પીઠોરાના ચિત્રો

રાઠવા અને ભીલ જાતિઓ દ્વારા ભીંત પર કરવામાં આવતું એક ધાર્મિક ચિત્રણ

પીઠોરાગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં અને મધ્ય મધ્ય પ્રદેશમાં રહેતી રાઠવા અને ભીલા જાતિઓ દ્વારા ભીંત પર કરવામાં આવતું એક ધાર્મિક ચિત્રણ છે.

નવી દિલ્હીના ક્રાફ્ટ મ્યુઝિયમમાં પીઠોરાનું ચિત્ર

પીઠોરા ચિત્રો તેમના ઘરની અંદર તરફ, ત્રણ દિવાલો પર દોરવામાં આવે છે. આ ચિત્રો તેમના જીવનમાં આગવું મહત્વ ધરાવે છે. તેમના ઘરોમાં પિઠોરા ચિત્રો દોરવાથીથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે એવું તેઓ માને છે. તેમાં પ્રકૃતિનું અનુકરણ કરવાનો પ્રયાસ ક્યારેય થતો નથી, જેમકે, ઘોડો અથવા બળદ જે ભગવાનની દૃષ્ટિનું નિરુપણ કરે છે.[] પીઠોરાની લિપી પાંચ હાજર વર્ષ જૂની માનવામાં આવે છે.[]

પીઠોરા ચિત્રો એક કલાના સ્વરૂપ કરતાં વધુ એક ધાર્મિક વિધિ છે. આ ધાર્મિક વિધિઓ ભગવાનનો આભાર માનવા અથવા ઇચ્છાપૂર્તિ કરવા અથવા વરદાન મેળવવા માટે કરવામાં આવે છે.[] ભાડવા એટલે કે આદિવાસી જાતિના મુખ્ય પૂજારીને બોલાવવામાં આવે છે અને સમસ્યાઓ વર્ણન કરવામાં આવે છે. આ સમસ્યાઓ મૃત્યુ પામેલા ઢોરથી લઈને કુટુંબનાં અસ્વસ્થ બાળકો સુધીની કોઈ પણ હોઈ શકે છે.[] [] ભાડવા સંબંધિત વ્યક્તિને સમસ્યાનું સમાધાન પૂરું પાડે છે અને પીઠોરાના ચિત્રણ અને તેની વિધિ કરવા માટે કહે છે. પીઠોરા બાબાની હાજરી એ બધી સમસ્યાઓના સમાધાન તરીકે માનવામાં આવે છે.[] પીઠોરાના ચિત્રો હંમેશાં ઉંબરા પર, ઓસારીમાં, અથવા ઘરની બહારની પહેલી દીવાલ અથવા ઘરની અંદર પ્રવેશતાંની પ્રથમ દીવાલ પર દોરવામાં આવે છે. પીઠોરા ચિત્રો સામાન્ય રીતે આખી દિવાલને આકૃતિઓથી ભરી દે છે. ચિત્ર માટે આગળની એક દિવાલ અને તેની બંને બાજુ બે દીવાલો એમ ત્રણ દિવાલો તૈયાર કરવામાં આવે છે, સામેની અથવા વચ્ચેની દીવાલ બાજુઓની બે દીવાલ કરતાં બમણી મોટી હોય છે. આ દિવાલોને ગાયના છાણનું લીપણ કરી ચુનાથી રંગવામાં આવે છે. જે કુમારિકાઓ દ્વારા કરવામાં આવે છે. વરંડાની મુખ્ય દિવાલ જે તેને રસોડાથી અલગ પાડે છે તેને પીઠોરા માટે પવિત્ર માનવામાં આવે છે. આ દિવાલ પર દંતકથાઓ અને પીઠોરાથી સંબંધિત ચિત્રોનું નિરુપણ કરવામાં આવે છે. વરંડાની બાજુની બે દીવાલો પર પણ નાના દેવી-દેવતાઓ, ભૂત અને પૂર્વજોની આકૃતિઓ દોરવામાં આવે છે.[]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Pithora art depicts different hues of tribal life". The Indian Express (અંગ્રેજીમાં). 2014-06-26. મેળવેલ 2020-11-24.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "'પીઠોરા' આદિવાસી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો, આ ચિત્રોને દેવી દેવતાઓ તેને વાંચી લે છે!". VTV Gujarati (અંગ્રેજીમાં). મેળવેલ 2020-11-24.