પદ્મપાણી આચાર્ય
મેજર પદ્મપાણી આચાર્ય, એમવીસી (૨૧ જૂન ૧૯૬૯-૨૮ જૂન ૧૯૯૯) એ ભારતીય ભૂમિસેનાના એક અધિકારી હતા. તેમને કારગિલ યુદ્ધ દરમિયાન, ૨૮ જૂન ૧૯૯૯ના દિવસે, હાથ ધરેલ કાર્યવાહી માટે ભારતનું યુદ્ધ કાળનું દ્વિતીય કક્ષાનું સર્વોચ્ચ સન્માન મહાવીર ચક્ર (પુરસ્કાર) મરણોપરાંત એનાયત કરાયું હતું.[૧][૨]
મેજર પદ્મપાણી આચાર્ય MVC | |
---|---|
જન્મ | ઑડિશા, ભારત | June 21, 1969
મૃત્યુ | June 28, 1999 તોલોલિંગ, જમ્મુ અને કાશ્મીર, ભારત | (ઉંમર 30)
દેશ/જોડાણ | |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૯૪-૧૯૯૯ |
હોદ્દો | મેજર |
દળ | ૨જી રાજપૂતાના રાઇફલ્સ |
યુદ્ધો | કારગિલ યુદ્ધ ઓપરેશન વિજય |
પુરસ્કારો | મહાવીર ચક્ર |
ખાનગી જીવન
ફેરફાર કરોમેજર આચાર્ય ઑડિશાના વતની હતા પણ તેઓ હૈદરાબાદ, તેલંગાણાના રહેવાસી હતા. તેમના લગ્ન ચારુલતા જોડે થયા હતા. તેમના પિતા જગન્નાથ આચાર્ય ભારતીય વાયુસેનાના નિવૃત્ત વિંગ કમાન્ડર હતા. તેમણે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધોમાં ભાગ લીધો હતો. તેઓ ત્યારબાદ ડીઆરડીએલ, હૈદરાબાદ ખાતે કાર્યરત થયા હતા.[૩] મેજર આચાર્યની શહીદીના કેટલાક મહિના બાદ તેમના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. તેને અપરાજિતા નામ અપાયું હતું.
કારગિલ યુદ્ધ
ફેરફાર કરો૨૮ જૂન ૧૯૯૯ના દિવસે ૨જી રાજપૂતાના રાઇફલ્સ પલટણે તોલોલિંગ પર કબ્જો કરવા હુમલો કર્યો. તે કાર્યવાહીમાં મેજર આચાર્ય કંપનીનું નેતૃત્વ સંભાળી રહ્યા હતા અને તેમને દુશ્મનની કેટલીક ચોકીઓ કબ્જે કરવાનું કાર્ય સોંપાયું હતું. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું કેમ કે ચોકીઓ સુરંગક્ષેત્ર વડે ઘેરાયેલ હતી અને મશીનગન તેમજ તોપખાનું પણ ગોઠવાયેલું હતું. મેજર આચાર્યની સફળતા પર બ્રિગેડ સ્તરની કાર્યવાહીની સફળતાનો આધાર હતો. હુમલાની શરૂઆતમાં જ કંપની નિષ્ફળ જાય તેમ લાગ્યું કેમ કે દુશ્મનના તોપખાનાએ મોખરે રહેલ પ્લાટુનમાં મોટાપ્રમાણમાં જાનહાનિ સર્જી હતી. પોતાની સલામતીનો ખ્યાલ રાખ્યા વિના મેજર પદ્મપાણી આચાર્ય આરક્ષિત પ્લાટુનનું નેતૃત્વ સંભાળી અને ગોળાઓના વરસાદ વચ્ચે આગળ વધ્યા. આમ થવાથી સૈનિકોના જોશમાં વધારો થયો અને તેઓએ દુશ્મનોને મારી હટાવ્યા. જોકે આમ કરતાં મેજર આચાર્ય શહીદ થયા.
અન્ય માધ્યમોમાં
ફેરફાર કરોહિંદી ચલચિત્ર એલઓસી કારગિલમાં તોલોલિંગની લડાઇને પ્રમુખપણે દર્શાવવામાં આવી છે અને અભિનેતા નાગાર્જુન દ્વારા મેજર આચાર્યનું પાત્ર ભજવવામાં આવ્યું છે.[૪]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ When I met the family of a Kargil martyr - Rediff.com News
- ↑ "India Kargil War Heros Sons of Brave parents Indian Army Soldiers". મૂળ માંથી 2017-08-16 પર સંગ્રહિત. મેળવેલ 2018-03-01.
- ↑ Rediff On The NeT:The brave son of Andhra returns home
- ↑ Fourteen years on, memories still fresh in Major's family - The Hindu