ભારતીય ભૂમિસેના (આઈએ, દેવનાગરી,: भारतीय थलसेना, ભારતીય સ્થલસેના ) એ ભૂમિ આધારભૂત શાખા છે અને ભારતીય શસ્ત્ર સજ્જ સેનાનો સૌથી મોટો વિભાગ છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ એ બાહ્ય આક્રમણો અને ધમકીઓથી રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતના પ્રજાસત્તાકનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે અને તેની સરહદની અંદર શાંતિ જાળવવાની અને સુરક્ષા કરવાની છે. તે કુદરતી આપત્તિ અને બીજી ઉપદ્રવની પરિસ્થિતિઓ દરમિયાન માનવહીત બચાવ પ્રક્રિયાઓનું સંચાલન પણ કરે છે.

ભારતીય થલસેના
Flag of the Indian Army
Flag of the Indian Army
Service Before Self
સ્થાપના૧ ઍપ્રિલ ૧૮૮૫, ૧૨૧ વર્ષ પહેલા
દેશભારત
પ્રકારથલસેના
કદ૧,૨૦૦,૨૫૫ સક્રિય જવાનો
૯૯૦,૯૬૦ અવેજીમાં રાખેલા જવાનો
158 Aircraft
આનો ભાગ છેરક્ષા મંત્રાલય
ભારતીય શસ્ત્રસેનાઓ
મુખ્યાલયનવી દિલ્હી, ભારત
યુદ્ધ ઘોષSERVING THE GOD AND COUNTRY WITH PRIDE
રંગસોનેરી, લાલ અને કાળો
   
વેબસાઇટOfficial Website of the Indian Army
સેનાપતિઓ
સેનાપ્રમુખજનરલ બિપિન રાવત
નોંધપાત્ર
સેનાપતિઓ

જનરલ થિમૈયા
કિલ્ડ માર્શલ કરિઅપ્પ
ફિલ્ડ માર્શલ માણેકશા

ભારતીય ભૂમિસેનાની સ્થાપના 1947માં ભારતે સ્વતંત્રતા મેળવી ત્યારે થઇ અને વિભાજન પછીના ભારતમાં સ્થિત બ્રિટીશ ભારતીય સેનાની મોટાભાગની માળખાઓની સંરચનાને વારસામાં મેળવી. આ એક સ્વૈચ્છિક સેવા છે, અને જો કે ભારતીય બંધારણમાં લશ્કરની ફરજીયાત ભરતીનો કરાર અસ્તિત્વમાં છે, પરંતુ તે કયારેય અમલમાં મૂકવામાં નથી આવ્યો. સ્વતંત્રતા સમયથી સેના આપણા પાડોશી દેશ પાકિસ્તાન સાથે ચાર યુદ્ધમાં અને એક વખત પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સાથે સામેલ થઇ હતી. સેના દ્વારા હાથમાં લેવાયેલી બીજી મુખ્ય કામગીરીઓમાં ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત અને ઓપરેશન ક્રેકટસનો સમાવેશ થાય છે. આ લડતો સિવાય સેના યુનાઈટેડ નેશન્સના શાંતિ જાળવવાના લક્ષ્યમાં એક સક્રિય ભાગ છે. ભારતના રાષ્ટ્રપતિ સેનાના કમાન્ડર-ઈન-ચીફ ના ભાગરૂપે નેતૃત્વ કરે છે. ચીફ ઓફ આર્મી સ્ટાફ, (સીઓએએફ (COAF)), જનરલ, એ ચાર સિતારા કમાન્ડર છે જે સેનાને આદેશ આપી નિયંત્રણ કરે છે. સેનામાં એક સમયે એક થી વધારે ફરજ અદા કરતો જનરલ ક્યારેય હોતા. બે અધિકારીઓને ફિલ્ડ માર્શલનો હોદ્દો પ્રદાન કરવામાં આવે છે, જે એક પાંચ સિતારા હોદ્દો છે અને આ અધિકારીઓ સૈન્ય શિષ્ટાચારનાં અગ્રેસરની ફરજ અદા કરે છે.

લગભગ 1,414,000 સક્રિય ફરજ[]માં રહેતા સૈનિકો અને લગભગ 1,800,000 આરક્ષિત ટુકડીઓની સાથે ભારતીય ભૂમિસેના દુનિયાની બીજા ક્રમની સક્રિય સ્થિતિ સ્થાન પર ફરજમાં રહેતી સેના છે અને ભૂમિસેનાના જનસંખ્યાના આધારે દૂનિયાની સૌથી મોટો ભૂમિસેના છે.[] 2020 સુધીમાં ભારતીય ભુમિ સેના 4000 ટી-72 2500 થી વધારે ટી-90 અને થોડા હજાર ટેન્કોમાં વધારા કરવાનું આયોજન કરી રહી છે.

ભારતીય ભૂમિસેનાના સિદ્ધાંતે પરિભાષા આપી છે કે “ ભારતીય ભૂમિસેના એ ભારતીય શસ્ત્ર સજ્જ સેનાનો ભૂમિ ઘટક છે, જે ભારતના બંધારણના આદર્શને સમર્થન આપવા માટે અસ્તિત્વ પામ્યું છે. ” રાષ્ટ્રીય શકિતના મુખ્ય ઘટક હોવાથી, ભારતીય નૌસેના અને ભારતીય વાયુસેનાની સાથે, ભારતીય ભૂમિસેનાની ભૂમિકા નીચે દર્શાવેલ પ્રમાણે છે :

  • પ્રાથમિક : કોઈપણ પ્રકારની બાહ્ય મૂસીબતોના વિરોધમાં અવરોધ દ્વારા અથવા તો યુદ્ધ કરીને રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવું અને સર્વભૌમત્વ, ક્ષેત્રની અખંડતા અને રાષ્ટ્રીય એકતાની રક્ષા કરવી છે.
  • ગૌણ : સરકારી તંત્રને “ પ્રોક્ષી વોર ” (કોઈની ગેરહાજરીમાં પોતાની સુરક્ષા માટેનું યુદ્ધ) અને બીજી આંતરીક ભયોને લડત આપવામાં મદદ કરવી અને જ્યારે કોઈ હેતુ માટે લેખિત માંગણી કરવામાં આવે ત્યારે લોક સત્તાતંત્રને મદદ આપવી.[]

બ્રિટીશ ભારતીય સેના

ફેરફાર કરો

1776 ના વર્ષમાં કોલકત્તામાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સર્વોચ્ચ સરકારમાં લશ્કરી વિભાગની રચના થઈ હતી, જેનું મુખ્ય કાર્ય ગવર્નમેન્ટ ઓફ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સરકારના વિવિધ વિભાગો દ્વારા બહાર પાડેલા સેનાને લગતા કાર્યની સત્ય હકીકત તારવતી અને આદેશોની નોંધ કરવાનું હોય છે.[]

1833 ના ચાર્ટર એકટની સાથે ગવર્નમેન્ટ ઓફ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના મંત્રીમંડળને ચાર વિભાગોમાં ફરીથી ગોઠવ્યું હતું, જેમાં લશ્કરી વિભાગનો પણ સમાવેશ થયો. પ્રેસીડેન્સી આર્મી એક ભારતીય ભૂમિ સેનામાં સંગઠિત હતી ત્યારે બંગાળ, બોમ્બે અને મદ્રાસના પ્રમુખસ્થાનમાં લશ્કરે એપ્રિલ 1895 સુધી યથાવત પ્રેસીડેન્સી આર્મી તરીકે કાર્ય કર્યું હતું. વહીવટી સગવડતા માટે, તેનું ચાર લશ્કરી પ્રદેશમાં વિભાજન થયું એટલે કે પંજાબ (ઉત્તર-પશ્ચિમ સરહદ સહિત), બંગાળ, મદ્રાસ (બર્મા સહિત) અને બોમ્બે (સીંદ, કવેટ્ટા અને એડન સહિત).

ભારત, તેમજ સમગ્ર વિશ્વ, બંનેમાં બ્રિટીશ સામ્રાજ્યની સર્વોચ્ચતામાં બ્રિટીશ ભારતીય ભૂમિસેના એક મહત્વપૂર્ણ સૈન્ય હતી. બ્રિટીશ રાજની આંતરિક સુરક્ષા જાળવવાની સાથે, આ સેનાએ વિશ્વભરના ઘટનાસ્થાનમાં યુદ્ધ કર્યું હતું - એંગ્લો-બર્મીસ યુદ્ધ, એંગ્લો-શીખ યુદ્ધ, એંગ્લો-અફઘાન યુદ્ધ, ચાઈનામાં ઓપિયમ યુદ્ધ, અબીસીનીયા, ચાઇનામાં બોક્ષર રિબેલિયન. એમાં કોઈ જોગાનુજોગ નથી કે ભારતની સ્વતંત્રતાની સાથે બ્રિટીશ સામ્રાજ્યનો અંત શરૂ થયો હતો.

પહેલું અને બીજું વિશ્વયુદ્ધ

ફેરફાર કરો
 
૧૯૪૧ ઇજિપ્તમાં ઓપરેશન ક્રુસડેર દરમિયાન ભારતીય ભૂમિસેના સૈનિક.

20મી સદીમાં, બંને વિશ્વ યુદ્ધમાં બ્રિટીશ ભારતીય ભૂમિ સેનાનું બ્રિટીશ સેના સાથે અગત્યનું જોડાણ હતું. બ્રિટને ઈન્ડિયન નેશનલ ક્રોંગેસને તેમના સહાય માટે સ્વ-રાજકારભાર માટેના અસ્પષ્ટ વાયદાઓ પછી સહયોગી દળ માટે ૧.૩ મિલિયન ભારતીય સૈનિકોએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં (1914-1918) ફરજ અદા કરી હતી. યુદ્ધ પછી બ્રિટને તેના આપેલા વચનોનો ભંગ કર્યો, જેના પછી ભારતીય સ્વતંત્રતા ચળવળે વધારે તાકાત મેળવી. ૭૪,૧૮૭ ભારતીય ટુકડીઓ યુદ્ધમાં મરણ પામી હતી અથવા તો લડત વખતે ગૂમ થઈ ગઈ હતી.[]ફરી જ્યારે અંગ્રેજોએ સ્વતંત્રતાનો વાયદો આપ્યો પછી બીજા વિશ્વ યુદ્ધમાં (1939-1945), 2.582 મિલિયન ભારતીય સૈનિકોએ સહયોગી દળ માટે લડ્યા. ૮૭,000 ભારતીય સૈનિકો આ યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા.

પ્રારંભ

ફેરફાર કરો

સ્વતંત્રતા પછી અને 1947માં ભારતના વિભાજન પછી, બ્રિટીશ ભારતીય ભૂમિસેનાનો નવા રચિત દેશો ભારતનું ગણતંત્ર અને ઈસ્લામિક પાકિસ્તાનનું ગણતંત્ર વચ્ચે વિભાજન થયું.ચાર ગુરખા સૈન્યદળોનું બ્રિટીશ સેનામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા દળોને ભારતીય ભૂમિ સેનામાં જ સમાવેશ કરવામાં આવ્યો હતો.

સંઘર્ષ અને લશ્કરી કાર્યો

ફેરફાર કરો

પ્રથમ કાશ્મીર યુદ્ધ (1947)

ફેરફાર કરો

લગભગ સ્વતંત્રતા પછી તરત જ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ ઉછળવાના શરૂ થયા, અને કાશ્મીરના ભવ્ય રાજ્ય મુદ્દે બે રાષ્ટ્રો વચ્ચે ત્રણ લાંબાગાળા પૈકી પ્રથમ યુદ્ધ ફાટી નીકળ્યું. કાશ્મીરના મહારાજાની ભારત અથવા પાકિસ્તાનમાંથી કોઈની જોડે વારસામાં જવા માટેની અનિચ્છા, કાશ્મીરના ભાગોમાં 'ટ્રાઈબલ' આક્રમણ.[] વ્યકિતઓમાં પાકિસ્તાન સેનાનો નિયમિત સમાવેશ હતો. તરત પછી, રાજ્ય પર કબજો મેળવવા માટે પાકિસ્તાને બીજી તેની વધારે ટુકડીઓ મોકલી. મહારાજા, હરી સિંઘે, ભારતને અને બર્માના લોર્ડ માઉન્ટ બેટન, ગર્વનર જનરલને મદદ માટે અરજ કરી. તેમણે રાજ્ય પ્રાપ્તિના કાગળ પર સહી કરી અને કાશ્મીર ભારત સાથે વારસાગત રીતે જોડાઈ ગયું (જે નિર્ણય બ્રિટન દ્વારા માન્ય રાખવામાં આવ્યો). તરત પછી, ભારતીય ટુકડીઓ શ્રીનગર હવાઈ માર્ગ દ્વારા પહોંચી ગયા અને આક્રમણ કરનારાઓને પાછળ હટાવ્યા.[] આ આનુષંગિકમાં જનરલ થીમેયાએ આ લશ્કરી કાર્યમાં પોતાની અલગ જ વિખ્યાતી મેળવી અને પાછલા એ તે વર્ષો, ભારતીય ભૂમિસેનાના ચીફ બન્યા. રાજ્યભરમાં તીવ્ર યુદ્ધ થવાના શરૂ ગયા અને પહેલાના ભરોસાપાત્ર ભાઈબંધો એકબીજા સાથે લડાતા જણાયા. બંને પક્ષોએ થોડીક પ્રાદેશિક ઉન્નતી કરી અને ઘણું નોંધપાત્ર નુકસાન પણ ભોગવ્યું.

પાકિસ્તાને કબજે કરેલા કાશ્મીરમાંથી ભારતે હાંસીલ કરેલ કાશ્મીરમાં ભાગ પડયા તે નિયંત્રણ રેખા (લાઇન ઓફ કંટ્રોલ) પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકની સામસામે તીવ્રતા હોવાથી, 1948ના અંત સુધીમાં સંયુકત રાષ્ટ્રો(યુએન) પ્રબંધિત શાંતિ પરત થઇ, જે સહેલી ન હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ, મોટા ભાગે કાશ્મીર પર જ હતા, જે ત્યારથી કયારેય સંપૂર્ણરીતે સમાપ્ત નથી થયા.

હૈદરાબાદની સમાવેશનની પ્રક્રિયા (1948)

ફેરફાર કરો

ભારતના વિભાજન પછી, નિઝામના શાસન હેઠળ રાજાશાહી રાજ્ય હૈદરાબાદના રાજ્યે સ્વતંત્રરૂપથી રહેવાનું જ પસંદ કર્યું. નિઝામે હૈદરાબાદના રાજ્યે ભારતના ગણપ્રદેશ સાથે જોડાવવા માટે ના પાડી. જ્યારે નાયબ પ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતીય ટુકડીઓને રાજ્યની સુરક્ષા કરવા માટેનો આદેશ આપ્યા ત્યારે ભારતીય સરકાર અને નિઝામ વચ્ચેની મુંઝવણનો અંત 12 સપ્ટેમ્બર 1948એ થયો. 5 દિવસની ઓછી તીવ્ર લડાઇથી, ભારતીય વાયુસેનાના હોકર ટેમ્પેસ્ટ એરક્રાફ્ટના સ્ક્વોડ્રનના સહયોગથી ભારતીય ભૂમિ સેના એ હૈદરાબાદની રાજ્યની સેનાને રસ્તો બતાવ્યો. પાંચ પાયદળ લશ્કરની ટુકડીઓ અને ભારતીય ભૂમિ સેનાના એક આર્મર્ડ સ્ક્વોડ્રન લશ્કરી કાર્યમાં રોકાયેલ હતું. બીજા દિવસે, હૈદરાબાદના રાજ્યે ભારતના ગણતંત્રપ્રદેશના ભાગ તરીકેની ઘોષણા કરી હતી. મેજર જનરલ જોયન્તો નાથ ચૌધરી, જેણે ઓપરેશન પોલોનું નેતૃત્વ કર્યું તેમને કાયદા અને કાનૂનની વ્યવસ્થાને ફરીસ્થાપવા માટે હૈદરાબાદના મીલીટરી ગર્વનર (1948-1949) તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.

ગોવા, દમણ અને દિવની મુકિત (1961)

ફેરફાર કરો

ભારતના ઉપ-મહાદ્વિપમાં બ્રિટીશ અને ફ્રેન્ચ દ્વારા તેમના બધા સ્થાનિક કબજાઓને ખાલી કર્યા હોવા છતાં પણ પોર્ટુગલોએ તેમના ભારતીય સ્થાનિક ગોવા, દમણ અને દિવના શાસનને છોડી દેવા માટે મનાઈ કરી. ભારત દ્વારા વારંવાર પોર્ટુગલોની સાથે પોતાના પ્રદેશોને પાછા મેળવવા માટે વાતચીતના પ્રયત્નો કર્યા હોવા છતાં તેનો પોર્ટુગલના પ્રધાનમંત્રી અને શાસક એન્ટોનીઓ ડી ઓલિવેઇરા સલાઝર દ્વારા તિરસ્કાર કરવામાં આવ્યો, ભારતે 12 ડિસેમ્બર 1961માં પોર્ટુગલોને કાઢી મુકવા માટે ઓપરેશન વિજયનો પ્રારંભ કર્યો. સેનાના ટુકડીના નાના દળે ગોવા, દમણ અને દીવમાં પ્રદેશને સુરક્ષિત અને આઝાદ કરવા માટે પ્રવેશ કર્યો. એક નાની લડાઈ પછી, જેમાં 31 પોર્ટુગલના સૌનિકો મૃત્યુ પામ્યા, પોર્ટુગીસ નૌસેનાના લડાયક જહાજ એન.આર.પી. અફોન્સો ડી અલ્બુકવરેક્યુનો વિનાશ થઈ ગયો, અને 3000 થી વધારે પોર્ટુગલ લોકોને ઝડપી લેવાયા, પોર્ટુગીસ જનરલ મેન્યુઅલ એન્ટોનીઓ વસાલો ઈ સીલ્વા ભારતીય ભૂમિ સેનાના શરણે થઈ ગયા, છવ્વીસ કલાક પછી, ગોવા, દમણ અને દીવ ભારત ગણપ્રદેશમાં જોડાયા.

સિનો-ઇન્ડિયન સંઘર્ષ (1962)

ફેરફાર કરો

આ યુદ્ધનું મુખ્ય કારણ વિસ્તૃત રીતે અલગ અક્સાઇ ચીન અને અરુણાચલ પ્રદેશના સરહદ પ્રદેશોના સર્વાધિકારને લગતાં વિવાદો હતા. અક્સાઇ ચીન, ભારત દ્વારા દાવો કરવામાં આવ્યો કે તે કાશ્મીરની માલિકીનું છે અને ચાઈના દ્વારા દાવો કરવામાં આવ્યો કે તે ક્ઝિંજીઆંગનો ભાગ છે, જેમાં મહત્વના રસ્તાના જોડાણ અંગે છે જે તિબેટના ચાઈનીસ પ્રદેશો અને ક્ઝિંજીઆંગને જોડે છે. ચાઈનાનું આ રોડનું બાંધકામ આ યુદ્ધના મુખ્ય ટ્રીગરોમાંનું એક હતું.

ભારત અને ચાઈના વચ્ચે નાના પાયાના વિવાદો શરૂ થયા જ્યારે ભારતે વિવાદાસ્પદ મેકમેહોન લાઈનને બે દેશોની વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે માનવા પર ભાર આપ્યો. નુકસાનનો ભાર સહન કરવા છતાં, ચાઈનીસ ટુકડીઓએ ભારતીય ટુકડીઓ દ્વારા ક્રોસ બોર્ડર ગોળીબારનો બદલો ના લેવાનો દાવો કર્યો હતો.[] ચાઈનાનો તિબેટમાં ઈન્ડિયાની સંડોવણીના વહેમને કારણે બે દેશો વચ્ચે વધારે તિરાડ પડી.[]

1962માં, ભારતીય ભૂમિ સેનાને ભુટાન અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની સરહદ અને લગભગ ત્રણ માઈલ્સ (5 કિમી) વિવાદાસ્પદ મેકમોહન લાઈનની ઉત્તરમાં આવેલા થાગ લા રિજ તરફ જવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તે દરમિયાન, ચાઈનીસ ટુકડીઓએ પણ ભારતીય કબજા હેઠળના પ્રદેશો પર ઘુસણખોરી કરી અને જ્યારે ભારતે ચાઈના દ્વારા અકસાઈ ચીનમાં બધાયેલા રસ્તાની શોધ કરી ત્યારે બે દશો વચ્ચેના તણાવ વધારે ઉગ્ર થયા. ઘણી સંખ્યામાં નકામી ચર્ચાઓ પછી, પીપલ્સ લિબરેસન આર્મીએ થાગ લા રિજ પર સ્થિત ભારતીય ભૂમિ સેના પર હુમલો કર્યો. ચાઇનાની આ હિલચાલથી ભારત આશ્ચર્યચકિત થઇ ગયું અને ઓકટોબર 12 સુધીમાં, નેહરુએ ચાઈનાના લોકોને અકસાઈ ચીનમાંથી બળપૂર્વક કાઢી દેવા માટે આદેશ આપ્યો. જો કે, ભારતીય ભૂમિ સેનાના વિવિધ વિભાગોના વચ્ચે નબળા તાલમેલ અને ભારતીય વાયુ સેનાના મોટી સંખ્યામાં મોકલવાના મોડા નિર્ણયે ચાઈનાને નિર્ણાયક વૂહાત્મક અને યોજનાના ભારત પર ચઢાઈ કરવાના ફાયદા કરી આપ્યા. ઓકટોબર 20 તારીખે, ચાઈનીસ સૌનિકોએ ભારતમાં બંને ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ સરહદના ભાગોમાં હુમલો કર્યો અને આ અક્સાઇ ચીન અને અરુણાચલ પ્રદેશનાં મોટા પ્રદેશ પર કબજો મેળવી લીધો.

જેવી આ લડાઈ વિવાદાસ્પદ પ્રદેશ કરતા આગળના પ્રદેશ પર ચાલી ત્યારે ચાઈનાએ ભારત સરકારને ચર્ચા માટે કહ્યું, જો કે, ભારત તેના ગુમાવેલા પ્રદેશો પાછા મેળવવા માટે મક્કમ હતું. પ્રદેશમાં કોઈપણ જાતની શાંતિપૂર્ણ કરાર કર્યા વગર, ચાઈનાએ એક પક્ષીય રીતે અરુણાચલ પ્રદેશમાંથી પોતાની સેના પાછી ખેંચી લીધી. સેના પાછી ખેંચી લેવાના પાછળના કારણ ચાઈના માટે ઈન્ડિયાએ વિવિધ હેરફેર સમસ્યા અંગે મતભેદ હતા અને યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી આના માટે રાજકીય સહાય માંગી, જ્યારે ચાઈનાએ જણાવ્યું કે તે હજુ પણ પ્રદેશો પર રાજકીય દાવો કર્યો છે. ભારત અને ચાઈનાની સેના વચ્ચેની વિભાજન રેખાનું નામ લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ પાડવામાં આવ્યું.

ભારતીય ભૂમિ સેનાના કમાન્ડરર્સ દ્વારા લેવાયેલા નબળા નિર્ણયો અને ઉપરાંત, તેના રાજકીય નેતૃત્વએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા. ભારતીય ભૂમિ સેનાના નબળા પ્રદર્શન માટેના કારણ નક્કી કરવા માટે હેન્ડરસન-બ્રુકસ અને ભગત કમિટિની સરકાર દ્વારા રચના થઈ. દુશ્મનાવટ પછી પણ ચાઈનાની ફરીયાદ શરૂ થઈ અને ભારતીય વાયુ સેનાને એવા ડરના કારણે, કે ચાઈનીસ વાયુસેના ભારતીય નાગરિક પ્રદેશો પર હુમલો કરશે, ચાઈનીસ પરીવહન રેખા પર હુમલો કરવાની પરવાનગી ન આપી, આ નિર્ણયને ખૂબ વખોડવામાં આવ્યો. મોટાભાગના દોષનો નિશાન સંરક્ષણ મિનિસ્ટર ક્રિષ્ના મેનનની અનાવડત પણ બની, જેમણે યુદ્ધ પૂરું થયા પછી આ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. કેટલીય વખત તેના પ્રકાશન માટે કહેવાયા હોવા છતાં હેન્ડરસન બ્રુકસ અહેવાલ હજી પણ વર્ગીકરણ જ કરતી રહી.[]નેવીલ મેક્ષવેલે આ યુદ્ધના કારણો પર લખ્યું છે.[૧૦]

1965નું ભારત-પાકિસ્તાન યુદ્ધ

ફેરફાર કરો

મોટાભાગે કાશ્મીરના મુદ્દે 1965 માં પાકિસ્તાન સાથે બીજી વાર સામસામે મુકાબલો થયો. પાકીસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને ઓગસ્ટ 1965 માં ઓપરેશન જીબ્રાલ્ટર શરૂ કર્યું, જે દરમિયાન ઘણી પાકિસ્તાની અર્ધલશ્કરી ટુકડીએ ધીમે ધીમે ભારત દ્વારા વહીવટી કાશ્મીરમાં ઘુસણખોરી કરી હતી અને જમ્મુ અને કાશ્મીરમાં ભારત વિરુદ્ધ ઉશ્કેરાટ સળગાવવાનો પ્રયત્ન કરતી હતી. પાકિસ્તાની નેતાઓ માનતા હતા કે ભારત, જે હાલમાં વિનાશક સિનો-ઇન્ડીયન યુદ્ધમાંથી પુન:પ્રાપ્તિ કરી રહી હતી, તે લશ્કરી પ્રઘાત અને કાશ્મીરી બળવાખોરની સામે હાથ ધરવામાં અક્ષમ રહેશે. જો કે, આ ઓપરેશન મોટા ભાગે અસફળ રહ્યું હતું કારણ કે કાશ્મીરના લોકોએ આવા બળવા સામે થોડો જ સહયોગ આપ્યો અને ભારતે ઝડપભર ઘુસણખોરોને કાઢવા માટે સેનાને મોકલી આપી. શરૂઆતના પંદર દિવસમાં જ ભારતીય ભૂમિ સેનાના હુમલાએ બધા પાકિસ્તાની ઘુસણખોરોને પાછા પાકિસ્તાન મોકલી આપ્યા. ઓપરેશન જીબ્રાલ્ટરની અસફળતાના મારથી અને સમગ્ર સરહદ પરથી ભારતીય ભૂમિ સેનાના આક્રમણના અપેક્ષાથી, પાકિસ્તાને 1 સપ્ટેમ્બરે ઓપરેશન ગ્રાન્ડ સ્લેમને શરૂ કર્યો, ભારતના છામ્બ-જોડિયાં વિસ્તાર પર હુમલો કર્યો. ભારતીય ભૂમિ સેનાએ પાકિસ્તાનની સમગ્ર સરહદ પરથી તેના લાહોરને મુખ્ય નિશાન બનાવી, મોટું પ્રતિઆક્રમણ કર્યું. ભારતીય ભૂમિ સેનાના પાકિસ્તાનની સંરક્ષણના છેલ્લા પડાવને તોડવામાં હેરફેરના મુદ્દાઓને કારણે ઘણું મોડું થયું, આ સંઘર્ષ પાકિસ્તાની સેના માટે મોટાભાગે વિનાશકારી હતી.[૧૧]

શરૂઆતમાં, ભારતીય ભૂમિ સેનાને ઉત્તરી વિભાગમાં ઘણી મહત્વપૂર્ણ સફળતા મળી. લાંબાસમય માટે પાકિસ્તાની વિરૂધ્ધ તોપમારો અને ગોળીબાર શરૂ કર્યા પછી, ભારત કાશ્મીરની ત્રણ મહત્વની પહાડી સ્થિતિ કબજે કરવામાં સક્ષમ રહી હતી. સપ્ટેમ્બર 9 સુધીમાં, ભારતીય ભૂમિ સેનાએ પાકિસ્તાનમાં ઘણા મહત્વના રસ્તા બનાવ્યા. ખેમકરણ પાસે 10 સપ્ટેમ્બરના રોજ થયેલ અસલ ઉત્તરની લડાઈ દરમિયાન પાકિસ્તાનની મોટા ભાગની ટેન્કોનો નાશ કર્યો. હલકી કક્ષાના ટેન્ક્સ સાથે ભારતના ત્રણ યુદ્ધ જહાજ રેજીમેન્ટની સામે પાકિસ્તાનના 6 યુદ્ધ જહાજોની રેજીમેન્ટ્સે આ યુદ્ધમાં ભાગ લીધો હતો. યુદ્ધનો અંત થયો ત્યાં સુધીમાં, ચોથા ભારતીય વિભાગે લગભગ 97 પાકિસ્તાની ટેન્કો પર કબજો મેળવ્યો, જે કયાં તો ભાંગી ગયેલા, અથવા તો નુકસાન પહોંચેલા, અથવા તો તદ્ન નવા જ હતા. આમાં 7ર પેટન ટેન્કો અને 25 ચાફીસ અને શેરમન્સનો સમાવેશ થતો હતો. 97 માંથી 32 ટેન્કો જેમાં 28 પેટન્સનો પણ સમાવેશ થાય છે તે ચાલુ હાલતમાં જ હતી. [૧૨] જેની સરખામણીમાં, ભારતે ખેમકરન-ભીક્કીવીંડમાં માત્ર 32 ટેન્કો જ ગુમાવી હતી. તેમાંથી લગભગ 15 પાકિસ્તાનના લશ્કરે કબજે કરી હતી, જેમાં મોટાભાગે શરમન્સ ટેન્કો હતી. અસલ ઉત્તરના નિર્ણાયક યુદ્ધમાં પાકિસ્તાન અસહ્ય હારથી સંઘર્ષનો અંત ઉતાવળથી આવ્યો.[૧૩]

યુદ્ધવિરામની ઘોષણ વખતે, ભારતે માર્યા ગયેલ સૈનિકોની જાહેરાતમાં 3000 ના મૃત્યુનો અહેવાલ આપ્યો. બીજી બાજુ, એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે 3800 પાકિસ્તાની સૈનિકો મૃત્યુ પામ્યા, 9,000 ઘાયલ થયા અને લગભગ 2000 જેટલાને કેદી બનાવવામાં આવ્યા.[૧૪][૧૫][૧૬] લગભગ 300 પાકિસ્તાની ટેન્કોનો કયાં તો વિનાશ કરવામાં આવ્યો અથવા ભારત દ્વારા કબજે કરવામાં આવ્યાં અને વધારાની 150 ટેન્કોને કાયમ માટે નકામા કરી દેવાયા. ભારતે સંઘર્ષ દરમિયાન 190 ટેન્કોને ગુમાવી અને સમારકામ જરૂર પડે તેવી લગભગ 100 જેટલી ટેન્કો હતી.[૧૩] અંતે, યુદ્ધમાં ભારતે પાકિસ્તાન કરતાં અડધી સંખ્યા જેટલી ટેન્કોનું નુકસાન ભોગવ્યું.[૧૭] યુદ્ધના અંતમાં ભારતને મળેલી લાભકારક સ્થિતિના કારણે, પછી તાશ્કંદ સમજૂતીના લીધે યુદ્ધ પહેલાની સ્થિતિમાં પરત ફરવાના નિર્ણયે નવી દિલ્હીમાં રાજનીતિમાં વિરોધ ઉભો કર્યો હતો. એવું વિસ્તુત રીતે માનવામાં આવે છે કે ભારતનો યુદ્ધ વિરામનો સ્વીકાર કરવો એ રાજકારણના મુદ્દાઓના કારણે હતો, અને લશ્કરનો નહીં, કારણ કે દુશ્મનાવટ ખતમ કરવા યુનાઇટેડ સ્ટેટ્સ અને સંયુકત રાષ્ટ્રોનું ગણનાપાત્ર દબાણનો સામનો કરતો હતો. [૧૮]

1971નું ભારત-પાકિસ્તાન યુદ્ધ

ફેરફાર કરો

પૂર્વ પાકિસ્તાનમાં એક સ્વતંત્રતા ચળવળ ફાટી નીકળી જેને પાકિસ્તાની સેનાઓએ નિષ્ઠુર રીતે કચડી નાખી. તેમની સાથે મોટા પાયે અત્યાચાર થવાને કારણે, હજારો બંગાળીઓએ પાડોશી દેશ ભારતમાં શરણ લીધી અને ત્યાં શરણાર્થીઓની મોટી કટોકટી થઈ. 1971ના શરૂઆતમાં, ભારતે બંગાળીઓના બળવાને પૂરું સમર્થન આપવાની ઘોષણા કરી, જેને મુકિત વાહીની તરીકે જાણીતું છે, અને ભારતીય એજન્ટો વ્યાપકપણે આ રૂપાંતરની ક્રિયાનિતીમાં મદદ કરવા માટે સંડોવાયેલા હતા.

20 નવેમ્બર 1971ના રોજ, ભારતીય ભૂમિ સેનાએ 14 પંજાબ બટાલીયન અને 45 અશ્વદળને ગરીબપૂર, કે જે વહાત્મક રીતે પૂર્વ પાકિસ્તાન સાથે ભારતની સરહદ પાસે આવેલું મહત્વનું નગર છે, ત્યાં જ મોકલ્યા અને સફળતાપૂર્વક તેનો કબજો કરી લીધો. બીજા દિવસે, ભારત અને પાકિસ્તાન સેનાના વચ્ચે વધુ અથડામણ થઈ. બંગાળી બળવામાં ભારતની વધતી સંડોવણીની સંચેતતાના કારણે, પાકિસ્તાન વાયુ સેનાએ (પીએએફ) 3 ડિસેમ્બરે પૂર્વ પાકિસ્તાન સાથેની ભારતીય સરહદ પર ભારતીય લશ્કરના સ્થાનો પર પોતાની રીતે જ હુમલો શરૂ કર્યો. જો કે હવાઈ હુમલા તેના ધારેલા હેતુઓને પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા અને ભારતને તે જ દિવસે મોટાપાયાનું યુદ્ધ થવાની ઘોષણા કરવાનું કારણ આપ્યું. મધરાત સુધીમાં ભારતીય ભૂમિ સેનાએ ભારતીય વાયુ સેના સાથે પૂર્વ પાકિસ્તામાંના મુખ્ય લશ્કરી અતિક્રમણ શરૂ કર્યું. ભારતીય ભૂમિ સેનાએ પૂર્વીય છેડા પરની ઘણી લડાઈઓ પર વિજય પ્રાપ્ત કર્યો જેમાં હિલીની લડાઈનો પણ સમાવેશ થયો, જે એક માત્ર સ્થાન હતું જ્યાંથી પાકિસ્તાની સેના પ્રતિકાર કરવા સક્ષમ હતી.[૧૯] ભારતની વહેલી સફળતાઓનો શ્રેય જે ઝડપથી અને સરળતાથી ભારતીય સશસ્ત્ર વિભાગ સમગ્ર પૂર્વ પાકિસ્તાન તરફ જઈ રહ્યા હતા તેને જાય છે.[૨૦]

પાકિસ્તાને વળતો હુમલો ભારત સામે પશ્ચિમ યુદ્ધ સ્થળ પર કર્યો. 4 ડિસેમ્બર 1971 એ ભારતના પંજાબ રેજીમેન્ટના 23 માં બટાલિયન કંપનીએ રામગઢ, રાજસ્થાન નજીક પાકિસ્તાની સેનાની 51 મી ઈન્ફેન્ટ્રી વિભાગની હલચલની ભાળ મેળવી અને તેણે અધ વચ્ચે રોકી. જે લોંગેવાલાની લડાઈમાં પરીણ્મ્યું તે દરમિયાન એ કંપની ભલે વધારે સંખ્યામાં હતી છતાં પણ જ્યાં સુધી ભારતીય વાયુ સેનાએ તેના લડાકુઓને આદેશ આપી પાકિસ્તાની ટેન્કોને વ્યસ્ત રાખ્યા ત્યાં સુધી પાકિસ્તાનીઓને રોકી ન શકી હતી. જ્યારે યુદ્ધનો અંત થયો ત્યાં સુધીમાં 34 પાકિસ્તાની ટેન્કો અને 50 યુદ્ધ જહાજોનો કયાં તો વિનાશ થઈ ગયો હતો અથવા તો નકામા કરી દેવાયા હતા. લગભગ 200 પાકિસ્તાની ટુકડીઓ યુદ્ધ દરમિયાન મૃત્યુ પામી હતી જ્યારે માત્ર બે જ ભારતીય જવાનોએ તેમનો જીવ ગુમાવ્યો હતો. પાકિસ્તાને પશ્ચિમી યુદ્ધ સ્થળ પર બીજી મોટી હાર ભોગવી, બસંતરની લડાઈ દરમિયાન, જે 4 થી 16 ડિસેમ્બર સુધી લડાયું હતું. યુદ્ધના અંત સુધીમાં, લગભગ 66 પાકિસ્તાની ટેન્કો નાશ પામી અને 40 કરતાં વધારેને કબજે કરી લેવાયા હતા. જેની સામે, પાકિસ્તાની સેનાએ માત્ર 11 ભારતીય ટેન્કોનો નાશ કરવામાં સફળ રહી હતી. પશ્ચિમી યુદ્ધ સ્થળ પરના ઘણા પાકિસ્તાની આક્રમણોમાંથી એક પણ તેમના માટે હકીકત સાબિત ન કરી શકયું.[૨૧] ડિસેમ્બર 16 સુધીમાં, પાકિસ્તાને સારા પ્રમાણમાં બંને પૂર્વી અને પશ્ચિમી યુદ્ધ સ્થળ પાસે પ્રદેશો ગુમાવ્યા.

બસંતર યુદ્ધના પરિણામના એક દિવસ પછી, લે. જનરલ જે.એસ.અરોરાના હુકમ હેઠળ, ભારતીય ભૂમિ સેનાના ત્રણ જવાનો, જેઓએ પૂર્વ પાકિસ્તાનમાં આક્રમણ કર્યું હતું, ઢાકામાં દાખલ થઇને અને પાકિસ્તાનની સેનાને 16 ડિસેમ્બર 1971ના રોજ શરણે થવા મજબૂર કર્યા. પાકિસ્તાનના લે. જનરલ એ.એ.કે. નાઈઝીએ શરણે થયાના કાયદાકીય કાગળ પર સહી કર્યા પછી, ભારતે 90,000થી વધારે પાકિસ્તાની યુદ્ધના કેદીઓને કબજે કરી લીધા. શરણે થવાની કાયદાકીય કાગળના સહી કરવાના સમયે 9,000 પાકિસ્તાની સૈનિકો યુદ્ધમાં મૃત્યુ પામ્યા, જ્યારે ભારતને માત્ર 2500 યુદ્ધ સંબંધિત મૃત્યુનું નુકસાન થયું.[૧૫] ઉપરાંત, પાકિસ્તાને યુદ્ધ દરમિયાન ભારતના 80 ટેન્કોની સરખામણીમાં 200 ટેન્કોને ગુમાવી. [૨૨]

197રમાં, બે દેશો વચ્ચે શિમલા કરાર પર સહી કરવામાં આવ્યો અને પાછો તણાવ વધવા લાગ્યો. જો કે, રાજનૈતિક તણાવો અચાનક ફાટી નીકળવાના પ્રસંગ બનતા હતા જેની પરાકાષ્ઠાના કારણે બંને બાજુએ લશ્કરી જાગૃતતા વધી જતી હતી.

સિયાચીન સંઘર્ષ (1984)

ફેરફાર કરો

સિયાચીન ગ્લેસિયર, ભલે એક કાશ્મીર પ્રદેશનો ભાગ છે, પણ કાયદાકીય રીતે તેની સરહદ નકશામાં આંકવામાં નથી આવતી, જે 1947માં બંને પક્ષો વચ્ચે બનાવવામાં આવતા કે બદલવામાં આવતા. તેના પરિણામે, 1980ના પહેલાના સમયમાં, ના તો ભારત કે ના તો પાકિસ્તાન આ પ્રદેશમાં કાયમી લશ્કરી હાજરી રાખતા ન હતા. આમ છતાં, 1950ની શરૂઆતમાં ગ્લેસિયર પર પાકિસ્તાને પર્વતારોહણની શ્રેણીબદ્ધ ચડાઈ કરવાની યોજના શરૂ કરી અને મંજૂરી આપી. 1980ની શરૂઆતમાં, પાકિસ્તાનની સરકારે પર્વતારોહકોને વિશેષ ચડાઈ કરવાની પરવાનગી આપી અને ઉનાઇટેડ સ્ટેટ્સ લશ્કરી નકશામાં ઇરાદાપૂર્વક સિયાચીનને પાકિસ્તાનના ભાગરૂપે દર્શાવવામાં આવ્યું. આ આચરણે ઓરોપોલિટિક્સ વિષયને સમકાલીન અર્થ આપી જન્મ આપ્યો.

ભારતે કદાચ આ બાબતોથી ત્રાસી, એપ્રિલ 1984માં ઓપરેશન મેઘદૂતની શરૂઆત કરી. ભારતીય ભૂમિ સેનાની સમગ્ર કુમાઓન રેજીમેન્ટે ગ્લેસિયર પર હવાઈ માર્ગ દ્વારા ચઢાવવામાં આવ્યા. પાકિસ્તાનની સેનાએ તરત જ પ્રતિક્રિયા આપી અને પછી બંને વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ. ભારતીય ભૂમિ સેનાએ વ્યૂહરચનાત્મક સીઆ લા અને બીલાફોંડ લા પર્વતો પરના રસ્તાઓને સુરક્ષિત કર્યું, અને 1985 માં સુધીમાં 1000 સ્કેવરફૂટ માઈલ્સથી વધારે પ્રદેશ જે ભારતના નિયંત્રણ હેઠળ હતા, જેના પર પાકિસ્તાન દાવો કરતું હતું.[૨૩] ભારતીય ભૂમિ સેનાએ ⅔ થી પણ વધારે ગ્લેસિયર પર કબજો કરવાની પ્રક્રિયા ચાલુ જ રાખી.[૨૪] પાકિસ્તાને ઘણી વખત સિયાચીન પર કાબૂ મેળવવા માટે નિષ્ફળ પ્રયત્નો કર્યા. 1987 ના અંતે, પાકિસ્તાને 8,000 ટુકડીઓને યુદ્ધ માટે સજ્જ કર્યા અને બીલાફોંડ લાને કબજે કરવાના હેતુથી તેમને ખાપાલુ પાસે રક્ષક લશ્કર તરીકે મોકલ્યા.[૨૫] જો કે, ભારતીય ભૂમિ સેના અંગત રીતે બીલાફોંડની ચોકી કરતી હોવાથી, તેઓને ભારતીય ભૂમિ સેનાએ પાછા કાઢયા. યુદ્ધ વખતે, લગભગ 23 ભારતીય સૈનિકોએ તેમનો જીવ ગુમાવ્યો, જ્યારે 150 થી વધારે પાકિસ્તાની ટુકડીઓ ખતમ થઈ ગઈ.[૨૬] પછી પણ પાકિસ્તાન દ્વારા જગ્યાઓ પર પુન: દાવો કરવા માટે વારંવાર નિષ્ફળ પ્રયાસો 1990, 1995, 1996 અને 1999 માં થયા, સૌથી વધુ નોંધપાત્ર તે વર્ષમાં કારગીલ હતું.

કોઈપણ પ્રકારની દૂશ્મનાવટનું વાતાવરણ ન હોવા છતાં પણ ભારતે આ પ્રદેશમાં કડક લશ્કરી હાજરી જાળવી રાખવાનું ચાલુ રાખ્યું. સિયાચીન માટેના સંઘર્ષે પહાડી યુદ્ધના ઉદાહરણ તરીકે નિયમીત રૂપથી જ જોવામાં આવે છે.[૨૭] સિયાકંગરી જે સિયાચીન ગ્લેસિયરની સૌથી મોટી ટોચ છે, તે ભારત માટે વ્યૂહરચનાની રીતે મહત્વની છે કારણ કે તેની વધારે પડતી ઊંચાઈ અને કારાકોરમ હાઈવેની નિકટતાને કારણે ભારતીય ભૂમિ સેના ચાઈનીસ અને પાકિસ્તાની હલચલો પર આ પ્રદેશમાં નજર રાખી શકતી હતી.[૨૮] સિયાચીન પર નિયંત્રણ રાખવો એ ભારતીય ભૂમિ સેના માટે હેરફેર કરવાનો ઘણો મોટો પડકાર છે. ઘણા આંતરમાળખાકીય યોજનાઓનું આ પ્રદેશમાં બાંધકામ કરવામાં આવ્યું, જેમાં દરીયાઈ સપાટીથી 21,000 ફૂટ ઉપર (6400 મીટર) મોટા હેલીપેડનો પણ સમાવેશ થાય છે.[૨૯] 2004માં, ભારતીય ભૂમિ સેના પ્રદેશમાં તેના અંગત સ્થાનને સહયોગ આપવા માટે એક દિવસના અંદાજે યુએસ 2 મિલિયન ડોલર ખર્ચ કરી રહી હતી.[૩૦]

વળતી-બળવાખોર પ્રવૃત્તિઓ

ફેરફાર કરો

રાષ્ટ્રમાં બળવાખોરો અને આતંકવાદીઓની સામે લડવા ભારતીય ભૂમિ સેનાએ ભૂતકાળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શીખ બળવાખોરોનો સામનો કરવા માટે 1980માં સેનાએ ઓપરેશન બ્લુસ્ટાર અને ઓપરેશન વુડરોઝને શરૂ કર્યો હતો. બીજા અર્ધલશ્કરી દળોની સાથે, સેનાની પ્રાથમિક જવાબદારી વિવાદાસ્પદ જમ્મુ અને કાશ્મીર પ્રદેશમાં કાયદા અને કાનૂન જાળવી રાખવાની છે. ભારતીય ભૂમિ સેનાએ તેની લશ્કરી ટુકડીને 1987માં ભારતીય શાંતિરક્ષક સેનાના ભાગરૂપે શ્રીલંકામાં પણ મોકલી હતી.

કારગીલ સંઘર્ષ (1999)

ફેરફાર કરો

1998માં, ભારતે પરમાણુ પરીક્ષણ કર્યા, અને થોડા દિવસ પછી પાકિસ્તાને પ્રતિક્રિયારૂપે વધારે પરમાણુ પરીક્ષણ કર્યા, બંને દેશોએ પોતપોતાની પરમાણુ હુમલાની શકિત બતાવી. 1999માં લાહોર સમિત યોજાયા પછી રાજકીય તણાવો શાંત થયા. આશાવાદનું કિરણ ટૂંક સમય માટે રહ્યું, જો કે, મધ્ય 1999માં પાકિસ્તાની અર્ધલશ્કરી સેનાએ અને કાશ્મીર બળવાખોરોએ ઉજ્જડ પણ વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્વની, ભારતના કારગીલ જિલ્લામાં હિમાલયના શિખરો કબજે કર્યાં. ભારતીય ભૂમિ સેના તે જગ્યા કાતિલ શિયાળાની શરૂઆતમાં ખાલી કરતી હતી, અને ફરીથી વસંત ઋતુમાં કબજો મેળવવાનો હતો. નિયમિત પાકિસ્તાની ટુકડીઓ જેમણે આ વિસ્તાર પર કબજો મેળવ્યો, તેમને શસ્ત્રો અને પૂરવઠો બંને સ્વરૂપે પાકિસ્તાન પાસેથી મહત્વનો સહકાર મળતો રહ્યો. તેમનો કબજો હોય તેવી અમૂક શિખરોમાં ટાઈગર હીલ નો પણ સમાવેશ થયો હતો, જેના પરથી મહત્વનો શ્રીનગર-લેહ હાઈવે (એનએચ 1એ), બતાલીક અને દ્રાસ પર નજર રાખી શકાય છે.

એકવખત પાકિસ્તાના ઓચિંતા હુમલાની જાણ થઇ કે તરત જ ભારતીય ભૂમિ સેનાએ ઝડપથી લગભગ 200,000 ટુકડીઓ સાથે ઓપરેશન વિજયની શરૂઆત કરી. જો કે, શિખરો પાકિસ્તાનના કબજામાં હોવાથી, ચોખ્ખી રીતે ભારત વ્યૂહરચનાની દૃષ્ટિએ પ્રતિકૂળ સ્થિતિમાં હતું. તેમના નજર રાખવાના સ્થાનો પરથી, પાકિસ્તાનની સેનાને ચોખ્ખુ એનએચ 1એનું દૃશ્ય દેખાય તે માટે હાઇવે પર આડકતરી રીતે તોપમારો કરી શકતું હતું અને ભારતીયનો ભારે હાની પહોંચાડતું હતું.[૩૧] આ ભારતીય ભૂમિ સેના માટે ગંભીર સમસ્યા હતી, કારણ કે આ હાઈવે મુખ્ય હેરફેર અને પુરવઠા પૂરો પાડવા માટેનો મુખ્ય રસ્તો હતો.[૩૨] આમ, ભારતીય ભૂમિ સેનાની પહેલી પસંદગી એનએચ 1એની એકદમ નજદીક આવેલા શિખરો પર પાછો કબજો મેળવવાનો હતો. આના પરિણામે ભારતીય ટુકડીઓએ પ્રથમ નિશાન દ્રાસમાં ટાઈગર હીલ અને તોલોલીંગને બનાવ્યા.[૩૩] તે પછી તરત જ બતાલીક-ટૂરટોકના પેટાવિભાગો, કે જે સિયાચીન ગ્લેસિયરના માર્ગ હતા, તેના પર ઘણા આક્રમણ કર્યા. પોઈન્ટ 4590 કે જે એનએચ 1એ નો નજદીકી દૃશ્ય આપતી હતી તેને 14 જૂને ભારતીય ભૂમિ સેના દ્વારા સફળતાપૂર્વક પાછો કબજે કરી લેવાયું.[૩૪]

જો કે મોટાભાગના મથકો જે હાઈવેની નજીકમાં આવેલા હતા તે મધ્ય જૂન સુધીમાં ખાલી કરી દેવાયા હતા, દ્વાસ નજીક હાઇવેના અમુક ભાગોમાં યુદ્ધના અંત સુધી છૂટાછવાયા ગોળીબાર નજરે પડતા હતા. એક વખત એનએચ 1એનો વિસ્તાર ચોખ્ખો થઈ ગયો, એટલે ભારતીય ભૂમિ સેનાએ આક્રમણ સેનાને લાઈન ઓફ કંટ્રોલની બીજી બાજુ પાછા કાઢવાનું શરૂ કર્યું. તોલોલીંગનું યુદ્ધ, બીજા હુમલાઓ પૈકી એક, લડાઈ ધીમેધીમે ભારતના પક્ષમાં આવતી હતી. તેમ છતાં, ઘણા મથકો જેમાં સખત પ્રતિકાર થતો હતો, જેમાં ટાઈગર હીલ (પોઈન્ટ 5140) નો પણ સમાવેશ થાય છે, તે પછી યુદ્ધ સમયે મેળવી શકાયા. કારણ કે ઓપરેશન સંપૂર્ણપણે ચાલું હતું જેથી, મથકો જે લાઇન-ઓફ-સાઇટમાં હતા તેમાંથી ઘુસણખોરોને કાઢવા લગભગ 250 તોપ બંદુકોને લાવવામાં આવી હતી. ઘણા મહત્વના સ્થાનો પર, ના તો તોપ ના તો હવાઈ શકિતઓ હટાવવામાં મદદરૂપ થઈ શકતી, દૂરના મથકો પણ પાકિસ્તાનના સૈનિકો દ્વારા બનેલી જે નજરની પહોંચની મર્યાદાની બહાર હતા. ભારતીય ભૂમિ સેનાએ થોડા સીધેસીધા મેદાનની ચઢાઈ કરી હુમલો કર્યો જે ધીમી ગતિએ થયું અને 18000 ફીટથી પણ વધારે ઉંચા શિખરો પર ભારે જીવનું જોખમ લઈ આકરી ચઢાઈ કરી. સંઘર્ષના બે મહિના થઈ ગયા, ભારતીય ટુકડીઓએ મોટા ભાગની બધી ટેકરીઓ ધીમેધીમે પાછી મેળવી લીધી, જે તેમણે ગુમાવી દીધી હતી[૩૫][૩૬] કાયદાકીય ગણતરી મુજબ અંદાજિત 75-80 % ઘુસણખોરી કરાયેલા વિસ્તાર અને લગભગ બધા ઊંચા મેદાનો ભારતના નિયંત્રણ હેઠળ પાછા આવી ગયા હતાં.

જુલાઈ 4એ, વોશીંગ્ટનની સલાહ મુજબ, શરીફે પાકિસ્તાનની ટુકડીઓને પાછી બોલાવવાનું નક્કી કર્યું, મોટાભાગની લડાઈ ધીરે ધીરે થંભી ગઈ, પરંતુ એલઓસીની ભારતની બાજુએ થોડીક પાકિસ્તાનની સેના તેમની સ્થિતિમાં જ રહી. ઉપરાંત, યુનાઈટેડ જીહાદ કાઉન્સીલે (તમામ ઉગ્રવાદના સમૂહ માટે છત) પાકિસ્તાનની લડાઈ ચાલુ રાખવાના નિર્ણયના બદલે, પાછા હટવાની યોજનાને નકારી કાઢી.[૩૭] જુલાઈના છેલ્લા અઠવાડિયાઓમાં ભારતીય ભૂમિ સેનાએ તેના અંતિમ હુમલા શરૂ કર્યા, તરત જ દ્રાસના પેટાવિભાગો પાકિસ્તાનની સેના હટાવીને ચોખ્ખા થઈ ગયા, અને 26 જુલાઈએ યુદ્ધ બંધ થયું. ત્યારથી જ તે દિવસને ભારતમાં કારગીલ વિજય દિવસ તરીકે ઓળખાવવામાં આવ્યો. યુદ્ધના અંત સુધીમાં, ભારતે લાઈન ઓફ કંટ્રોલના દક્ષિણી અને પૂર્વીય તમામ પ્રદેશો પર કબજો મેળવી લીધો હતો, લાઈન ઓફ કંટ્રોલની સ્થાપના 1972 જુલાઈમાં શિમલા સમજુતી મુજબ થઈ હતી. આ સમય સુધીમાં બધી દુશ્મનાવટ ખતમ થઈ ગઈ હતી, યુદ્ધમાં મૃત્યુ પામેલા ભારતીય જવાનોની સંખ્યા 527 હતી. [૩૮]જ્યારે 700થી વધારે પાકિસ્તાની સેનાના નિયમિત સભ્યો મૃત્યુ પામ્યા હતા.[૩૯] ઈસ્લામિક યોદ્ધાઓની સંખ્યા, જેમને મુજાહિદ્દીન પણ કહેવાય છે, જે સંઘર્ષ દરમિયાન ભારતીય ભૂમિ સેના દ્વારા મૃત્યુ પામ્યા તેમની સંખ્યા લગભગ 3000 હતી.[૪૦]

યુનાઈટેડ નેશન્સ પીસકિપીંગ મીસન્સ (સંયુકત રાષ્ટ્રોનું શાંતિ જાળવવાનું અભિયાન

ફેરફાર કરો
 
ન્યુટ્રલ બફર વિસ્તાર સહિત શાંતિ જાળવવા માટે ૧૯૫૩ સપ્ટેમ્બરમાં ભારતીય ભૂમિસેનાના સૈનિકો કોરિયામાં આવે છે

ભારતીય ભૂમિ સેનાએ મોટી સંખ્યામાં સંયુકત રાષ્ટ્રોના શાંતિ જાળવવાના અભિયાનની જવાબદારી હાથમાં લીધી છે:[૪૧]

 
યુએનઓએસઓએમ ના ભાગ તરીકે ઓપરેશન કન્ટિન્યુ હોપના સહાયમાં, કિસ્મોયા, સોમાલિયામાં બેલ્જીઅન કમ્પાઉન્ડ ખાતે યુએન માર્કિંગ સાથે ભારતીય ભૂમિસેનાની ટી-૭૨.

ભારતીય સેનાએ કોરિયન યુદ્ધમાં બીમાર અને ઘાયલો જે પીછેહઠ થયા હતા તેમની સગવડતા માટે ચિકિત્સાકારક સહાયતા ટુકડી પણ મોકલી હતી.

મુખ્ય અભ્યાસો

ફેરફાર કરો
 
થાર રણમાં અભ્યાસ દરમિયાન ભારતીય ભૂમિસેનાની ટી-૯૦ ટેન્કોએ ભાગ લીધો.

ઓપરેશન બ્રાસટેકસ

ફેરફાર કરો

નવેમ્બર 1986માં પશ્ચિમ સરહદ પર મોટા પાયાના બનાવટી યુદ્ધ કરવા ભારતીય સેના દ્વારા ઓપરેશન બ્રાસટેકસની શરૂઆત થઈ. આ અભ્યાસ ભારતમાં યોજાયેલ સૌથી મોટો અભ્યાસ હતો, જેમાં નવ પાયદળ સિપાહીના હતા, ત્રણ યંત્રનો ઉપયોગ થયો હતો, ત્રણ યુદ્ધ જહાજો અને એક હવાઈ હુમલાકારનો વિભાગ અને ત્રણ બખ્તરધારી સેનાનો સમાવેશ થયો હતો. ભારતીય નૌસેના સાથે જલ-સ્થળચર હુમલાના અભ્યાસનું પણ આયોજન કર્યું હતું. બ્રાસટેકસે પન પરમાણુ આક્રમણની પ્રાયોગાત્મક તાલીમ કરી તેવો દાવો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે પાકિસ્તાન સાથે તણાવ થયા અને પછી 1987માં બંને રાષ્ટ્રો વચ્ચે સંબંધની પુન:સ્થાપના થઈ.[૪૨][૪૩]

ઓપરેશન પરાક્રમ

ફેરફાર કરો

ડિસેમ્બર 13, 2001ના ભારતીય સંસદ ભવન પરના હુમલા પછી, ઓપરેશન પરાક્રમની શરૂઆત થઈ જેમાં હજારોની સંખ્યામાં ભારતીય ટૂકડીઓને ભારત-પાકિસ્તાન સરહદે ગોઠવવામાં આવ્યા. ભારતે હુમલાને ટેકો આપવાનો દોષ પાકિસ્તાન પર નાખ્યો. આ ઓપરેશન કોઈ પણ અશિયન દેશ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા અભ્યાસોમાં સૌથી મોટી લશ્કરી અભ્યાસ હતો. તેનો મુખ્ય ઉદ્દેશ ભલે ચોક્કસ લાગતો ન હતો પણ ભવિષ્યના કોઈપણ પ્રકારના પાકિસ્તાન સાથે પરમાણુ સંઘર્ષ કરવા માટે સેનાને તૈયાર કરવાનો હતો, જેની શકયતા ડિસેમ્બરના ભારતીય સંસદભવન પરના હુમલા પછી વધી ગઈ હોય, એવું જણાતું હતું.

ઓપરેશન સંઘ શકિત

ફેરફાર કરો

એવું જણાવવામાં આવ્યું હતું કે આ અભ્યાસનો મુખ્ય ધ્યેય અંબાલા-આધારિત II સ્ટ્રાઈક કોર્પ્સની સેનાને સક્રિય રીતે યુદ્ધ માટે તૈયાર કરવાની વ્યુહરચનાઓને માન્યતા આપવાની હતી. હવાઈ સહયોગ આ અભ્યાસનો ભાગ હતો, અને યુદ્ધની રમતોના પ્રદર્શન વખતે સંબંધિત શસ્ત્રોની સાથે સમગ્ર છત્રી દળના સભ્યોની બટાલીયનને હવાઈ જહાજમાંથી હવાઈ છત્રી દ્વારા ઉતારવામાં આવી હતી. લગભગ 20,000 સૈનિકોએ આ અભ્યાસમાં ભાગ લીધો હતો.

અશ્વમેઘ અભ્યાસ

ફેરફાર કરો

ભારતીય સેનાએ અશ્વમેઘના અભ્યાસ દરમિયાન સેનાની યુદ્ધની પરિસ્થિતિઓને કેન્દ્રમાં રાખી રચના કરી તેની ક્ષમતાની પરીક્ષણ કરી હતી. આ અભ્યાસ થારના રણમાં યોજાવામાં આવી હતી જેમાં 300,000 થી પણ વધારે સેનાદળોએ ભાગ લીધો હતો.[૪૪]. અસમપ્રમાણતા યુદ્ધની પરિસ્થિતિઓની ક્ષમતાની આ અભ્યાસ દરમિયાન ભારતીય સેના દ્વારા પરીક્ષણ લેવાઇ હતી.[૪૫]

ભારતીય ભૂમિસેનાનું માળખું

ફેરફાર કરો

શરૂઆતમાં, સેનાના મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રની સરહદોનું રક્ષણ કરવાનો હતો. જો કે વર્ષો, પસાર થતાં, ભૂમિસેનાએ આંતરિક સુરક્ષા આપવાની જવાબદારી પણ લીધી, ખાસ કરીને બળવાખોરોનું નિશાન કાશ્મીર અને ઉત્તર-પૂર્વીમાં. સેનાની સંખ્યા લગભગ મિલિયનર ટુકડીઓની છે અને 34 પ્રકારના વિભાગો છે. સેનાનું મુખ્યમથક ભારતની રાજધાની નવી દિલ્હીમાં સ્થિત છે અને તે પૂરેપૂરું ચિફ ઓફ આર્મી સ્ટાફ (સીઓએએસ) ના આદેશ હેઠળ કામ કરે છે, અત્યારે હાલમાં જનરલ દિપક કપૂર પીવીએસએમ, એવીએસએમ, એસએમ, વીએસએમ, એડીસી છે.

કમાન્ડ્સ

ફેરફાર કરો

સેના 6 વ્યુહાત્મ્ક પ્રદેશો પર કાર્ય કરે છે. દરેક પ્રદેશનું લેફટેનન્ટ જનરલના ક્રમની સાથે જનરલ ઓફિસર કમાન્ડીંગ ઈન ચીફ દ્વારા નેતૃત્વ કરવામાં આવે છે. દરેક પ્રદેશ સીધી રીતે નવી દિલ્હીમાં સેનાના મુખ્ય મથક સાથે સંકળાયેલ છે. આ તેમની બઢતી, સ્થાન (શહેર) અને તેમના કમાન્ડર્સના સાચા ક્રમ મુજબ નીચે આપેલા છે. એક તાલિમને લગતો પ્રદેશ પણ છે જેને એઆરટીઆરેસી કહેવાય છે. દરેક પ્રદેશમાંના કર્મચારીઓનું નેતૃત્વ ચીફ ઓફ સ્ટાફ (સીઓએસ) દ્વારા થાય છે, જે લેફટેનન્ટ જનરલ રેન્ક અધિકારી પણ હોય છે.

કોર્પ્સ (લશ્કરનો એક વિભાગ)

ફેરફાર કરો

કોર્પ્સ એ એક એવી સેનાની ક્ષેત્ર ગોઠવણી છે, જે લશ્કરી પ્રદેશના ઘટનાસ્થળની મર્યાદામાં આવેલા ઝોન માટે જવાબદાર હોય છે. ભારતીય સેનામાં ત્રણ પ્રકારના કોર્પ્સ છે : સ્ટ્રાઈક, હોલ્ડીંગ અને મીક્ષ. એક કમાન્ડ (લશ્કરી પ્રદેશ) સામાન્યરૂપથી બે થી વધારે કોર્પ્સ ધરાવે છે. કોર્પ્સમાં તેના કમાન્ડ હેઠળ સેનાના વિભાગ હોય છે. કોર્પ્સનું મુખ્ય મથક એ સેનાનું સૌથી મોટું ક્ષેત્ર નિર્માણ હોય છે.

  મુખ્ય મથક, ભારતીય ભૂમિસેના, નવી દિલ્હી

|

|}

રેજીમેન્ટલ સંસ્થા

ફેરફાર કરો

આના વધારામાં (ઉપર જણાવેલા ફીલ્ડ કોર્પ્સ સાથે ગૂંચવણ કર્યા વગર) ભારતીય ભૂમિ સેનાના રેજીમેન્ટલ કોર્પ્સ અથવા વિભાગ હોય છે. નીચે જણાવેલ કોર્પ્સ એ કામગીરી બજાવતા વિભાગો છે જેમને ખાસ સમગ્ર સેના કાર્યો સોંપાયેલા છે.

શસ્ત્રો કામગીરી
  1. 1) ઈન્ડિયન ઈન્ફેન્ટ્રી રેજીમેન્ટસ (ભારતીય પાયદળ સેના)
  2. આરમર્ડ કોર્પ્સ રેજીમેન્ટસ – ધ આરમર્ડ કોર્પ્સ સ્કૂલ એન્ડ સેન્ટર અહેમદનગરમાં છે.
  3. રેજીમેન્ટ ઓફ આર્ટીલરી - ધ સ્કૂલ ઓફ આર્ટીલરી નાસિકની નજીક દેવલામાં છે.
  4. કોર્પ્સ ઓફ સીગ્નલ્સ
  5. કોર્પ્સ ઓફ એન્જીનિયર્સ - લશ્કરી એન્જીનિયરીંગની કોલેજ દાપોડી, પૂણેમાં છે. જેના કેન્દ્ર નીચે પ્રમાણે સ્થિત છે - બેંગ્લોરમાં મદ્રાસ એન્જીનિયરીંગ કોલેજ, રુરકીમાં બેંગાલ એન્જીનિયર ગ્રુપ, અને ખડકી પૂણેમાં બોમ્બે એન્જીનિયરીંગ ગ્રુપ.
  6. કોર્પ્સ ઓફ આર્મી એર ડીફેન્સ - કેન્દ્ર ઓરીસ્સા રાજ્યમાં ગોપાલપુરમાં છે.
  7. યાંત્રિક પાયદળ - રેજીમેન્ટલ કેન્દ્ર અહેમદનગરમાં છે.
  8. આર્મી એવીયેશન કોર્પ્સ (ભારત)


બીજા ક્ષેત્રનું નિર્માણ

ફેરફાર કરો
 
ભારતીય ભૂમિસેનાના એક વિભાગ લશ્કરી અભ્યાસ દરમિયાન ચાર્જ લે છે.
  • વિભાગ : એક સેના વિભાગ જે કોર્પ્સ અને બ્રિગેડ વચ્ચેનો મધ્યસ્થી હોય છે. તે સેનામાં સૌથી મોટું પ્રહાર કરતું સેનાદળ હોય છે. મેજર જનરલના ક્રમમાં દરેક વિભાગનું નેતૃત્વ (જનરલ ઓફિસર કમાન્ડીંગ (જીઓસી)) દ્વારા કરવામાં આવે છે. તે મોટાભાગે 15,000 લડાકુ સૈનિકોની ટુકડીઓ હોય છે અને 8000 સહયોગી તત્વો હોય છે. હાલમાં, ભારતીય ભૂમિ સેના પાસે 34 વિભાગો છે જેમાં 4 રેપીડ (રિ-ઓર્ગેનાઈઝડ આર્મી પ્લેઇન્સ ઈન્ફેન્ટ્રી ડિવિઝન્સ), એકશન ડિવિઝન્સ, 18 પાયદળ વિભાગ, 10 પહાડી વિભાગ, 2 યુદ્ધ જહાજોની સાથે બખ્તરધારી સેનાનો વિભાગ અને 3 તોપખાનાના વિભાગનો સમાવેશ થાય છે. દરેક વિભાગ ઘણા બ્રિગેડસથી બનેલું હોય છે.
  • બ્રિગેડ : બ્રિગેડ સામાન્યરીતે લગભગ 3000 લડાકુ સૈનિકો અને સાથે સહયોગી તત્વોથી બનેલું હોય છે. પાયદળ બ્રિગેડ પાસે મોટાભાગે 3 પાયદળ બટાલીયન, તથા વિવિધ સહયોગી શસ્ત્રો અને સેવા હોય છે. તેનું બ્રિગેડીયર દ્વારા નેતૃત્વ કરાય છે, કોઈક સેનામાં તે બ્રિગેડીયર જનરલને સમાનરૂપ હોય છે. વિવિધ સેનાના વિભાગોમાં બ્રિગેડસની સાથે, ભારતીય ભૂમિ સેના પાસે 4 યુદ્ધ જહાજોની સાથે બખ્તરધારી સેનાની બ્રિગેડસ, 15 સ્વતંત્ર તોપખાના બ્રિગેડસ, 7 સ્વતંત્ર પાયદળ બ્રિગેડ, 1 સ્વતંત્ર પેરાશ્યુટ બ્રિગેડ, 3 સ્વતંત્ર હવાઇ રક્ષણ બ્રિગેડસ, 2 સ્વતંત્ર હવાઇ રક્ષક ગ્રુપ અને 4 સ્વતંત્ર એન્જીનિયર બ્રિગેડ્સ હોય છે. આ સ્વતંત્ર બ્રિગેડસ સીધા કોર્પ્સ કમાન્ડરના (જીઓસી કોર્પ્સ) આદેશ હેઠળ કામ કરે છે.
  • બટાલીયન : એક બટાલીયન કર્નલ દ્વારા અધિન હોય છે અને તે પાયદળની મુખ્ય લડવૈયા ટુકડી છે. તે 900 થી વધારે લડાકુ સૈનિકોથી બનેલું હોય છે.
  • કંપની : મેજર દ્વારા નેતૃત્વ કરાય છે, કંપનીમાં 120 સૈનિકો સમાયેલા હોય છે.
  • પ્લાટુન : કંપની અને સેકશન વચ્ચેના મધ્યસ્થી, પ્લાટૂનનું મુખ્ય લેફ્ટેનન્ટ દ્વારા નેતૃત્વ કરાય છે અથવા કમિશન્ડ અધિકારી, એક જુનિયર કમિશન્ડ અધિકારી, સુબેદાર અથવા નાયબ સુબેદારના ક્રમ સાથેની હાજરી પર આધારિત હોય છે. તેની કુલ સંખ્યા લગભગ 32 સૈનિકની ટુકડીઓ જેટલી હોય છે.
  • સેકશન : સૌથી નાનું લશ્કરી દળ જેમાં 10 વ્યક્તિગતોની સંખ્યા હોય છે. હવાલદાર મેજર અથવા સાર્જન્ટ મેજરના ક્રમના નોન કમિશન્ડ અધિકારી દ્વારા નેતૃત્વ કરવામાં આવે છે.

રેજીમેન્ટસ

ફેરફાર કરો
 
રાજપુત રેજીમેન્ટના સૈનિકો.
 
શિખ લાઇટ ઇન્ફેન્ટ્રીના સૈનિકો.
 
મદ્રાસ રેજીમેન્ટના સૈનિકો.

પાયદળ રેજીમેન્ટસ

ફેરફાર કરો

એવા ઘણા બટાલીયનો અને એકમો છે જે પાયદળ રેજીમેન્ટસ સાથે ભેગા મળીને સંકળાયેલા હોય છે. ભારતીય ભૂમિ સેનામાં પાયદળ રેજીમેન્ટ એક લશ્કરી સંસ્થા છે અને ના કે ક્ષેત્ર ગોઠવણી. રેજીમેન્ટની તમામ બટાલીયનો એક સ્વરૂપમાં એક સાથે લડાઈ નથી કરતા, પણ વિવિધ સ્વરૂપોમાં વિખરાયેલા હોય છે જેમ કે બ્રિગેડસ, વિભાગો અને કોર્પ્સ. એક સ્વરૂપ હેઠળ એક નિશ્ચિત સમય માટે એક પાયદળ બટાલીયન કામ કરે છે અને પછી બીજે જાય છે, મોટાભાગે જ્યારે તેની સમય મર્યાદા પૂરી થઈ જાય ત્યારે તે બીજા ખંડ કે ભૂપ્રદેશમાં. પ્રાસંગિક રૂપે, એક જ રેજીમેન્ટના બટાલીયનો નક્કી કરેલ સમય મર્યાદા માટે એકસાથે કામ કરી શકે છે.

ભારતીય ભૂમિ સેનાના મોટાભાગના પાયદળ રેજીમેન્ટસના મૂળ જુના બ્રિટીશ ભારતીય લશ્કરમાંથી આવ્યું છે, અને કોઈ એક વિસ્તાર કે ખાસ જાતિ કે વર્ગપ્રદેશમાંથી ટુકડીઓને નિમણૂક કરવામાં આવે છે.

ભારતીય ભૂમિ સેનાના પયદળ રેજીમેન્ટસની યાદી આ પ્રમાણે છે:

આર્ટિલરી (તોપખાના) રેજીમેન્ટ

ફેરફાર કરો

ધ રેજીમેન્ટ ઓફ આર્ટિલરી ભારતીય ભૂમિ સેનાનો એક પ્રચંડ કાર્યશીલ વિશિષ્ટ શસ્ત્રની રચના કરે છે. ઐતિહાસિક રીતે તેણે તેનો વંશવેલો મોંગલ બાદશાહ બાર્બર પાસેથી લીધો છે જેણે 1526માં પાણિપતની લડાઈ ભારતમાં તોપખાનાની ઓળખાણ કરાવવાની સાથે ખૂબ જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કર્યો છે. જો કે પહેલાં બંદુકનો ઉપયોગ 1368માં એડોનીના યુદ્ધમાં બાહમની રાજા દ્વારા અને પંદરમી સદીમાં ગુજરાતના રાજા મોહમ્મંદ શાહ દ્વારા થયો છે તેવી નોંધણી થઈ છે.

આરમોર્ડ રેજીમેન્ટ (યુદ્ધ જહાજોની સાથે બખ્તરધારી સેનાદળો)

ફેરફાર કરો

ભારતીય ભૂમિ સેનામાં 97 યુદ્ધ જહાજોની સાથે બખ્તરધારી સેનાદળો છે.

ભારતીય ભૂમિ સેના કર્મચારી અને શસ્ત્રસરંજામ

ફેરફાર કરો
 
ઊંચી વિદેશી પદવી ધરાવનારની રાજ્યની મુલાકાત દરમિયાન માઉન્ટેડ રાષ્ટ્રપતિના બોડિગાર્ડ.

નોંધ :

  1. અત્યાર સુધી માત્ર બે જ અધિકારીઓ એ ફિલ્ડ માર્શલનું પદ મેળવ્યું છે : ફિલ્ડ માર્શલ કે એમ કરીઅપ્પા - પ્રથમ ભારતીય કમાન્ડર ઈન ચીફ (પદ ત્યારથી હટાવી લેવાયું) - અને ફિલ્ડ માર્શલ એસ એચ એફ જે માણેકશો, જે પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા.
  2. આ હવે ચાલુ રાખવામાં નથી આવ્યું.નોન કમિશન્ડ ઓફિસર્સ જે હવાલદારના પદ પર હોય તે સમ્માનીય જે.સી.ઓ પદ માટે યોગ્યપાત્ર છે.
  3. ખૂબ સારા જેસીઓના પદને આપવામાં આવેલા અને લેફટેનન્ટના ચૂકવવામાં આવેલ, ભૂમિકા જેસીઓ માટે પણ ચાલુ જ રહી છે.

===આંકડા=======પેટા-એકમો =======પદના ક્રમનું માળખું ===== યુદ્ધ સિદ્ધાંત ==== ઉપકરણ ===== હવાઈ જહાજ ==={| border=1 style="border-collapse: collapse;" | bgcolor="#ff2222 align="center" colspan="2" | Indian Army statistics |- | Active Troops |1,414,000 |- | Reserve Troops |1,800,000 |- | Indian Territorial Army | 787,000** |- | Main battle tanks |5,000 |- | Artillery |3,200 |- | Ballistic missiles |~100 (Agni-I,Agni-II,Agni-III) |- | Ballistic missiles |~1,000 Prithvi missile series |- | Cruise missiles |~1,000 BrahMos |- | Aircraft |~1,500 |- | Surface-to-air missiles |100,000 ** includes 387,000 1st line troops and 400,000 2nd line troops

 
ભારતીય ભૂમિસેનાના 4 થી રાજપુત ઇન્ફેન્ટ્રી બટાલીયનના સૈનિકો તાલિમ ઉદ્દેશ દરમિયાન આઇએનએસએએસ રાઇફલ્સને હાથ ધરી રહ્યા છે.
  • 4 રેપીડ (રિઓર્ગેનાઈઝડ આર્મી પ્લેઇન્સ ઈન્ફેન્ટ્રી ડિવિઝન્સ)
  • 18 પાયદળ વિભાગ
  • 10 પહાડી વિભાગ
  • 3 યુદ્ધ જહાજોની સાથે બખ્તરધારી સેનાદળ વિભાગ
  • ૨ તોપખાનાનો વિભાગ
  • 3 હવાઈ રક્ષણ બ્રિગેડ + 2 સપાટીથી હવામાં મિસાઈલ ગ્રુપ્સ
  • 5 સ્વતંત્ર યુદ્ધ જહાજોની સાથે બખ્તરધારી સેનાદળ
  • 15 સ્વતંત્ર તોપખાના બ્રિગેડસ
  • 7 સ્વતંત્ર પાયદળ બ્રિગેડસ
  • 2 પેરાશ્યુટ બ્રિગેડસ
  • 4 એન્જીનિયર બ્રિગેડસ
  • 41 આર્મી એવિયેશન હેલિકોપ્ટર યુનિટસ

પેટા-એકમો

ફેરફાર કરો
  • 93 ટેન્ક રેજીમેન્ટસ
  • 50 એરબોર્ન બટાલીયન્સ
  • 50 તોપખાના રેજીમેન્ટસ
  • 41 પાયદળ બટાલીયન + 32 પેરા (એસએફ) બટાલીયન
  • 32 યાંત્રિક પાયદળ બટાલીયન
  • 23 લડાકુ હેલિકોપ્ટર એકમો
  • 50 હવાઈ રક્ષણ રેજીમેન્ટસ

પદના ક્રમનું માળખું

ફેરફાર કરો
 
ભારતીય ભૂમિસેનાના ગોરખા રાઇફલ્સની ૧ લી બટાલીયને તાલિમ અભ્યાસ દરમિયાન સિમ્યુલેટ કરેલ લડાકુ શહેરની બહાર સ્થિતિ બનાવી છે.

ભારતીય ભૂમિ સેનાના વિવિધ પદ પ્રમાણેના ક્રમની યાદી નીચે આપેલા ઉત્તરતા ક્રમમાં છે:

કમિશન્ડ ઓફિસર્સ

જુનિયર કમિશન્ડ ઓફિસર્સ (જેસીઓ)

 
ભારતીય ભૂમિસેનાના આસામ રેજીમેન્ટના સૈનિકો દિલ્હીમાં ઇન્ડિયા ગેટના યુદ્ધ સ્મારક પાસે ઊભા છે.

નોન કમિશન્ડ ઓફિસર્સ (એનસીઓ)

નોંધ :

  1. અત્યાર સુધી માત્ર બે જ અધિકારીઓ એ ફિલ્ડ માર્શલનું પદ મેળવ્યું છે : ફિલ્ડ માર્શલ કે એમ કરીઅપ્પા - પ્રથમ ભારતીય કમાન્ડર ઈન ચીફ (પદ ત્યારથી હટાવી લેવાયું) - અને ફિલ્ડ માર્શલ એસ એચ એફ જે માણેકશો, જે પાકિસ્તાન સાથેના 1971ના યુદ્ધમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા.
  2. આ હવે ચાલુ રાખવામાં નથી આવ્યું.નોન કમિશન્ડ ઓફિસર્સ જે હવાલદારના પદ પર હોય તે સમ્માનીય જે.સી.ઓ પદ માટે યોગ્યપાત્ર છે.
  3. ખૂબ સારા જેસીઓના પદને આપવામાં આવેલા અને લેફટેનન્ટના ચૂકવવામાં આવેલ, ભૂમિકા જેસીઓ માટે પણ ચાલુ જ રહી છે.

યુદ્ધ સિદ્ધાંત

ફેરફાર કરો

ભારતીય ભૂમિ સેનાનો હાલનો યુદ્ધ સિદ્ધાંત એ પ્રભાવશાળી રીતે ઉપયોગમાં આવતી કબજો કરતી સેના નિર્માણ અને લે કે પ્રહાર કરવાવાળી સેના નિર્માણ પર આધારિત છે. આક્રમણના સમયે, કબજો કરતી સેના નિર્માણ દુશ્મનને રોકી રાખે છે અને પ્રહાર કરવાવાળી સેના વળતો પ્રહાર દુશ્મન સેનાને બેઅસર કરવા માટે કરે છે. ભારતીય આક્રમણના કેસમાં, કબજો કરતી સેના દુશ્મન સેનાનું ધ્યાન બાંધી રાખે છે જ્યારે પ્રહાર કરતી સેના ભારતીય દ્વારા નક્કી કરાયેલા સ્થળ પર આક્રમણ કરે છે. ભારતીય ભૂમિ સેના પ્રહાર કરવાની ભૂમિકા નક્કી કરવા માટે ઘણા વિવિધ કોર્સ્પને અપર્ણ કરી શકે એટલી મોટી છે. હાલમાં, સેના ખાસ ક્ષમતા દળો વધારવા તરફ ધ્યાન આપી રહી છે.

 
ટીT-90એસ ભિષ્મ
 
ટી-72 અજેયા
 
બીએમપી-2 સારથ
 
નાગ મિસાઇલ અને એનઈમઆઇસીએ (નાગ મિસાઇલ કેરિયર).

મોટાભાગના સેનાના ઉપકરણ આયાત કરવામાં આવે છે, પરંતુ જાતે સ્વદેશી ઉપકરણનું ઉત્પાદન કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. તમામ ભારતીય લશ્કરી નાના શસ્ત્રોનું ઉત્પાદન ઓર્ડનન્સ ફેકટરી બોર્ડના વહીવટ હેઠળ કરવામાં આવે છે, અને સાથે મુખ્યત્વે અગ્નિશસ્ત્રો ઉત્પાદન માટેની સગવડો ઈચ્છાપુર, કોસીપોર, કાનપુર, જબલપુર અને તિરુચીરાપલ્લીમાં છે. ભારતીય રાષ્ટ્રીય નાના હથિયાર સિસ્ટમ (આઇએનએસએએસ) રાઈફલ, જેને 1997માં સફળતાપૂર્વક ભારતીય ભૂમિ સેના દ્વારા દાખલ કરવામાં આવી, જે ઈશાપોર રાઈફલ ફેકટરીનું ઉત્પાદન છે, જ્યારે યુદ્ધના સામાનનું ઉત્પાદન ખડકીમાં કરવામાં આવ્યું છે અને બોલંગીરમાં થવાની શકયતા છે.

હવાઈ જહાજ

ફેરફાર કરો
આ યાદી ભારતીય ભૂમિસેનાના હવાઈ જહાજની છે. ભારતીય વાયુ સેનાના હવાઈ જહાજની યાદી માટે,ભારતીય વાયુ સેનાની હવાઇ જહાજ યાદીમાં જુઓ.

ભારતીય ભૂમિ સેના 1000થી વધારે હેલિકોપ્ટરો ચલાવે છે, વધારામાં સ્વચાલિત હવાઈ પરિવાહનો પણ ચલાવે છે. લશ્કરી હવાઇ સેના એ ભારતીય ભૂમિ સેનાના વ્યૂહરચનાત્મક હવાઈ પરિવહન, સર્વેક્ષણ અને મેડિકલ સ્થાન ખાલી કરાવવા માટેનો મુખ્ય ભાગ છે. લશ્કરી હવાઈ સેના ભારતીય વાયુસેના સાથે મળીને જ કામ કરે છે.

હવાઇ જહાજ મૂળ પ્રકાર આવૃત્તિ સેવામાં[૪૬][૪૭] નોંધ
એચએએલ ધ્રુવ   India યુટિલિટી હેલિકોપ્ટર એચએએલ ધ્રુવ 40+
એરોસ્પેટિઅલ એસએ 316 એલોએટ્ટે III   France યુટિલિટી હેલિકોપ્ટર એસએ 316બી ચેતક 201+ નવા એલયુએચ દ્વારા બદલાશે, સ્પર્ધા જલ્દી શરૂ થશે.
એરોસ્પેટિઅલ એસએ 315 લામા   France યુટિલિટી હેલિકોપ્ટર એસએ 315બી ચિતાહ 200+ નવા એલયુએચ દ્વારા બદલાશે, સ્પર્ધા જલ્દી શરૂ થશે.
ડીઆરડીઓ નિશાન્ત   India રિકોનિસન્સ યુએવી ઓર્ડર પર 12
આઇએઆઇ સર્ચર II   Israel રિકોનિસન્સ યુએવી 40-50
આઇએઆઇ હેરોન II   Israel રિકોનિસન્સ યુએવી 40-50

જમ્મુ અને કાશ્મીરમાં સિયાચીન ગ્લેસિયર પર ભારતીય ભૂમિ સેનાએ એક એવા હેલિકોપ્ટરની જરૂરિયાતની યોજના ઘડી કે જે ઊંચાઈ પર 75 કિ.ગ્રા.23,000 feet (7,000 m) સુધીનું ભારે વજન ઊંચકી શકે. આટલી ઊંચાઈ પર ઊડવું એ અસાધારણ વાતાવરણના કારણે એક અલગ જ પડકારનો સામનો કરવા બરાબર છે. ભારતીય ભૂમિ સેનાએ જૂના જહાજો ચેતક અને ચિતાહના અને ઘણા તો ત્રણ દાયકા પહેલા શરૂઆત થઈ હતી તેવાની જગ્યાએ 197 હળવા હેલિકોપ્ટર માટે 550 મિલિયન ડોલરમાં યુરોકોપ્ટર AS 550 નો કરાર નક્કી કર્યો.[૪૮] જો કે બોલી પ્રક્રિયા દરમિયાન લાંચ લેવાના આરોપોના કારણે સોદો ભાંગી પડયો હતો.[૪૯]

ધ ઈન્ડિયન આર્મી જંગલ કેમોફ્લેજ જેમાં શત્રુને થાપ આપવા માટે જંગલની આકૃતિ છે અને તેેની રચના વનપ્રદેશ અને શહેરી વાતાવરણ માટે કરવામાં આવી છે.ધ ઈન્ડિયન આર્મી ડેઝર્ટ કેમુફલેજ, જેમાં શત્રુને છેતરવા રણની આકૃતિ જેવી રચના કરવામાં આવી છે અને રણમાં ઉપયોગ કરવા માટે રચના કરવામાં આવી છે.

ધ ઈન્ડિયન આર્મી જંગલ કેમોફ્લેજમાં જેકેટ, પેન્ટ અને ટોપી છે.સૈનિકો માટે નમૂનો ચોક્કસપણે કોટન કાપડનો છે.જેકેટમાં બટન સાથે 2 ઉપર અને 2 નીચે ખિસ્સા છે.પેન્ટના આગળના ભાગે 2 ખિસ્સા અને 2 કારગો ખિસ્સા અને 1 પાછળ ખિસ્સું હોય છે.

ધ ઈન્ડિયન આર્મી ડેઝર્ટ કેમોફ્લેજમાં જેકેટ, પેન્ટ અને ટોપી છે.અર્ધ રણ વિસ્તાર - રાજસ્થાનમાં તોપખાના વિભાગ અને પાયદળમાં નિમણૂક થયેલા સૈનિકો માટે વપરાય છે.યુદ્ધ જહાજો સાથેની બખ્તરધારી સેના પણ આનો ઉપયોગ કરવા અધિકારપાત્ર છે. હાલમાં પણ અંગોલામાં ભારતીય શાંતિ જાળવવાના કાર્ય કરી રહ્યા છે, તેમણે પણ આજ પહેરવેશ પહેર્યો છે.જેકેટમાં બટન સાથે 2 ઉપર અને 2 નીચે ખિસ્સા છે.પેન્ટના આગળના ભાગે 2 ખિસ્સા અને 2 કારગો ખિસ્સા અને 1 પાછળ ખિસ્સું હોય છે.32" થી 44" ની કમર અને 42" થી 52" ની છાતીના કદ માટે ઉપલબ્ધ છે.

ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સેનાઓ દૂર્ધટનાઓ દ્વારા તેમના ઉનાળાના સફેદ જેકેટોને નિષ્પક્ષ રંગ શરૂઆતમાં ભૂરા જેવા, ખાખી ('ધૂળવાળુ" માટે હિન્દી-ઊર્દૂ શબ્દમાંથી) કહેવાતો રંગ કરવા મજબુર થઇ હતી. આ એક કામચલાઉ જ પગલુ હતું. 1880 માં ભારતીય સેવામાં તે નિશ્ચિત બનવા લાગ્યું, પરંતુ બીજું બોએર યુદ્ધ સુધી તો નહીં, 1902 માં સમગ્ર બ્રિટીશ સેનાએ સર્વિસ ડ્રેસ માટે રાખોડી રંગને ધોરણસર કર્યો.ઈન્ડિયન આર્મી જંગલ કેમોફ્લેજે ખાખી માટે રાખોડી રંગને માન્યતા આપી.

પરમ વીર ચક્ર મેળવનારની યાદી

ફેરફાર કરો

નીચે યાદીબદ્ધ સૌથી વધુ નોંધપાત્ર લોકો છે જેમને પરમવીર ચક્ર મળ્યું છે, ભારતીય ભૂમિ સેનાનું સૌથી ઊંચું લશ્કરી શોભા છે.

