નાગેશ્વર
નાગેશ્વર કે નાગનાથ એ શંકરના બાર જ્યોતિર્લિંગો પૈકીનું એક છે જેનો ઉલ્લેખ શિવપુરાણ અને અન્ય હિંદુ શાસ્ત્રોમાં કરવામાં આવેલો છે. આ જ્યોતિર્લિંગનું મૂળ મંદિર મહારાષ્ટ્રના ઔંધમાં આવેલું છે. ગુજરાતના દ્વારકાની સીમમાં પણ આવા એક મંદિરનો દાવો ૧૯૮૦ના દાયકા બાદ કરવામાં આવતો રહ્યો છે[૧]. આ ઉપરાંત ઉત્તરાખંડના અલમોડા સ્થિત જગતેશ્વર મંદિર પણ નાગેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર હોવાના દાવા થાય છે.
નાગેશ્વર જ્યોતિર્લિંગ | |
---|---|
નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | હિંગોલી જિલ્લો |
દેવી-દેવતા | શિવ |
તહેવારો | મહા શિવરાત્રિ |
સ્થાન | |
સ્થાન | ઔંધ નાગનાથ |
રાજ્ય | મહારાષ્ટ્ર |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 19°32′14″N 77°02′29″E / 19.537087°N 77.041508°E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | હેમાદપંથી |
નિર્માણકાર | સ્વયંભુ |
નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને દારુકાવન નાગેશમ્ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.
-
નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર (નાગનાથ), મહારાષ્ટ્ર
-
નાગેશ્વર મંદિર, ગુજરાત
-
જગતેશ્વર મંદિર, ઉત્તરાખંડ
કથા
ફેરફાર કરોશિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારુકાવન (એક પૌરાણીક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકાવનનો ઉલ્લેખ આવે છે.
દારુકા નામની રાક્ષસી એ મહાન તપ કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા. તેણે માતાને કહ્યું હતું કે "વનમાં ઘણી ઔષધિઓ હોય. જ્યાં લોકોને તેની જરૂરત હોય ત્યાં હું વનને લઇ જઈ શકું એવું વરદાન આપો." માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું.
શિવપુરાણ અનુસાર સુપ્રિય નામના શિવભક્ત અને અન્યોને દારુકાએ દારુકવનમાં બંદી બનાવી રાખ્યા હતા. આ વન સર્પોનું હતું અને દારુકા તેમની સ્વામીની હતી. સુપ્રિયના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યાં.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ પાંડે, પવન (૨૬ એપ્રિલ ૨૦૨૦). "Nageshwar in Dwarka : A fraud on innocent Hindus". timesofindia.indiatimes.com. મેળવેલ ૫ ફેબ્રુઆરી ૨૦૨૪.
- ↑ "Dharmakshetra.com". મૂળ માંથી 2003-11-25 પર સંગ્રહિત. મેળવેલ 2020-04-28.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |