મુખ્ય મેનુ ખોલો

છોટાઉદેપુર જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે, જેની રચના ઇ.સ. ૨૦૧૩માં કરવામાં આવી હતી. છોટાઉદેપુર આ જિલ્લાનું વડુ મથક છે, જે છોટાઉદેપુર તાલુકાનું મુખ્ય મથક પણ છે. અહીં ખનિજ ઉદ્યોગનો વિકાસ સારા પ્રમાણમાં થયો છે.

છોટાઉદેપુર જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
રચના૧૫ ઓગસ્ટ ૨૦૧૩
વિસ્તાર
 • કુલ૩,૦૮૭
વસ્તી (૨૦૧૧)
 • કુલ૯,૬૧,૧૯૦
સમય વિસ્તારભારતીય માનક સમય (UTC+૫:૩૦)
હવામાનઆંશિક સૂકું
સરેરાશ વાર્ષિક તાપમાન૧૨-૪૩ °સે
સરેરાશ ઉનાળુ તાપમાન૨૬-૪૩ °સે
સરેરાશ શિયાળુ તાપમાન૧૨-૩૩ °સે

ઇતિહાસફેરફાર કરો

આ જિલ્લો વડોદરા જિલ્લામાંથી ૧૫મી ઓગષ્ટ, ૨૦૧૩ના રોજ છૂટો પડ્યો જ્યારે ગુજરાતમાં સાત નવા જિલ્લા અસ્તિત્વમાં આવ્યા.[૧][૨] ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ છોટાઉદેપુર ખાતે આદિવાસી મહાસંમેલનમાં ગુજરાતના નવા જિલ્લા તરીકે છોટાઉદેપુર જિલ્લો રચવાની ઘોષણા કરી હતી.[૩]

વહિવટફેરફાર કરો

આ જિલ્લાનું વિભાજન કુલ ૬ તાલુકાઓમાં કરવામાં આવ્યું છે.[૪]

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચના સચિવ મહેશ જોશી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની ૪ તાલુકા પંચાયતનાં સીમાંકન જે જૂન ૨૦૧૫માં પ્રસિદ્ધ કરાયાં તેમાં છોટાઉદેપુર તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૨૩ થી વધારીને ૨૬ કરાઇ હતી. નસવાડી તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૧૭થી વધારીને ૨૨ કરાઇ અને નવરચિત બોડેલી તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૨૬ નક્કી કરવામાં આવી હતી, જ્યારે સંખેડા તાલુકા પંચાયતની બેઠકોની સંખ્યા ૨૩થી ઘટાડીને ૧૮ કરવામાં આવી હતી.[૪]

છોટાઉદેપુર તાલુકા પંચાયતની રચના માટે તાલુકાની ૨,૧૫,૫૯૦ની વસ્તી ધ્યાને લેવાઇ છે. નસવાડી તાલુકા પંચાયતની રચના માટે તાલુકાની ૧,૫૫,૫૪૩ની વસ્તી ગણતરીમાં લેવાઇ છે. જ્યારે સંખેડા તાલુકા પંચાયત માટે તાલુકાની ૧,૦૫,૯૫૨ની જનસંખ્યા અને બોડેલી તાલુકા પંચાયત માટે તાલુકાની ૧,૮૩,૮૫૦ની વસ્તી ધ્યાને લેવામાં આવી છે.[૪]

સંદર્ભફેરફાર કરો

  1. "Promises Delivered! Gujarat Cabinet approves creation of 7 New Districts and 22 New Talukas". નરેન્દ્ર મોદી. ૨૫ જાન્યુઆરી ૨૦૧૩. the original માંથી ૧૫ એપ્રિલ ૨૦૧૫ પર સંગ્રહિત. Check date values in: |date=, |archivedate= (મદદ)
  2. "Maps of Gujarat's new 7 districts and changes in existing districts". Desh Gujarat. ૧૩ ઓગસ્ટ ૨૦૧૩. the original માંથી ૧૩ ઓગસ્ટ ૨૦૧૩ પર સંગ્રહિત. Check date values in: |date=, |archivedate= (મદદ)
  3. "મુખ્યમંત્રીશ્રીની છોટાઉદેપુર આદિવાસી સંમેલનમાં ઘોષણા". નરેન્દ્ર મોદી. ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨. Retrieved ૮ જાન્યુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date= (મદદ)
  4. ૪.૦ ૪.૧ ૪.૨ "છોટાઉદેપુર જિલ્લાની ચાર તાલુકા પંચાયતનું નવું સીમાંકન જાહેર કરાયું". દિવ્ય ભાસ્કર. ૧૧ જૂન ૨૦૧૫. the original માંથી ૮ જાન્યુઆરી ૨૦૧૬ પર સંગ્રહિત. Retrieved ૦૮ જાન્યુઆરી ૨૦૧૬. Check date values in: |accessdate=, |date=, |archivedate= (મદદ)

બાહ્ય કડીઓફેરફાર કરો

ગુજરાતના જિલ્લાઓ અને ગુજરાતનું ભૌગોલિક સ્થાન
એકત્રીત માહિતી
જિલ્લા અને­ જિલ્લા મથકો­ની યાદી
ક્રમ જિલ્લો જિલ્લા મથક
અમદાવાદ અમદાવાદ
અમરેલી અમરેલી
અરવલ્લી મોડાસા
આણંદ આણંદ
કચ્છ ભુજ
ખેડા નડીઆદ
ગાંધીનગર ગાંધીનગર
ગીર સોમનાથ વેરાવળ
છોટાઉદેપુર છોટાઉદેપુર
૧૦ જામનગર જામનગર
૧૧ જૂનાગઢ જુનાગઢ
૧૨ ડાંગ આહવા
૧૩ તાપી વ્યારા
૧૪ દાહોદ દાહોદ
૧૫ દેવભૂમિ દ્વારકા ખંભાળીયા
૧૬ નર્મદા રાજપીપળા
૧૭ નવસારી નવસારી
૧૮ પંચમહાલ ગોધરા
૧૯ પાટણ પાટણ
૨૦ પોરબંદર પોરબંદર
૨૧ બનાસકાંઠા પાલનપુર
૨૨ બોટાદ બોટાદ
૨૩ ભરૂચ ભરૂચ
૨૪ ભાવનગર ભાવનગર
૨૫ મહીસાગર લુણાવાડા
૨૬ મહેસાણા મહેસાણા
૨૭ મોરબી મોરબી
૨૮ રાજકોટ રાજકોટ
૨૯ વડોદરા વડોદરા
૩૦ વલસાડ વલસાડ
૩૧ સાબરકાંઠા હિંમતનગર
૩૨ સુરત સુરત
૩૩ સુરેન્દ્રનગર વઢવાણ
ભારતના નક્શામાં ગુજરાતનું સ્થાન