નુબ્રા ખીણ
નુબ્રા ખીણ એ ત્રણ શાખાઓ ધરાવતા વિસ્તારનું નામ છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યના લડાખ ક્ષેત્રના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલ છે. આ ખીણ વિસ્તાર શ્યોક નદી અને નુબ્રા નદીના સંગમ સ્થળથી ત્રણે દિશાના વિસ્તારથી બનેલ છે[૧]. શ્યોક નદી ઉત્તર-પશ્ચિમ દિશામાં વહે છે અને નુબ્રા નદી એક તીવ્ર વળાંક લઈ ઉત્તર-પશ્ચિમ દિશામાંથી આવી શ્યોક નદીમાં મળી જાય છે. શ્યોક નદી આગળ જઈ સિંધુ નદીમાં મળે છે. નુબ્રા ખીણ વિસ્તારનું મુખ્ય કેન્દ્ર દિસ્કીત છે, જે લેહ થી ૧૫૦ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.
આ ખીણ વિસ્તારની સરેરાશ ઊંચાઈ ૩,૦૩૮ મીટર (૧૦,૦૦૦ ફૂટ) જેટલી છે. અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારનું પ્રાચીન નામ ડુમરા (ફૂલોની ઘાટી) હતું. લેહ થી નુબ્રા ખીણ જવા માટે ખાર્દુંગ લા નામનો ઘાટ પસાર કરવો પડે છે, જે દરિયાઈ સપાટી થી ૧૮૦૦૦ ફૂટ કરતાં પણ વધુ ઊંચાઈ પર આવેલ છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ एच॰ एन॰ कौल - Rediscovery of Ladakh