નાગલપુર તળાવ

મહેસાણા, ગુજરાતમાં આવેલું એક તળાવ

નાગલપુર તળાવ ગુજરાત રાજ્યના મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલું તળાવ છે. તેને જાહેર જગ્યા તરીકે વિકાસ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

નાગલપુર તળાવ
નકશો
ગુજરાતમાં નાગલપુર તળાવનું સ્થાન
ગુજરાતમાં નાગલપુર તળાવનું સ્થાન
નાગલપુર તળાવ
સ્થાનનાગલપુર, મહેસાણા, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ23°34′17″N 72°21′08″E / 23.571272°N 72.352179°E / 23.571272; 72.352179
તળાવ પ્રકારકૃત્રિમ તળાવ
મુખ્ય જળઆવકવરસાદી પાણી, શુદ્ધિકરણ કરેલું દૂષિત જળ
બેસિન દેશોભારત
રહેણાંક વિસ્તારમહેસાણા

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના નેજા હેઠળ તળાવમાં દૂષિત પાણીને શુદ્ધિકરણ કરીને છોડવાની યોજના હતી પરંતુ, તળાવમાં અસ્વચ્છ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો.[]

જાન્યુઆરી ૨૦૧૯માં, મહેસાણા નગરપાલિકાએ તળાવના વિકાસ માટે વિગતવાર પ્રકલ્પ અહેવાલ તૈયાર કરવા માટે સલાહકારની નિમણૂક કરી. આ અહેવાલ મુજબ ૧૧.૯૯ crore (US$૧.૬ million) નો ખર્ચો દર્શાવવામાં આવ્યો છે.[]

પ્રસ્તાવ

ફેરફાર કરો

તળાવના વિકાસના પ્રારંભિક પ્રસ્તાવમાં તળાવની ફરતે દિવાલ, બગીચો, બાળકોને રમવા માટેનો બગીચો અને તળાવમાં વરસાદી પાણીની આવક માટેની ગોઠવણીની વિગતો રજૂ કરાઇ છે.[] જાન્યુઆરી ૨૦૨૧ સુધી આ કાર્યનો પ્રારંભ થયો નહોતો.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "મહેસાણાનાં નાગલપુરનું તળાવ દૂષિત પાણીથી ભરાયું, રોગચાળાની દહેશત". સંદેશ. મેળવેલ 2020-01-24.
  2. ૨.૦ ૨.૧ શુક્લા, રાકેશકુમાર (2019-07-15). "બાવળોની ઝાંડીઓથી ઘેરાયેલુ નાગલપુર તળાવ 11.99 કરોડના ખર્ચે રમણીય બનાવાશે". દિવ્ય ભાસ્કર. મેળવેલ 2020-01-24.
  3. "ગ્રાઉન્ડ રિપોર્ટ મહેસાણા વોર્ડ નં-8:5 વર્ષથી નાગલપુરનું તળાવ ડેવલપ કરવાની વાતો થાય છે પણ થતું નથી". Divya Bhaskar.