પાવભાજી કે ભાજીપાવ એ એક મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. જેમાં મિશ્ર શાકને પાવ સાથે ખાવા અપાય છે.[] પાવ ભાજીમાં બનતી ભાજી તેના વિશિષ્ટ સ્વાદને કારણે ભારતીય લોકોમાં ખાસ કરીને શહેરી સંસ્કૃતિઓમાં ઘણી પ્રિય છે. અન્ય ચાટ વાનગીથી વિપરીત આ વાનગી ગરમાગરમ પીરસાય છે. આ વાનગી એક ઝડપથી બનતી હોવાથી તેને લોકો પસંદ કરે છે.

પાવભાજી
પાવભાજી
અન્ય નામોભાજીપાવ
વાનગીનાસ્તો અથવા ભોજન
ઉદ્ભવભારત
વિસ્તાર અથવા રાજ્યમહારાષ્ટ્ર
મુખ્ય સામગ્રીપાવ, બટેટા અને અન્ય શાક
વિવિધ રૂપોબટર, ચીઝ વિગેરે
  • Cookbook: પાવભાજી
  •   Media: પાવભાજી સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર દેવગઢ બારિયા રાજા રજવાડા વખતનું સ્થાપત્ય અને ટાઉન પ્લાનિંગથી સુસજ્જ નગર છે.

આ વાનગીનો ઇતિહાસ ૧૮૫૦ના દાયકામાં મુંબઈની હેયડે ટેક્સટાઈલ મિલ્સમાં મળી આવે છે.[][] મિલના કામગારોને સંપૂર્ણ ભોજન ખાઈ શકે તેટલો ભોજન સમય મળતો ન હતો અને ભારે ભોજનની અપેક્ષાએ હળવો ખોરાક કામદારો પસંદ કરવા લાગ્યાં હતાં, કેમકે કામગારોને ભોજન પછી ફરી ભારે શ્રમ કરવું પડતું. એક ફેરિયાએ ભોજનની થાળીમાં પીરસાતી વાનગીઓમાંથી અમુક પદાર્થો મેળવી એક વાનગી બનાવી. રોટી અને ભાતને સ્થાને પાવ મુકી દીધા અને ભાજી આમટી જેવી ભારતીય કરીઓને બદલે એક મસાલેદાર શાક પીરસાયું જે ભાજી તરીકે ઓળખાયું. શરૂઆતના સમયમાં તો આ વાનગી મિલ મઝદૂરનો ખોરાક બની રહી. સમય જતા આ વાનગી રેસ્ટોરંટમાં વેચાવા લાગી અને ઉડીપી ઉપહારગૃહો અને અન્ય સ્થળો મારફતે તે મધ્ય મુંબઈ અને ઉપનગરમાં ફેલાઈ. આ વાનગી એટલી લોકપ્રિય બની કે ભારતીય ખાણું પીરસતી સિંગાપુર, હોંગકોંગ, અમેરિકા, યુ.કે., સ્વીટ્ઝરલેંડ અને અન્ય સ્થળોની હોટેલોના મેનુ માં પણ સ્થાન મેળવ્યું છે.

સામગ્રી

ફેરફાર કરો

બટેટા, કાંદા (ડુંગળી), ટમેટાં, વટાણા, ફ્લાવર, વેંગણ, લસણ, લીલાં મરચાં, તેલ, પાવભાજી મસાલો, હળદર, મીઠું, પાવ, ઘી.

 
લોખંડના તવા પર બનાવાતી પાવ ભાજી
 
ચાંદની ચોક, દિલ્હીમાં પાવભાજી
  • બટેટા વટાણાં, ફ્લાવર બાફી લો.
  • ટમેટા, કાંદા, વેંગણ સમારી લો.
  • લસણ અને લીલા મરચાં વાટી લો.
  • પેણીમાં તેલ ગરમ કરો.
  • તેમાં હળદર અને પાવભાજી મસાલો ઉમેરો.
  • તેમાં કાંદા સોનેરી રંગના થાય ત્યાં સુધી સાંતળો.
  • તેમાં ટમેટા અને બાફેલા વટાણા ઉમેરો.
  • હવે અન્ય શાક ભાજી ઉમેરો.
  • પાણી અને પાવભાજી મસાલો ઉમેરી હલાવતા રહો. થોડાં શાક ભાજી છૂંદી નાખો.
  • પાવને વચમાંથી ફાડી તવા પર ઘીમાં શેકી લો.
  • કાંદા જીણા સમારીએ તેમાં કોથમીર ઉમેરો અને પાવભાજી સાથે ખાવા આપો.

પાવ ભાજીના વિવિધ પ્રકારો

ફેરફાર કરો
  • ચીઝ પાવ ભાજી
  • ફ્રાઇડ પાવ ભાજી
  • ચીઝ પાવ ભાજી
  • મશરૂમ પાવ ભાજી
  • ખડા પાવ ભાજી 
  • જૈન પાવ ભાજી
  • કોલ્હાપુરી પાવ ભાજી
  • વ્હાઇટ પાવ ભાજી

ફિલ્મી અને અન્ય સંસ્કૃતિમાં

ફેરફાર કરો
  • સંજય દત્ત એ હિંદી ફીલ્મ વાસ્તવમાં પાવભાજીના લારી વાળાનું પાત્ર ભજવ્યું.
  • તેલુગુ ફીલ્મ દુબઈ સીનુમાં રવિ તેજા અને તેમના મિત્રોએ મુંબઈના કોઈ એક રોડ પર પાવભાજીની લારી ખોલી હતી.
  1. Najmi, Quaid. "Meet Mumbai's rags-to-riches Restaurant King". The New indian Express. મૂળ માંથી 2016-09-17 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ મે ૨૦૧૫.
  2. Patrao, Michael. "Taking pride in our very own pav". Deccan Herald. The Printers (Mysore) Private Ltd. મેળવેલ ૩૧ મે ૨૦૧૫.
  3. Patel, Aakar. "What Mumbaikars owe to the American Civil War: 'pav bhaji'". Live Mint. HT Media Limited. મેળવેલ ૩૧ મે ૨૦૧૫.