પંચ પ્રયાગ
ભારતની પાંચ પવિત્ર નદીઓ નો સંગમ
અલકનંદા નદીની પાંચ ઉપનદીઓ એટલે કે સહાયક નદીઓ આવેલી છે, જે ગઢવાલ ક્ષેત્રમાં પાંચ અલગ અલગ સ્થળો પર અલકનંદા નદી સાથે મળી જાય છે, જે પંચ પ્રયાગના નામથી ઓળખાય છે:[૧]. આ પંચ પ્રયાગ નીચે પ્રમાણે છે.
- વિષ્ણુ પ્રયાગ જ્યાં આગળ શ્વેત ગંગા અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.
- નંદ પ્રયાગ જ્યાં આગળ નંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.
- કર્ણ પ્રયાગ જ્યાં આગળ પિંડારી અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.
- રૂદ્ર પ્રયાગ જ્યાં આગળ મંદાકિની અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.
- દેવ પ્રયાગ જ્યાં આગળ ભાગીરથી અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે તેમ જ અહીંથી આગળ આ નદી ગંગા નદી તરીકે ઓળખાય છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Kapadia, Harish (2001). Trekking and Climbing in the Indian Himalaya, page 89. Stackpole Books. ISBN 0811729532.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અલકનંદા નદી વિશે બ્રિટાનીકા ડૉટકૉમ પર માહિતી.
- બધા પ્રયાગ વિશે માહિતી સંગ્રહિત ૨૦૦૯-૦૫-૨૦ ના રોજ વેબેક મશિન GMVN (ગઢવાલ મંડલ વિકાસ નિગમ)ની વેબસાઇટ પર.