પાપુઆ ન્યૂ ગિની
પાપુઆ ન્યૂ ગિની,[નોંધ ૧] અધિકૃત રીતે પાપુઆ ન્યૂ ગિનીનું સ્વતંત્ર રાજ્ય,[૧૨][નોંધ ૨] ઓસ્ટ્રેલિયા ખંડ (ઓશનિયા)માં આવેલો એક દેશ છે જે ન્યૂ ગિની દ્વિપના પૂર્વ તરફના અડધા ભાગ અને તેના મેલનેશિયા (ઑસ્ટ્રેલિયાની ઉત્તરે આવેલો પ્રશાંત મહાસાગરનો નૈઋત્ય પ્રદેશ)માં આવેલા ટાપુઓનો બનેલો છે. તેની એક માત્ર જમિની સરહદ તેની પૂર્વે આવેલા ઇન્ડોનેશિયા સાથે આવેલી છે અને તે ઉપરાંત તેના નજીકના પડોશી દેશોમાં દક્ષિણે ઑસ્ટ્રેલિયા અને પૂર્વમાં સોલોમન આઇલેન્ડનો સમાવેશ થાય છે. તેના દક્ષિણ તિરે આવેલું બંદર પોર્ટ મોરેસ્બી ત્યાંની રાજધાની છે. 462,840 km2 (178,700 sq mi) વિસ્તાર ધરાવતો પાપુઆ ન્યૂ ગિની દુનિયાનો ત્રીજા ક્રમનો સૌથી મોટો ટાપુ દેશ છે.[૧૩]
ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ ઓફ પાપુઆ ન્યૂ ગિની | |
---|---|
સૂત્ર: 'વિવિધતામાં એકતા'[૧] | |
રાષ્ટ્રગીત: "ઓ અરાઇઝ, ઓલ યુ સન્સ"[૨] શાહી ગીત: "ગોડ સેવ ધ કિંગ" | |
પાપુઆ ન્યૂ ગિની નું સ્થાન (green) | |
રાજધાની and largest city | પોર્ટ મોરેસ્બી 09°28′44″S 147°08′58″E / 9.47889°S 147.14944°E |
અધિકૃત ભાષાઓ[૩][૪] |
|
સ્થાનિક મૂળ ભાષાઓ | ૮૫૧ ભાષાઓ |
વંશીય જૂથો |
|
ધર્મ (૨૦૧૧ની વસ્તી ગણતરી)[૫] |
|
લોકોની ઓળખ | પાપુઆ ન્યૂ ગિની • પાપુઅન |
સરકાર | એકસદની સંસદિય લોકશાહી |
• રાજા | ચાર્લ્સ તૃતિય |
• ગવર્નર જનરલ | બોબ ડાડે |
• વડાપ્રધાન | જેમ્સ મરાપે |
સંસદ | રાષ્ટ્રીય સંસદ |
સ્વતંત્રતા ઑસ્ટ્રેલિયા પાસેથી | |
• પાપુઆ અને ન્યૂ ગિની એક્ટ ૧૯૪૯ | ૧ જુલાઇ ૧૯૪૯ |
• ઘોષિત અને સ્વીકૃત | ૧૬ સપ્ટેમ્બર ૧૯૭૫ |
વિસ્તાર | |
• કુલ | 462,840 km2 (178,700 sq mi) (54th) |
• જળ (%) | 2 |
વસ્તી | |
• 2021 અંદાજીત | 11,781,559[૬] (81st) |
• 2011 વસ્તી ગણતરી | 7,257,324[૭] |
• ગીચતા | 15/km2 (38.8/sq mi) (201st) |
GDP (PPP) | 2023 અંદાજીત |
• કુલ | $41.785 billion[૮] (124th) |
• Per capita | $3,403[૮] (145th) |
GDP (nominal) | 2023 અંદાજીત |
• કુલ | $31.692 billion[૮] (110th) |
• Per capita | $2,581[૮] (129th) |
જીની (2009) | 41.9[૯] medium |
માનવ વિકાસ દર (HDI) (2022) | 0.568[૧૦] medium · 154th |
ચલણ | કિના (PGK) |
સમય વિસ્તાર | UTC+10, +11 (પાપુઆ ન્યૂ ગિની માનક સમય) |
વાહન દિશા | ડાબે |
ટેલિફોન કોડ | +675 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .pg |
૧૮૮૦માં આ વિસ્તાર ઉત્તરમાં જર્મન ન્યૂ ગિની અને દક્ષિણમાં બ્રિટિશ ટેરિટરી ઓફ પાપુઆમાં વિભાજીત હતો. પ્રથમ વિશ્વ યુદ્ધ પછી હાલના પાપુઆ ન્યૂ ગિનીનો સમગ્ર વિસ્તાર ઓસ્ટ્રેલિયાના આધિપત્ય હેઠળ આવ્યો જે લિગ ઓફ નેશન્સના પ્રભાવના કારણે જર્મન કોલોની હોવાને કારણે બન્યો હતો. દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમ્યાન આ દેશ સતત યુદ્ધમાં જોતરાયેલો રહ્યો હતો. ૧૯૭૫માં પાપુઆ ન્યૂ ગિની રાષ્ટ્રમંડળ (કોમનવેલ્થ) ભૂમિ તરીકે સ્વતંત્ર થયો અને બ્રિટનના શાહી પરિવારના આધિપત્ય હેઠળના સ્વતંત્ર દેશોની યાદિમાં ઉમેરાયો. ૨૦૨૨માં બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પછી રાજા ચાર્લ્સ તૃતિય અહીંના રાજા બન્યા.
નોંધ
ફેરફાર કરો- ↑ abbreviated PNG; /ˈpæp(j)uə ...
ˈɡɪni, ˈpɑː-/ ( listen), also US: /ˈpɑːpwə-, ˈpɑːp(j)ə-/[૧૧] - ↑ ટોક પિસિન ભાષા:Independen Stet bilong Papua Niugini; હિરી મોટુ ભાષા:Independen Stet bilong Papua Niu Gini
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Somare, Michael (6 December 2004). "Stable Government, Investment Initiatives, and Economic Growth". Keynote address to the 8th Papua New Guinea Mining and Petroleum Conference. મૂળ માંથી 28 June 2006 પર સંગ્રહિત. મેળવેલ 9 August 2007.
- ↑ "Never more to rise". The National. 6 February 2006. મૂળ માંથી 13 July 2007 પર સંગ્રહિત. મેળવેલ 19 January 2005.
- ↑ "Papua New Guinea". The World Factbook. Langley, Virginia: Central Intelligence Agency. 2012. મૂળ સંગ્રહિત માંથી 12 April 2021 પર સંગ્રહિત. મેળવેલ 5 October 2012.
- ↑ "Sign language becomes an official language in PNG". Radio New Zealand. 21 May 2015. મૂળ સંગ્રહિત માંથી 28 May 2015 પર સંગ્રહિત. મેળવેલ 28 May 2015.
- ↑ Koloma. Kele, Roko. Hajily. "Papua New Guinea 2011 National Report-National Statistical Office". sdd.spc.int. મૂળ સંગ્રહિત માંથી 12 August 2017 પર સંગ્રહિત. મેળવેલ 2 September 2016.
- ↑ "Population | National Statistical Office | Papua New Guinea". મૂળ સંગ્રહિત માંથી 20 July 2023 પર સંગ્રહિત. મેળવેલ 20 July 2023.
- ↑ "2011 National Population and Housing Census of Papua New Guinea – Final Figures". National Statistical Office of Papua New Guinea. મૂળ માંથી 6 September 2015 પર સંગ્રહિત. મેળવેલ 16 December 2019.
- ↑ ૮.૦ ૮.૧ ૮.૨ ૮.૩ "World Economic Outlook Database, October 2023 Edition. (PG)". IMF.org. International Monetary Fund. 10 October 2023. મૂળ સંગ્રહિત માંથી 3 November 2023 પર સંગ્રહિત. મેળવેલ 15 October 2023.
- ↑ "GINI index (World Bank estimate)". data.worldbank.org. World Bank. મૂળ સંગ્રહિત માંથી 7 April 2019 પર સંગ્રહિત. મેળવેલ 23 February 2019.
- ↑ "HUMAN DEVELOPMENT REPORT 2023-24" (PDF). United Nations Development Programme (અંગ્રેજીમાં). United Nations Development Programme. 13 March 2024. પૃષ્ઠ 274–277. મૂળ સંગ્રહિત (PDF) માંથી 1 May 2024 પર સંગ્રહિત. મેળવેલ 3 May 2024.
- ↑ Jones, Daniel (2003), Peter Roach; James Hartmann; Jane Setter, eds., English Pronouncing Dictionary, Cambridge University Press, ISBN 978-3-12-539683-8
- ↑ "Constitution of the Independent State of Papua New Guinea" (PDF). મૂળ સંગ્રહિત (PDF) માંથી 25 February 2022 પર સંગ્રહિત. મેળવેલ 25 February 2022.
- ↑ "Island Countries of the World". WorldAtlas.com. મૂળ માંથી 7 December 2017 પર સંગ્રહિત. મેળવેલ 10 August 2019.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |