2010-07-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-14.
- ↑ Moreno, Sylvia (2006-02-06). "After Welcoming Evacuees, Houston Handles Spike in Crime". The Washington Post. મેળવેલ 2010-04-14.
- ↑ "Study: Katrina Evacuees Didn't Increase Crime". RaceWire. મેળવેલ 2010-04-04.
- ↑ "CRIME: The Houston Horrors". TIME Magazine. 1973-08-20. મૂળ માંથી 2013-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-05-02.
- ↑ "Beaver Country Times". મેળવેલ 2010-05-02.
- ↑ "ડિસ્ટ્રિબ્યુશન-હ્યુસ્ટન હાઈ ઇન્ટેન્સિટી ડ્રગ ટ્રાફિકિંગ એરીયા ડ્રગ માર્ગેટ એનાલીસિસ 2009." અમેરિકન ન્યાય વિભાગ . ઓગસ્ટ 11, 2009 પર સુધારેલ.
- ↑ "Houston Ranks #1 for Auto Theft in State: AAA Texas and Houston Police Department Partner to Help Prevent This Crime". Reuters. મૂળ માંથી 2010-01-21 પર સંગ્રહિત. મેળવેલ 2010-01-03.
- ↑ સાર્નોફ, નેન્સી. "હ્યુસ્ટનના સુરક્ષિત પડોશી સંગ્રહિત ૨૦૧૦-૧૨-૨૦ ના રોજ વેબેક મશિન." હ્યુસ્ટન ક્રોનિકલ . ફેબ્રુઆરી 12, 2003. ફેબ્રુઆરી 24, 2010 પર સુધારેલ.
- ↑ "Census and You" (pdf). US Census Bureau. 1996. પૃષ્ઠ 12. મેળવેલ 2007-02-19. Unknown parameter
|month=
ignored (મદદ) - ↑ "Highway System PDF (153 KB)", બૃહદ હ્યુસ્ટન ભાગીદારી . 2009-03-21 પર સુધારેલ.
- ↑ હ્યુસ્ટન ટ્રાન્સટાર વિશે. હ્યુસ્ટન ટ્રાન્સટાર. 2008. 2008-02-17 પર કરાયેલ સુધારો.
- ↑ "Metro Solutions, Phase 1 and Phase 2" (PDF). Metropolitan Transit Authority of Harris County, Houston, Texas. મૂળ (PDF) માંથી 2009-02-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-28.
- ↑ "Amtrak Fact Sheet, Fiscal Year 2008, State of Texas" (PDF). amtrak.com, Amtrak. મેળવેલ 2009-03-28.
- ↑ "52 Million Travelers and Over 387,000 Metric Tons of Air Cargo Passed through Houston's Airports in 2007". fly2houston.com, Houston Airport System. 2008-01-28. મૂળ માંથી 2008-04-18 પર સંગ્રહિત. મેળવેલ 2008-06-21.
- ↑ "Statistics: Top 30 World Airports by Passengers" (PDF). Airports Council International. મૂળ (PDF) માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-28.
- ↑ જ્યોર્જ બુશ ઇન્ટરકોન્ટિનેન્ટલ એરપોર્ટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૬ ના રોજ વેબેક મશિન. હ્યુસ્ટન એરપોર્ટ સીસ્ટમ. 2007-01-11 પર સુધારેલ.
- ↑ "2005 Total Airline System Passenger Traffic Up 4.6% From 2004" (પ્રેસ રિલીઝ). Bureau of Transportation Statistics. 2006-04-27. Archived from the original on 2006-09-22. https://web.archive.org/web/20060922202239/http://www.bts.gov/press_releases/2006/bts020_06/html/bts020_06.html.
- ↑ માહિતી અને આંકડા સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૬ ના રોજ વેબેક મશિન. હ્યુસ્ટન એરપોર્ટ સીસ્ટમ. 2007. 2007-02-28 પર કરાયેલ સુધારા.
- ↑ Bill Hensel, Jr. (2007-04-05). "Airport designated `model port of entry', Houston Chronicle". chron. com. મેળવેલ 2008-06-21.
- ↑ "William P. Hobby Airport Rated Among Top Five Performing Airports Worldwide". Houston Airport System. 2009-03-10. મૂળ માંથી 2009-03-14 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-28.
- ↑ "About Ellington Airport". Houston Airport System. મૂળ માંથી 2007-03-02 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-28.
- ↑ "Texas Medical Center - Largest Medical Center (Video HD (English))". Texas Medical Center. મૂળ માંથી 2010-06-23 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-28.
- ↑ "Texas Medical Center". www.visithoustontexas.com. મૂળ માંથી 2007-02-08 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-06.
- ↑ "Institutional Profile". www.mdanderson.org. મૂળ માંથી 2009-03-03 પર સંગ્રહિત. મેળવેલ 2007-02-21.
- ↑ "Rice and Baylor College of Medicine extend MOU". Rice University, News & Media. મૂળ માંથી 2012-01-18 પર સંગ્રહિત. મેળવેલ 2009-10-11.
- ↑ "Quick Facts About The Menninger Clinic". menningerclinic.com, The Menninger Clinic. મેળવેલ 2009-03-27.
- ↑ "હ્યુસ્ટન આઇએસડી ઓટોમેટ્સ લંચ", ઇસ્કૂલ ન્યૂઝ ઓનલાઇન , 2006-02-21. 2006-12-16 પર કરાયેલો સુધારો. Archived માર્ચ ૯, ૨૦૦૬ વૅબેક મશીન પર.
- ↑ ખાનગી શાળાઓ સંગ્રહિત ૨૦૦૭-૦૧-૨૭ ના રોજ વેબેક મશિન. Houston-Texas-Online . 2004. 2007-01-10 પર કરાયેલ સુધારો.
- ↑ હ્યુસ્ટન ખાનગી શાળાઓ. HoustonAreaWeb.com. 2007-01-10 પર કરેલ સુધારો.
- ↑ સ્કૂલ આર્ટ પાર્ટિસિપેશન. હ્યુસ્ટન લાઇવસ્ટોક શો એન્ડ રોડીયો . 2007-01-10 પર કરાયેલ સુધારો. Archived સપ્ટેમ્બર ૨૯, ૨૦૦૭ વૅબેક મશીન પર.
- ↑ એચએઆઇએસ વિશે. હ્યુસ્ટન વિસ્તારની ખાનગી અને સ્વતંત્ર શાળાઓ . 2007. 2007-03-27 પર કરાયેલા સુધારો.
- ↑ "Houston Education". Greater Houston Partnership. મૂળ માંથી 2009-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-28.
- ↑ "Houston Education". Greater Houston Partnership. મૂળ માંથી 2009-08-31 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-28.
- ↑ "Fall 2008 Facts" (PDF). University of Houston. મૂળ (PDF) માંથી 2009-03-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-28.
- ↑ "Inventory of Degree Programs" (PDF). University of Houston Office of Institutional Research. મેળવેલ 2009-04-10.[હંમેશ માટે મૃત કડી]
- ↑ "Best Law Schools in 2008". US News and World Report. મેળવેલ 2009-03-27.
- ↑ "Rice University, Best Colleges 2009". - US News and World Report. મૂળ માંથી 2009-02-16 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-27.
- ↑ "દક્ષિણ ટેક્સાસની લો કોલેજનો ટૂંકો કાલાનુક્રમ ઇતિહાસ સંગ્રહિત ૨૦૧૦-૦૬-૧૮ ના રોજ વેબેક મશિન", દક્ષિણ ટેક્સાસ લો કોલેજ , 2005. 2006-12-16 પર કરાયેલા સુધારો.
- ↑ "હ્યુસ્ટન કમ્યુનિટી કોલેજ ડિસ્ટન્સ એજ્યુકેશન પ્રોગ્રામ સંગ્રહિત ૨૦૦૭-૦૪-૦૫ ના રોજ વેબેક મશિન," હ્યુસ્ટન કમ્યુનિટી કોલેજ . 2006-12-16 પર કરાયેલો સુધારો.
વધુ વાંચન
ફેરફાર કરો- Houston, Texas from the Handbook of Texas Online
- હ્યુસ્ટન, ન્યૂયોર્ક એક સમસ્યા ધરાવે છે, સિટી જર્નલ , સમર (ઉનાળો), 2008 સંગ્રહિત ૨૦૧૦-૦૯-૧૦ ના રોજ વેબેક મશિન
- ઐતિહાસિક હ્યુસ્ટનના 172 વર્ષ, Houstonhistory.com . 2007. 2006-07-13ના રોજ કરાયેલો સુધારો
- ટેક્સાસના હ્યુસ્ટન શહેરનો ટૂંકો ઇતિહાસ, 1836માં સ્થાપનાથી 1912 સુધી , 1912માં પ્રકાશિત, પોર્ટલ ટૂ ટેક્સાસ હિસ્ટરી દ્વારા હોસ્ટેડ, કોપાનો બે પ્રેસ દ્વારા વર્ષ 2007માં પુનઃપ્રકાશિત.
- જૂનાં હ્યુસ્ટન અને હ્યુસ્ટનવાસીઓની સાચી વાર્તાઓઃ એસ ઓ યંગ દ્વારા ઐતિહાસિક અને વ્યક્તિગત રેખાચિત્રો , 1913માં પ્રકાશિત, પોર્ટલ ટૂ ટેક્સાસ હિસ્ટરી દ્વારા હોસ્ટેડ, કોપાનો બે પ્રેસ દ્વારા વર્, 2007માં પુનઃપ્રકાશિત.
- Allen, O. Fisher (1936). City of Houston from Wilderness to Wonder. Self Published. NA..
- Johnston, Marguerite (1991). Houston, The Unknown City, 1836–1946. Texas A&M University Press. ISBN 0-89096-476-9.
- Miller, Ray (1984). Ray Miller's Houston. Gulf Publishing Company. ISBN 0-88415-081-X.
- Slotboom, Oscar F. "Erik" (2003). Houston Freeways. Oscar F. Slotboom. ISBN 0-9741605-3-9.[૧]
- Wilson, Ann Quin (1982). Native Houstonian - A Collective Portrait. The Donning Company - Houston Baptist University Press. 80-27644.
બાહ્ય લિંક્સ
ફેરફાર કરો- હ્યુસ્ટન શહેરની અધિકૃત અને સત્તાવાર વેબસાઇટ
- બૃહદ હ્યુસ્ટન ભાગીદારી
- ઐતિહાસિક હ્યુસ્ટનના 172 વર્ષ
- બૃહદ હ્યુસ્ટન સમારંભ અને મુલાકાતીઓનો બ્યૂરો
- બૃહદ હ્યુસ્ટન પરિવહન અને કટોકટી વ્યવસ્થાપન કેન્દ્ર
- હ્યુસ્ટન જાહેર પુસ્તકાલયની સત્તાવાર વેબસાઇટ
- હ્યુસ્ટન ડાઉનટાઉન ડિસ્ટ્રિક્ટ સંગ્રહિત ૨૦૦૮-૦૯-૦૭ ના રોજ વેબેક મશિન
- અપટાઉન હ્યુસ્ટન ડિસ્ટ્રિક્ટ
- મિડટાઉન હ્યુસ્ટન ડિસ્ટ્રિક્ટ
- હ્યુસ્ટન એરપોર્ટ સીસ્ટમ
- બૃહદ હ્યુસ્ટન સંરક્ષણ જોડાણ સંગ્રહિત ૨૦૦૮-૦૨-૧૨ ના રોજ વેબેક મશિન
- હ્યુસ્ટન વાઇલ્ડરનેસ ઓર્ગેનાઇઝેશન