પંડિત ગજાનન અંબાડે
ભારતીય સંગીતકાર
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
પંડિત ગજાનનરાવ માધવરાવ અંબાડે જલતરંગ તાલવાદ્યના પ્રશિક્ષક હતા. તેમનો જન્મ ૧૯૧૪માં વડોદરામાં થયો હતો. તેઓ ૧૯૩૦-૩૩ના સમયગાળામાં જામનગરના મહારાજા જામ રણજીતસિંહ અને ૧૯૩૩-૪૭ દરમિયાન ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલના પ્રશિક્ષક રહ્યા હતા. જાણીતી ગ્રામોફોન કંપની એચએમવી દ્વારા ૧૯૩૬માં તેમના સંગીત પ્રદર્શનને રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ૧૯૬૪માં રાષ્ટ્રપતિભવન ખાતે તેમના કલા પ્રદર્શનનો જાહેર કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ઑફ પર્ફોર્મિંગ આર્ટ્સ, મુંબઈ દ્વારા તેમની કલાને જાળવી રાખવામાં આવી છે.
પંડિત ગજાનન અંબાડે | |
---|---|
૧૪ જાન્યુઆરી ૧૯૮૨ના રોજ તેમનું અવસાન થયું હતું.
વડોદરા શહેરમાં બંબાખાનાથી લાલકોર્ટ તરફ જતા માર્ગને પંડિત ગજાનનરાવ અંબાડે માર્ગ નામ અપાયું છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |