પાવાગઢ ઉડનખટોલા

(પાવાગઢ રોપ-વે થી અહીં વાળેલું)

પાવાગઢ ઉડનખટોલા એ પાવાગઢ પર્વત પરનો ઉડનખટોલા છે જે ગુજરાતના પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલો છે. તે ૧૯૮૬માં શરૂ કરવામાં આવ્યો હતો.

પાવાગઢ ઉડનખટોલા
પાવાગઢ ઉડનખટોલા
પાવાગઢ ઉડનખટોલા is located in ગુજરાત
પાવાગઢ ઉડનખટોલા
Overview
માં મહકાલિકા ઉડનખટોલા
Characterપ્રવાસન
Locationપાવાગઢ
Countryભારત
Coordinates22°28′02″N 73°31′23″E / 22.467142°N 73.523135°E / 22.467142; 73.523135Coordinates: 22°28′02″N 73°31′23″E / 22.467142°N 73.523135°E / 22.467142; 73.523135
Terminiમાંચી હવેલી
ઉપરનું સ્ટેશન
No. of stations2
Servicesપાવાગઢ, ગુજરાત
Built byઉષા બ્રેકો લિમિટેડ
Open૧૯૮૬
Websiteushabreco.com
Operation
OwnerUsha Breco Limited
Operatorઉષા બ્રેકો લિમિટેડ
No. of carriers૧૦
Carrier capacity૬ મુસાફર
Ridership૪૦૦ પ્રતિ કલાક
૧૩ લાખ વાર્ષિક
Trip duration૬ મિનિટ
Fare૧૭૦ (US$૨.૨૦) (2021)[]
Technical features
Aerial lift typeમોનો-કેબલ ગોંડોલા ડિટેચેબલ
Line length774 metres (2,539 ft)
No. of cables1
Vertical Interval297 metres (970 ft)
પાવાગઢ ઉડનખટોલા
નકશો

શક્તિપીઠ કાલિકા માતા મંદિર તેમજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનના અનેક સ્મારકોની હાજરીને કારણે પાવાગઢ પર્વત એક મુખ્ય યાત્રાળુ એન્ડ પ્રવાસન સ્થળ છે.[]

પાવાગઢ ઉડનખટોલા ૧૯૮૬માં શરૂ કરવામાં આવ્યો હતો. બાંધકામ અને કામગીરીનું સંચાલન ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.[]

૧૯ જાન્યુઆરી ૨૦૦૩ના રોજ ઉડનખટોલા અકસ્માતમાં સાત મૃત્યુ થયા હતા અને ૨૪ લોકોને ઈજા પહોંચી હતી.[][]

તકનિકી માહિતી

ફેરફાર કરો

774 metres (2,539 ft)[] લાંબો પાવાગઢ ઉડનખટોલા તેની શરૂઆતના સમયે દેશનો સૌથી ઊંચો ઉડનખટોલા હોવાનું કહેવાતું હતું.[][] તે મોનો-કેબલ ગોંડોલા ડિટેચેબલ પ્રકારની લિફ્ટનું સંચાલન કરે છે.[] એક સફર ૬ મિનિટ લે છે.[]

તે મુસાફરોને માંચી હવેલીથી પાવાગઢ પર્વત ઉપર 297 metres (970 ft) ઊંચે પહોંચાડે છે. ત્યાંથી મુસાફરે મંદિર સુધી પહોંચવા માટે 250 metres (820 ft) ચઢવાનું હોય છે.[] તે પ્રતિ કલાક ૧૨૫૦ મુસાફરોને લઈ જવાની ક્ષમતા ધરાવે છે પરંતુ તે પ્રતિ કલાક ૪૦૦ મુસાફરોની ક્ષમતા પર કાર્ય કરે છે. તે વાર્ષિક ૧૩ લાખ મુસાફરોનું પરિવહન કરે છે.[] []

નવા 250 metres (820 ft) લાંબા ઉડનખટોલા બાંધવાનો પ્રસ્તાવ છે જે મુસાફરોને આગળ લઈ જશે અને તેમને મંદિરથી ૩૦-૪૦ મીટર દૂર ઉતારશે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "Ticket prize hike in Pavagadh Ropeway service". DeshGujarat. 2021-07-14.
  2. Census of India, 1991: Panchmahals. Government Photo Litho Press. 1992. પૃષ્ઠ 29.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ "Pavagadh ropeway to reach Mahakali temple". The Times of India. 2015-10-20. મેળવેલ 2020-10-17.
  4. "7 killed in Gujarat ropeway mishap". www.rediff.com. મેળવેલ 2020-10-17.
  5. "Seven Killed, 24 Hurt in Cable Car Accident". Los Angeles Times. 2003-01-20. મેળવેલ 2020-10-17.
  6. "Notice board at Pavagadh ropeway".
  7. ૭.૦ ૭.૧ ૭.૨ Limca Book of Records. Bisleri Beverages Ltd. 1990. પૃષ્ઠ 67. મેળવેલ 28 September 2012.
  8. "Usha Breco Limited | Maa Kalidevi". મૂળ માંથી 19 December 2011 પર સંગ્રહિત. મેળવેલ 29 September 2012.