પ્રજાપતિ, સપ્તર્ષિઓ માહેના એક; બ્રહ્મપુત્ર ઋષિ પુલસ્ત્ય કર્દમ ઋષિનીકન્યા હરિર્ભૂવા સાથે પરણ્યા હતા. તેમને અગસ્ત્ય અને વિશ્રવા એવા બે પુત્ર થયા હતા. મહાદેવના શાપથી સઘળા બ્રહ્મ માનસપુત્રોની સાથે તે મરણ પામ્યા હતા. ઋષિ પુલસ્ત્યને બ્રમ્હાજી પાસે થી વિષ્ણુ પુરાણ મળેલું જેને તેઓ એ પરાશર મુનિને આપ્યું હતું.

પુલસ્ત્ય
વ્યક્તિગત માહિતી
જીવનસાથીમાનીની (હરિર્ભૂવા)[૧]
બાળકોવિશ્રવા, અગસ્ત્ય
વડીલોબ્રહ્મા (પિતા)

ફરી જન્મફેરફાર કરો

જ્યારે તેઓ મેરુ પર્વતની બાજુએ તપ કરતા હતા ત્યાં ગાંધર્વ કન્યાઓ વારે વારે આવીને ગાયનથી તેમના તપમાં વિઘ્ન કરતી. આથી તેમણે શાપ આપ્યો હતો કે જે કોઈ કન્યા અહીં આવશે તે ગર્ભિણી થશે. તેથી કોઈ ત્યાં જતું નહિ. આ વાતની ખબર તૃણબિંદુ નામના રાજાની કન્યા ગૌને ન હતી, તેથી તે ત્યાં જતાં ગર્ભિણી થઈ. આ ઉપરથી તૃણબિંદુએ તે કન્યા તેમને જ પરણાવી અને તેનાથી તેને વિશ્રવા નામે પુત્ર થયો. વિશ્રવા કુબેર અને રાવણ ના પિતા હતા.

સંદર્ભફેરફાર કરો

  1. "History of Kubera". Manuscrypts. મેળવેલ 25 August 2011.

સ્ત્રોતફેરફાર કરો

  •   ભગવતસિંહજી સંગ્રામસિંહજી, જાડેજા, સંપાદક (૧૯૪૪). "ભગવદ્ગોમંડળ". ભગવદ્ગોમંડળ. પ્રવીણ પ્રકાશન, ગોંડલ.