પંચમ
પંચમ એ ભારતીય સંગીત શૈલીના સ્વરસપ્તક પૈકીનો પંચમ સૂર છે. આ સ્વરનો ઉચ્ચાર 'પ' છે. આ સૂર ખૂબ જ મીઠો અને કર્ણપ્રિય હોય છે. શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે અને વાતાવરણમાં પ્રસન્નતા ફેલાવે છે. કોયલનો મીઠો અવાજ પંચમ સૂર હોય છે. કૃષ્ણની મોરલી પણ પંચમ સૂરમાં વાગતી હતી અને તેને સાંભળીને સૌ મંત્રમુગ્ધ બની જતા હતા. ભરતનાટ્યમ મુજબ આ સ્વર રતિ-કામક્રિડા, હાસ્ય અને પ્રસન્નતાનો દ્યોતક છે.[૧] ગુજરાતી ભાષામાં ક્યારેક કટાક્ષમાં અપ્રિય સ્વરોને પણ પંચમ સૂર કહેવામાં આવે છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ગુજરાત સમાચાર પર લેખમાં સાતેય સ્વરના ભાવ રસનું વર્ણન સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન પ્રાપ્ય:૧૬ ડિસેમ્બર ૨૦૧૫
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |