દેવપ્રયાગ ભારત દેશના ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું એક નગર અને પ્રખ્યાત યાત્રાસ્થળ છે. તે અલકનંદા અને ભાગીરથી નદીઓના સંગમ પર સ્થિત છે. આ સંગમસ્થળ પછી આ નદી સૌ પ્રથમ ગંગા તરીકે ઓળખાય છે. અહીં શ્રી રઘુનાથજી મંદિર છે, જ્યાં હિન્દુ યાત્રાળુઓ દર્શન માટે ભારતના ખૂણેખૂણેથી આવે છે. તે તેહરી ખાતેથી ૧૮ માઈલનાં અંતરે દક્ષિણ-અગ્નિ દિશામાં સ્થિત છે. પ્રાચીન હિન્દુ મંદિરને કારણે આ સ્થળનું ખાસ મહત્વ છે. નદીઓનો સંગમ થતો હોવાને કારણે તિર્થરાજ પ્રયાગની માફક આ સ્થળનું નામકરણ પણ પ્રયાગ તરીકે થયેલ છે.

દેવ પ્રયાગ
—  શહેર  —
રઘુનાથ મંદિર, દેવપ્રયાગ.
રઘુનાથ મંદિર, દેવપ્રયાગ.
દેવ પ્રયાગનું
ઉત્તરાખંડ
અક્ષાંશ-રેખાંશ 30°08′47″N 78°35′54″E / 30.146315°N 78.598251°E / 30.146315; 78.598251
દેશ ભારત
રાજ્ય ઉત્તરાખંડ
જિલ્લો પૌડી ગઢવાલ
વસ્તી ૨,૧૫૨ (૨૦૧૧)
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 830 metres (2,720 ft)

દેવ પ્રયાગ ખાતે સંગમ સ્થળ દરિયાઈ સપાટીથી ૧૫૦૦ ફૂટ ઊંચાઈ પર સ્થિત છે અને નગરની સરેરાશ ઊંચાઈ ૨૭૨૩ ફૂટ જેટલી છે. નજીકના મુખ્ય શહેર ઋષિકેશ ખાતેથી સડક માર્ગ દ્વારા આ સ્થળ ૭૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ સ્થળ ઉત્તરાખંડ રાજ્યના 'પંચ પ્રયાગ' પૈકીનું એક ગણાય છે. એમ કહેવાય છે કે જ્યારે રાજા ભગીરથે ગંગાજીને પૃથ્વી પર ઉતરવા માટે સમજાવી લીધા પછી ૩૩ કોટિ દેવતાઓ પણ ગંગાજી સાથે સ્વર્ગમાંથી ઉતર્યા હતા. પછી તેઓ દેવ પ્રયાગ ખાતે રહ્યા હતા, જે ગંગા નદીની જન્મ ભૂમિ છે. ભાગીરથી અને અલકનંદા નદીઓના સંગમ પછી આ પવિત્ર નદી ગંગા અહીંથી ઉદ્‌ભવે છે અને અહીં જ પ્રથમ વાર આ નદી ગંગા નામથી ઓળખાય છે.

ગઢવાલ પ્રદેશમાં ભાગીરથી નદી સાસુ અને અલકનંદા નદી વહુ કહેવાય છે. અહીંના મુખ્ય આકર્ષણમાં સંગમસ્થળ ઉપરાંત એક શિવ મંદિર અને રઘુનાથ મંદિર છે, જે રઘુનાથ મંદિર દ્રવિડ શૈલીમાં નિર્મિત છે. દેવપ્રયાગ પ્રાકૃતિક સંપદાથી પરિપૂર્ણ છે. અહીંની સુંદરતા અનન્ય છે. નજીકમાં દંડા નાગરાજ મંદિર અને ચંદ્રવદની મંદિર પણ દર્શનીય છે. દેવ પ્રયાગને 'સુદર્શન ક્ષેત્ર' પણ કહેવામાં આવે છે. અહીં કાગડા જોવા મળતા નથી, જે એક આશ્ચર્ય છે.[]

ભૂગોળ અને વસ્તી

ફેરફાર કરો
 
ડાબી બાજુ અલકનંદા અને જમણી બાજુ ભાગીરથી નદીનો દેવ પ્રયાગ ખાતે સંગમ થાય છે અને અહીંથી આ નદી 'ગંગા નદી' તરીકે ઓળખાય છે.

અલકનંદા નદી, ઉત્તરાખંડના સતોપથ હિમખંડ અને ભાગીરથી નદી ગંગોત્રી હિમખંડમાંથી નીકળી અહીં સુધી પહોંચે છે. અહીંની સરેરાશ ઊંચાઇ 830 metres (2,720 ft) છે. ૨૦૧૧ના વર્ષની ભારતીય વસ્તી ગણતરી મુજબ[] દેવપ્રયાગની કુલ વસ્તી ૨૧૫૨ છે.

આ નગર બદ્રીનાથ ધામના પંડાઓનું પણ નિવાસ સ્થાન છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. देवप्रयाग: ३३ कोटि देवताओं का आवास
  2. "Devaprayag (Part) Population, Caste Data Tehri Garhwal Uttarakhand - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ 2017-11-07.[હંમેશ માટે મૃત કડી]

બાહ્ય કડીઓ

ફેરફાર કરો