ભવિષ્યના વિકાસો

ફેરફાર કરો
  • ફયુચરિસ્ટીક ઈન્ફેન્ટ્રી સોલ્જર એઝ અ સિસ્ટમ (F-INSAS) એક ભારતીય ભૂમિ સેનાની મુખ્ય આધુનિકતા યોજના 201રથી 2020 સુધી છે. પહેલા તબક્કામાં જે 2012 સુધી પુરો થશે, ઈન્ફેન્ટ્રી સૈનિકોને વિવિધ ઉપયોગ માટે રચિત શસ્ત્ર સિસ્ટમથી સુસજ્જ કરાશે જે બહુ વિધ કામગીરી બજાવી શકેશે. ભારતીય ભૂમિ સેના તેની બધી 465 ઈન્ફેન્ટ્રી અને પેરામિલિટરી બટાલીયનોને 2020 સુધી આ કાર્યક્રમ હેઠળ આધુનિક કરવાની ઈચ્છા રાખે છે.
  • ભારત હાલમાં તેના યાંત્રિક સેનાને વ્યૂહરચનાત્મક ચલાયમાનની ક્ષમતાને હાસિલ કરવા અને વધારે પ્રમાણમાં અગ્નિશકિત; દુશ્મનના પ્રદેશમાં ઝડપથી આક્રમણ કરવા પુન: સંગઠીત કરી રહી છે. તેના ટી 72 ના કાફલાને સુધારવાની સાથે-સાથે 1657 થી બને એટલા વધારે રશિયન મૂળ ટી 90 મુખ્ય યુદ્ધ ટેન્ક (એમબીટી)ને સ્થાપવા ભારત વિકાસાત્મક રીતે ઈચ્છે છે. સેનાએ હમણાં જ 4100 ફ્રેન્ચ મૂળ મિલન 2 ટી એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ્સ (એટીજીએમ) ની ખરીદવાની માંગણી કરી છે. આ રક્ષા મંત્રાલય સ્ત્રોતો એ કહ્યું છે કે ૨૦૦૮ મુંબઈ હુમલા પછી રૂ.592 કરોડ (લગભગ 120 મિલિયન ડોલર) ની ખરીદીની ચુકવણી થઈ ગઈ છે, જેના પછી સરકાર છેવટે ઝડપભેર વિવિધ લશ્કરી ખરીદી યોજના હાંસિલ કરી રહી છે.[૫૦]
  • સુરક્ષા અંગેની કેબિનેટ કમિટિ એ ગયા વર્ષે બે નવા ઈન્ફેન્ટ્રી, માઉટેન વિભાગ (લગભગ 15000 લડાકું સૈનિકો દરેકમાં) અને તોપખાના બ્રિગેડ ઊભા કરવા માટેની સ્વીકૃતિ મેળવ્યા પછી, સેના આ મામલે નવા તોપખાના વિભાગ માટે જોર આપી રહી છે, એવું રક્ષા મંત્રાલય સ્ત્રોતોનું કહેવું છે.
  • કોલકત્તા સ્થિત પૂર્વ સેના કમાન્ડ હેઠળનાં પ્રસ્તાવિત તોપખાના વિભાગ પાસે 3 બ્રિગેડ હશે - જેમાં બે 155 મિમિ હાવીટઝર અને રશિયન “ સ્મેર્ચ ” પૈકી એક અને સ્વદેશી “ પીનાકા ” બહુ-પક્ષેપિત રોકેટ પ્રણાલીઓ હશે.
  • ભારતીય ભૂમિ સેના હાલમાં બે નવા જ પહાડી વિભાગોને ઉભા કરવાની પ્રક્રિયા કરી રહી છે જેમાં એક વિભાગમાં લગભગ 15,000 સૈનિકો હશે. આ વિભાગોને મોટાભાગે અલ્ટ્રાલાઈટ હાવીટઝર્સ સાથે સુસજ્જ કરવામાં આવશે.[૫૧] ભારતીય ભૂમિ સેનાના આ પગલાંને ચીની વિરોધઓની ટક્કરમાં લેવાયેલું પ્રતિક્રિયારૂપ પગલું ગણવામાં આવે છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "ડિસે.માં સૌ પ્રથમ વાર સંયુક્ત ચીન-ભારત લશ્કરી અભ્યાસ" . ટાઇમ્સ ઓફ ઇન્ડિયા (૧૭ નવેમ્બર ૨૦૦૦૭).
  2. પેજ, જેરેમી. "યુદ્ધ હિરોને શોધવા કોમિક સાહસિક કામ શરૂ કરે છે" સંગ્રહિત ૨૦૧૧-૦૮-૦૯ ના રોજ વેબેક મશિન. ધ ટાઇમ્સ (૯ ફેબ્રુઆરી ૨૦૦૮).
  3. મુખ્યમથક સેના તાલિમ પ્રદેશ. "ભારતીય ભૂમિસેના સિદ્ધાંત". ઓકટોબર ૨૦૦૦૪. Archive link દ્વારા archive.org (મૂળ url: http://indianarmy.nic.in/indianarmydoctrine_1.doc).
  4. http://mod.nic.in/aboutus/welcome.html
  5. Urlanis, Boris (1971). Wars and Population. Moscow. પૃષ્ઠ 85. Cite has empty unknown parameter: |coauthors= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  6. ૬.૦ ૬.૧ "Indo-Pakistani War, 1947-1949". ACIG. October 29, 2003. |first= missing |last= (મદદ); Cite journal requires |journal= (મદદ)
  7. બ્રુસ બુએનો ડે મેસક્વિટા અને ડેવિડ લાલમેન. વોર એન્ડ રિઝન: ડોમેસ્ટિક એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પેરેટિવ્સ. . યેલ યુનિવર્સિટી પ્રેસ (૧૯૯૪), પૃ 201. આઇએસબીએન 9780300059229.
  8. અલાસ્ટેઇર આઇ. જહોન્સ્ટન અને રોબર્ટ એસ. રોસ. ન્યૂ ડાઇરેક્શન્સ ઇન ધ સ્ટડી ઓફ ચાઇના’સ ફોરેન પોલિસી. . સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પ્રેસ (૨૦૦૬) પૃ. 99. આઇએસબીએન 9780804753630.
  9. ક્લાઉડ અર્પી. ઇન્ડિયા એન્ડ હર નેબરહુડ : એ ફ્રેન્ચ ઓબઝર્વર્સ વ્યૂઝ. . હર-આનંદ પબ્લિકેશન્સ (૨૦૦૫), પૃ. 186. આઇએસબીએન 9788124110973.
  10. સેન્ચ્યુરી ચીન,,www.centurychina.com/plaboard/uploads/1962war.htm
  11. રોજર ડી. લોંગ. "કાશ્મીર વિવાદ" 0}એન્સાયક્લોપિડિયા ઓફ ધ ડેવલપિંગ વર્લ્ડમાં (થોમસ એમ. લિઓનાર્ડ, સંપાદક). રોટલેજ (૨૦૦૬), પૃ. 898. આઇએસબીએન 9781579583880.
  12. "૧૯૬૫ ભારત-પાકિસ્તાન યુદ્ધ" સંગ્રહિત ૨૦૧૪-૦૭-૧૮ ના રોજ વેબેક મશિન. Bharat-rakshak.com.[નોંધનીયતા શંકાસ્પદ?]
  13. ૧૩.૦ ૧૩.૧ આર.ડી. પ્રધાન અને યશવંતરાવ બલવન્તરાવ ચૌહાણ. ૧૯૬૫ વોર, ધ ઇન્સાઇડ સ્ટોરી : ડિફેન્સ મિનિસ્ટર વાય.બી.ચૌહાણ’સ ડાયરી ઓફ ઇન્ડિયા-પાકિસ્તાન વોર. . એટલાન્ટિક પબ્લિશર્સ એન્ડ ડિસ્ટ્રિબ્યુટર્સ (૨૦૦૭), પૃ. 47. આઇએસબીએન 9788126907625.
  14. સુમિત ગાંગુલી. "પાકિસ્તાન". ઇન્ડિયા: એ કન્ટ્રી સ્ટડી માં (જેમ્સ હેઇટ્ઝમેન અને રોબર્ટ એલ. વોર્ડેન, સંપાદકો). લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ ફેડરલ રિસર્ચ ડિવિઝન (સપ્ટેમ્બર ૧૯૯૫).
  15. ૧૫.૦ ૧૫.૧ "ભારત-પાકિસ્તાન યુદ્ધો" સંગ્રહિત ૨૦૦૯-૦૫-૦૮ ના રોજ વેબેક મશિન. માઇક્રોસોફ્ટ એન્કાર્ટા ૨૦૦૮. EjdkeFbd[ 2009-10-31
  16. Thomas M. Leonard. Encyclopedia of the developing world, Volume 2. Taylor & Francis, 2006. ISBN 0415976634, 9780415976633 Check |isbn= value: invalid character (મદદ).
  17. સ્પેન્સર ટકર. ટેન્ક્સ : એન ઇલુસ્ટ્રેટેડ હિસ્ટરી ઓફ ધેયર ઇમ્પેક્ટ. . એબીસી-સીએલઆઇઓ (2004), પૃ. 172. આઇએસબીએન 9781576079959.
  18. સુમિત ગાંગુલી. કનફ્લિક્ટ અનએન્ડિંગ : ઇન્ડિયા-પાકિસ્તાન ટેન્શન્સ સિન્સ ૧૯૪૭. . કોલમ્બિયા યુનિવર્સિટી પ્રેસ(2002), પૃ. 45. આઇએસબીએન 9780231123693.
  19. ઓવેન બેનેટ જોન્સ. કિસ્તાન : આઇ ઓફ ધ સ્ટોર્મ. . યેલ યુનિવર્સિટી પ્રેસ (2003), પૃ. 177. આઇએસબીએન 9780300101478.
  20. એરિક એચ. આર્નેટ્ટ. મિલિટરી કેપેસિટી એન્ડ ધ રિસ્ક ઓફ વોર : ચીન, ઇન્ડિયા, પાકિસ્તાન, એન્ડ ઇરાન . ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસ (1997), પૃ. 134. આઇએસબીએન 9780198292814.
  21. એસ. પૌલ કપુર. ડેન્જરસ ડિટેરન્નટ:ન્યુક્લિયર વેપન્સ પ્રોલિફેરેશન એન્ડ કનફ્લિક્ટ ઇન સાઉથ એશિયા . સ્ટાનફોર્ડ યુનિવર્સિટી પ્રેસ (2007), પૃ. 17. આઇએસબીએન 9780804755504.
  22. એનસાયક્લોપિડિયા ઓફ ધ ડેવલપિંગ વર્લ્ડ, પૃ. 806.
  23. એડવર્ડ ડબલ્યુ. ડેસમન્ડ. "ધ હિમાલય્સ વોર એટ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ" સંગ્રહિત ૨૦૦૯-૦૧-૧૪ ના રોજ વેબેક મશિન. ટાઇમ (૩૧ જૂલાઇ, 1989).
  24. "સિયાચીન ગ્લેસિયર/ઓપરેશન મેઘદૂત". GlobalSecurity.org.
  25. વિવેક ચઢ્ઢા. લો ઇન્ટેન્સિટી કનફ્લિક્ટ્સ ઇન ઇન્ડિયા : એન એનાલિસિસ . સેજ (2005), પૃ. 105. આઇએસબીએન 9780761933250.
  26. પ્રદિપ બરુઆ. ધ સ્ટેટ એટ વોર ઇન સાઉથ એશિયા . યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કા પ્રેસ(2005), પૃ. 256. આઇએસબીએન 9780803213449.
  27. અરવિંદ અડીગા સાથે ટિમ મેકગ્રિક. "વોર એટ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ" સંગ્રહિત ૨૦૦૫-૦૭-૦૭ ના રોજ વેબેક મશિન. ટાઇમ (૪ મે, 2005).
  28. સંજય દત્ત. વોર એન્ડ પીસ ઇન કારગીલ સેકટર . એપીએચ પબ્લિશિંગ (2000), પૃ. 389-90. આઇએસબીએન 9788176481519.
  29. નિક એસન. સિયાચીન : ધ વર્લ્ડ’સ હાઇએસ્ટ કોલ્ડ વોર સંગ્રહિત ૨૦૧૬-૦૮-૨૩ ના રોજ વેબેક મશિન. સીએનએન (૧૭ સપ્ટેમ્બર, 2003).
  30. અરુણ ભટ્ટાચારજી. "ઓન કાશ્મીર, હોટ એર એન્ડ ટ્રાયલ બલુન્સ" સંગ્રહિત ૨૦૧૬-૦૨-૨૮ ના રોજ વેબેક મશિન. એશિયા ટાઇમ્સ (૨૩ સપ્ટેમ્બર, 2004).
  31. ઇન્ડિયન જનરલ પ્રેઇઝિસ પાકિસ્તાની વેલર એટ કારગીલ ૫ મે, 2003 ડેઇલી ટાઇમ્સ, પાકિસ્તાન
  32. એમ.ઇ. શાર્પ, ૨૦૦૩ દ્વારા પ્રકાશિત, રોબર્ટ વિરસિંગ દ્વારા કાશ્મીર ઇન ધ શેડો ઓફ વોર ISBN 0765610906 પીપી36
  33. અડેકેય અડેબાજો, ચંદ્ર લેખ શ્રિરામ દ્વારા મેનેજિંગ આર્મ્ડ કનફ્લિક્ટ્સ ઇન ધ ૨૧સ્ટ સેન્ચ્યુરી, રુટલેજ દ્વારા પ્રકાશિત પીપી192,193
  34. નેબ્રાસ્કા પ્રેસના યુ દ્વારા પ્રકાશિત પ્રદિપ બરુઆ દ્બારા ધ સ્ટેટ એટ વોર ઇન સાઉથ એશિયા પૃષ્ઠ 261
  35. બિટર ચિલ ઓફ વિન્ટર સંગ્રહિત ૨૦૦૯-૧૦-૦૧ ના રોજ વેબેક મશિન - તારિક અલિ, લંડન રિવ્યૂ ઓફ બુક્સ
  36. Colonel Ravi Nanda (1999). Kargil : A Wake Up Call. Vedams Books. ISBN 81-7095-074-0. પુસ્તકનો ઓનલાઇન સારાંશ
  37. અલાસ્ટેઇર લોસન. "પાકિસ્તાન એન્ડ ધ કાશ્મીર મિલિટન્ટ્સ". બીબીસી ન્યૂઝ (૫ જુલાઇ, 1999).
  38. એ.કે. ચક્રવર્તી. "કારગીલ વોર બ્રિંગ્સ ઇનટુ શાર્પ ફોકસ ઇન્ડિયા’સ કમિટમેન્ટ ટુ પીસ". ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પ્રેસ ઇન્ફોર્રમેશન બ્મેયુરો (જુલાઇ 2000).
  39. મિશેલ એડવર્ડ બ્રાઉન. ઓફેન્સ, ડિફેન્સ એન્ડ વોર . એમઆઇટી પ્રેસ(2004), પૃ. 393.
  40. "ઇલ-કન્સિવ્ડ પ્લાનિંગ બાય મુશરફ લિડ ટુ સેકન્ડ મેજર મિલિટરી ડિફિટ ઇન કારગીલ : પીએમએલ-એન" સંગ્રહિત ૨૦૦૬-૧૦-૨૨ ના રોજ વેબેક મશિન. પાકટ્રિબ્યુન (૦૬ ઓગષ્ટ, 2006).
  41. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-09-12 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
  42. http://www.globalsecurity.org/military/world/war/brass-tacks.htm
  43. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2004-12-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
  44. અશ્વમેધ યુદ્ધ રમતમાં ભારતીય ભૂમિસેનાએ નેટવર્ક સેણ્ત્રિક વોરફેર ક્ષમતાનું પરીક્ષણ કર્યું
  45. "'અશ્વમેધ' ફૂટ સૈનિકોના અગત્યતાને મજબૂત કરે છે". મૂળ માંથી 2007-09-27 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
  46. "ઇન્ડિયન મિલિટરી એવિએશન ઓર બેટ". મૂળ માંથી 2013-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
  47. "Land Forces Site - ભૂમિ સેનાનું બળ". ભારત-રક્ષક. મૂળ માંથી 2010-03-02 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
  48. "યુરોકોપ્ટર ભારતીય ભૂમિ સેનાની મોટી ડિલ જીતે છે". મૂળ માંથી 2007-06-04 પર સંગ્રહિત. મેળવેલ 2010-04-07.
  49. 90-91.
  50. "ભારતીય ભૂમિ સેના ૧૨૦ મિલિયન ડોલરની ડિલમાં ૪૧૦૦ મિલેન ૨ટી એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલ્સ ખરીદશે". ભારતીય સંરક્ષણ, 26 જાન્યુઆરી 2009. 4 જાન્યુઆરી ૨૦૧૦ એ પ્રવેશ કર્યું.
  51. પંડિત, રજત. "સેના પાક, ચીન પ્રતિ આક્રમણ કરવા ૨ પહાડી એકમ ઉભા કરશે". ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા , 7 ફેબ્રુઆરી 2008. 4 જાન્યુઆરી ૨૦૧૦ એ પ્રવેશ કર્યું.
  52. શિનોય, રામનાથ. "ભારત ટુંક સમયમાં હળવા લડાકુ હેલિકોપ્ટર્સના ઉડાણનું પરીક્ષણ કરશે" સંગ્રહિત ૨૦૦૯-૧૨-૧૮ ના રોજ વેબેક મશિન. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, 14 ડિસેમ્બર [2009]. 4 જાન્યુઆરી 2010એ પ્રવેશ કર્યું.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો