પિંગળશી પાતાભાઈ ગઢવી

ભાવનગર રજવાડાના રાજકવિ

પિંગળશી પાતાભાઈ નરેલા અથવા પિંગળશી પાતાભાઈ ગઢવી અથવા ફક્ત પિંગળશી ગઢવીભાવનગર રજવાડા સમયના રાજકવિ હતા.

પિંગળશી પાતાભાઈ ગઢવી
જન્મ૧૮૬૫ Edit this on Wikidata
સિહોર Edit this on Wikidata
મૃત્યુ૧૯૩૯ Edit this on Wikidata

જીવન ફેરફાર કરો

એમનો જન્મ વિક્રમસંવત ૧૯૧૨ની (ઇ.સ. ૧૮૫૬) આસો સુદ અગીયારસને દિવસે સિહોરમાં થયો હતો. એમના પિતાનું નામ પાતાભાઈ મુળુભાઈ નરેલા હતું અને માતાનું નામ આઈબા નરેલા હતું. એ રાજકવિ બન્યા ત્યારે રાજકવિ તરીકેની નરેલા ખાનદાનની ત્રીજી પેઢી હતી.[૧] પિંગળશી ગઢવીના દાદા મુળુભાઈ નરેલા ભાવનગર રાજવી ભાવસિંહજી પ્રથમ અને અખેરાજજીના સમયમાં રાજ કવિ હતા. એમના પિતાજી પાતાભાઈ નરેલા રાજવી અખેરાજજી અને જસવંતસિંહજીના દરબારમાં રાજકવિ રહી ચૂક્યા હતા.[૧] પિંગળશી ગઢવીનું મૃત્યુ વિ.સં. ૧૯૯૫ની મહા વદ ચૌદશ એટલે કે મહા શિવરાત્રિને દિવસે (૪ માર્ચ ૧૯૩૯) થયેલું.[૨][૩] ભાવનગરમાં પિંગળશી બાપુની ડેલી તરીકે ઓળખાતી જગ્યા છે. એ જગ્યાએ તેઓ રહેતા હતા. એમને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ શેઢાવદર ગામમાં ૧૯૩૪માં રહેવા માટેનું મકાન બક્ષીસમાં આપેલું.[૩]

સર્જન ફેરફાર કરો

પિંગળવાણી નામનું એમનું પુસ્તક બહુ જ વિખ્યાત છે.[૩] એમના બારમાસી છંદ વિખ્યાત છે અને લગભગ દરેક ડાયરામાં એ ગવાતા હોય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ચારણી સાહિત્ય દોટ ઈન. "ચારણી સાહિત્ય". મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૮.
  2. તા ૧૨ માર્ચ ૨૦૨૧ના નવ ગુજરાત સમય વર્તમાનપત્રમાં પાંચમાં પાના પર છપાયેલ લેખ
  3. ૩.૦ ૩.૧ ૩.૨ પીનાકી મેઘાણી. "વાઈઝ એન્ડ લર્નેડ ચારણ્સ". મૂળ માંથી 2016-08-19 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ એપ્રિલ ૨૦૧૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો