પઠાણકોટ જિલ્લો ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૨ (બાવીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક પઠાણકોટ શહેર ખાતે આવેલ છે.

પઠાણકોટ જિલ્લો

ਪਠਾਣਕੋਟ ਜ਼ਿਲ੍ਹਾ

पठानकोट जिला
જિલ્લો
પંજાબમાં જિલ્લાનું સ્થાન
પંજાબમાં જિલ્લાનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 32°16′01″N 75°38′36″E / 32.266814°N 75.643444°E / 32.266814; 75.643444Coordinates: 32°16′01″N 75°38′36″E / 32.266814°N 75.643444°E / 32.266814; 75.643444
દેશ ભારત
રાજ્યપંજાબ
મુખ્યમથકપઠાણકોટ
સરકાર
 • નાયબ કમિશનરસુખવિન્દરસિંઘ
વિસ્તાર
 • કુલ૯૨૯ km2 (૩૫૯ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૬,૨૬,૧૫૪
ભાષાઓ
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વાહન નોંધણીPB-35 / PB-68
વેબસાઇટhttp://pathankot.gov.in/

આ જિલ્લાની રચના જુલાઈ ૨૭, ૨૦૧૧ના રોજ ગુરુદાસપુર જિલ્લાનું વિભાજન કરી કરવામાં આવી હતી. પઠાણકોટ જિલ્લો હિમાલયના તળ ભાગમાં આવેલ છે, જેના ઉત્તર ભાગમાં જમ્મુ અને કાશ્મીર રાજ્ય અને પૂર્વ ભાગમાં હિમાચલ પ્રદેશમાં રાજ્ય આવેલ છે. બિયાસ અને રાવી પઠાણકોટ જિલ્લામાંથી વહેતી બે મુખ્ય નદીઓ છે. ઉત્તર ભારતનું પ્રવેશદ્વાર ગણાતા પઠાણકોટ જિલ્લા ખાતેથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૫ એમ બે મુખ્ય સડકમાર્ગો પસાર થાય છે. આ ઉપરાંત દિલ્હી-જમ્મુ રેલવેમાર્ગ પણ આ જિલ્લામાંથી પસાર થાય છે.

  1. "Administrative divisions". મૂળ માંથી 2018-03-08 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-17.
  2. "District profile". મૂળ માંથી 2018-03-09 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-17.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો