પુનિતા અરોરા

ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ અને ભારતીય નૌકાદળમાં સર્જન વાઇસ એડમિરલ

સર્જન વાઇસ એડમિરલ (લેફ્ટનન્ટ જનરલ) પુનિતા અરોરા એ ભારતીય નૌકાદળ અને ભારતીય સેનાના ભૂતપૂર્વ ફ્લેગ ઓફિસર છે. તેઓ ભારતીય સશસ્ત્ર દળોના પ્રથમ મહિલા હતા જેમને થ્રી-સ્ટાર રેન્કમાં બઢતી આપવામાં આવી હતી.[] તેઓ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ જનરલ અને ભારતીય નૌકાદળમાં સર્જન વાઇસ એડમિરલનો હોદ્દો ધરાવતા હતા.[]

સર્જન વાઇસ ઍડમિરલ
લેફ્ટનેન્ટ જનરલ

પુનિતા અરોરા
PVSM, SM, VSM
જન્મ (1946-05-31) May 31, 1946 (ઉંમર 78)
લાહોર, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત
દેશ/જોડાણ India
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
 ભારતીય નૌસેના
હોદ્દો લેફ્ટનન્ટ જનરલ
વાઈસ એડમિરલ
Commands heldસશસ્ત્ર દળ મેડિકલ કૉલેજ
પુરસ્કારો પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક
સેના ચંદ્રક
વિશિષ્ટ સેવા ચંદ્રક

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

તેમનો જન્મ મૂળ લાહોરના એક પંજાબી પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ માત્ર એક વર્ષનાં હતાં ત્યારે તેમનો પરિવાર ભાગલા દરમિયાન ભારત આવી ગયો હતો અને ઉત્તર પ્રદેશના સહારનપુરમાં સ્થાયી થયો હતો.[]

તેમણે સહારનપુરની સોફિયા સ્કૂલમાં ૮મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ ગુરુ નાનક ગર્લ્સ ઇન્ટર કોલેજમાં અભ્યાસ માટે જોડાયાં હતા. ૧૧ માં ધોરણમાં સરકારી શાળામાં પ્રવેશ મેળવતી વખતે તેમણે વિજ્ઞાન વિષયને કારકિર્દી તરીકે લેવાનું નક્કી કર્યું. તેઓ ૧૯૬૩માં આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ (એએફએમસી), પુણેમાં જોડાયા હતા.[]

કારકિર્દી

ફેરફાર કરો

પુનિતા અરોરાની સૈન્ય કારકિર્દીની શરૂઆત જાન્યુઆરી ૧૯૬૮માં થઈ હતી.[] ભારતીય નૌકાદળના સર્જન વાઇસ એડમિરલ બનતા પહેલા તેઓ સશસ્ત્ર બળ (આર્મ્ડ ફોર્સિસ) મેડિકલ કોલેજ (એએફએમસી) પુણેના કમાન્ડન્ટ હતા. તેમણે ૧ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજના કમાન્ડન્ટનો હવાલો સંભાળ્યો હતો, ત્યારબાદ મેડિકલ કોલેજની કમાન સંભાળનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા હતા. [] આ પહેલાં તેઓ આર્મી હેડક્વાર્ટર ખાતે આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (મેડિકલ રિસર્ચ)ના અધિક મહાનિદેશક (એડિશનલ ડિરેક્ટર જનરલ) તરીકે સશસ્ત્ર દળોના મેડિકલ રિસર્ચનું સંકલન કરતા હતા.[] તેઓ આર્મીમાંથી નેવીમાં ગયા કારણ કે એએફએમએસમાં એક સામાન્ય પૂલ છે જે અધિકારીઓને જરૂરિયાતના આધારે એક સેવાથી બીજી સેવામાં સ્થળાંતર કરવાની મંજૂરી આપે છે.[]

પુરસ્કાર અને ચંદ્રક

ફેરફાર કરો

ભારતીય સશસ્ત્ર દળોમાં તેમની ૩૬ વર્ષની કારકિર્દીમાં તેમને ૧૫ ચંદ્રકોથી નવાજવામાં આવ્યા છે.

   
       
       
પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક સેના ચંદ્રક (૨૦૦૬) વિશિષ્ટ સેવા ચંદ્રક (૨૦૦૨)
વિશેષ સેવા ચંદ્રક સંગ્રામ ચંદ્રક સૈન્ય સેવા ચંદ્રક ૫૦મી સ્વતંત્રતા વર્ષગાંઠ ચંદ્રક
૨૫મી સ્વતંત્રતા વર્ષગાંઠ ચંદ્રક ૩૦ વર્ષીય દીર્ઘકાલીન સેવા ચંદ્રક ૨૦ વર્ષીય દીર્ઘકાલીન સેવા ચંદ્રક ૯ વર્ષીય દીર્ઘકાલીન સેવા ચંદ્રક
  • કાલુચક હત્યાકાંડના પીડિતોને કાર્યક્ષમ અને સમયસર મદદ પૂરી પાડવા માટે વિશિષ્ટ સેવા ચંદ્રક.[]
  1. "The General in Sari". Specials.rediff.com.
  2. "Navy gets its 1st lady vice-admiral". The Times of India. 16 June 2005.
  3. "Stars & Stripes". મૂળ માંથી 26 January 2013 પર સંગ્રહિત.
  4. "Archived copy". મૂળ માંથી 2018-10-14 પર સંગ્રહિત. મેળવેલ 2019-03-26.CS1 maint: archived copy as title (link)
  5. ૫.૦ ૫.૧ "A Doctor Who Looks After An Army". The Financial Express. 8 September 2004. મેળવેલ 26 March 2019. CS1 maint: discouraged parameter (link)
  6. "Heera Mandi then and now". Tribuneindia.com. મેળવેલ 26 March 2019. CS1 maint: discouraged parameter (link)
  7. "Exclusive varsities for PIOs on the cards: Tytler". Tribuneindia.com. મેળવેલ 26 March 2019. CS1 maint: discouraged parameter (link)
  8. "Lieutenant General Of Indian Army Was A Sikh!!!". TrendPunjabi.com. મેળવેલ 10 March 2021. CS1 maint: discouraged parameter (link)